অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

બાજરી

પાક આયોજન

ડુંડાની ઇયળનુ નુકસાન ઘટાડવા અને આવક વધારવા બાજરીની દરેક 2 હાર બાદ મગ કે તુવેરની 1 હાર આંતરપાક તરીકે વાવવી.
વરસાદ મોડો થવાની સંભાવના હોય તો આંતરપાક તરીકે બાજરા - તુવેરની 2 : 1ના પ્રમાણમા વાવણી કરવી.

વાવણી તકનિક

જમીનની તૈયારી:

પાકના સારા વિકાસ માટે અને જમીનની નિતારશક્તિ વધારવા 6 - 9 ઇંચ ઊંડાઈની 2 - 3 ઊંડી ખેડ કરવી અને 100 - 120 kg / એકર મુજબ છાણિયું ખાતર આપવું.

પાકના સારા વિકાસ માટે ઢેફા ભાંગી, અગાઉના પાકના જડિયા વીણીને સમાર મારી જમીનને ભરભરી બનાવવી. 45 સેમીના અંતરે ચાસ કાઢવા.

જાતો

વધુ ઉપજ માટે 86 M 52, 86 M 64, નન્દી 3, નન્દી 5, DSP 8888, વેસ્ટર્ન, ત્રિવેણી 952, નુજીવિડું પ્રતાપ, નુજીવિડું બલવાન, અંકુર-045, જેકેબીએચ-26, જેકેબીએચ-676, જેકેબીએચ-અભય વગેરે જાતો લેવી. 1 એકર મા 1-1.25 kg બીજ લેવું.

બીજ માવજત

1 kg બીજને 20gm KCl / Ltr પાણીવાળા 650 ml દ્રાવણમાં 10 કલાક બોળી રાખી સુકવવા.

વાવણી તકનિક

ઉનાળુ વાવેતર: ઠંડીથી ઉગાવો ઓછો થાય છે. ફેબ્રુઆરીના બીજા અઠવાડિયેથી 15 માર્ચ સુધી ઠંડી ઘટતા 45 - 60 x 10 -15 cm અંતરે વાવેતર કરવું.

ચોમાસુ વાવેતર: જો પિયતની સગવડ ના હોય તો જૂન-જુલાઇમાં વાવણી લાયક વરસાદ થયે તુરંત વાવણી કરવી. સમયસર વાવણી વધુ ઉત્પાદન આપે છે.

બે છોડ વચ્ચે 15 સેમીનુ અંતર જાળવી રાખવા માટે વાવણીના 20 દિવસે વધારાના છોડ દુર કરવા અને પારવણી કરેલ તંદુરસ્ત છોડને ખાલી જગ્યામાં રોપવા.

નીંદણ નિયંત્રણ

નીંદણથી થતું 60%સુધીનું નુકસાન ઘટાડવા વાવણી પછી તરત પાક ઉગ્યા પહેલા પેન્ડીમિથેલીન 30EC @1.3 Ltr / acre / 200 Ltr પાણી મુજબ છાંટો.

આંતરખેડ અને અન્ય માવજત

છોડના સારા વિકાસ માટે વાવણીના 7 - 10 દિવસે હાથથી નીંદામણ કરવું. બીજું નીંદામણ 4 - 5 અઠવાડીયા પછી હાથ દ્વારા અથવા આંતરખેડ કરીને કરવું.

વાવણીના 15 દિવસે પારવણીની સાથોસાથ હાથનીંદણ કરી પાકને નીંદણરહિત કરવો.ઉગાવાના 10 દિવસથી માંડી નીઘલઅવસ્થા સુધી 2-3 આંતરખેડ કરવી.

પોષણ વ્યવસ્થા

દેશી ખાતર: પાકના સારા વિકાસ માટે અને જમીનની નિતારશક્તિ વધારવા 6 - 9 ઇંચ ઊંડાઈની 2 - 3 ઊંડી ખેડ કરવી અને 100 -120kg/એકર છાણિયું ખાતર આપવું.

રાસાયણિક ખાતર

વાવણી અગાઉ 7-8 cm ઊંડાઈએ 24kg નાઈટ્રોજન (52kg યૂરિયા) + 24kg ફોસ્ફરસ (150kg SSP)/એકર મુજબ આપવું. ઉત્તર ગુજરાતમાં 32kg નાઇટ્રોજન (69kg યૂરિયા) મુજબ આપવું.

વાવણી પછી 21-30 દિવસે સારા વિકાસ માટે 24kg નાઇટ્રોજન(52kg યુરિયા)/એકર હારથી 20-25 સેમી દૂર 7-8 સેમી ઊંડાઈએ આપવું. ઉત્તર ગુજરાતમાં 32 કિલો નાઇટ્રોજન(69 કિલો યુરિયા આપો.

પિયત વ્યવસ્થા

પિયત સમયપત્રક: ઉનાળુ હાઇબ્રીડ બાજરીમાં મહતમ ગુણવત્તાયુક્ત ઉત્પાદન માટે 8 થી 10 દિવસ ના અંતરે 8 થી 10 પિયત આપવા.

કટોકટીની અવસ્થાઓ

સારા વિકાસ માટે ફૂટ આવવાની, ગાભ અવસ્થા, થૂલીની અવસ્થા, દુધિયા દાણા અને દાણાના વિકાસ સમયે જો વરસાદ ના હોય તો જરૂરથી પિયત આપવું.

જીવાત નિયંત્રણ

સાંઠાની માખી: સાંઠાની માખી પાકની 2-3 પાન અવસ્થાએ પાનની નીચે ઈંડા મૂકે છે.ઉપદ્રવ ઘટાડવા વાવણીના 20 દિવસે પારવણી કરતી વખતે ઉપદ્રવીત છોડ કાઢી નાખવા. ઉગાવા બાદ 10-15 દિવસે જો 8%થી વધુ છોડમાં થડમાખીનું નુકસાન દેખાય તો કાર્બારીલ 50%WP(સેવિન,કેલ્વિક્ષ)  60ગ્રામ 15લિટર પાણીમાં ભેળવી છાંટો. નિયંત્રણ માટે, ઇંડોક્ષાકાર્બ14.5SC (સરવાદા / અવાંટ) @5ml + સ્ટિકર (સંદોવિત / અપ્સા80) @6ml/10Ltr પાણી અથવા સ્પીનોસેડ 45SC (સ્પીન્ટોર, ટ્રેસર) @7.5ml/15Ltr પાણી અથવા ફિપ્રોનિલ 5SC (રિજેંટ, રેબીડ, ફેક્સ) @ 30ml/15Ltr પાણી અથવા લેમ્ડાસાઈલોહેથ્રિન5EC (કરાટે, સિલ્વા પ્લસ, રીવા 5) @7.5 ml/15Ltr પાણી અથવા થાયોડીકાર્બ 75WP (લાર્વીન,ચેક) @40 ગ્રામ/15 લિટર પાણી મુજબ છાંટો.

ડુંડાની ઇયળ

ડુંડાની ઇયળનુ નુકસાન ઘટાડવા અને આવક વધારવા બાજરીની દરેક 2 હાર બાદ મગ કે તુવેરની 1 હાર આંતરપાક તરીકે વાવવી. ડુંડાની ઇયળનુ નુકસાન ઘટાડવા માટે નીઘલ અવસ્થા પહેલા બે ફેરોમેન ટ્રૅપ/એકર ગોઠવવા અને તેમાં રહેલા કિટકો વીણી નાશ કરવા. નિયંત્રણ માટે, ઇંડોક્ષાકાર્બ14.5SC (સરવાદા/અવાંટ) @5ml + સ્ટિકર (સંદોવિત/અપ્સા80) @6ml/10Ltr પાણી અથવા સ્પીનોસેડ45SC (સ્પીન્ટોર, ટ્રેસર) @7.5ml/15Ltr પાણી અથવા ફિપ્રોનિલ 5SC (રિજેંટ, રેબીડ, ફેક્સ) @ 30ml/15Ltr પાણી અથવા લેમ્ડાસાઈલોહેથ્રિન5EC (કરાટે, સિલ્વા પ્લસ, રીવા 5) @7.5 ml/15Ltr પાણી અથવા થાયોડીકાર્બ 75WP (લાર્વીન,ચેક) @40 ગ્રામ/15 લિટર પાણી મુજબ છાંટો.

ગાભમારા ની ઇયળ:ઉપદ્રવ ની શરૂવાત પાક એકાદ મહિના નો થાય ત્યારે થાય છે જે ડેડ હાર્ટ દ્વારા ઓળખી શકાય છે. નિયંત્રણ માટે, ઇંડોક્ષાકાર્બ14.5SC (સરવાદા/અવાંટ) @5ml + સ્ટિકર (સંદોવિત/અપ્સા80) @6ml/10Ltr પાણી અથવા સ્પીનોસેડ45SC (સ્પીન્ટોર, ટ્રેસર) @7.5ml/15Ltr પાણી અથવા ફિપ્રોનિલ 5SC (રિજેંટ, રેબીડ, ફેક્સ) @ 30ml/15Ltr પાણી અથવા લેમ્ડાસાઈલોહેથ્રિન5EC (કરાટે, સિલ્વા પ્લસ, રીવા 5) @7.5 ml/15Ltr પાણી અથવા થાયોડીકાર્બ 75WP (લાર્વીન,ચેક) @40 ગ્રામ/15 લિટર પાણી મુજબ છાંટો.

રોગ નિયંત્રણ

તળછારો:સતત ભેજવાળુ હવામાન હોય ત્યારે પાનની નીચેની બાજુઍ સફેદ ફુગની છારી જોવા મળે છે. નિયંત્રણ માટે બાઇટરલેટોન25WP (બાયકોર) @30ગ્રામ/15 લિટર પાણી અથવા ક્લોરોથેલોનીલ (કવચ, ડેકોનીલ) @30ml/15Ltr પાણી અથવા ટેબૂકોનાઝોલ250EC (ફોલિકુર, ટોર્ક)@15ml/15Ltr પાણી અથવા કાર્બેંડાઝીમ12%+મેંકોઝેબ63WP (સાફ, કોમ્બીપ્લસ, ડેલમિક્સ) @30gm/15Ltr પાણી મુજબ છાંટો.

ગેરૂ:ગેરૂ રોગ માં પાન નીચેની બાજુએ ગેરૂ રંગના અને ઉપર ની બાજુએ પીળા રંગના ટપકા પડે છે. વધુ ઉપદ્રવ હોય તો ડાળિયો સુકાઈ જાય છે. નિયંત્રણ માટે રોગ ની શરૂવાત થતાં જ મેંકોજેબ @25 ગ્રામ/10 લિટર પાણી મુજબ 15 દિવસ ના અંતરે 3 વાર છાંટો. અસરકારક નિયંત્રણ માટે બાઇટરલેટોન25WP (બાયકોર) @30ગ્રામ/15 લિટર પાણી અથવા ક્લોરોથેલોનીલ (કવચ, ડેકોનીલ) @30ml/15Ltr પાણી અથવા ટેબૂકોનાઝોલ250EC (ફોલિકુર, ટોર્ક) @15ml/15Ltr પાણી અથવા કાર્બેંડાઝીમ12%+મેંકોઝેબ63WP (સાફ, કોમ્બીપ્લસ, ડેલમિક્સ) @30gm/15Ltr પાણી મુજબ છાંટો.

પાનના ટપકા :પાન પર પાણીપોચા ટપકા પડે છે. ગરમ અને ભેજવાળું હવામાન અને સતત વરસાદી વાતાવરણ આ રોગ માટે અનુકૂળ છે. નિયંત્રણ માટે રોગ ની શરૂવાત થતાં જ મેંકોજેબ @25 ગ્રામ/10 લિટર પાણી મુજબ 15 દિવસ ના અંતરે 3 વાર છાંટો. અસરકારક નિયંત્રણ માટે બાઇટરલેટોન25WP (બાયકોર) @30ગ્રામ/15 લિટર પાણી અથવા ક્લોરોથેલોનીલ (કવચ, ડેકોનીલ) @30ml/15Ltr પાણી અથવા ટેબૂકોનાઝોલ250EC (ફોલિકુર, ટોર્ક) @15ml/15Ltr પાણી અથવા કાર્બેંડાઝીમ12%+મેંકોઝેબ63WP (સાફ, કોમ્બીપ્લસ, ડેલમિક્સ) @30gm/15Ltr પાણી મુજબ છાંટો.
કાપણી:કાપણી પછી થતાં નુકસાન થી બચવા જ્યારે દાણા થોડા સખત હોય અને તેમાં 15-20% ભેજ હોય એ અવસ્થા પર કાપણી કરવી.

સ્ત્રોત : ખેતી વિશેની આવી અવનવિ માહિતી માટે મુલાકાત લેતા રહો -વેબસાઈટ કૃષિજીવન બ્લોગસ્પોટ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate