অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ગુજરાતની ભેંસોની ઓલાદો અને તેમનાં શારીરિક અને આર્થિક લક્ષણો

ગુજરાતની ભેંસોની ઓલાદો અને તેમનાં શારીરિક અને આર્થિક લક્ષણો

ભારત દેશ માં વિવિધ ઓલાદો ની ભેંસો છે. ભારતમાં ભેંસો ની કુલ ૧૬ ઓલાદો છે.પહેલા તેમાં વળી ગુજરાતની કુલ ૪ ઓલાદો છે.જે નીચે મુજબ છે.

  1. જાફરાબાદી
  2. સુરતી
  3. મહેસાણી
  4. બન્ની

જાફરાબાદી

  • આ ઓલાદનાં જાનવરો આપણા દેશની અન્ય ભેંસોની સરખામણીમાં મોટા કદનાં અને વજનમાં ભારે છે.
  • રંગ મેંશ જેવો કાળો હોય છે.
  • ચામડી જાડી અને ઓછા વાળ વાળી હોય છે. માથું ભારે અને ઉપસેલા કપાળ વાળુ હોય છે. 
  • આ કારણે આંખો ઝીણી અને ઉંડી ઉતરેલી લાગે છે.
  • આ ઢોરનાં શીંગડાં ભારે,લાંબાં,પહોળાં અને ચપટાં છે અને નીચે જઈ બાજુએ વળેલાં અને અણીઓ ઉપરની તરફ જતી હોય છે. 
  • કાનના મૂળ શીંગડા પાછળ ઢંકાયેલા હોય છે. શરીર લાંબુ પણ પ્રમાણમાં ઢીલુ, ગરદન ભરાવદાર અને પૂંછડુ ઘૂંટણ સુધી પહોંચતુ છે. 
  • આઉ સુવિકસિત પણ લબડતુ અને આંચળ અસમાંતર ગોઠવાયેલા છે.
  • પુખ્ત વયનાં ભેંસ અને પાડનું સરેરાશ વજન અનુક્રમે પ૦૦–૬૦૦ કિ.ગ્રા. અને ૬૧૦–૭૦૦ કિ.ગ્રા. હોય છે. આર્થિક લક્ષણો  આ ભેંસોની પ્રથમ વિયાણની વય ૪૮ થી પ૪ માસની છે.
  • ભેંસો એક વેતરમાં સરેરાશ રરપ૦ કિ.ગ્રા.જેટલુ દૂધ આપે છે. 
  • દૂધમાં ફેટનું પ્રમાણ સરેરાશ ૮.પ ટકા જેટલુ છે. ફેટના કણો મોટા હોવાથી ઘી–ઉત્પાદન માટે વધુ અનુકૂળ છે. 
  • આ ઓલાદની ભેંસો લગભગ એક વરસ સુધી દૂધ આપે છે. અને એક વરસ વસુકેલી રહે છે. મોટા કદના કારણે વધારે ખોરાક, વતન બહાર લઈ જતાં ઉતપાદનમાં ઘટાડો અને અનિયમિત વિયાણ વગેરે આ ઓલાદની ભેંસોની ખામીઓ છે. 
  • આ સિવાય ઉછેર પ્રદેશમાં દુધાળ પ્રાણી તરીકે આ ઓલાદ અનુકૂળ છે.
  • ઉછેર કેન્દ્ર:આ ભેંસોના વિકાસ અર્થે કે સંવર્ધન માટે જુનાગઢ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી, જુનાગઢ,ગુજરાત ખાતે ઉછેર કેન્દ્ર આવેલુ છે.

સુરતી

આ ઓલાદનું મુળ સ્થાન ખેડા જિલ્લો તથા તેમની નજીકના ખેડા, આણંદ,નડિયાદ અને અમદાવાદ જિલ્લો છે. સુરતી ઓલાદને નડીયાદી, ચરોતર અને ગુજરાતી નામે પણ ઓળખાય છે. આ ભેંસો અમદાવાદથી સુરત સુધી જોવા મળે છે. પરંતુ નમુનેદાર ભેંસો ચરોતર વિસ્તારમાં મહી અને શેઢી નદી વચ્ચેના પ્રદેશ – આણંદ , નડીઆદ, બોરસદ અને પેટલાદ તાલુકાઓમાં જોવા મળે છે.

શારિરીક લક્ષણો

  • આ ઓલાદની ભેંસો મધ્યમ કદની અને પાસાદાર બાંધાની હોય છે રંગ ભુરાથી માંડને કાળો હોય છે. 
  • નમુનેદાર ભેંસોને એક ઝડબા નીચે ગળા અને બીજો આગલા બે પગની નજીક હડા પર એમ બે એક થી બે ઈંચ પહોળા ગળપટ્ટા હોય છે.  માથુ ગોળ અને નાનુ હોય છે. શીંગડા ટુંકા, ચપટા અને દાતરડા જેવા હોય છે. 
  • કાન મધ્યમ કદનો અને આડા આંકાવાળા હોય છે. પીઠ સીધી હોય છે. બાવલુ ચોરસ, મધ્યમ કદનુ તથા આંચળ સમાતરે ગોઠવાયેલ હોય છે. 
  • આ ઓલાદની પુખ્ત વયની ભેંસ સરેરાશ ૪૦૦ થી ૪પ૦ કિ.ગ્રા. ની જયારે ૪પ૦ થી પ૦૦ કિ.ગ્રા. ના હોય છે. તાજા જન્મેલા પાડીયા રપ થી ર૭ કિ.ગ્રા. વજન ધરાવે છે. આર્થિક લક્ષણો : આ ઓલાદ દુધ ઉત્પાદનની ક્ષમતા( કદ નાનુ હોવાથી) માટે દેશમાં જાણીતી છે.
    • પ્રથમ વિયાણની ઉંમર : ૪ર થી ૪૮ માસ
    • વેતરનું સરેરાશ દુધ: ૧ર૦૦ થી ૧પ૦૦ લીટર
    • દુઝણા દિવસો: ૩૦૦
    • વસુકેલા દિવસોઃ ૧પ૦
    • બે વિયાણ વચ્ચેનો ગાળો : ૧પ થી ૧૮ માસ

