অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

જુવાર

પાક નું આયોજન

  1. સારી ગુણવત્તા વાળું બિયારણ તેમજ ખાતર ખાતરીબંધ દુકાન કે સંસ્થા માંથી બિલ લઈ ને જ લેવુ.
  2. બિયારણ નીંદણ ના બીજ અને અન્ય પાક ના બીજ થી મુક્ત છે તેની ખાતરી કરવી.

પાક ફેરબદલી

જુવાર -રાયડો - ઘઉં -મકાઇ નો ચારો

જુવાર-ઘઉં

જુવાર-બટેટા

જુવાર- સેંજી - શેરડી - કપાસ

જુવાર- બટેટા - સૂરજમુખી

જુવાર-બટેટા,મેથી

દક્ષીણ ગુજરાતમાં જુવારની બે લાઈન અને તુવેરની એક લાઈન રાખી ૪૫ સે.મી. ના અંતરે વાવેતર કરવાની ભલામણ છે. તે માટે તુવેરની અનુકુળ જાત પસંદ કરવી.

વાવણી

જમીન ની તૈયારી : જમીન દેશી હળ વડે અથવા ફરી શકે તેવા ફાળવા વાળા હળથી ૧૦ થી ૧૫ સે.મી. ઊંડી ખેડવી. ખેડ બાદ કરબ મારી જમીન પોચી ભરભરી બનાવી ખેતર ને સમતળ બનાવવું. જેથી પાણી નો ભરાવો કોઈ જગ્યાએ ન થાય. ખેડ કરતાં પહેલા શક્ય હોય તો હેકટર દીઠ ૧૦ – ૧૫ ગાડા છાણીયું ખાતર, કમ્પોસ્ટ કે બાયો કમ્પોસ્ટ ખાતર આપવું.

બિયારણ ની જાત

  • સ્થાનિક જાતો : બીપી-૫૩, માલવણ, ગુંદરી, સોલાપુરી, છાંસટીયો વિગેરે.
  • સુધારેલી જાતો : જીજે–૩૬, જીજે–૩૮, જીજે–૩૯, જીજે–૪૦, જીજે–૪૧, જીજે – ૪૨,
  • ઘાસચારાની : જી.એફ.એસ.-૪, જી.એફ.એસ.-૫ અને સી.એસ.વી.૨૧ એફ
  • સંકર જાતો : જીએચએચ-૧, સીએસએચ-૫, સીએસએચ-૧૬, સીએસએચ-૧૭, સીએસએચ-૧૮

બીજ માવજત: પાક ને શરૂઆત ના તબક્કા માં બચાવવા માટે બિયારણ ને રોગમુક્ત કરવા ખૂબ જરૂરી હોય છે. બિયારણ ને પ્રથમ ફૂંગનાશક થી પટ આપવો ત્યારબાદ કીટકનાશકથી અને પછી જૈવિક દવા થી પટ આપવો. દરેક પટ બાદ બિયારણ ને સૂકવવું.

ફૂગનાશકથી પટ આપવા વાવણી પહેલા બીજ ને થાયરમ, કેપ્ટાન કે કાર્બેંડાઝીમ (બાવિસ્ટિન) @3gm / kg બીજ મુજબ પટ આપવો. એને પાણી માં ભેળવીને લૂગદી બનાવીને બિયારણને માવજત આપવી. ત્યારબાદ બિયારણ તેમજ નવા છોડ ને ચૂસિયા તેમજ જમીનમાં રહેતા કિટકો થી બચાવવા માટે કીટકનાશક વડે પટ આપવો. આ માટે થાયોમેથોક્ઝામ (ક્રુસર) અથવા ઇમિડાક્લોપ્રિડ (ગૌચો) @1-2 ગ્રામ/કિલો બીજ પ્રમાણે વાપરવું.

બિયારણ ની વાવણી પહેલા 3ગ્રામ / કિલો વર્ગો ના મુજબ ઉપચાર કરવો. વર્ગો માં પ્રોટીન, એમીનો એસિડ અને જૈવિક પદાર્થો હોય છે.

જૈવિક રસીકરણ માટે કીટકનાશક અને ફુગનાશક થી બિયારણ ને પટ આપ્યા બાદ એઝેટોબેકટર 5 ગ્રામ / કિલો વડે પટ આપી વાવણી કરવી.

