ફોલ આર્મીવોર્મ (Spedoptera frugsperda) રોમ પન્ન વર્ગની નિશાચર જીવાત તરીકે ખૂબ જ મોટા પ્રમાણમાં મકાઈના પાન, ચમરી અને ડોડામાં કોરાણ કરીને નુકસાન કરે છે. આ જીવાત લગભગ 100 જેટલા પાકોને નુકસાન કરે છે તે પૈકી મુખ્યત્વે મકાઈ, ડાંગર, જુવાર, શેરડી તેમજ કપાસ અને શાકભાજીના પાકોમાં નુકસાન કરે છે. ફોલ આર્મીવોર્મ અમેરિકાના ઉષ્ણ કટિબંધ વિસ્તારમાં વર્ષ ૨૦૧૬માં સૌ પ્રથમ મકાઈના પાકમાં જોવા મળેલ હતી. આ જીવાતનો ઉપદ્રવ ઉત્તર અમેરિકા ઉપરાંત આફ્રિકન દેશોમાં પણ જોવા મળેલ છે. સદર જીવાતનો ઉપદ્રવ જુલાઈ ૨૦૧૮ દરમ્યાન ભારતના કર્ણાટક રાજ્યમાં જોવા મળેલ હતો. હાલમાં આ જીવાતનો ઉપદ્ર ગુજરાત રાજયમાં મકાઈના ખરીફ પાકમાં છૂટાછવાયા વિસ્તારમાં વર્ષ ૨૦૧૮ દરમ્યાન નોંધાયેલ છે.
ફોલ્સ આર્મીવોર્મ (Mythinna loreyn) ઈયળો કંઈક અંશે ફોલ આર્મીવોર્મની ઈયળો જેવી હોવાથી ફોલ આર્મીવર્મના નિયંત્રણના પગલાં હાથ ધરતાં પહેલાં આ જીવાતની ચોક્કસ ઓળખ થવી જરૂરી છે.
ફોલ આર્મીવોર્મ બહુભોજી ખાઉધરી સ્વભાવની જીવાત છે. ઉપલબ્ધ સાહિત્ય મુજબ સદર જીવાત ૨૭ જેટલા કુળના ૧0 જેટલા યજમાન પાકો પર નોંધાયેલ છે. સરદ જીવાત મુખત્વે ધાન્ય વર્ગમાં સમાવેશ થતા પાકો જેવા કે મકાઈ, જુવાર, ડાંગર અને ઘઉને વધુ પસંદ કરે છે. આ ઉપરાંત શેરડી, ચોળા, મગફળી, બટાટા, સોયાબીન અને કપાસના પાકોમાં પણ આ જીવાતનો ઉપદ્રવ ઉપદ્રવ નોંધાયેલ છે.
ઈંડાના સમૂહમાંથી નીકળેલી નાની ઈયળો કુમળા પાન પર રહી હરિત દ્રવ્યોનો ભાગ ખાતી હોવાથી ઉપદ્રવિત પાન પર સફેદ રંગના ધાબા જોવા મળે છે. પ્રથમ અવસ્થાની ઈયળો પોતાના મોંમાંથી રેશમી તાંતણાઓ પેદા કરી હવામાં લટકે છે જેથી પવનની ગતિ મુજબ આજુબાજુના છોડ કે અન્ય પાક પર સ્થળાંતર કરી પાકને નુકસાન કરે છે. મકાઈના પાકમાં છોડના ટોચની ભૂગળીમાં ઉપદ્રવ જોવા મળે તો ઈયળ વલયમેખલા કોરી ખાતી હોવાથી પાન પર સમાંતર કાણાં જોવા મળે છે. ઈયળો પાન પર કોરાણ કરીને ખાતી હોવાથી વધુ ઉપદ્રવ હોય તો ઉપદ્રવિત પાન પર અસંખ્ય અનિયમિત આકારના કાણાં અને ઈયળની હગાર જોવા મળે છે. ઈયળની હગાર નાના નાના જથ્થામાં લાકડાના વહેર જેવી જોવા મળે છે. છોડની ભૂંગળીમાં સામાન્ય રીતે એકથી બે ઈયળો જોવા મળે છે. પૂર્ણ વિકસીત ઈયળ પાન ઉપરાંત મકાઈની ચમરી તેમજ ડોડાના આગળના ભાગમાં આવેલ રેશમી તાંતણાઓને નુકસાન કરતી જોવા મળે છે. છોડ પર ડોડામાં કુમળા દાણાનો વિકાસ થયેલ હોય તો ડોડાની અંદર દાખલ થઈ ડોડાના મધ્ય ભાગમાં ફરતે કોરાણ કરી કુમળા દાણા તેમજ દાણાની નીચેનો કુમળો ભાગ ખાઈને નુકસાન કરતી જોવા મળે છે. છોડની શરૂઆતની અવસ્થામાં ઉપદ્રવનું પ્રમાણ વધારે હોય તો છોડના ટોચના ભાગમાં નુકસાન થવાથી છોડ નાશ પામે છે.
ઈંડા: માદા કીટક પાનની નીચેની બાજુએ સમૂહમાં અંદાજીત ૬૦ થી ૮ની સંખ્યામાં ઈંડા મૂકે છે તેમજ ઈંડાઓના સમૂહને માદા કીટકના ઉદર પ્રવેશ પર રહેલ ભૂખરા રંગના રેશમી તાંતણાથી ઢાંકી દે છે.
ક્યારેક ઈંડાઓના સમૂહ પર રેશમી તાંતણાઓનું પ્રમાણ નહિવત અથવા બિલકુલ હોતું નથી. એક માદા તેના જીવનકાળ દરમ્યાન સરેરારા ૧૫ જેટલા ઈંડા મૂકે છે. ઈંડા ઘુમ્મટ આકારના પીળાશ પડતા સફેદ રંગના હોય છે. ઈંડા ૦.૪ થી ૦.૫ મિ.મી. વ્યાસના તેમજ ૦.૩ મિ.મી. જેટલી ઊંચાઈના હોય છે.
ઈયળ : ફોલ આર્મીવોર્મની ઈયળ ચારથી પાંચ વખત નિર્મોચન કરતી હોવાથી પાંચ થી છ અવસ્થા જોવા મળે છે. પ્રથમ અવસ્થાની ઈયળો લીલાશ પડતાં સફેદ રંગની કાળા માથાવાળી હોય છે. શરીર પર ભૂખરા રંગના ટપકાંઓની પાંચ હાર જોવા મળે છે. ટપકાંઓ પર નાના વાળ આવેલા હોય છે.
પૂર્ણ વિકસીત ઈયળ ૪૦ થી ૪૫ મિ.મી. લાંબી તેમજ પ થી ૬ મિ.મી. જેટલી પહોળી હોય છે. પૂર્ણ વિકસિત ઈયળની માથાની લંબાઈ ૨.૮ મિ.મી. જયારે પહોળાઈ ૨.૯ મિ.મી. જેટલી હોય છે. પૂર્ણ વિકસિત ઈયળના માથા અને પક્ષના પ્રથમ ખંડ પર નરી આંખે જોઈ શકાય તેવી અંગ્રેજી ‘Y' આકારના સફેદ રંગની નિશાની જોવા મળે છે. ઈયળના વક્ષના પ્રથમ ખંડ પર કવચ આવેલું હોય છે. ઈયળના આખા શરીર પર ઊભી આછા સફેદ રંગની પાંચ રેખાઓ જોવા મળે છે. પૂર્ણ વિકસીત ઈયળના ઉપરના ભાગ પર આછા સફેદ રંગની ત્રણ રેખાઓ વચ્ચે બબ્બે ટપકાંઓ હોય છે જેની ગોઠવણ ઈયળના જુદા જુદા ખંડ મુજબ જુદી જુદી રીતે જોવા મળે છે. વશના દ્વિતીય અને તૃતીય ખંડ પર સમાંતર ચાર ટપકાઓ હોય છે જ્યારે ઉદર પ્રદેશના એક થી સાત ખંડ પર બદામી રંગના ટપકાંની ગોઠવણી અંગ્રેજી 'C' અથવા તો અસમલંભક આકારમાં હોય છે. ઈયળના આઠમાં ખંડ પર ચાર ટપકાંની ગોઠવણ ચોરસ આકારમાં હોય છે જ્યારે નવમાં ખંડ પર ચાર ટેપ કોની ગોઠવણ અંગોજી ઉઠ્ઠા c' આ કારમાં હોય છે જેથી આઠમાં ખંડ પર આવેલ ચોરસ ટપકાંઓ ‘(::)' જોવા મળે છે.
પૂર્ણ વિકસીત ઈયળોમાં આઠમા અને નવમા ખંડ પર આવેલા પાટા બદામી રંગના ઉપસેલા ટપકાંનો નરી આંખે જોઈ શકાય છે. પૂર્ણ વિકસિત ઈયળના ઉદરપ્રદેશના આઠમાં ખંડ પર આવેલ ચાર ટપકાનો ચોરસ આકારમાં હોય છે. જે આ જીવાતને ઓળખવા માટેનું અગત્યનું લક્ષણ હોવાથી સદર જીવાતને ગુજરાતમાં પૂંછડે ચાર ટપકાવાળી લશ્કરી ઈયળ તરીકે ઓળખવામાં આવે છે. ઈયળની પ્રથમ ત્રણ અવસ્થા દરમ્યાન શરીરના દરેક ખંડ પર જોવા મળતા ટેપ કોની સાઈઝ એ કસરખી હોય છે. પરંતુ ચોથી અવસ્થાથી પૂર્ણ વિકસીત ઈયળના ખંડો ઉપર જોવા મળતા ટપકાંની સાઈઝ આઠમા અને નવમાં ખંડુ પર પ્રમાણમાં મોટી અને ઉપસેલી જોવા મળે છે જેનાથી ઈયળને સહેલાઈથી ઓળખી શકાય છે.
પૂર્ણ વિકસિત ઈયળો જુદાજુદા રંગમાં જોવા મળે છે. જેમ કે, પીળાશ પડતા લીલા રંગની, પીળાશ પડતા ભૂખરા રંગની, ભૂખરા રંગની તેમજ ધારા કાળાશ પડતા ભૂખરા રંગની જોવા મળે છે. જીવાતનો ઉપદ્રવ ખુલ્મ જુ મોટા પ્રમાણમાં હોય તો સામાન્ય રીતે ઈયળોનો રંગ ભૂખરો કાળાશ પડતો જોવા મળે છે. ઈયળમાં જોવા મળતા જુદા જુદા રંગનું કારણ સામાન્ય રીતે યજમાન પાકના પાન અને અન્ય ભાગોના રંગ સાથે બંધ બેસતા રંગ જેવી ઈયળ જોવા મળે છે જેથી ઈયળને તેના કુદરતી દુશ્મનોથી રક્ષણ મળી શકે.
મોટી આવસ્થાની ઈયળો નિશાચર સ્વભાવની હોવાથી રાત્રી દરમ્યાન સક્રિય થઈ વધુ નુકસાન કરે છે, જ્યારે દિવસ દરમ્યાન ઈયળો ભૂંગળી તેમજ આવરક પર્ણતલના કક્ષમાં રહી નુકસાન કરે છે. ભૂંગળીમાં રહેલા ઈયળો દગારથી ભૂંગળીનો આગળનો ભાગ ભરી દે છે અને તેની નીચેની બાજુએ રહીને નુકસાન કરે છે આમ, ઈયળોના કુદરતી દુશમનો સામે રક્ષણ મળી રહે છે. ઈયળો જૂના પરિપકવ પાન પર ભાગ્યે જ નુકસાન કરતી જોવા મળે છે. નાની ઈયળો ઘોડિયા ઈયળની જેમ લુપ બનાવી ચાલતી જોવા મળે છે, પરંતુ પૂર્ણ વિકસિત ઈયળો ક્યારેય પણ લૂપ બનાવીને ચાલતી નથી. ઈયળ અવસ્થા ૧૪ થી રર દિવસની હોય છે. આ જીવાતનો ઉપદ્રવ વધુ હોય અથવા ખોરાક મેળવવા માટે હરિફાઈ જોવા મળતી હોય ત્યારે મોટી ઈયળો નાની ઈયળનું ભક્ષણ કરતી જોવા મળે છે. લશ્કરી ઈયળની અન્ય પ્રજાતિઓમાં આ લક્ષણ જોવા મળતું નથી.
કોશેટા : પૂર્ણ વિકસિત ઈયળ જમનીમાં માટીનું કોચલુ / બનાવીને કોશેટા અવરથા પ્રાપ્ત કરે છે. આ ઉપરાંત જમીન પર રહેલ કચરા તેમજ છોડ પર ઉપદ્રવિત ભાગમાં પણ કોશેટા માટીના કોચલા વગરના જોવા મળે છે. કોશેટ પાડી લાલાશ પડતાં બદામી રંગના ૧પ થી ૧૦ મિ.મી. જેટલા લાંબા તેમજ ૪ થી ૫ મિ.મી. પહોળા હોય છે. માટીનું કોચલું ર0 થી ર૫ મિ.મી. જેટલું લાંબુ હોય છે. કોશેટાના અણીવાળા ભાગ પર એક જોડી કેમેસ્ટર આવેલ હોય છે. કોશેટા અવસ્થા ૮ થી ૧૨ દિવાની હોય છે.
પુન કીટક : નર અને માદા કીટકને અગ્ર પાંખના રંગ પરથી સહેલાઈથી જૂદા પાડી શકાય છે. નર કીટકની આમ્રપાંખ સાધારણ ભૂખરા તપખીરીયા રંગની હોય છે. અગ્ર પાંખની ઉપરની ધાર નીચે કિડની આકારના અસ્પષ્ટ ડાઘ જોવા મળે છે, જે અંગ્રેજી ‘v આકારમાં આછા સફૅદ રંગનો કદમાં નાનોં ડાધ આવેલો હોય છે. આ ઉપરાંત કીડની ની કારના ડાઘના આગળના સમાંતર ભાગે લગભગ ગોળાકાર કંઈક અંશે લંબગોળ આકારનો લોખંડના કાટ જેવા બદામી રંગનું ટપકું જોવા મળે છે. આ ઉપરાંત અન્ન પાંખની બહારની ધારની ટોચ આગળ સફેદ રંગનો પટ્ટો જોવા મળે છે.
માદા કીટકની અગ્રપાંખ સાધારણ ભૂખરાથી બદામી રંગના મિશ્રણવાળા રંગની જોવા મળે છે જેના પર ખૂબ જ ઝાંખા રંગનું બદામી ટપકું જોઈ શકાય છે. આ ઉપરાંત અગ્ર પાંખની ટોચ પર સફેદ રંગનો પટ્ટો જોવા મળતો નથી. નર અને માદા કીટકની પશ્વ પાંખો અર્ધપારદર્શક, ચાંદી જેવા ચળકતા પીળાશ પડતા સફેદ રંગની હોય છે. પશ્વ પાંખની ધારો ભૂખરા રંગની જેવા મળે છે. પુણ કીટકની પાંખો સાથેની પહોળાઈ ૩ થી ૩ર. મિ.મી. હોય છે. પુષ્ય અવસ્થા ૩ થી ૨૧ દિવસની હોય.
નર અને માદા કુદાનો પ્રકાશ તરફ આકર્ષિત થતા હોવાથી પ્રતિ દેક્ટરે એક પ્રમાણે પ્રકાશ પિંજર ગોઠવવા. માદા કીટક સમૂહમાં ઈંડા મૂકે છે તેમજ પ્રથમ અને દ્વિતીય અવરથાની ઈયળો સમૂહમાં રડી પાન પરના હરિત દ્રષ્યને ખાતી હોવાથી ઉપદ્રવિત પાન પર સફેદ રંગના ધાબા જોવા મળતાં હોવાથી ઈંડાના સમૂહ, પ્રથમ અને દ્વિતીય અવસ્થાની ઈયળોના સમૂહે તેમજ મોટી અવસ્થાની ઈયળો સવાર અને સાંજના સમયે હાથથી વીણીને સાબુ કે કેરોસીનવાળા દ્રાવણમાં ભાડીને તેનો નાશ કરવો. સર્વે દરમ્યાન ઈડાઓના સમૂE પર પરજીવી અને પરભક્ષી કીટકો જોવા મળેલ હોવાથી શક્ય હોય તો ઈંડાઓના સમૂહને એકઠાં કરી નાશ કરવાને બદલે ભનુ બુસ્ટરમાં રાખવાથી ઈડાખોના પરજીવીખોની જાળવણી કરી શકાય. ઈયળો જમીનમાં કે જમીન પર રહેલ કચરામાં કોશેટા અવસ્થા પ્રાપ્ત કરતી હોવાથી ઊભા પાકમાં આંતરખેડ કરવાથી સાફ સફાઈ જળવાઈ રહેવાથી ઉપદ્રવનું પ્રમાણ કંઈક અંશે ઘટાડી શકાય છે.
