ભારતમાં જુવારનું વાવેતર ૬૨.૧૦ લાખ હેકટરમાં થાય છે જેમાંથી ૫૨.૮૦ લાખ ટન ઉત્પાદન મળે છે. ગુજરાતમાં સને ૨૦૧૨-૧૩ માં ૦.૮૦ લાખ હેકટરમાં વાવેતર થયેલ જેમાં થી ૧.૦૭ લાખ ટન ઉત્પાદન મળેલ. ભારત દેશમાં જુવારની ઉત્પાદકતા ૮૫૦ કિ.ગ્રા./હે છે. ગુજરાત રાજયની જુવારની ઉત્પાદકતા ૧૩૪૭ કિ.ગ્રા./હે છે. ગુજરાત રાજયમાં તાપી, નર્મદા અને ભરૂચ જીલ્લા જુવારના વાવેતરમાં મોખરાનું સ્થાન ધરાવે છે. ગુજરાતમાં જુવારની ખેતીમાં વર્ષ ૨૦૧૪-૧૫ માં થયેલ ખર્ચ અને આવક – જાવક પત્રક ૧,૨ અને ૩ માં આપવામાં આવેલ છે. પત્રક-૧ : જુવારનું ખેતી ખર્ચ (હેકટર દિઠ) ક્રમ વિગત યુનિટ જથ્થો ખર્ચ $ કુલ ખર્ચના (%) ૧ મજુર ( ભાડાના ) માનવ દિન ૪૯.૭૫ ૭૫૭૫ ૨૬.૮૩ ૨ બળદ જોડી / દિંન ૧૩.૫૦ ૪૫૭૯ ૧૬.૨૨ ૩ બિયારણ કિલો ૧૪.૨૫ ૬૬૮ ૨.૩૭ ૪ છાણિયુ ખાતર ટન ૧૩૮ ૬૯ ૦.૨૪ ૫ રાસાયણીક ખાતર ૧૫૪૩ ૫.૪૬ ૬ પિયત ૦ ૦.૦૦ ૭ જંતુનાશક / રોગનાશક દવા ૦ ૦ ૮ પરચુરણ ખર્ચ ૧૨૦૮ ૪.૨૮ ૯ ઘસારો ૧૩૫ ૦.૪૮ ૧૦ ચાલુ મુડીનું વ્યાજ ૬૩૧ ૨.૨૩ ૧૧ ખર્ચ – એ ૧૬૪૦૮ ૫૮.૧૧ ૧૨ પોતાની જમીનનું ભાડુ ૫૭૫૯ ૨૦.૩૯ ૧૩ સ્થાયી મુડીનું વ્યાજ ૬૭ ૦.૨૪ ૧૪ ખર્ચ – બી ૨૨૨૩૪ ૭૮.૭૪ ૧૫ મજુર (ઘરના) માનવ દીન ૨૨.૨૫ ૩૪૩૫ ૧૨.૧૭ ૧૬ ખર્ચ – સી ૨૫૬૬૯ ૯૦.૯૧ ૧૭ વ્યવ્સ્થાપન ખર્ચ ૨૫૬૭ ૯.૦૯ ૧૮ ખર્ચ – સી ૨૮૨૩૬ ૧૦૦.૦૦ કુલ મજુર (૧ + ૧૫) માનવ દિન ૭૨ ૧૧૦૧૦ ૩૯.૦૦ પત્રક-૧ માં જણાવ્યા પ્રમાણે જુવાર ખેતીમાં ખર્ચ-એ, ખર્ચ-બી, ખર્ચ-સી૧, અને ખર્ચ-સી૨ અનુક્રમે $૧૬૪૦૮, ૨૨૨૩૪, ૨૫૬૬૯ અને ૨૮૨૩૬ પ્રતિ હેકટર થયેલ. જેમાં સૌથી વધુ ખર્ચ મજુર ($ ૧૧૦૧૦) પોતાની જમીનનું ભાડુ ($ ૫૭૫૯) અને છાણીયુ ખાતર ($ ૪૫૭૯) નો સમાવેશ થાય છે. પત્રક – ૨ : જુવારની ખેતીમાં ઉત્પાદન અને આવક (હેકટર દીઠ) ૧ મુખ્ય ઉત્પાદન જથ્થો (કિવન્ટલ/હે) ૧૦.૪૧ ભાવ (કિવન્ટલ/હે) ૩૫૫૩.૨૨ આવક ૩૬૯૮૯.૦૨ ૨ ગૌણ ઉત્પાદન જથ્થો (કિવન્ટલ/હે) ૧૪.૫૬ ભાવ (કિવન્ટલ/હે) ૪૦૫.૭૬ આવક ૫૯૦૮ ૩ કુલ આવક ($) ૪૨૮૯૭ પત્રક-૨ મુજબ જુવારનું મુખ્ય ઉત્પાદન (દાણા) ૧૦.૪૧ કિવન્ટલ/હે અને ગૌણ ઉત્પાદન ૧૪.૫૬ કિવન્ટલ/હે મળેલ હતું. ખેડુતોને જુવારનો સરેરાશ ભાવ ૩૫૫૩ $/કિવન્ટલ અને ગૌણ ઉત્પાદનનો ભાવ ૪૦૬ $/કવીન્ટલ મળેલ. આમ જુવારની ખેતીમાં મુખ્ય આવક ૩૬૯૮૯ $/હેકટર અને ગૌણ ઉત્પાદનની આવક ૫૯૦૮ $/હેકટર મળીને કુલ આવક ૪૨૮૯૭ $/હેકટર થયેલ. પત્રક – ૩ : જુવારની ખેતીમાં ઉત્પાદન ખર્ચ ($/કિવન્ટલ) તથા આવક : જાવક ગુણોતર વિગત નફો (રૂપિયા) ઉત્પાદન ખર્ચ (રૂપિયા/કિવન્ટલ) આવક – ખર્ચનો ગુણોતર ખર્ચ – એ ૨૬૪૮૯ ૧૩૫૯ ૧:૨.૬૧ ખર્ચ – બી ૨૦૬૬૩ ૧૮૪૨ ૧:૧.૯૩ ખર્ચ – સી૧ ૧૭૨૨૮ ૨૧૨૬ ૧:૧.૬૭ ખર્ચ – સી૨ ૧૪૬૬૧ ૨૩૩૯ ૧:૧.૫૨ પત્રક – 3 મુજબ કુલ આવક્માંથી ખર્ચ – એ બાદ કરતા નફો $ ૨૬૪૮૯ અને તમામ ખર્ચ એટલે કે ખર્ચ – સી૨ બાદ કરતા ચોખ્ખો નફો $ ૧૪૬૬૧ પ્રતિ હેકટર થયેલ. જુવારની ખેતીમાં કિવન્ટલ દિઠ ઉત્પાદન ખર્ચ $ ૨૩૩૯ થયેલ તેની સામે સરેરાશ ભાવ ૩૫૫૩ $/કિવન્ટલ મળેલ. આમ ખર્ચ કરતા ભાવ વધુ મળેલ. આવક અને ખર્ચનો ગુણોત્તર કુલ ખર્ચ (ખર્ચ – સી૨) સામે ૧:૧.૫૨ મળેલ એટલે કે ૧ $ ના ખર્ચ સામે ૫૨ પૈસા ચોખ્ખો નફો મળેલ. સ્ત્રોત: ડો. એ. એસ. શેખ, પ્રો. રચના કુમારી બંસલ, ડો. વી. કે ગોંડલીયા, ડો. કે. એસ. જાદવ, ડૉ. એન. વી. સોની( કૃષિ અર્થશાસ્ત્ર વિભાગ , બં. અ. કૃષિ મહાવિધાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ – ૩૮૮૧૧૦ ફોન : (૦૨૬૯૨) ૨૬૪૯૫૦ પ્રકાશક : વિસ્તરણ શિક્ષણ નિયામક , આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ – ૩૮૮૧૧૦ ગુજરાતના મુખ્ય ખેતી પાકોનું અર્થકરણ, ઓક્ટોબર – ૨૦૧૬ કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આણંદ – ૩૮૮૧૧૦