વાવણી નો સમય તેમજ રીત

ચોમાસુ પાકની વાવણી જુન – જુલાઇ માસ માં કરવી. શિયાળુ વાવણી સપ્ટેમ્બર – ઓકટોબર માસમાં કરવી જ્યારે ઉનાળુ વાવણી ફેબ્રુઆરી – માર્ચ માં કરવી. દાણા માટે બે હાર વચ્ચે 45 સે.મી. અને બે છોડ વચ્ચે 15 સે.મી. અંતર રાખી વાવણી કરવી. આ માટે એક એકર માં 4 થી 5 કિલો બીજ જોઈશે. ઘાસચારા માટે બે હાર વચ્ચે ૩૦ સે.મી. અંતર રાખી હારમાં વાવણી કરવી. આ માટે 1 એકર માં 16 થી 20 કિલો બીજ જોઈશે. વાવણી મજૂરો દ્વારા થાણીને કે યાંત્રિક પદ્ધતિથી કરી શકાય.

ખાલા પુરવા : જુવારનો પાક ફેરરોપણીથી પણ થતો હોય જમીનમાં ફેરરોપણી લાયક ભેજ હોય તો જ્યાં વધુ છોડ હોય ત્યાંથી ઉપાડીને ખાલાવાળી જગ્યાએ બે છોડ વચ્ચે ૧૦ થી ૧૫ સે.મી. અંતર રહે તે પ્રમાણે ૨૦-૨૫ દિવસના છોડ્ની ફેરરોપણી કરી શકાય. હેકટરે ૧.૮૦ થી ૨.૦૦ લાખ છોડની સંખ્યા જાળવવી જોઈએ.

નીંદણ નિયંત્રણ

વાવણી ના ૩૦ થી ૪૦ દિવસ સુધી પાક ને નીંદણમુક્ત રાખવો જરૂરી છે. જેના માટે ૧-૨ વાર હાથનિંદામણ અને આંતરખેડ જરૂરી હોય છે. પહલું પહેલી હાથનિંદામણ અને આંતરખેડ વાવણી ના ૨૫-૩૦ દિવસે અને બીજું વાવણી ના ૪૦-૪૫ દિવસે કરવું.

રસાયણિક પ્રક્રિયાથી નીંદામણ પર નિયંત્રણ:

  • વાવણી પછી ના ૨ દિવસ માં એટ્રજિન 50WP (એટ્રાટાફ/રસાયણજિન )અથવા પેંડિમેથાલીન ૩૦ ઇસી (સ્ટોમ્પ / દોસ્ત) કે પછી એલકલોર 50ઇસી (લાસો) ૧કિલો/એકર અથવા ફ્લૂક્લોરલીન (બાસાલિન) ૪૫ ઇસી ૯૦૦ ગ્રામ/એકર ૨૦૦ લિટર પાણી માં ભેળવીને છાંટવી.
  • છંટકાવ માટે ફ્લેટફેન કે ફ્લડ જેટ નોજલ વાપરવી.
  • સારા પરિણામ માટે એક જ રસાયણિક દવાઓ નો ઉપયોગ ના કરવો.
  • જો વાવણી સૂકી જમીન જમીન માં કરી હોય તો નીંદણનાશકનો છંટકાવ વાવણી પછી ના પહેલા વરસાદ પછી ના ૪૮ કલાક ની અંદર કરવો.

અન્ય કૃષિ કાર્યો

બિનપિયત વિસ્તારમાં હાર વચ્ચે કાળી પોલીથીન અથવા ડાંગર/ઘઉં નું પરાળ અથવા સૂકા ઘાસ નું મલ્ચિંગ કરવું. એના થી નીંદણ નો ઉપદ્રવ અટકે છે અને જમીન ભેજવાળી રહે છે.

જ્યાં વાવણી પાળા પર સીધી જમીનમાં કરી હોય ત્યાં પાકના ઘુટણ સુધી માટી ચડાવવી. જેનાથી છોડને ટેકો મળે છે અને પાક નમતો નથી.

મકાઇનો પાક ખેતરમાં પાણીનો ભરાવો બિલકુલ સહન કરી શકતો નથી માટે ખેતરમાં પાણીના નિકાલની વ્યવસ્થા કરવી ખુબજ જરૂરી છે.

વિશેષ કાળજી

વધુ ઉત્પાદન મેળવવા માટે જુવારના પાક્ને દાણા ભરાવાની અવસ્થાએ પક્ષીઓથી રક્ષણ આપવુ ખાસ જરુરી છે.

પિયત

• દાણા માટે

- ચોમાસુ : વરસાદ ખેંચાય અને ફુલ અવસ્થા તથા દાણા ભરવાની અવસ્થાએ ભેજની ખેંચ હોય તો પિયત આપવા

- શિયાળુ : ૩-૪ પિયત

- ઉનાળુ : ૪-૫ જરુરીયાત પ્રમાણે પિયત આપવા.

• ઘાસચારા માટે

- ચોમાસુ: વરસાદ ખેચાય તો ફુલ ગાંઠ અવસ્થાએ પિયત આપવુ.

- શિયાળુ : ૨-૩ પિયત

- ઉનાળુ : ૩-૪ જરુરીયાત પ્રમાણે પિયત આપવા.

ખાતર

જૈવિક ખાતર: દરેક વર્ષે જમીન નું પરીક્ષણ કરાવવું જોઈએ. જેથી માટીમાં રહેલાં પોષકતત્વો ની ખબર પડે છે. ખાતર નો સાચો ઉપયોગ કરી શકાય.

વાવણી ના ૧૦ -૧૫ દિવસ પહેલા ૬-૮ ટન છાણિયું ખાતર/એકર કૅ ૩-૪ ટન/એકર અળસિયા નું ખાતર નાખવું.

જમીંનજન્ય રોગો ને અટકાવવા માટે ટ્રાઇકોડરમા અને સુડોમોનાસ (પ્રત્યેક ૧-૨ કિલો/એકર) ૫૦ કીલો છાણિયા ખાતર માં ભેળવી ને જમીન માં ભેળવવું.

આંતરિક અને બાહ્ય માઈકોરાઈજા (રેલીગોલ્ડ/ ગ્રોમોર) 4kg/ એકર મુજબ જમીન તૈયાર કરતી વખતે આપવું જેથી ફૉસ્ફરસ ખાતર નો ઉપાડ વધે છે, મૂળ નો વિકાસ સારો થાય છે અને ઉત્પાદન વધે છે.

રાસાયણિક ખાતર: દાણાવાળી જાતોના સારા વિકાસ માટે વાવણી સમયે પાયાના ખાતર તરીકે 16 કિલો નાઇટ્રોજન (34 કિલો યુરિયા અથવા 80 કિલો એમોનિયમ સલ્ફેટ) અને 16 કિલો ફોસ્ફરસ (100 કિલો એસએસપી)/એકર મુજબ આપવું. આ ઉપરાંત વાવણીના 30 થી 40 દિવસ બાદ 16 કિલો નાઇટ્રોજન (34 કિલો યુરિયા અથવા 80 કિલો એમોનિયમ સલ્ફેટ)/એકર મુજબ આપવો.

ઘાસચારાવાળી જાતોના સારા વિકાસ માટે વાવણી સમયે પાયાના ખાતર તરીકે 8 કિલો નાઇટ્રોજન (17 કિલો યુરિયા અથવા 40 કિલો એમોનિયમ સલ્ફેટ) અને 16 કિલો ફોસ્ફરસ (100 કિલો એસએસપી)/એકર મુજબ આપવું. આ ઉપરાંત વાવણીના 30 થી 40 દિવસ બાદ 8 કિલો નાઇટ્રોજન (17 કિલો યુરિયા અથવા 40 કિલો એમોનિયમ સલ્ફેટ)/એકર મુજબ આપવો.

જીવાત નિયંત્રણ

સાંઠાની માખી: આ જીવાતના ઈંડા સફેદ રંગના, નળાકાર ચપટા હોય છે. પુખ્ત (માખી), સફેદ અને આછા રાખોડી રંગની હોય છે. ઈંડામાથી નીકળેલો કીડો સાંઠામાં કોરાણ કરી વિકાસ પામતા પીલાને કાપી ખાય છે. પરિણામે વચ્ચેનો પીલો સુકાઇને મરી જાય છે જેને “ડેડ હાર્ટ” કહે છે. નુકસાન પામેલા છોડના સાંઠાની બાજુએ ફૂટ કે પીલા જોવા મળે છે. નિયંત્રણ માટે નીચે મુજબ પગલાં લેવા.

• શક્ય હોય ત્યાં પ્રતિકારક જાતો જેવી કે કો – 1, સીએસએસ-15 આર, મલદાની અને હગારીનું વાવેતર કરવું.

• જુવારની વહેલી વાવણી કરવાથી આ જીવાતનો ઉપદ્રવ ઘટાડી શકાય છે. ઓગષ્ટ માસ પછીની વાવણીમાં ઉપદ્રવ વધુ જોવા મળતો હોવાથી જુવારના બીજને દિવેલનો પટ આપ્યા બાદ થાયોમેથોક્ઝામ 70% 3 ગ્રામ અથવા ઇમીડાક્લોપ્રીડ 70WS 10 ગ્રામ પ્રતિ કિલો બીજ મુજબ બીજ માવજત આપી વાવણી કરવાથી નુકસાન ઘટાડી શકાય છે.

• જુવારની સીધી વાવણીમાં બીજદર વધુ એટલે કે 5 કિલો પ્રતિ એકર રાખવાથી નુકસાન ઘટાડી શકાય છે.

• પાકની કાપણી બાદ તરત જ ખેડ કરી જૂના પાક અવશેષો નો નાશ કરો.