આ જીવાતના જૈવિક નિયંત્રણ માટે જ્યુરીયા બાસીયાના અથવા મેટારીઝીયમ એનીસોપ્સી નામની કીટકોમાં રોગ પેદા કરતી ફૂગ ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. બારમાં ઉપલબ્ધ બેસિલસ યુરીન્સીએન્સીસનો પાઉડર ૨ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરી શકાય છે.
લીમડા આધારિત જંતુનાશક દવાનો છંટકાવ કરવાથી ઈયળો ખાવાનું બંધ કરી દેતી હોવાથી લીંબોળીના મીજનો ભૂકો ૫0 ગ્રામ (પ ટકા અર્ક) અથવા લીંબડાનું તેલ ૩૦ થી ૪ઉમિ.ગ્રા. + કપડા ધોવાના સાબુનો પાઉડર ૧૦ ગ્રામ અથવા લીમડા આધારિત બજારમાં મળતી દવા 10 મિ.લિ. (૧૫00 પીપીએમ) પૈકી કોઈપણ એક દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
ઉપર ન ઉપાયો હાથ ધરવા છતાં પણ નિયંત્રણના પરિણામો સંતોષકારક ન મળે અથવા તો જીવાતનો ઉપદ્રવ ખૂબ જ મોટા પ્રમાણમાં હોય અને ઈયળોની સાઈઝ મોટી હોય તો છેલ્લા ઉપાય તરીકે કલોરપાયરીફોસ ૨૦ ઈસી ૨૫ મિ.લિ. અથવા સ્પીનોસાડ ૪૫ એસસી ૩ મિ.લિ. અથવા એમામે કટીન બેન્ઝોએટ ૫ એસજી ૩ ગ્રામ અથવા ક્લોરાાનિલીમોલ ૧૮.૫ એસસી ૩ મિ.લિ. દવા પૈકી કોઈપણ એક દવા ૧૦ લિટર પાણીમાં ભેળવીને સાંજના સમયે ટકાવ કરવો. જરૂર જણાય તો અઠવાડીયા બાદ ઈયળો જેવા મળે તો કીટનાશક દવા ભદલીને બીજો છંટકાવ કરવો. મકાઈના પાકમાં જૈવિક ફૂગ લીમડા આધારિત જંતુનાશક દવા કે રાસાયણિક જંતુનાશક દવાનો છંટકાવ કરતી વખતે આખો છોડ અને ખાસ કરીને ટોચની ભૂંગળી પણ | બરાબર ભીંજાય તે રીત્તે કરવો જોઈએ.
કીટનાશક દવાનો છંટકાવ અને કાપણી વચ્ચે ૧ર થી ૧૫ દિવસનો સમયગાળો જળવવો જેથી પશુ અને માનવત પર દેવાની વિપરીત અસર નિવારી શકાય.
આ ઉપરાંત બજારમાં ઉપલબ્ધ હોય તો ડાયફલુએન્જરોન ૨૫ વે.પા. ૧૦ ગ્રામ દવા પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવાથી લકરી ઈયળોનું નિયંત્રણ ભૂતકાળમાં સારી રીતે થઈ શકેલ છે. પાક પુરો થયે તાત્કાલિક ઊંડી ખેડ કરી જડીયાંનો નાશ કરવો જેનાથી જમીનમાં રહેલા કોશેટાખો યાંત્રિક રીતે તેમજ પરભક્ષી પક્ષીનો દ્વારા ખાય જવાથી ત્યારબાદની સીઝનમાં ઉપદ્રવનું પ્રમાણ ઘટાડી શકાય.
એમ. આર. સિદ્ધપરા , પ્રો. કે. એમ. પટેલ , ડૉ. સી.યુ.શીદ, ડૉ. એ. જી. શુકલા , શૈ. એક વી. પેટીયા, જી. જી. રાદડીયા કીટકશાસ્ત્ર વિભાગ, ન.મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી-૩૯૬૪૫૦
સ્ત્રોતઃ કૃષિગોવિધા, ડિસેમ્બર ૨૦૧૮, વર્ષ: ૭૧, અંક: ૮, સળંગ અંક: ૮૪૮
કોલેજે ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020