অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ઘાસચારાની જુવાર

ઘાસચારાની જુવાર

જમીન

આ પાકને ગોરાડુ, બેસર અને મધ્યમ કાળી જમીન માફક આવે છે.

 

જમીનની તૈયારી

હળથી અથવા ટ્રેકટરની ખેડ કરી, આડોઉભો કરબ મારી ઢેફાં ભાંગી સમાર મારી જમીન સમતળ કરવી, જમીન તૈયાર કરતી વખતે ૧૦ ટન છાણિયું કહોવાયેલ ખાતર નાખવું.

જાતો

એસ૧૦૪૯ (સુઢિયા જુવાર),  સી. ૧૦ર (છાસટિયાં), જી.એફ.એસ. ૩ , જી.એફ.એસ. પ ,જી.એફ.એસ.૪,          એસ.એસ.જી.પ૯૩,એકસ.૯૮૮  અને એમ.પી.ચારી..

બીજ માવજત

પાકમાં અંગારિયાનો રોગ અટકાવવા વાવણી અગાઉ બિયાણરને ૪ ગ્રામ ગંધક પાવડર એક કિગ્રા બીજદીઠ વાપરવો. એઝોટોબેકટર કલ્ચરની માવજત, જુવારના બીજને આવાથી શુષ્ક પદાર્થ અને ફુડ  પ્રોટીનનું ઉત્પાદન વધે છે.

બીજનો દર

સુધારેલ જાતો માટે હેકટરેલ ૬૦ કિ.ગ્રા. જયારે હાઈબ્રીડ જાતો માટે હેકટર. ૩૦ કિ.ગ્રા. બીજની જરૂરિયાત છે.

વાવણી સમય

ચોમાસુ જુવારનું વાવેતર જુનજુલાઈ માસમાં વાવણી લાયક વરસાદ થયે કરવું. ઉનાળુ જુવારનું વાવેતર માર્ચ મહિનાના પ્રથમ કે બીજા        અઠવાડિયામાં કરવું હિતાવહ છે.

વાવણી અંતર

બે હાર વચ્ચે ૩૦ સે.મી.ના અંતરે વાવેતર કરવું.

ખાતર

  • એક કાપણી માટે :હેકટર દીઠ રપ કિગ્રા નાઈટ્રોજન અને ૪૦ કિગ્રા ફોસ્ફરસ પાયાના ખાતર તરીકે આપવું જયારે રપ કિગ્રા. નાઈટ્રોજન વાવણી બાદ ૩૦ દિવસે આપવું.
  • બે કાપણી માટે   :પ્રત્યેક કાપણી પછી રપ કિગ્રા. નાઈટ્રોજન આપવું.

પિયતઃ

ચોમાસુ જુવાર જમીનમાં ઉપલબ્ધ જસત કે ગંધક મધ્યમ કે ઓછો હોય તો વાવણી વખતે જમીનમાં રપ કિલો ઝીન્ક સલ્ફેટ પ્રતિ હેકટરે અને ર૦ કિલો ગંધક, જીપ્સમના સ્વરૂપમાં હેકટરે આપવો જોઈએ.  પુરતો અને સપ્રમાણ વરસાદ હોય તો પિયતની જરૂર રહેતી નથી પરંતુ ઉનાળુ જુવારને ૧૦ થી ૧પ દિવસના ગાળે પિયત      જરૂરિયાત રહે છે. એક કાપણી માટે ૪ થી પ પિયત જયારે બે કાપણી માટે જુવાર લેવાની હોય તો ૭ થી ૮ પિયત જરૂર પડે છે.

આંતરખેડ નિંદામણ

૩૦ થી ૩પ દિવસે એક આંતરખેડ અને ત્યારબાદ હાથથી નિંદામણ કરવું.

પાક સંરક્ષણ :

ગાભમારાની ઈયળ :(૧)હેકટર દીઠ ર૦ કિ.ગ્રા ફયુરાડાન ૩જી વાવણી સમયે ચાસમાં આપવું.(ર)   વધુ ઉપદ્રવ જણાય તો એન્ડોસલ્ફાન ર૦ મીલી દવા ૧૦ લીટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો.

અંગારીયો

આ રોગને અટકાવવા માટે બિયારણને વાવતા પહેલાં ૪ થી પ ગ્રામ ગંધક પાવડર એક કિલો બીજ દીઠ પટૃ આપવો

પાનનાં ટપકાં

જુવારમાં ઘણી જાતના ટપકાના રોગ (કાલવણ, લીફ બ્લાઈટ પાનના ચતુષ્કોણ ટપકાં, મેશ પટૃા, ગેરૂ ) જોવા મળે છે.  આના કારણે ઘાસચારાની ગુણવત્તા બગાડે છે).

નિયંત્રણ

  • કાપણી પછી રહી ગયેલ છોડ તથા છોડના અવશેષોનો નાશ કરવો.
  • ઉડી બે ખેડ કરવી   પાકની ફેરબદલી કરવી.
  • રોગ પ્રતિકારકો જાતોની વાવણી.
  • રોગ મુકત બિયારણ વાપરવું.
  • બીજની માવજત ર૩ ગ્રામ / કિલો થાયરમ કે કેપ્ટાન અથવા એમીશન કે ગંધક
  • પાકની શરૂઆતની અવસ્થામાં કાર્બન્ડાઝીમ (પ ગ્રામ / ૧૦ લીટર) અથવા
  • ઝાયનેબ ૦.ર ટકા (ર.૬ ગ્રામ / ૧૦ લીટર) છંટકાવ કરવો.

કાપણી

નિંધલ એટલે કે પ૦ ટકા ફૂલ અવસ્થાએ કાપણી કરવાથી લીલાચારામાં વધુ પોષક તત્વોનું પ્રમાણ જળવાઈ રહેલ હોવાથી કાપણી કરવી. મોડી કાપણી કરવાથી ફુડ પ્રોટીનનું પ્રમાણ ઘટે છે. એક કાપણીમાં પ્રથમ કાપણી બે મહિને અને ત્યારબાદ તેની કાપણી દોઢ મહિને કરવી જોઈએ.

ઉત્પાદન

હેકટરે લીલાચરાનું ઉત્પાદન ૩પ૦ થી ૪૦૦ કિવીન્ટલ મળે છે. બે કાપણીમાં ૭૦૦ કિવીન્ટલ  અને વધારે   કાપણીમાં ૧૦૦ ટન જેટલું ઉત્પાદન મળે છે.

સ્ત્રોત : ડોં. જી.જી. પટેલ, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દેવતાજ -આણંદ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate