જમીન |
આ પાકને ફળદ્રુપ સારા નિતરવાળી જમીન વધારે માફક આવે છે. |
જમીનની તૈયારી |
હળથી ખેડ કરી, બે વખત કરબ મારી ઢેફાં ભાગી સમાર મારી જમીન સમતળ કરવી.
|
જાતો |
આફ્રિકન ટોલ, પાયોનિયર હાઈબ્રીડ, ગંગા સફેદર, ગંગાપ, વિક્રિમ ફાર્મસમેરી, ગુજમકાઈ૧, ગુજરાત મકાઈર, ૩, ૪. |
બીજનો દર |
હેકટરે ૮૦ કિગ્રા બિયારણની વાવણી કરવી. |
વાવણી સમય |
ચોમાસામાં વાવણીલાયક વરસાદ થયે જુનજુલાઈ માસમાં વાવણી કરવી જોઈએ. શિયાળુ પાક માટે ઓકટોબરના બીજા અથવા ત્રીજા અઠવાડિયામાં અને ઉનાળુ પાક માટે માર્ચના પ્રથમ અથવા બીજા અઠવાડિયામાં વાવણી કરવી. |
વાવણી અંતર |
બે હાર વચ્ચે ૩૦ સે.મી. અંતર રાખી વાવણી કરવી.
|
ખાતર |
હેકટરે ૪૦ કિગ્રા નાઈટ્રોજન, ૩૦ કિગ્રા ફોસ્ફરસ અને ર૦ કિલો ઝિંક સલ્ફેટ પાયાના ખાતરમાં આપવું. પાક એક માસનો થાય ત્યારે હેકટર દીઠ ૪૦ કિગ્રા. નાઈટ્રોજન પૂર્તિ ખાતર તરીકે આપવું. |
પિયતઃ |
ચોમાસામાં વરસાદની એકસરખી વહેંચણી હોય તો પિયતની જરૂરિયાત રહેતી નથી. જયારે શિયાળુ પાક માટે પ દિવસના અંતરે પ થી ૬ પિયત અને ઉનાળુ પાક માટે ૧૦ દિવસના અંતરે ૬ થી ૭ પિયતની જરૂરીયાત રહે છે. |
આંતરખેડ નિંદામણ |
૩૦ થી ૩પ દિવસે એક આંતરખેડ અને એક નિંદામણ કરવું |
પાક સંરક્ષણ |
|
કાપણી |
મકાઈના પાકને કોઈપણ અવસ્થાએ લીલાચારા માટે કાપણી કરી શકાય છે. પરંતુ વધારે ઉત્પાદન મેળવવા માટે દૂધિયા દાણા અવસ્થાએ કાપણી કરવી જોઈએ. |
ઉત્પાદન |
|
સ્ત્રોત : ડોં. જી.જી. પટેલ, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દેવતાજ -આણંદ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020