• રાસાયણિક નિયંત્રણ માટે, ઇંડોક્ષાકાર્બ14.5SC (સરવાદા/અવાંટ) @5ml + સ્ટિકર (સંદોવિત/અપ્સા80) @6ml/10Ltr પાણી અથવા સ્પીનોસેડ45SC (સ્પીન્ટોર, ટ્રેસર) @7.5ml/15Ltr પાણી અથવા ફિપ્રોનિલ 5SC (રિજેંટ, રેબીડ, ફેક્સ) @ 30ml/15Ltr પાણી અથવા લેમ્ડાસાઈલોહેથ્રિન5EC (કરાટે, સિલ્વા પ્લસ, રીવા 5) @7.5 ml/15Ltr પાણી અથવા થાયોડીકાર્બ 75WP(લાર્વીન, ચેક) 40 ગ્રામ/15 લિટર પાણી મુજબ છાંટો.

સાંઠાનો વેધકસાંઠાના વેધકના ઈંડા દેખાવે ભીંગડાવાળી જીવાત જેવા ચપટા, લંબગોળ અને જથ્થામાં પાનની નીચેની સપાટીએ મુખ્ય નસની નજીક જોવા મળે છે. ઇયળ પીળાશ પડતાં કથ્થઈ રંગની અને ઘેરા કથ્થઈ રંગના માથાવાળી હોય છે. જ્યારે ફૂદું મધ્યમ કદનું અને પરાળ જેવા રંગનું હોય છે. સાંઠાના ગુલાબી વેધક ની માદા મણકા જેવા ઈંડા હારમાં આવર્તક પર્ણતલની અંદર મૂકે છે

આ જીવાતનો કીડો સાંઠામાં કોરાણ કરી વિકાસ પામતા પીલાને કાપી ખાય છે. પરિણામે સાંઠાની માખીના નુકસાનની જેમ જ મધ્ય પીલો સુકાઈને મરી જવાથી “ડેડ હાર્ટ” જોવા મળે છે સાથે સાથે ઇયળે સાંઠામાં આંતરગાંઠ નજીક કોરેલ કાણું હોય છે. આ ઉપરાંત કુમળા પાંન પર સમાંતર કાણાં જોવા મળે છે. નુકસાન પામેલા સાંઠામાં ઇયળનું બોગદાં જેવુ કોરાણ નજરે પડે છે.

નિયંત્રણ માટે નીચે મુજબ ઉપાયો કરવા.

• ડેડ હાર્ટ સહેલાઈથી ખેંચી શકાય છે. તેને ખેચી કાઢવો.

• પાક અવશેષો અને જડીયાનો શિયાળામાં જ નિકાલ કરવો જોઈએ જેથી જીવાતની છૂપી અવસ્થાનો નાશ થાય.

• જુવારની દર ચાર હાર બાદ એક હાર આંતરપાક તરીકે ચોળી કે વાલ પાપડીના પાકની વાવણી કરવી.

• જીવાતની મોજણી માટે પ્રકાશપિંજરનો ઉપયોગ કરવો.

• કાર્બોફ્યુરાન 3જી 7 કિલો દવા 1 એકર માં 20 કિલો મિશ્રણ થાય એ રીતે રેતી સાથે ભેળવી ઉપયોગ કરવો.

કણસલાની ઇયળ

આ જીવાતની ઇયળ લીલાશ પડતાં કે કથ્થઈ રંગની અને ઘેરા કથ્થઈ રંગની સમાંતર લાઇન સાથે સફેદ લાઇનવાળી હોય છે. જ્યારે ફૂદું આછા પીળા કે કથ્થઈ રંગનું અને મધ્યમ કદનું હોય છે. ઇંડામાથી નીકળેલી ઇયળ કણસલામાં વિકસતા દૂધિયા દાણા ખાય છે. નુકસાન પામેલ કણસલું સફેદ રંગનું અને અર્ધ ખાદેલું દેખાય છે. કણસલામાં હગાર જોવા મળે છે.

નિયંત્રણ માટે નીચે મુજબ ના પગલાં લેવા.

• ઉનાળામાં ઊંડી ખેડ કરવી.

• ખેતરમાં શેઢાપાળા ચોખ્ખા રાખવા.

• પાકની કણસલા અવસ્થાએ રાત્રિના સમયે 2 થી 3 પ્રકાશપિંજર/હેક્ટર મુજબ ગોઠવવા.

• લીલી ઇયળ માટેના ફેરોમેન ટ્રેપ ગોઠવવા.

• ખેતરમાં પક્ષીઓને બેસવા માટે લાકડાના ટેકા ગોઠવવા.

