હોમ પેજ / ખેતીવાડી / પાક અને પાક ઉછેર પદ્ધતિઓ / ડાંગરનો છૂપો શત્રુ : મૂળનું ચાંચવું
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ડાંગરનો છૂપો શત્રુ : મૂળનું ચાંચવું

ડાંગરનો છૂપો શત્રુ : મૂળનું ચાંચવું

ઓળખ :

આ જીવાતનું પુખ્ત કદમાં નાનું, અર્ધ નળાકાર અને ભૂખરા રંગનું હોય છે. ડાંગરના મૂળના ચાંચવાના શરીરની ઉપરની ત્વચા ચૂનાના અંશવાળા ભૂખરા રંગના ભીંગડાઓથી ઢંકાયેલી હોય છે. આ ચાંચવાના બચ્ચા આછા ભૂખરા રંગના જ્યારે પુખ ઘાટ ભૂખરા રંગના હોય છે. ડાંગરના મૂળના ચાંચવાના ઈડા દૂધિયા રંગના, નરમ અને લંબગોળ હોય છે. આ જીવાતની ઈયળ પગ વગરની, અર્ધ પારદર્શક અને સફેદ રંગની હોય છે. માદા પુષ્ટ કરતા કદમાં મોટી હોય છે.

જીવનયક :

આ જીવાત ડાંગર સિવાય નીંદણના છોડ પર પણ જોવા મળે છે. આ નીંદણમાં મુખ્યત્વે સામો, સાટોડો, જવાસીયા અને નાળીનો સમાવેશ થાય છે જે પૈકી આ જીવાતની ઈયળ સામો અને સાટોડાને ખોરાક તરીકે વધારે પસંદ કરે છે. આ જીવાતની વસ્તી આખા વર્ષ દરમ્યાન જોવા મળે છે. ડાંગરના મૂળના ચાંચવાની વંશવૃદ્ધિનો તબક્કો વર્ષમાં એક જ વાર આવે છે. આ જીવાત પોતાનું જીવનચક્ર પુરૂ કરવા માટે ઈંડુ, ઈયળ, કોશેટો અને પુખ એમ કુલ ચાર અવસ્થાઓમાંથી પસાર થાય છે. ડાંગરના મૂળના ચાંચવાનું જીવનચક્ર આશરે એક વર્ષમાં પૂર્ણ થાય છે જેમાં ઈડા અવસ્થા ૩ થી ૪ દિવસની, ઈયળ અવસ્થા ૯૭ થી ૧૧૧ દિવસની હોય છે પરંતુ શિયાળુ અને ઉનાળુ ઋતુ દરમ્યાન ઈયળો સુષુપ્તાવસ્થામાં જતી રહે છે જેથી તેની ઈયળ અવસ્થા લંબાઈને ૧૧ માસની થઈ જાય છે. આ જીવાતની કોશેટા અવસ્થા ૧૦ થી ૧૨ દિવસ અને પુષ્ય અવસ્થા ર૧ થી ૨૮ દિવસની હોય છે.

નુકશાન :

ડાંગરના મૂળનું ચાંચવું તેના નામ મુજબ મુખ્યત્વે ડાંગરના મુળને નુકશાન કરે છે. આ જીવાતનો ઉપદ્રવ જુલાઈથી સપ્ટેમ્બર માસ સુધી જોવા મળે છે. આ જીવાત તેની પુર્ણ અવસ્થા વધારે નુકસાન કરતી જોવા મળે છે. આ જીવાતની ભાતના દાણા જેવી ઈયળ તાજી ફેરરોપણી કરેલ ડાંગરના તંતમૂળ ખાઈને નુકસાન કરે છે આથી છોડનો વિકાસ અટકી જતાં છોડ પીળો પડી જાય છે. જેના કારણે નવા થુમડા વિકાસ પામતા નથી, ઉપદ્રવ વધારે હોય તો ખેતરમાં મોટા ખાલી પડે છે. આ જીવાતના પુખ પણ કંઈક અંશે ડાંગરના છોડના પાંદડાઓ પર નુકસાન કરતા જોવા મળે છે પરંતુ આ નુકસાન ઈચળ દ્વારા થતા નુકસાન કરતા ઘણું જ ઓછું હોય છે. ડાંગરના મૂળના ચાંચવાનાં પુર્ણ નવી ફેરરોપણી કરેલા ડાંગરના છોડના પાંદડાઓની બાહ્યત્વચા કોતરી ખાય છે જેથી છોડના પાંદડાઓની કિનારીઓ, પાંદડાંની મશ્ચ નસ તરફ વળે છે અને પાંદડાઓ ભુંગળી અથવા નળી જેવો આકાર ધારણ કરે છે. છેવટે પાંડું ભૂખરા રંગનું થઈ ખરી પડે છે.

નિયંત્રણ :

આ જીવાત ઉપદ્રવ નવા ફેરરોપણી કરેલા ડાંગરના છોડમાં વધુ જોવા મળે છે જેથી પાકની શરૂઆતની અવસ્થામાં યોગ્ય કાળજી રાખવી.

  • આ જીવાતનો ઉપદ્રવ જોવા મળે કે તરત જ શકય હોય તો ક્યારીમાંથી પાણી નિતારી નાખવાથી અને ખેતરમાં સિંચાઈનો ગાળો વધારી દેવાથી ઈયળોના ઉપદ્રવમાં ઘટાડો થાય છે.
  • ફોસ્ફરસયુક્ત ખાતર જેવું કે સુપર ફોસ્ફટ ૮e કિલો પ્રતિ હેક્ટરે આપવું કારણ કે આ ખાતર અવરોધક તરીકેનો ગુણધર્મ ધરાવતું હોવાથી આ જીવાતને ડાંગરના છોડના મૂળથી દૂર રાખવામાં મદદ કરે છે.
  • આ જીવાતની ઈયળ ડાંગરના મૂળમાં ભરાઈ રહીને નુકસાન કરતી હોવાથી દાણાદાર દવા વધુ અસરકારક રહે છે. કાર્બોફ્યુરાન ૩ જી (૨૫ થી ૩૦ કિ.ગ્રા. હે.) અથવા ફોરેટ ૧૦ જી (૧૦ થી ૧૨ કિ.ગ્રા. હે.) અથવા કારટેપ હાઈડ્રોક્લોરાઈડ (ર૦ કિ.ગ્રા./હે.) પુંખીને આપવાથી આ જીવાતનો ઉપદ્રવ કાબૂમાં રાખી શકાય છે.

ભાગ્યે જ જોવા મળતુ આવું નુકસાન જો નિયમિત સર્વે કરવામાં આવતો હોય તો તે ધ્યાનમાં આવી શકે છે અને સમયસરનાં સંકલિત ઉપાયો પાકને આવી જીવાતોથી બચાવવામાં મદદરૂપ બને છે.

ગુજરાત રાજ્યમાં ડાંગરનું વાવેતર કરતા મુખ્ય જીલ્લાઓમાં વલસાડ, નવસારી, ડાંગ, ભરૂચ, નર્મદા, વડોદરા, ખેડા અને આણંદનો સમાવેશ થાય છે. ગુજરાત રાજ્યમાં ડાંગરનું સૌથી વધુ વાવેતર ખેડા જીલ્લામાં કરવામાં આવે છે. ડાગરનું ઉત્પાદન ઘણા પરિબળો પર આધારિત છે જેમાં કીટકો દ્વારા થતું નુકશાન એ સૌથી મહત્ત્વનું પરીબળ છે. ડાંગરમાં લગભગ ૧ce થી વધુ કીટકો નુક્સાન કરતા નોંધાયેલા છે તે પૈકી ડાંગરના પાકમાં મધ્ય ગુજરાતના વિસ્તારમાં મૂળ ખાઈને નુકસાન કરતી જીવાતનો ઉપદ્રવ જોવા મળેલ છે પરિણામે છોડ અલ્પવિકસિત રહી પીળો પડી જાય છે. આવા છોડનું બારીકાઈથી નિરીક્ષણ કરતા ડાંગરના મૂળમાં ચાંચવાનો ઉપદ્રવ છે. ડાંગરમાં આ જીવાતના ઉપદ્રવથી ઉત્પાદનમાં અંદાજીત ૩૦ થી ૫૦ ટકા જેટલો ઘટાડો જોવા મળે છે. ડાંગર ઉગાડતા ખેડૂતો આ જીવાતની ઓળખ, નુકાસન અને નિયંત્રણ અંગેની વિસ્તૃત માહિતી જાણે અને આ જીવાતનું અસરકાર નિયંત્રણ મેળવે એ હેતુથી તેની વિગતવાર માહિતી આ લેખમાં આપેલ છે.

સ્ત્રોત :સ્ત્રોત : ડો. ટી. એમ. ભ૨પોડા, શ્રી મનોહર ઝાલા, ડો. પી. કે. બોરડા,કીટકશાસ્ત્ર વિભાગ, બં, અ. કૃષિ મહાવિદ્યાલય આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ

કૃષિ ગોવિદ્યા , જુલાઇ - ૨૦૧૫ વર્ષ : ૬૮ અંક : ૮ સળંગ અંક : ૮૦૭

કૉલેજ ઓફ એગ્રિકલ્ચરલ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, આણંદ

2.8275862069
સ્ટાર પર રોલ-ઓવર કરો અને પછી ક્લિક કરી રેટ કરો
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top