જમીન |
આ પાકને ગોરાડુ, મધ્યમ કાળી, સારા નિતારવાળી જમીન અનુકૂળ આવે છે.
|
જમીનની તૈયારી |
ટ્રેકટર અથવા હળથી ખેડ કરી, કરબ મારી ઢેફાં ભાગી સમાર મારી જમીન સમતળ કરવી. જમીન તૈયાર કરતી વખતે ૧૦ ટન છાણિયું ખાતર આપવું.
|
જાતો |
કેન્ટ, ઓ.એલ.૯, જે.એચ.ઓ.૮રર.
|
બીજનો દર |
હેકટરે ૧૦૦ કિ.ગ્રા. બિયારણની જરૂરીયાત છે.
|
વાવણી સમય |
નવેમ્બર માસના બીજા પખવાડિયામાં વાવણી કરવી. |
વાવણી અંતર |
બે હાર વચ્ચે રપ સે.મી.ના અંતરે ચાસમાં વાવણી કરવામાં આવે છે.
|
ખાતર |
|
પિયતઃ |
ઓટના પાકને ૧ર થી ૧પ દિવસે પિયત આપવું પડે છે. એક કાપણી પધ્ધતિમાં પ થી ૬ પિયત, બે કાપણી પધ્ધતિમાં ૭ થી ૮ પિયત.
|
કાપણી |
શિયાળામાં ઓટનો સતત લીલોચારો મેળવવા માટે બે કાપણી કરવી જોઈએ. પ્રથમ કાપણી ૪પ દિવસે અને ત્યારબાદ બીજી કાપણી ૪પ થી પ૦ પ૦% ફ્રલ અવસ્થાએ કરવી. કાપણી જમીનની સપાટીથી ૧૦ થી ૧પ સે.મી.ની ઉીંચાઈએ કરવામાં આવે છે.
|
ઉત્પાદન |
હેકટરે લીલાચારાનું ઉત્પાદન ૪પ૦ કિવન્ટલ જેટલું મળે છે. |
સ્ત્રોત : ડોં. જી.જી. પટેલ, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દેવતાજ -આણંદ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020