• રાસાયણિક નિયંત્રણ માટે, ઇંડોક્ષાકાર્બ14.5SC (સરવાદા/અવાંટ) @5ml + સ્ટિકર (સંદોવિત/અપ્સા80) @6ml/10Ltr પાણી અથવા સ્પીનોસેડ45SC (સ્પીન્ટોર, ટ્રેસર) @7.5ml/15Ltr પાણી અથવા ફિપ્રોનિલ 5SC (રિજેંટ, રેબીડ, ફેક્સ) @ 30ml/15Ltr પાણી અથવા લેમ્ડાસાઈલોહેથ્રિન5EC (કરાટે, સિલ્વા પ્લસ, રીવા 5) @7.5 ml/15Ltr પાણી અથવા થાયોડીકાર્બ 75WP(લાર્વીન, ચેક) 40 ગ્રામ/15 લિટર પાણી મુજબ છાંટો.

દાણાની મીંજ : પુખ્ત માખી નાના કદની, કોમળ, ચળકતા કેસરી રંગનું ઉદર અને પારદર્શક પાંખો ધરાવે છે. આ જીવાતના ઈંડામાથી નીકળેલી ઇયળ કણસલામાં વિકસતા દુધિયા દાણા ખાય છે. નુકસાન પામેલ કણસલું સફેદ રંગનું અને અર્ધ ખાદેલું દેખાય છે. કણસલામાં હગાર જોવા મળે છે.

નિયંત્રણ માટે નીચે મુજબના પગલાં લેવા.

• ઉપદ્રવીત પીલાને તથા સુકાઈ ગયેલા કણસલાવાળા છોડને બાળી નાખવા અથવા ઊંડા ખાડામાં દાટી દેવા.

• ઉનાળામાં જ્યાં ચારા માટે જુવાર ઉગાડવામાં આવે ત્યાં કણસલા કાપીને ઢોરને ખવડાવી દેવા.

• એક જ વાવેતર વિસ્તારમાં એક સાથે એક જ જાતની વાવણી કરવી અને વહેલી વાવણી કરવાથી પણ આ જીવાતનો ઉપદ્રવ ઘટાડી શકાય છે.

• શિયાળુ પાક માટે સપ્ટેમ્બરના પહેલા પખવાડીયામાં વાવણી કરવી.

• રાસાયણિક નિયંત્રણ માટે, ઇંડોક્ષાકાર્બ14.5SC (સરવાદા/અવાંટ) @5ml + સ્ટિકર (સંદોવિત/અપ્સા80) @6ml/10Ltr પાણી અથવા સ્પીનોસેડ45SC (સ્પીન્ટોર, ટ્રેસર) @7.5ml/15Ltr પાણી અથવા ફિપ્રોનિલ 5SC (રિજેંટ, રેબીડ, ફેક્સ) @ 30ml/15Ltr પાણી અથવા લેમ્ડાસાઈલોહેથ્રિન5EC (કરાટે, સિલ્વા પ્લસ, રીવા 5) @7.5 ml/15Ltr પાણી અથવા થાયોડીકાર્બ 75WP(લાર્વીન, ચેક) 40 ગ્રામ/15 લિટર પાણી મુજબ છાંટો.

કણસલાના ચૂસિયા: કણસલામાં દાણા દૂધ અવસ્થાએ હોય ત્યારે આ જીવાત દાણામાથી રસ ચૂસીને નુકસાન કરે છે જેથી દાણા પોષાતા નથી અને ચીમળાયેલા લાલાશ પડતાં રંગના થઈ જાય છે. જેથી દાણાના ઉત્પાદન ઉપર માઠી અસર થાય છે. રાસાયણિક નિયંત્રણ માટે ઈમીડાક્લોપ્રિડ(કાન્ફીડોર,ટાટામીડા)@3ml/10Ltr પાણી કે થાયોમેથોક્ઝામ (એક્તારા/અનંત)@4gm/10Ltr પાણી અથવા એસિફેટ50% + ઇમિડાક્લોપ્રીડે1.8SC (લાન્સરગોલ્ડ) @50gm/15Ltr પાણી અથવા ફ્લોકેમિડ (ઉલાલા) @6ml/15Ltr પાણી મુજબ છાંટો.

મોલો: મોલોમશી પાન માથી રસ ચૂસે છે. મોલોમશી ઓછી હોય તો કેતકીનો રસ @350ml/15Ltr પાણી મુજબ છાંટો. વધુ હોય તો ઈમીડાક્લોપ્રિડ(કાન્ફીડોર,ટાટામીડા)@3ml/10Ltr પાણી કે થાયોમેથોક્ઝામ (એક્તારા/અનંત)@4gm/10Ltr પાણી અથવા એસિફેટ50% + ઇમિડાક્લોપ્રીડે1.8SC (લાન્સરગોલ્ડ) @50gm/15Ltr પાણી અથવા ફ્લોકેમિડ (ઉલાલા) @6ml/15Ltr પાણી મુજબ છાંટો.

પાનકથીરી: પાન કથીરી પાનમાથી રસ ચૂસે છે. નિયંત્રણ માટે ફેનાઝાક્વીન10EC (મેજેસ્ટિક, મેજીસ્ટાર) @25ml/15Ltr પાણી અથવા 20gm ડાયફેન્થિયુરોન (પેગાસસ, પજેરો)/15Ltr પાણી અથવા સ્પાઇરોમેસિફેન240SC (ઓબેરોન) @18ml/15Ltr પાણી અથવા એસિફેટ50% + ઇમિડાક્લોપ્રીડ1.8SC (લાન્સરગોલ્ડ) @50gm/15Ltr પાણી અથવા ફ્લોકેમિડ (ઉલાલા) @6ml/15Ltr પાણી પ્રમાણે છાંટો.

રોગ નિયંત્રણ

જુવારના દાણા ફૂગ: ડૂંડા નીકળવાના સમયથી પરિપકવ અવસ્થા સુધીમાં જુદીજુદી જાતિની ફૂગનો ઉપદ્રવ દાણામાં જોવા મળે છે. ડૂંડા દૂરથી ભૂખરા અથવા કાળાશ પડતાં રંગના દેખાય છે. દાણા ઉપર ફૂગ લાગવાથી દાણો કાળો અથવા ભૂખરો બને છે. દક્ષિણ ગુજરાતમાં વધારે વરસાદ અને ચોમાસુ ઓક્ટોબર સુધી લંબાતું હોવાના કારણે દાણાની ફૂગનો ઉપદ્રવ વધુ ઉત્પાદન આપતી અને સંકર જાતોમાં વિશેષ જોવા મળે છે. ડૂંડા નીકળવાના સમયથી દાણાનો સંગ્રહ થાય ત્યાં સુધી કોઈપણ અવસ્થામાં ભેજનું પ્રમાણ વધતાં ઉપદ્રવની શકયતા રહે છે.

• પાકની ફેરબદલી કરતાં રહેવું.

• ડુંડા આવ્યા બાદ વાતાવરણ વાદળછાયું અને ભેજવાળું હોય તો બાઇટરલેટોન25WP (બાયકોર) @30ગ્રામ/15 લિટર પાણી અથવા ક્લોરોથેલોનીલ (કવચ, ડેકોનીલ) @30ml/15Ltr પાણી અથવા ટેબૂકોનાઝોલ250EC (ફોલિકુર, ટોર્ક)@15ml/15Ltr પાણી અથવા કાર્બેંડાઝીમ12% + મેંકોઝેબ63WP (સાફ, કોમ્બીપ્લસ, ડેલમિક્સ) @30gm/15Ltr પાણી મુજબ છાંટો. બીજો છંટકાવ 10 દિવસ બાદ કરવો.

મધિયો :આ રોગની શરૂઆતની અવસ્થામાં જુવારના પુષ્પોમાથી મધ જેવુ ચીકણું પ્રવાહી ઝરતું હોય છે. રોગની તીવ્રતા વધુ હોય તો ચીકણું પ્રવાહી છોડના પાન ઉપર તેમજ જમીન પર પડે છે તેમજ રોગીષ્ટ પુષ્પોમાં દાણા બેસતા નથી. સામાન્ય રીતે સપ્ટેમ્બર માસના બીજા પખવાડિયા દરમ્યાન જ્યારે વરસાદ પડ્યો હોય તેમજ ભેજનું પ્રમાણ વધુ હોય ત્યારે આ રોગનું પ્રમાણ વધે છે. નિયંત્રણ માટે રોગપ્રતિકારક જાતોનું વાવેતર કરવું. પાક ફેરબદલી કરતાં રહેવું. જુવારની વાવણી 20 મી જુલાઇ આસપાસ કરવાથી રોગની શક્યતામાં ઘટાડો થાય છે. બીજને 20% મીઠાના દ્રાવણમાં બોળી હલકા બીજને દૂર કરવા અને તંદુરસ્ત ભારે નીચે બેઠેલા બીજને સારા પાણીમાં ધોઈ સાફ કરી છાયડામાં સુકાવી વાવણી માટે વાપરવા.

દાણાનો આંજિયો: આ રોગની શરૂઆત છોડ ઉપર ડૂંડું આવે ત્યારબાદ થાય છે. રોગીષ્ટ ડૂંડામાં કેટલાક સામાન્ય દાણા કરતાં મોટા કદના જોવા મળે છે. જો રોગની તીવ્રતા વધુ હોય તો આખું ડૂંડું આજીયાગ્રસ્ત બને છે. સામાન્ય દાણાની જગ્યાએ ગોળાકાર, કાળા રંગની થેલી તૈયાર થાય છે જેની અંદર કાળા રંગના રોગપ્રેરક બીજાણુ અસંખ્ય જથ્થામાં રહેલ હોય છે જે રોગના ફેલાવા માટે જવાબદાર છે. વરસાદવાળું ભેજવાળું વાતાવરણ રોગને માફક આવે છે. નિયંત્રણ માટે રોગમુક્ત બિયારણ વાપરવું. બીજને સલ્ફર 50% WP 4 થી 6 ગ્રામ/કિલો બીજ પ્રમાણે બીજ માવજત આપવી. રોગની શરૂઆતની અવસ્થામાં રોગીષ્ટ છોડ ઉપાડી નાશ કરવો.

અનાવૃત આંજિયો: આ રોગના બીજાણુ બિયારણ પર ચોટેલા હોય છે. રોગને પરિણામે છોડની વૃદ્ધિમાં ઘટાડો થાય છે તેમજ ડૂંડા નીકળતાની સાથે જ કાળો પાઉડર બહાર પડે છે. રોગીષ્ટ બીજ તેમજ ડૂંડા ઝૂડતી વખતે તંદુરસ્ત દાણા રોગપ્રેરક ફૂગના પાઉડરથી દૂષિત થાય છે જે બીજા વર્ષે રોગનો ફેલાવો કરે છે. નિયંત્રણ માટે રોગમુક્ત બિયારણ વાપરવું. બીજને સલ્ફર 50% WP 4 થી 6 ગ્રામ/કિલો બીજ પ્રમાણે બીજ માવજત આપવી. રોગની શરૂઆતની અવસ્થામાં રોગીષ્ટ છોડ ઉપાડી નાશ કરવો.

ડૂંડાનો આંજિયો: રોગીષ્ટ છોડનું ડૂંડું સફેદ ઝંડા જેવુ દેખાય છે. રોગને પરિણામે દાણા કાળા પડવાથી કોથળીના રૂપમાં ફેરવાઇ જાય છે જે રૂપેરી પડથી ઢંકાયેલા હોય છે. આ પડ તૂટતાં તેમાથી કાળા બીજકનો છૂટા પડે છે અને ફક્ત દોરા જેવી પેશીઓ રહી જાય છે. આ રોગમાં બધાજ દાણા અસરગ્રસ્ત થાય છે. નિયંત્રણ માટે કાપણી બાદ ખેતર રહી ગયેલ અવશેષોનો નાશ કરવો. રોગમુક્ત બિયારણ વાપરવું. બીજને થાયરમ 75%WP 2 થી 3 ગ્રામ દવા/કિલો બીજ પ્રમાણે પટ આપી વાવણી કરવી.

લંબ આંજિયો: આ રોગની શરૂઆતની અવસ્થામાં પાનની નીચલી સપાટી ઉપર અનિયમિત લંબગોળાકાર 5 મિમી કરતાં ઓછા કદના, કાળા રંગના ટપકા ઉત્પન્ન થાય છે. જે ધીમે ધીમે ઉપલી ફલક પર બેસે છે. ટપકાનો રંગ પાકની અવસ્થા પ્રમાણે રાતો, જાંબલી કે બદામી રંગનો હોય છે. તેમજ ટપકાની વચ્ચેનો ભાગ ઝાખો ભૂખરો તેમજ ટપકાની કિનારી બદામી, જાંબુડિયા કે ભૂખરો હોય છે. ભેજવાળું વાતાવરણ આ રોગને વધુ માફક આવે છે. નિયંત્રણ માટે કાપણી બાદ રહી ગયેલ છોડના અવશેષોનો નાશ કરવો. રોગમુક્ત બિયારણ વાપરવું. બીજને થાયરમ 75%WP 2 થી 3 ગ્રામ દવા/કિલો બીજ પ્રમાણે પટ આપી વાવણી કરવી. રોગ ની શરૂઆત જણાય તો બાઇટરલેટોન25WP (બાયકોર) @30ગ્રામ/15 લિટર પાણી અથવા ક્લોરોથેલોનીલ (કવચ, ડેકોનીલ) @30ml/15Ltr પાણી અથવા ટેબૂકોનાઝોલ250EC (ફોલિકુર, ટોર્ક)@15ml/15Ltr પાણી અથવા કાર્બેંડાઝીમ12% + મેંકોઝેબ63WP (સાફ, કોમ્બીપ્લસ, ડેલમિક્સ) @30gm/15Ltr પાણી મુજબ છાંટો.

પ્રકાંડનો કાજલ સડો:

પાકની શરૂઆતની અવસ્થામાં છોડ મરી જાય છે. જ્યારે મોટી અવસ્થામાં કોઈ લક્ષણો જણાતા નથી. પરંતુ વહેલી પરિપકવતા લાવે છે. ડૂંડા નબળા રહે છે. અસરવાળા છોડનું પ્રકાંડ નબળું અને અંદરથી પોલું હોય છે અને સહેલાઈથી છૂટું પડે છે. જેના ઉપર પુષ્કળ પ્રમાણમાં કાળા નાના જાલાશ્મો ઉત્પન્ન થયેલ જણાય છે. આ રોગ નો ફેલાવો ફૂગ વડે જમીન મારફત થાય છે. જમીનમાં ઓછો ભેજ, ગરમ વાતાવરણ, સારા નીતારવાળી જમીન, ફૂલ આવતા પહેલા વધુ ભેજ, ફૂલ આવ્યા પછી ઓછો ભેજ વગેરે સાનુકૂળ પરિબળો છે. નિયંત્રણ માટે નીચે મુજબના પગલાં લેવા.

• રોગપ્રતિકારક જાતો વાવવી.

• બીજા પાકો સાથે જુવારની પાક ફેરબદલી કરવી.

• આંતરખેડ કરી જમીનમાં ભેજ ટકાવી રાખવો.

• નાઇટ્રોજન ખાતરનો ભલામણ મુજબ જ ઉપયોગ કરવો.

પાનના ટપકા: પાન પર નાના ગોળ કે અનિયમિત આકારના ટપકા થાય છે. ટપકાના રોગ, પાકની અવસ્થા, જાત પ્રમાણે બદલાતો રહે છે. જેવો કે રાતો, બદામી, જાંબુડીયો કે ભૂખરો હોય છે. સમય જતાં ટપકાની મધ્યમાં કાળા ફૂગના પ્રગુચ્છકો પેદા થાય છે. ગરમ અને ભેજવાળું હવામાન આ રોગને વધુ અનુકૂળ છે. નિયંત્રણ માટે નીચે મુજબના ઉપાયો કરવા.

• કાપણી પછી છોડના અવશેષોનો નાશ કરવો.

• ઊંડી ખેડ અને પાકની ફેરબદલી કરવી.

• રોગમુક્ત અને રોગપ્રતિકારક જાતો વાવવી.

• બીજને થાયરમ 75%WP 2 થી 3 ગ્રામ દવા/કિલો બીજ પ્રમાણે પટ આપી વાવણી કરવી.

• રોગ ની શરૂઆત જણાય તો બાઇટરલેટોન25WP (બાયકોર) @30ગ્રામ/15 લિટર પાણી અથવા ક્લોરોથેલોનીલ (કવચ, ડેકોનીલ) @30ml/15Ltr પાણી અથવા ટેબૂકોનાઝોલ250EC (ફોલિકુર, ટોર્ક)@15ml/15Ltr પાણી અથવા કાર્બેંડાઝીમ12% + મેંકોઝેબ63WP (સાફ, કોમ્બીપ્લસ, ડેલમિક્સ) @30gm/15Ltr પાણી મુજબ છાંટો.

કાપણી

દાણા માટેની જાતો 100 થી 120 દિવસે કાપણી માટે તૈયાર થાય છે. ઘાસચારાના પાકની કાપણી 60 થી 70 દિવસે 50% ફૂલ આવ્યા બાદ કરવી. મામ સ્થાયી તેમજ સંકર જાતોના દાણામાં ૨૦-૨૪% ભેજ હોય ત્યારે કાપણી કરવી જેથી ૧૦-૧૫% વધુ ઉત્પાદન મળે છે. લણણી બાદ દાણાને સુર્યના તાપમા બે થી ત્રણ દિવસ સુકવ્યા બાદ ચાળણાથી ચાળીને સુકી જ્ગ્યાએ સંગ્રહ કરવો.

અનાજની સાચવણી

દાણામાં રહેલ ભેજ ૮-૧૨% થાય ત્યાં સુધી સૂર્યપ્રકાશમાં સુકવ્યા પછી સંગ્રહ લાયક થાય છે. લોખંડના પીપમાં ભરી સુરક્ષીત ગોડાઉનમાં રાખવું. જીવાતનો ઉપદ્રવ જણાય તો તડકામાં સુકવણી કરવી તથા જંતુનાશક દવાનો ઉપયોગ કરી જીવાતને કાબુમાં લેવી.

સ્ત્રોત : ખેતી વિશેની આવી અવનવિ માહિતી માટે મુલાકાત લેતા રહો -વેબસાઈટ કૃષિજીવન બ્લોગસ્પોટ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate