મુખ્ય ધાન્ય પાકોમાં ભલામણ કરવામાં આવેલ જાતો
આપણે જાણીએ છીએ કે ગુજરાતની ખેતી વૈવિધ્યભરી છે. આમ છતાં કૃષિ સંશોધનોનાં પરિણામે જુદા–જુદા પાકોમાં વધુ ઉત્પાદન આપતી જાતોની શોધથી ઉત્પાદન ક્ષેત્રે જબરી ક્રાંતિ આવી છે. પરિણામ સ્વરૂપ કઠોળ પાકો, રોકડીયા પાકો, તેલીબિયાંના પાકો, ધાન્ય પાકો, શાકભાજીના પાકો, મસાલાના પાકો, ઔષધીય પાકો અને બાગાયતી પાકોમાં વધુ ઉત્પાદન આપતી અનેક જાતો શોધાઈ છે. એ જ રીતે જુદા જુદા પાકોની ખેતી પધ્ધતિમાં પણ અમૂલ પરિવર્તન આવ્યું. વાવેતર માટે સુધારેલી / સંકર જાતોની પસંદગીથી માંડીને ખેતીના પ્રત્યેક કાર્યોમાં આજે વૈજ્ઞાનિક સૂઝ હોવી જોઈએ. ગુજરાત રાજયમાં વવાતા અગત્યના અને મુખ્ય પાકોની ભલામણ કરવામાં આવેલ જાતોની માહિતી ટૂંકમાં આ પ્રમાણે છે. ભલામણ કરવામાં આવેલ અને વાવેતર હેઠળની સુધારેલી / સંકર જાતો :
ધાન્યપાકો
બાજરી
- જીએચબી–૧પ : સમગ્ર ગુજરાત રાજયમાં વાવેતર માટે ભલામણ કરવામાં આવેલ છે. આ જાત ૭૮ દિવસમાં પાકે છે. છોડ દીઠ ડૂંડાની વધુ સંખ્યા ધરાવે છે. ડૂંડા ખૂબ સખત ભરાવદાર મધ્યમ લાંબા અને અણીદાર, દાણાની સાથે ચારાનું પણ વધુ ઉત્પાદન આપે છે. છોડની પાતળી સાંઠીને કારણે ચારાની ગુણવત્તા સારી, કુતુલ રોગ સામે સારી પ્રતિકારક શકિત ધરાવે છે. હેકટરે ર૧૭૧ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
- જીએચબી.–ર૩પ : ઉત્તર ગુજરાત, ઉત્તર પશ્રિમ ગુજરાત તથા દક્ષિણ સૌરાષ્ટ્રિય ખેત આબોહવાકિય વિસ્તારમાં વાવેતર માટે ભલામણ કરવામાં આવેલ છે. આ જાત ૮૦ દિવસે પાકે છે. કુતુલ રોગ સામે પ્રતિકારક શકિત ધરાવે છે. દાણાનું કદ મોટું છે. ડૂંડા સખત ભરાવદાર, મધ્યમ લાંબા અને નળાકાર છે. આ જાત હેકટરે ર૧૪૧ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
- એમ.એચ.–૧૭૯ : આ જાત ઈક્રીસેટ, હેદ્રાબાદ ધ્વારા બહાર પાડવામાં આવેલ છે. કુતુલ રોગ સામે પ્રતિકારક શકિત ધરાવે છે. પૂરતા વરસાદવાળા વિસ્તારમાં ઉત્પાદન સારું આપે છે. ૮ર દિવસે પાકે છે. ડૂંડા સામાન્ય સખત, મધ્યમ લાંબા, જાડા, નળાકાર, અને મૂછો વધતા ઓછા પ્રમાણમાં હોય છે. હેકટરે રર૦૦ થી રપ૦૦ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
- એમ.એચ.–૧૬૯ (પુસા–ર૩) : આ જાત દિલ્હી કેન્દ્ર ધ્વારા બહાર પાડવામાં આવેલ છે. આ હાઈબ્રીડ જાતે ગુજરાતમાં સારો દેખાવ કર્યો છે. બી.કે.પ૬૦ હાઈબ્રીડને મળતી આવતી આ જાત ૭૮ થી ૮૦ દિવસે પાકે છે. હેકટરે રર૦૦ થી રપ૦૦ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
- આઈસીટીપી–૮ર૦૩ : મોટા દાણાવાળી આ જાત ઈક્રીસેટ, હેદ્રાબાદ ધ્વારા બહાર, પાડવામાં આવેલ છે. વહેલી પાકતી આ જાત અન્ય કમ્પોઝીટ જાતોની સરખામણીમાં વધુ અનુકૂળ આવેલ છે. ફૂટની સંખ્યા ઓછી હોય દાણાનું ઉત્પાદન હાઈબ્રીડ જાતોની સરખામણીમાં ઓછું રહે છે. હેકટરે ર૦૦૦ થી રર૦૦ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
- જીએચબી –રર૯ : પિયતની સુવિધા ધરાવતાં રાજયના સમગ્ર વિસ્તારમાં ઉનાળુ ૠતુમાં વાવેતર માટે ભલામણ કરવામાં આવેલ છે. લાંબા ડૂડા સાથે આકર્ષક દેખાવ ધરાવતી આ જાત બાજરીની જીએચબી–૧૮૩, જીએચબી–ર૩પ અને એમ.એચ.૧૭૯ જાતો કરતાં અનુક્રમે ૧પ.૧પ, ૯.૮૬ અને ૬.૧૯ ટકા દાણાનું વધુ ઉત્પાદન આપે છે. આ જાત ૮૦–૮પ દિવસે પાકે છે. હેકટરે ૪પ૪૪ કિલોગ્રામ ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે છે.
