હોમ પેજ / ખેતીવાડી / પાક અને પાક ઉછેર પદ્ધતિઓ / ડાંગરમાં કૃમિથી થતું નુકશાન અને તેને અટકાવવાના ઉપાયો
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ડાંગરમાં કૃમિથી થતું નુકશાન અને તેને અટકાવવાના ઉપાયો

ડાંગરમાં કૃમિથી થતું નુકશાન અને તેને અટકાવવાના ઉપાયો વિશેની માહિતી આપવામાં આવેલ છે

કૃમિથી થતો પાનની સફેદ ટોચનો રોગ :

ડાંગરમાં એફીલેન્ડ્રોઈડસ બેસીઆઈ નામના કૃમિથી થતો પાનની સફેદ ટોચનો રોગ અગત્યનો છે. આ રોગ ડાંગર ઉગાડતા દુનિયાના મોટા ભાગના દેશોમાં જોવા મળે છે. ભારતમાં મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, ગુજરાત, ઓરિસ્સા તથા કોટક રાજ્યોમાં જોવા મળેલ છે. ગુજરાતમાં આ રોગ સૌ પ્રથમ ૧૯૮૪માં આણંદના આજુબાજુના વિસ્તારમાં જોવા મળેલ. તેનો ફેલાવો મુખ્યત્વે કૃમિવાળા બીજથી તથા પિયતના પાણી દ્વારા આજુબાજુના ખેતરમાં થતો હોય છે. ડાંગરના પાકમાં આ કૃમિના ઉપદ્રવ થી ૧૭ થી પ૪ ટકા જટેલા ઉત્પાદનમાં ઘટાડો નોંધાયેલ છે.

યજમાન પાકો :

ડાંગર ઉપરાંત ડુંગળી, સોયાબીન, શેરડી, ઓટ, બાજરી, રજનીગંધા તથા સેવંતી (ક્રિસેન્થીમમ) તેના યજમાન પાકો છે.

કૃમિનું જીવનચક્ર :

અપરિપકવ ડાંગરના દાણા અને દાણા પરના ફોતરાની વચ્ચે સુષુપ્ત અવસ્થામાં ત્રણેક વર્ષ સુધી જીવતા રહી શકે છે. ડાંગરનું ધરુ બનાવવા માટે આવા કુમિવાળા બીજ જ્યારે ઉપયોગમાં લેવામાં આવે ત્યારે દાણાને ભેજ મળતા સુષુપ્ત કૃમિ સક્રિય બને છે અને દાણામાંથી નીકળતા અંકુરને નુકશાન કરે છે. કુમિની માદા પાનની મુખ્ય નસ અને પર્ણવલય (લીફ શીથ) માં ઈંડા મૂકે છે અને તેના વિકાસની બધી અવસ્થાઓ ડાંગરના છોડ પર જ પસાર કરે છે. તે દરમ્યાન કૃમિ છોડની બહારની સપાટી પર રહી ખોરાક મેળવી છોડની વૃદ્ધિ સાથે છોડની ટોચે પહોંચે છે. વાતાવરણમાં વધારે પડતો ભેજ કૃમિના સ્થળાંતર માટે અનુકૂળ વાતાવરણ પુરૂ પાડે છે. ડાંગરના પાકની નીંધલ અવસ્થાએ કૃમિ છોડની ટોચ સુધી પહોંચી નીકળતી કંટીને નુકશાન કરી વિકસતા દાણા તથા તેની પરના બાહ્ય કવચ (ફોતરા) વચ્ચે પહોંચે છે. છોડ પરીપક્વ થવાના સાથે કૃમિ સુષુપ્ત અવસ્થામાં આવે છે. કૃમિનું જીવનચક્ર ૮ થી ૧૦ દિવસમાં પુરૂ થાય છે અને પાક પરીપકવ થાય ત્યાં સુધીમાં ઘણી પેઢીઓ પુરી થાય છે.

રોગના લક્ષણો તથા નુકશાન :

કૃમિથી થતા નુકશાનના ચિન્હો ડાંગરના ધરૂવાડીયામાં તેમજ ફેરરોપણી કરેલ ખેતરમાં પણ જોવા મળે છે. ધરૂવાડીયમાં કૃમિવાળા બીજનો ઉગાવો મોડો થાય છે. કૃમિથી ઉપદ્રવિત ધરૂના પાનની ટોચનો ૩ થી ૫ સે.મી.નો ભાગ શરૂઆતમાં પીળો પડી છેવટે સફેદ થઈ સુકાઈ જાય છે અને નીચેની બાજુ નમી પડે છે. આવા ચિન્હો  “ધરૂવાડીયમાં થોડા સમય પુરતા જ જોવા મળે છે. ફેરરોપણી કરેલ ખેતરમાં છોડના સૌથી ઉપરના પાનને વળ ચડી જાય છે અને લંબાઈમાં પ્રમાણમાં ટૂંફ હોય છે. આથી કંટી નીકળવામાં મુશ્કેલી પડે છે. કૃમિથી ઉપદ્રવિત છોડ ઠીંગણા, જુસ્સા વગરના તથા ટૂંકી કંટીવાળા હોય છે. આવા છોડની કંટીમાં દાણા બેસતા નથી અને કદાચ બેસે તો પોચા રહે છે.

અટકાયતી પગલાં :

 • આ કૃમિનો ફેલાવો બીજથી થતો હોવાથી કૃમિ રહિત વિસ્તારમાંથી તંદુરસ્ત બીજ/ ધરૂનો ઉપયોગ કરવો.
 • શંકાસ્પદ બીજમાં કૃમિ હોય તો આવા બીજને પાણીમાં પલાળી રાખ્યા બાદ તેને પાણીથી ધોવાથી કૃમિ બીજમાંથી બહાર આવી જશે.
 • રાત્રે બીજને પાણીમાં પલાળ્યા બાદ બહાર કાઢી બીજને ર થી ૩ દિવસ ૬ કલાક સૂર્યના તાપમાં તપાવ્યા બાદ વાવવા માટે ઉપયોગમાં લેવા.
 • ફેરરોપણીના સાતેક દિવસ અગાઉ ધરૂવાડીયામાં કાર્બોફ્યુરાન ૩ ટકા દાણાદાર દવા ૩૩ કિ.મા./હે . પ્રમાણે આપવી.
 • ડાંગરના બીજને પ૦°-૫૫° સે. ગરમ પાણીમાં ૧૦ મિનિટ બોળી રાખ્યા બાદ વાવવા, વાવણી બાદ ૪૦-૪૫ દિવસ કાર્બોસલ્ફાન ૨૫ ઈસી o.૧% ના દ્રાવણનો છંટકાવ ઊભા પાકમાં કરવો.
 • પાકની ર્નિઘલ અવસ્થાએ મોનોક્રોટોફોસ ૩૬% દવા ૧ લિટર છે. પ્રમાણે છંટકાવ કરવો

ગંઠવા કૃમિ

ડાંગરના પાકને નુકશાન કરતો મેલોડોગાયની ગ્રામિનીકોલ અગત્યનો કૃમિ છે. ડાંગર ઉગાડતા લગભગ દરેક દેશોમાં તે જોવા મળે છે. ભારતના પૂર્વોત્તર રાજ્યો, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, બિહાર, છત્તીસગઢ, કર્ણાટક, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, કેરળ, ઉત્તર પ્રદેશના પૂર્વ ભાગ અને મધ્યપ્રદેશના કેટલાક ભાગમાં જોવા મળે છે. છેલ્લા ત્રણ વર્ષથી આ કુમિ ગુજરાતમાં પણ જોવા મળે છે. એક ગ્રામ માટીમાં આ કૃમિની સંખ્યા ચાર હોય તો ઓરણ ડાંગરમાં ૭૧૪ તથા રોપાણ ડાંગરમાં ર૯૮નુ નુકશાન થાય છે. સામાન્ય રીતે ઓછા પાણી થી થતી ડાંગરમાં આ કૃમિનું પ્રમાણ વધારે હોય છે. શ્રી પધ્ધતિથી થતી ડાંગરમાં પાણીની જરૂરીયાત ઓછી રહેતી હોવાથી કૃમિનો ઉપદ્રવ વધવાની શક્યતા રહે છે.

યજમાન પાકો :

ધાન્ય વર્ગના પાકો જેવા કે ડાંગર, ઘઉં, જવ, ઓટ તથા અન્ય ધાન્ય વર્ગના નીંદણો.

કૃમિનું જીવનચક્ર :

ઈંડામાંથી નીકળેલ કૃમિ મૂળના આગળના વધતા ભાગમાં દાખલ થઈ ગાંઠ બનાવે છે. અનુકૂળ વાતાવરણમાં ૨૫ થી ૨૮ દિવસમાં કૃમિ તેનું જીવનચક પૂર્ણ કરે છે.

રોગના લક્ષણો :

ધરૂવાડીયામાં અને ખેતરમાં યલામાં છોડ પીળા વડે, આવા છોડની વૃદ્ધિ ન થતા છોડ ઠીંગણા રહે છે. આવા ટાલા દૂરથી જોઈ શકાય છે. ટાલાવાળા ભાગમાં પાક વહેલો સુકાઈ જાય છે. ખેતરમાં કૃમિની અસર પામેલા છોડના પાન કેદમાં નાના રહે છે, ફૂટની સંખ્યા ઓછી રહે છે અને કંટી નીકળવામાં વાર લાગે છે. જે કૃમિનું પ્રમાણ વધારે હોય તો છોડમાંથી કંટી બહાર નીકળતી નથી અને જે નીકળે તો દાણો પૂરેપૂરા ભરાતા નથી. વધુ પડતો ઉપદ્રવ હોય તો ઘણી વખત દાણા ભરાતા જ નથી. કૃમિ લાગેલ છોડના મૂળની વૃદ્ધિ થતી નથી અને ટૂંકા રહે છે. મૂળના છેડાનો ભાગ ફૂલીને અંકોડાની જેમ વાંકો વળી જાય છે.

નિયંત્રણ :

 • કૃમિ મુક્ત તંદુરસ્ત ધરૂનો રોપણી માટે ઉપયોગ કરવો.
 • જે જગ્યાએ ધરૂવાડીયું કરવાનું હોય ત્યાં છેલ્લા બે વર્ષમાં ડાંગરનું ધરૂવાડીયુ કરેલ ન હોવું જોઈએ.
 • ધરૂવાડીયાની જગ્યાને ઉનાળામાં ઊંડી ખેડ કરી તપવા દેવી અથવા તો સોઈલ સોલરાઈઝેશન કરવું.
 • ધરૂવાડીયુ નાખતા પહેલા ફોરેટ ૧૦% અથવા કાર્બોફ્યુરાન ૩% દાણાદાર દવા ૧ ગ્રામ ચો. મી. પ્રમાણે ધરૂવાડીયાની ૫ સે.મી. ઉપરની માટીમાં ભેળવવી.
 • ડાંગરના બીજને વાવતા પહેલા ૨૪ કાર્બોસલ્ફાન અથવા આઈસોફેનફોસના દ્વાવણમાં ૧૨ કલાક પલાળવા.
 • ધરૂ નાખતા પહેલા ધરૂવાડીયાની જમીનમાં યૂડોમોનાસ ફ્લોરોસન્સ અથવા ટ્રાયકોડર્મા વીરીડી ર૦ ગ્રામ/ચો.મી. પ્રમાણે ભેળવવી.
 • પાકની ફેરબદલી કરવી.
 • છાણિયું ખાતર/ સેન્દ્રિય તત્વો/ લીલો પડવાશ નો બહોળો ઉપયોગ કરવો.
 • ડાંગરની ફેરરોપણી બાદ બે દિવસમાં કાર્બોફ્યુરાન / ફોરેટ દાણાદાર દવા ૧ ગ્રામ સક્રિય તત્વ / હે. પ્રમાણે આપવી.

ડાંગરના પાકને જુદા જુદા ૩ર કુમિનુકસાન કરતા હોવાનું નોંધાયેલ છે, પરંતુ ગુજરાત રાજ્યમાં ડાંગરના પાકને નુકસાન કરતા અગત્યના બે કૃમિ છે જેની વિગત અત્રેના લેખમાં આપેલ છે.

સ્ત્રોત :ડૉ. એ. ડી. પટેલ, ડો. બી. એ. પટેલ,

કૃમિશાસ્ત્ર વિભાગ, બં. આ. કૃષિ મહાવિદ્યાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી આણંદ

કૃષિ ગોવિદ્યા , જુલાઇ - ૨૦૧૫ વર્ષ : ૬૮ અંક : ૮ સળંગ અંક : ૮૦૭

કૉલેજ ઓફ એગ્રિકલ્ચરલ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, આણંદ

2.83333333333
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top