વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

22 ઝાડ વાવવાની મંજૂરી

22 ઝાડ વાવવાની મંજૂરી વિશેની માહિતી

ગુજરાત રાજ્યમાં ઈમારતી તથા જલાઉ લાકડાની માંગ અને પુરવઠામાં મોટો તફાવત જોવા મળે છે. છેલ્લા કેટલાક સમયથી ઈમારતી લાકડા અને જલાઉ લાકડાની કિંમતમાં ગણનાપાત્ર વધારો થયો છે. જંગલમાં થતા ગેરકાયદેસર કપાણ, જંગલની પેદાશો પર નિયંત્રણ રાખવા છતાં કેટલીક ગુનેગારી પ્રવૃતિ કરનારાઓને નાથી શકાયા નથી તેવા સંજોગોમાં રાજ્ય સરકાર દ્વારા કેટલીક મહત્વની જોગવાઈઓમાં બાંધછોડ કરવામાં આવી છે. જેમાં રાજ્યના ખેડૂતો કેટલાક કિંમતી વૃક્ષોનું વાવેતર કરી શકશે પરંતુ કેટલીક શરતોને આધીન કે ખેતી કરનાર ખેડૂત 54 તાલુકા જે વનારછાદીત વિસ્તારમાં ન આવતા હોય તે જરી છે. ઈકો સેન્સીટીવ ઝોન, મેન્ગુ એરીયાની બહાર હોવા જરી છે. આ નીતિમાં ફેરફાર લાવવા પાછળનો મુખ્ય ઉદેશ્ય પયર્વિરણ સ્થિરતા અને પ્રવૃતિની સમતુલા જાળવવાનું છે.

સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન ધારા હેઠળ આવતા 86 પ્રકારના વૃક્ષોનું વાવેતર ખેતીલાયક જમીન પર અથવા બે ખેતર વચ્ચેના સેઢા વચ્ચે કરવામાં આવે તો તે વૃક્ષોની કાપણી સંદર્ભે કેટલીક છૂટછાટો આપવાનો નિર્ણય રાજ્યના વન મંત્રાલય દ્વારા કરવામાં આવ્યો છે. આવા વૃક્ષોના છેદન પ્રવૃતિ 54 તાલુકામાં કોઈ જગ્યાએ કરી શકાશે નહીં કારણ આ તાલુકાઓ કુદરતી વનથી આછાદીત છે તો કેટલાક વિસ્તાર જેવા કે, ઈકો સેન્સીટીવ ઝોન, મેન્ગુ એરીયા કે નોટીફાઈડ એરીયામાં 86 પ્રકારના આરક્ષીત વૃક્ષોના છેદન માટે પરવાનગી લેવી પડશે.

નેશનલ પાર્ક, રીઝર્વ ફોરેસ્ટ, દરિયા કિનારા અને રણ વિસ્તારને ફરતે વૃક્ષો કાપવા માટે પરવાનગી ફરજીયાત જ રહેશે. ઉપરાંત નેશનલ હાઈવે સ્ટેટ હાઈવે, જિલ્લા રોડની આજુબાજુ 200 મીટર વિસ્તારમાં પણ વૃક્ષો કાપવા માટે પરવાનગી ફરજીયાત બનાવવામાં આવી છે.

રાષ્ટ્રીય વન નીતિ 1988 અમલી બનાવવામાં આવી છે. આ વન નીતિ બાદ સમયાંતરે કેટલાક સુધારાની આવશ્યકતા ઉભી થતા તેમાં રાજ્યના વન અને પયર્વિરણ મંત્રાલય દ્વારા ફેરફારો સુધારા દાખલ કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન ધારો 1951 રાજ્યમાં અમલી છે. જે અંતર્ગત 86 જેટલા વૃક્ષોની પ્રજાતિનું છેદન કરવા પર અને વાવેતર પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ કાયદાનો ભંગ કરનાર સામે શિક્ષાત્મક જોગવાઈ પણ કરવામાં આવી છે.

આવી 86 વૃક્ષોની નકકી કરવામાં આવેલી નીતિના વૃક્ષો કોઈ વન અભ્યારણ્ય, સેન્સીટીવ ઝોન, નોટીફાઈડ એરીયામાં ન આવતા હોય કોઈના ખેતર કે ખેતરના સેઢા વચ્ચે વાવેતર થયેલા આ 86 પ્રકારના વૃક્ષોના છેદન માટે કોઈપણ પ્રકારની પરવાનગી લેવાની જર રહેતી નથી.

ગુજરાત સરકારે 22 પ્રકારના વૃક્ષોની ખેતી કરવા માટે પરવાનગી આપી દીધી છે. જેમાં સાગ, સિસમ, મહડો, ખેર, ચંદન વડ, પીપળ, ટીમ, સેમડો, ખીજડો, સવન, બીયો, રોહન, ધવડો, કાલમ, હળદરવો, હરડે, કાડીયો, રોયડો, રાયણ જેવા વૃક્ષોનું વાવેતર કરવાની પરવાનગી આપવામાં આવી છે. આવા વૃક્ષોનું વાવેતર અગાઉ પ્રતિબંધીત હતું. આવા વૃક્ષોના વાવેતર અને છેદન માટે ગ્રામ સમિતિની પરવાનગી લેવી જરી બનાવવામાં આવી છે. આ વૃક્ષોની યાદીમાં ફેરફાર કરવાની સત્તા આખરી રાજ્ય સરકાર પાસે રાખવામાં આવ્યું છે

સ્ત્રોત: વેબદુનિયા

3.0
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top