- જીએચબી–૩૧૬ : રાજયના સમગ્ર વિસ્તારમાં ચોમાસુ ૠતુમાં વાવેતર માટે ભલામણ છે. આ જાત બાજરીની એમ.એચ.–૧૬૯ એચ.એમ.બી.–૬૭ અને એમ એચ–૧૭૯ જાતો કરતાં અનુક્રમે ૧૮.પ૦,૧પ.પ૩ અને ૧૩.ર૧ ટકા દાણાનું વધુ ઉત્પાદન આપે છે. કુતુલ રોગ સામે પ્રતિકારક શકિત ધરાવતી આ જાત ડૂંડાનું કદ, આકાર, ચારાની ગુણવત્તા તેમજ વહેલી સ્ત્રીકેસર અવસ્થા માટે ચઢિયાતી છે. આ જાત ૮પ દિવસે પાકે છે. હેકટરે ર૩૦૬ કિલો ઉત્પાદન આપે છે.
- જીએચબી–૧૮૩ : આ જાત માદા ૮૧ એ × જે–૯૯૮ ના સંકરણથી તૈયાર થાય છે. આ જાત કુતુલ રોગ સામે પ્રતિકારક શકિત ધરાવે છે. ગુજરાત રાજયમાં ઉતર ગુજરાત તથા મધ્ય ગુજરાત ખેત આબોહવાકિય વિસ્તારમાં ઉનાળુ ૠતુમાં વાવેતર માટે ભલામણ કરવામાં આવેલ છે. છોડની ઉંચાઈ ર૦પ –ર૧૦ સે.મી. હોય છે. આ જાત ૭પ થી ૮૦ દિવસમાં પાકે છે. છોડ દીઠ ડુંડાની ઘણી સારી સંખ્યા ધરાવે છે. દાણાંની સાથે સુકા ચારાનું પણ ઘણું વધારે ઉત્પાદન આપે છે. હેકટરે ૩૭૭૦ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
- જીએચબી–પર૬ : આ જાત જામનગર કેન્દ્ર દ્વારા તૈયાર કરી અર્ધ શિયાળુ અને ઉનાળુ ૠતુ માટે બહાર પાડવામાં આવેલ છે. આ જાત માદા ૯પરરર × નર જે–ર૩૭ર ના સંકરણ દ્વારા તૈયાર થયેલ છે. રોગ પ્રતિકારક શકિત ધરાવતી વહેલી પાકતી, દાણાનો આકર્ષક રંગ તથા આકાર ધરાવે છે. છોડ અને ડૂંડાનો સારો દેખાવ ધરાવતી ઉતમ પ્રકારનો ચારો આપતી ગુજરાત રાજયમાં ઉપરાંત અખિલ ભારતીય ધોરણે મધ્ય અને ઉતર ભારતના વિસ્તારમાં પણ વાવેતર માટે ભલામણ કરવામાં આવેલ છે. છોડ દીઠ ડૂંડા વધુ સંખ્યા ધરાવે છે. છોડની ઉંચાઈ ૧૭પ–૧૮પ સે.મી. હોય છે. દાણાની સાથો સાથ ઉત્તમ ગુણવત્તાવાળા સૂકા ચારાનું પણ વધારે ઉત્પાદન આપે છે. ૬૮ થી ૧૩પ દિવસમાં પાકતી આ જાત હેકટરે ર૮પ૯ કિલોગ્રામ ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે છે.
- જીએસબી–પપ૮ : આ જાત જામનગર કેન્દ્ર દ્વારા તૈયાર કરી ચોમાસુ ૠતુ માટે સને ર૦૦ર માં અને ઉનાળુ ૠતુ માટે સને ર૦૦૩ માં બહાર પાડવામાં આવેલ છે. આ જાત માદા ૯૪પપપ જે × જે–રર૯૦ ના સંકરણ દ્વારા તૈયાર થયેલ છે. છોડ ર૦૦–ર૧૦ સે.મી. ઉંચાઈના થાય છે. દાણાની સાથોસાથ સૂકા ચારાનું વધારે ઉત્પાદન આપતી આ જાત વધુ વિસ્તારમાં સ્વીકૃતિ પામી અને સ્થાયી ઉત્પાદન આપે છે. મોટા દાણાવાળી આ જાત હેકટરે ૩રપ૦ કિલોગ્રામ ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે છે. છોડ દીઠ ડૂંડાની વધુ સંખ્યા ધરાવે છે.
- જીએચબી.–પ૭૭ : આ સંકર જાત માદા જે.એમ.એસ.એે.૧૦૧ અને નર જે–ર૪૦પ નાં સકરણ ધ્વારા તૈયાર કરવામાં આવેલ છે. જામનગર ખાતે આ જાત સને ર૦૦૩ ના વર્ષમાં ખરીફ ૠતુના વાવેતર માટે બહાર પાડવામાં આવેલ છે. કુતુલ રોગ સામે પ્રતિકારક શકિત ધરાવતી, મધ્યમ વહેલી પાકતી, ડૂંડા લાંબા અને આકર્ષક દેખાવવાળા દાણા ધરાવે છે. દાણાનુું વધુ ઉત્પાદન આપતી આ જાત સમગ્ર ગુજરાત ઉપરાંત અખિલ ભારતીય ધોરણે મધ્ય અને ઉતર ભારતનાં રાજયો (રાજસ્થાન, હરીયાણા, મધ્યપ્રદેશ, ઉતરપ્રદેશ,દિલ્હી વિ.) માં પણ ખરીફ ૠુતુનાં વાવેતર માટે ભલામણ કરવામાં આવેલ છે.કન્ટ્રોલ જાત એમ.એચ.૧૬૯ તથા પ્રાઈવેટ કન્ટ્રોલ જાતો ૭૬૭૬ અને પી–૧૦૬ કરતાં જી.એચ.બી.પ૭૭ જાતે અનુક્રમે ૩૪ ટકા, ર૯ ટકા અને ૧ર ટકા દાણાનું ઉત્પાદન વધુ આપેલ છે. દુષ્કાળની પરિસ્થિતિમાં તેમજ ઓછા વરસાદવાળા વિસ્તાર માટે ખાસ અનુકૂળતા ધરાવે છે.
- જીએચબી – પ૩૮ : આ સંકર જાત માદા ૯પ૪૪૪–એ × જે–ર૩૪૦ ના સંકરણ ધ્વારા તૈયાર કરવામાં આવેલ છે અને બાજરા સંશોધન કેન્દ્ર, જામનગર ખાતેથી ર૦૦૪ના વર્ષમાં વાવેતર માટે બહાર પાડવામાં આવેલ છે. ઓછા વરસાદ વાળા વિસ્તાર માટે ભલામણ થયેલ આ જાત અગત્યની જીવાત સામે તેમજ કુતુલ રોગ સામે પ્રતિકારક શકિત ધરાવે છે. આ જાત ૬પ થી ૬૭ દિવસે પાકે છે. દાણાનો ઉતાર હેકટરે ર૮પ૮ કિલોગ્રામ છે જયારે ચારાનું ઉત્પાદન પ૪૪૯ કિલોગ્રામ હેકટરે આપે છે.
ઘઉં
પિયત ઘઉં
- જી.ડબલ્યુ–૪૯૬ : સમયસરની વાવણી માટે બહાર પાડવામાં આવેલ આ જાત ૧૦૦ થી ૧૧૦ દિવસે પાકે છે. ઉંબીમાથી દાણા ખરી પડતા નથી. દાણા મધ્યમ કદના એક સરખા અને ખૂબ જ ચળકાટ ધરાવે છે. ગેરૂ રોગ સામે ખૂબ જ સારી પ્રતિકારક શકિત ધરાવે છે. હેકટરે ૪૦૦૦ થી ૪પ૦૦ કિલોગ્રામ જેટલું ઉત્પાદન આપે છે.
- જી.ડબલ્યુ–પ૦૩ : ગુજરાત રાજયમાં સમયસરના વાવેતર માટે ભલામણ કરેલ છે. ૧૧૦ થી ૧૧પ દિવસમાં પાકે છે. કાળા તેમજ બદામી ગેરૂ સામે પ્રતિકારક શકિત ધરાવે છે. મધ્યમ કદના દાણા છે. હેકટરે ૪૦૦૦ થી ૪પ૯૦ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
- જી.ડબલ્યુ–૧૯૦ : સમયસરના વાવેતર માટે સમગ્ર ગુજરાત,મધ્યપ્રદેશ,રાજસ્થાનનો કોટા વિસ્તાર તેમજ ઉતર પ્રદેશના બુંદેલ ખંડ વિભાગ માટે કેન્દ્ર સરકાર ધ્વારા બહાર પાડવામાં આવેલ છે. ૧૧૦ થી ૧૧પ દિવસે પાકે છે. ગેરૂ રોગ સામે ખૂબ જ સારી પ્રતિકારક શકિત. ઉબીની લંબાઈ વધારે તેમજ તેમાં દાણાની સંખ્યા વધારે. હેકટરે પ૦૦૦ થી પપ૦૦ કિલોગ્રામ ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે છે.
- જી.ડબલ્યુ–૧૭૩ : કેન્દ્ર સરકાર ધ્વારા બહાર પાડવામાં આવેલ આ જાત ૮પ થી ૯પ દિવસમાં પાકે છે. મોડી વાવણી માટે અનુકૂળ છે. આ જાત ઢળી પડવા સામે તેમજ ઉંબીમાંથી દાણા ખરી પડવા સામે તેમજ ગેરૂ સામે ખૂબ જ સારી પ્રતિકારક શકિત ધરાવે છે. દાણા મધ્યમ કદના સોનેરી રંગના ચળકાટવાળા હોય છે. હેકટરે ૪૦૦૦ થી ૪૮૦૦ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
- રાજ–૧પપપ : ડયુરમ પ્રકારની આ જાતના છોડ મધ્યમ ઉંચાઈના હોય છે. પીલાની સંખ્યા સારી હોય છે. ઘઉં પાકવાના સમયે ઉંબી નીચે વળી જવાની ખાસીયત ધરાવે છે. આ જાતના દાણાં સોનેરી રંગના સખત અને ઉત્તમ ગુણવત્તાવાળા હોય છે. ૧૧૦ થી ૧૧પ દિવસમાં પાકી જાય છે. ૪૦૦૦ થી ૪પ૦૦ કિલોગ્રામ/હેકટર ઉત્પાદન આપે છે.
- લોક–૧ : લોક ભારતી સણોસરા ખાતે આ જાત સંકરણથી તૈયાર કરવામાં આવી છે. ૧૦૦ થી ૧૦પ દિવસે પાકે છે. પીલાની સંખ્યા સારી હોય છે. દાણા મોટા ભરાવદાર હોય છે. ગેરૂ રોગ સામે પ્રતિકારક શકિત ધરાવે છે. હેકટરે ૩પ૦૦ થી ૪૦૦૦ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
- જી.ડબલ્યુ–ર૭૩ : પિયતની સુવિધા ધરાવતા રાજયના સમગ્ર વિસ્તારમાં વાવેતર માટે ભલામણ છે. આ જાત ઘઉંની કલ્યાણસોના,લોક–૧, જી. ડબલ્યુ–૧૪૭, જી.ડબલ્યુ–૪૯૬ અને જી.ડબલ્યુ–૧૯૦ જાતો કરતાં અનુક્રમે ૧પ.૪ર, ૯.૭૯, ૧૪.પ૬, ૬૪ અને ૩.ર૯ ટકા વધુ ઉત્પાદન આપે છે. ગુણવત્તામાં સ્વીકાર્ય છે તથા રોગ સામેની પ્રતિક્રિયા નિયંત્રણ (અંકુશ)જાતો કરતાં વધારે જોવા મળે છે. આ જાત ૧૧૦ – ૧૧૩ દિવસે પાકે છે અને હેકટરે ૪૮૭૦ કિલોગ્રામ ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે છે.
- જી. ડબલ્યુ – ૧૧૩૯ : પિયત ડયુરમ ઘઉં વાવતા ગુજરાત રાજયના સમગ્ર વિસ્તાર માટે ભલામણ કરવામાં આવે છે. વધુ ઉત્પાદન આપતી આ જાતના દાણા સખત, મોટા, ચળકાટ વાળા અને દાણામાં પ્રોટીનનું પ્રમાણ વધારે તેમજ સફેદ દાગનું પ્રમાણ નહિવત છે. આ જાત ઘઉંના ભૂરા તેમજ કાળા ગેરૂ સામે પ્રતિકારક જોવા મળેલ છે. આ જાત ૧૧૦–૧૧૩ દિવસે પાકે છે. હેકટરે ૪૪૦ર કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
- જી. ડબલ્યુ – ૩રર : આ જાત રાજયના પિયત વિસ્તારમાં સમયસરના વાવેતર માટે ભલામણ કરવામાં આવેલ છે. આ જાત અર્ધ ઠીંગણી છે. ફૂટનું પ્રમાણ સારૂ છે ડુંડી લાંબી અને ભરાવદાર છે. ડુંડી રૂંવાટી વગરની અને પાકતા સફેદ રંગની થાય છે. આ જાત જી.ડબલ્યુ–૪૯૬ કરતાં ૧૩.પ૩ ટકા, લોક–૧ કરતા ૭.૪૭ ટકા તથા જી.ડબલ્યુ–ર૭૩ કરતાં ૪.૦૭ ટકા વધુ ઉત્પાદન આપેલ છે. ૧૧૦ થી ૧૧૬ દિવસમાં પાકી જાય છે. કાળા તથા ભૂરા ગેરૂ રોગ સામે પ્રતિકારક શકિત ધરાવે છે.
બિન પિયત ઘઉં
- અરણેજ –ર૦૬ : રાજયના બિન પિયત ઘઉંના વિસ્તારમાં વાવેતર માટે ભલામણ કરેલ આ જાત ૧૧૦ થી ૧૧પ દિવસે પાકે છે. દાણાનો રંગ સોનેરી છે. હેકટરે ૧૪૦૦ થી ૧૪પ૦ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
- જી.ડબલ્યુ–૧ : રાજયના બિન પિયત ઘઉંના વિસ્તારમાં વાવેતર માટે ભલામણ કરેલ આ જાત ૧૦૩ થી ૧૦પ દિવસે પાકે છે. દાણાનો રંગ સોનેરી છે. હેકટરે ૧૪પ૦ થી ૧પ૦૦ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
- જી. ડબલ્યુ–ર : રાજયના બિન પિયત ઘઉંના વવાતા વિસ્તાર માટે ભલામણ કરેલ આ જાત ૧૧૦ થી ૧૧પ દિવસે પાકે છે. હેકટરે ૧૬૦૦ થી ૧૬પ૦ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
ડાંગર
- જી. આર – ૩ : આ જાતની મધ્ય ગુજરાતમાં ફેર રોપણી તથા ઓરાણ ડાંગર માટે ભલામણ કરવામાં આવેલ છે. ૧૦પ દિવસે પાકતી આ જાતે હેકટરે પ૧૩૦ કિલોગ્રામ ઉત્પાદન ક્ષમતા ધરાવે છે.
- જી. આર – ૧૧ : આ જાત મધ્ય ગુજરાત માટે ભલામણ કરવામાં આવે છે. ૧રપ થી ૧૩૦ દિવસે પાકે છે. હેકટરે પ૩૪૦ કિલોગ્રામ ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે છે.
- જી. આર – ૪ : આ જાતની પણ મધ્ય ગુજરાત માટે ભલામણ કરવામાં આવે છે. ૧૧૦ થી ૧૧પ દિવસે પાકે છે. હેકટરે ૪૬ર૦ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
- જી. આર – ૧૩૮–૯ર૮ : આ જાતની મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વાવેતર માટે ભલામણ કરવામાં આવેલ છે. રોગ જીવાત સામે બહુ પ્રતિકારક શકિત ધરાવે છે. ૧રપ થી ૧૩૦ દિવસે પાકે છે. હેકટરે ૪પ૮૦ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
- એસ. એલ. આર. પ૧ર૧૪ : આ જાતની રાજયના નીચાણવાળી ક્ષારીય જમીન માટે ભલામણ કરવામાં આવેલ છે. ૧ર૦ દિવસે પાકે છે. હેકટરે ૪૪૭૦ કિલોગ્રામ ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે છે.
- જી. આર – ૧૦૧ : આ જાતની મધ્ય ગુજરાતની પિયતની સગવડતાવાળા વિસ્તાર માટે ભલામણ કરવામાં આવેલ છે. કરમોડીના રોગ સામે સહનશીલતા ધરાવતી સુગંધિત, ૧૩પ થી ૧૪૦ દિવસે પાકતી અને હેકટરે ૪૦૮૦ કિલોગ્રામ ઉત્પાદન આપતી જાત છે.
- જી. આર – ૧૦ર : આ જાતની મધ્ય ગુજરાત માટે ભલામણ કરેલ છે. ૧૩૦ થી ૧૩પ દિવસે પાકે છે. હેકટરે ૩૯ર૦ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
- જી. આર – ૧૦૩ : આ જાતની પણ મધ્ય ગુજરાતમાં ચોમાસુ અને ઉનાળુ બન્ને વાવેતર માટે ભલામણ કરવામાં આવેલ છે. કરમોડીના રોગ સામે પ્રતિકારકતા અને સારી ગુણવત્તા ધરાવતી, ૧૩૦ થી ૧૩પ દિવસે પાકતી અને હેકટરે ૬પપ૮ કિલોગ્રામ ઉત્પાદન આપતી જાત છે.
- જી. આર – પ : દક્ષિણ ગુજરાતમાં ઓરાણ ડાંગર તરીકે ભલામણ કરવામાં આવેલ છે. ૯પ થી ૧૦૦ દિવસે પાકે છે. હેકટરે ર૦ – રપ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
- જી. આર – ૬ : દક્ષિણ ગુજરાતમાં વાવેતર માટે ભલામણ કરેલ છે. ૧ર૦ થી ૧રપ દિવસે પાકે છે. હેકટરે ૪૬ર૩ કિલોગ્રામ ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે છે.
- અંબિકા : સમગ્ર રાજયમાં વાવણી માટે ભલામણ કરવામાં આવેલ છે. સરસ સુગંધ અને રાંધવાની સારી ગુણવત્તા, ૧૪૦ થી ૧૪પ દિવસે પાકતી અને હેકટરે ૪૧૪૮ કિલોગ્રામ ઉત્પાદન ક્ષમતા ધરાવતી જાત છે.
- આઈ.આર.૬૬ : આ જાત દક્ષિણ ગુજરાતના ભારે વરસાદવાળા વિસ્તાર માટે અનુકૂળ છે. કરમોડી રોગ તથા થડ કોરી ખાનાર ઈયળ સામે વધુ ટકકર ઝીલે છે. ૧૧૦ થી ૧૧પ દિવસે પાકે છે. હેકટરે ૪૮૮ર કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
- ગુર્જરી (આઈ.ઈ.ટી–૧૦૭પ૦) : મધ્ય તેમજ ઉત્તર ગુજરાત ખેત હવામાન વિસ્તાર (૩ અને ૪) માટે ભલામણ કરવામાં આવે છે. ડાંગરના મુખ્ય રોગો તેમજ જીવાતો સામે પ્રચલિત જાતો (જયા તેમજ જી.આર.૧૧)ની સરખામણીમાં વધુ પ્રતિકારક શકિત ધરાવે છે. આ જાત જયા કરતાં સાતથી દસ દિવસ વહેલી પાકે છે. રપ ટકા જેટલું દાણાનું તેમજ પરાળનું વધુ ઉત્પાદન આપે છે. વધુ પ્રોટીનના ટકા ધરાવે છે તેમજ મમરા–પૈાવાનું વધુ વળતર આપે છે આ જાત ૧૧પ દિવસે તૈયાર થાય છે અને હેકટરે પ૦૦૦ થી ૮૦૦૦ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
- જી.આર.૭ : મધ્ય તેમજ દક્ષિણ ગુજરાતના ફેરરોપણી કરીને ડાંગર પકવતા વિસ્તાર માટે ભલામણ કરવામાં આવેલ છે. આ જાત જી.આર.–૪,જી.આર.–૧૧,જી.આર.–૩ અને આઈ.આર.–૬૬ કરતાં અનુક્રમે ૩૬.૭૪ ટકા,ર૪ ટકા,૧ર.રપ ટકા અને પ.૩૦ ટકા વધુ ઉત્પાદન આપે છે. વધુ ઉત્પાદન સાથે સારી દાણાની ગુણવત્તા તેમજ મધ્યમ રીતે સુગંધીદાર દાણો આ જાતના અગત્યના લક્ષણો છે. વળી, આ જાત રોગ તેમજ જીવાત સામે મધ્યમ પ્રતિકારક શકિત ધરાવે છે. આ જાત ૧૦૦ – ૧૧પ દિવસે તૈયાર થાય છે અને હેકટરે ૪પર૬ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
- ડાંગર દાંડી : દક્ષિણ ગુજરાતની દરિયાકાંઠાની ક્ષારીય જમીનમાં ડાંગરનું વાવેતર કરતાં વિસ્તાર માટે ભલામણ કરવામાં આવેલ છે. વધુ ઉત્પાદન આપતી આ જાત રસોઈ તેમજ મીલીંગની સારી ગુણવત્તા ધરાવે છે. હેકટરે પપ૮૪ કિલોગ્રામ ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે છે.
- જી.આર–૮ : દક્ષિણ અને મધ્ય ગુજરાતનો પર્વતીય વિસ્તાર તેમજ સહયાદ્વી પર્વતની વરસાદ આધારિત પરિસ્થિતિમાં ઓરાણ ડાંગરની ખેતી માટે ભલામણ કરવામાં આવે છે. વધુ ઉત્પાદન આપતી, વહેલી પાકતી અને ઢળે નહી તેવી આ જાત રોગ અને જીવાત સામે પ્રતિકારક શકિત ધરાવે છે. હેકટરે ૧૮પ૮ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
- જી. આર – ૧ર : આ જાત મધ્ય ગુજરાત માટે ભલામણ કરવામાં આવે છે.૧ર૦ થી ૧રપ દિવસે પાકે છે. હેકટરે પ૦૦૦ થી ૬પ૦૦ કિલોગ્રામ ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે છે.કોલમ પ્રકારની ઝીણો દાણો ધરાવે છે. મુખ્ય રોગો તેમજ જીવાતો સામે પ્રતિકારક શકિત ધરાવતી અનુકૂળ જાત છે.
- જી.એન.આર.–૩ (ન.કૃ.યુ.) : આ જાત મધ્ય ગુજરાત માટે ભલામણ કરવામાં આવે છે. ૧ર૧–૧રપ દિવસે પાકે છે. હેકટરે પપ૦૦થી ૬પ૦૦ કિલોગ્રામ ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે છે . જાડા દાણાવાળી, ઢળી ન પડે તેવી, લોંગ સ્લેનડ, વહેલથી મધ્યમ મોડી પાકતી પૌવા–મમરા માટેની જાત. ગુર્જરી કરતાં ૧૮ ટકા વધુ ઉત્પાદન આપતી બેકટેરીયલ બ્લાઈટ સામે પ્રતિકારક તથા રોટ અને ગ્રેઈન ડીસકલરેશન સામે મધ્યમ પ્રતિકારક તથા ગાભમારાની ઈયળ સામે મધ્યમ પ્રતિકારક શકિત ધરાવતી જાત અનુકૂળ જાત છે.
- જી.એન.આર.–૩ (ન.કૃ.યુ.) : આ જાત મધ્ય ગુજરાત માટે ભલામણ કરવામાં આવે છે. ૧ર૧–૧રપ દિવસે પાકે છે. હેકટરે પપ૦૦થી ૬પ૦૦ કિલોગ્રામ ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે છે . જાડા દાણાવાળી, ઢળી ન પડે તેવી, લોંગ સ્લેનડ, વહેલથી મધ્યમ મોડી પાકતી પૌવા–મમરા માટેની જાત. ગુર્જરી કરતાં ૧૮ ટકા વધુ ઉત્પાદન આપતી બેકટેરીયલ બ્લાઈટ સામે પ્રતિકારક તથા રોટ અને ગ્રેઈન ડીસકલરેશન સામે મધ્યમ પ્રતિકારક તથા ગાભમારાની ઈયળ સામે મધ્યમ પ્રતિકારક શકિત ધરાવતી જાત અનુકૂળ જાત છે.
- મહિસાગર : આ જાત ગુજરાત માટે ર૦૧૬ માં ભલામણ કરવામાં આવે છે. ૧૧પ–૧ર૦ દિવસે પાકે છે. હેકટરે પ૦૦૦ થી પપ૦૦ કિલોગ્રામ ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે છે પાતળો અને જીણો દાણો . જી.આર.–૪ અને જી.આર.–૧ર કરતાં અનુક્રમે ર૯.૮ અને ૬.૬ % વધુ ઉત્પાદન મુખ્ય રોગો તેમજ જીવાતો સામે પ્રતિકારક શકિત ધરાવતી જાત અનુકૂળ જાત છે.
- જી.એન.આર.એચ–૧ : આ જાત ગુજરાત માટે ર૦૧પ માં ભલામણ કરવામાં આવે છે. ૧૧૦–૧૧પ દિવસે પાકે છે. હેકટરે પ૦૦૦ થી પ૧૦૦ કિલોગ્રામ ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે છે .ડાંગરની આ સંકર જાત સમગ્ર ગુજરાતમાં ડાંગરની જાત જી.આર.–૭ અને એન. એ. યુ. આર.–૧ તથા ખાનગી સંકર જાત સુરૂચી–પ૬ર૯ કરતાં અનુક્રમે ૧૦.૧%, ૧૧.૯% અને ૧૭.૧% વધુ ઉત્પાદન ેર.બ્રાઉન પ્લાંટ હોપર સામે પ્રતિકારક છે જયારે પાન વાળનારી ઈયળ, શી થમાઈટ, લીફ બ્લાઈટ તેમજ શિથ રોટ સામે મધ્યમ પ્રતિકારક જાત અનુકૂળ જાત છે.
જુવાર
- જી.જે–૩પ : આ જાતની દક્ષિણ અને ઉતર ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવેતર માટે ભલામણ કરવામાં આવેલ છે. ૧૧૦ થી ૧૧પ દિવસે પાકે છે. હેકટરે ૪૩૭પ કિલોગ્રામ ઉત્પાદન આપે છે. બડઘા પાક અને આંતરપાક માટે અનુકૂળ છે.
- જી.જે–૩૭ : ઉતર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છ તેમજ ઘેડ વિસ્તાર માટે ભલામણ કરેલ છે. ૧૦૦ થી ૧૦પ દિવસે પાકે છે. હેકટરે ર૪૬પ કિલોગ્રામ ઉત્પાદન આપે છે. દાણા અને ચારા માટેની જાત છે.
- સી.એસ.એચ.–પ : સમગ્ર રાજયમાં વાવેતર માટે ભલામણ કરવામાં આવેલ છે. ૧૦પ થી ૧૧૦ દિવસે પાકે છે. હેકટરે ૩૧૩૦ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
- સી. એસ. એચ – ૬ : ઉતર ગુજરાત, ઉતર પશ્રિમ ઝોન અને સૌરાષ્ટ વિસ્તાર માટે ભલામણ કરેલ છે. ૧૦૦ થી ૧૦પ દિવસે પાકે છે . હેકટરે ર૯૯૦ કિલોગ્ર્રામ ઉત્પાદન આપે છે.
- સી. એસ. એચ. આર – ૮ : મધ્ય ગુજરાતમાં શિયાળુ જુવારની વાવેતર માટે ભલામણ છે. ૧૧૦ થી ૧૧પ દિવસે પાકે છે. હેકટરે ૩પપ૦ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
- જી. એસ. એચ. – ૧ : આ જાતની સમગ્ર રાજય માટે ખાસ કરીને સૌરાષ્ટ વિસ્તાર માટે ભલામણ કરવામાં આવેલ છે. ૧૧૦ થી ૧૧પ દિવસે પાકે છે. હેકટરે ૩૬૬૦ કિલોગ્રામ ઉત્પાદન આપે છે. દાણાની ફૂગ તેમજ ડૂંડાની ઈયળો સામે પ્રતિકારક શકિત ધરાવે છે.
- જી. એફ. એસ. – ૪ : દક્ષિણ ગુજરાત, ઉતર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ માટે ભલામણ કરવામાં આવેલ છે. એક કરતા વધુ વાઢ, સાંઠા મીઠા રસદાર, એકમ વિસ્તારમાં ચારાનું ઉત્પાદન વધારે, લાલરંગ ધરાવતા છોડ. વરસાદ આધારિત વિસ્તાર માટે અનુકૂળ છે.
- જી. જે– ૩૯ : ઉતર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તાર માટે ભલામણ કરવામાં આવેલ છે. દુષ્કાળગ્રસ્ત વિસ્તારોને માફક આવે તેવી જાત છે. ઘાસચારાનું ઉત્પાદન વધુ આપે છે. હેકટરે ર૪૯ર કિલોગ્રામ ઉત્પાદનની ક્ષમતા ધરાવે છે. ૧૦પ થી ૧૧૦ દિવસે પાકે છે.
- ગુજરાત જુવાર–૪૦ : દક્ષિણ ગુજરાત ખેત હવામાન વિસ્તાર ૧,ર અને ૩ માં વાવેતર કરવા ભલામણ કરવામાં આવે છે. આ જાતનો દાણો ગોળ, મધ્યમ કદનો સફેદ મોતી જેવો છે. ચારાની ગુણવત્તા સારી છે. આ જાત દાણાની ફૂગ, ગાભમારાની ઈયળ અને સાંઠાની માખી સામે સાધારણ પ્રતિકારક શકિત ધરાવે છે. આ જાત હેકટરે ર૯૦૮ કિલોગ્રામ દાણાનું અને ૧૦ર૮ર કિલોગ્રામ ચારાનું ઉત્પાદન આપે છે અને ૧૦૪–૧૦૮ દિવસમાં તૈયાર થાય છે.
- જી. જે.– ૪૧ (એચ. આર. ૩રર–૧) : ખેત હવામાન વિસ્તાર ર, ૩ અને ૪ માટે દાણા અને ચારા તરીકે વાવેતર માટે ભલામણ છે. આ જાત વહેલી પાકે છે, તેના છોડની ઉંચાઈ ૧૪૮ સે.મી. થી ૧પપ સે.મી. તથા ડૂંડાની લંબાઈ રપ સે.મી. થી ર૯ સે.મી. છે. પાછોતરો વરસાદ ન આવતા વિસ્તારમાં પણ અનુકૂળ છે. હેકટરે ર૩પ૪ કિલોગ્રામ ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે છે.
મકાઈ
- ગુ. મકાઈ–૧ : રાજયમાં જયાં સફેદ મકાઈનું વાવેતર કરવામાં આવે છે તે વિસ્તાર માટે ભલામણ કરવામાં આવેલ છે. ૮પ થી ૯૦ દિવસે પાકે છે. હેકટરે ર૮૭૦ કિલોગ્રામ દાણાનુ ઉત્પાદન આપેં છે.
- ગુ. મકાઈ–ર : રાજયમાં પીળી મકાઈ પકવતા વિસ્તારો માટે ભલામણ કરવામાં આવે છે. ૮પ દિવસમાં પાક તૈયાર થાય છે. હેકટરે ર૮૩૦ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
- ગંગા સફેદ–ર : રાજયના મકાઈ ઉગાડતા વિસ્તારોમાં વાવેતરની ભલામણ છે. ૧૦૦ થી ૧૧૦ દિવસે પાકે છે. હેકટરે ર૦૦૦ થી રર૦૦ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
- ગંગા–૧૧ : આ જાતના ડોડા મધ્યમ કદનાં, દાણા આછા પીળા ચળકતા, ૯૦ થી ૯પ દિવસમાં પાકી જાય છે. હેકટરે રર૦૦ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
- ગુજરાત મકાઈ–૩ : પંચમહાલ, ગોધરા અને દાહોદ વિસ્તારમાં શિયાળુ ૠુતુમાં વાવેતર માટે ભલામણ છે. આ જાત ગુજરાત મકાઈ–૧ અને ગંગા સફેદ–ર જાતો કરતા અનુક્રમે ર૧.૬ અને ૩.૮ ટકા દાણાનું વધુ ઉત્પાદન આપે છે. વળી, આ જાત ગુજરાત મકાઈ–૧ કરતાં ર દિવસે અને ગંગા સફેદ–ર કરતા ૧ર થી ૧૩ દિવસે પાકે છે. હેકટરે પપરપ કિલોગ્રામ ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે છે.
- ગુજરાત મકાઈ–૪ : મધ્ય ગુજરાત ખેત હવામાન વિસ્તાર – ૩ માં ચોમાસું ૠતુમાં સફેદ મકાઈ ઉગાડવાના વિસ્તાર માટે ભલામણ કરવામાં આવે છે. આ જાત ગુજરાત મકાઈ – ૧ કરતાં ૩૧ ટકા જેટલું વધારે ઉત્પાદન આપે છે અને ૮૦–૮પ દિવસમાં પાક તૈયાર થાય છે. આ જાતનો દાણો સફેદ ચળકતો હોય છે હેકટરે ર૯૬૦ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
- ગુજરાત મકાઈ–૬ : મધ્ય ગુજરાત વિસ્તારમાં શિયાળુ ૠતુમાં મકાઈ ઉગાડતા વિસ્તાર માટે ભલામણ કરવામાં આવેલ છે. આ જાત ગુજરાત મકાઈ–૧ ની સરખામણીએ વધુ ઉત્પાદન આપે છે. ખૂબ જ વહેલી પાકતી આ જાત ગાભમારાની ઈયળ સામે પ્રતિકારક શકિત ધરાવે છે. હેકટરે ર૪૪૩ કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
સ્ત્રોત: શ્ની.એસ.ડી.પ્રજાપતિ અને ર્ડા.ડી.બી.પ્રજાપતિ, કૃષિ માર્ગદર્શિકા,ગુજરાત ગુજરાત રાજય
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/17/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.