મહેસાણી

ભેંસોની આ ઓલાદ મુરાહ ભેંસો અને સુરતી ઓલાદની ભેંસોના સંકરણથી ઉદ્રભવી છે.    આ જાતની ભેંસોનું વતન મહેસાણા હોઈ, આ ભેંસો મહેસાણી તરીકે ઓળખાય છે.     બનાસકાંઠા, સાબરકાંઠા અને અમદાવાદ જિલ્લાઓમાં આ ભેંસો જોવા મળે છે. આ ઉપરાંત મુંબઈ, પુના વગેરે જેવા મોટા શહેરોમાં દૂધ ઉત્પાદન વ્યવસાય અર્થે નિભાવવામાં આવે છે.

શારિરીક લક્ષણોઃ

  • આ ઓલાદ શુધ્ધ નહી હોવાથી બધા જાનવરોમાં એક સરખા લક્ષણો જોવામાં આવતા નથી. કેટલાક જાનવરો મુરાહ ઓલાદને તો કેટલાક સુરતી ઓલાદને મળતા આવે છે, તો કેટલાક બંને ઓલાદનું સામ્ય ધરાવતા હોય છે. તેમના કેટલાક સર્વ સામાન્ય લક્ષણો આ પ્રમાણે છે. 
  • મહેસાણી ભેંસો, મુરાહ કરતાં કદમાં નાની પણ વધુ લંબાઈ ધરાવે છે. અને ભારે માથાવાળી હોય છે. તેઓ રંગે કાળી, ભૂરી તેમજ ચાંદરી હોય છે.     તેમના શીંગડા સુરતી ભેંસોના શીંગડા જેવા ચપટા, દાતરડા આકારના પણ તેના કરતાં લાંબા અને અણી આગળ વધુ વળેલા હોય છે. 
  • આ ઓલાદના પુખ્ત વયનો પાડો સરેરાશ પપ૦ થી ૬૦૦ કિ.ગ્રા. ના અને પુખ્ત ભેંસો ૪રપ થી ૪પ૦ કિ.ગ્રા. વજનની હોય છે. તાજા જન્મેલા પાડા ર૮ થી ૩૦ કિ.ગ્રા. વજ ધરાવે છે.

આર્થિક લક્ષણો :

  • આ ઓલાદની ભેંસોમાં મુરાહ અને સુરતી બંને ઓલાદના ઉપયોગી આર્થિક લક્ષણોનો સુમેળ સધાયેલો છે. તેથી મહેસાણી ભેંસો સારા પ્રમાણમાં દૂધ આપે છે. 
  • જાનવરો નમ્ર સ્વભાવના તેમજ મધ્યમ કદ ધરાવતા હોઈ તેમની માંગ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. તેમના આર્થિક લક્ષણો નીચે મુજબ છે.
    • પ્રથમ વિયાણની ઉંમર : ૪પ થી ૪૮ માસ
    • વેતરનું સરેરાશ દુધ : ૧૭૦૦ થી ૧૮૦૦ લીટર
    • દુઝણા દિવસો : ૩૧૦
    • વસુકેલા દિવસોઃ ૧ર૦ થી ૧પ૦
    • બે વિયાણ વચ્ચેનો ગાળો : ૧પ થી ૧૬ માસ

બન્ની

કચ્છના માલધારીઓ માટે આજીવિકાના આધાર સમી બન્ની ભેંસો, કચ્છના બદલતા વાતાવરણમાં દુષ્કાળની પરિસ્થિતિમાં ટકી રહે તેવી ત્યાં ખોરાકી ખર્ચના પ્રમાણમાં વધુ વળતર આપનાર અમુલ્ય સંપદા છે.

શારિરીક લક્ષણો

મધ્યમથી મોટા કદની, મજબુત બાંધો ધરાવતી મહદ્રઅંશે કાળા રંગની ભેંસો છે.   માથા સાથે ૯૦℃ નો ખૂણો બનાવી ડબલ કુંડળી જેવા ગોળાકાર શીંગડાં હોય છે. નાના મજબુત પગો છે અને કુલાનો ભાગ પહોળો ઉપરની તરફ વિકસેલ છે. અવિકસિત બાવલુ અને આંચળ ધરાવે છે.

આર્થિક લક્ષણો :

  • સરેરાશ દૈનિક દૂધ ઉત્પાદન : ૮ થી ૧૦ લીટર
  • પ્રથમ વિયાણની ઉંમર : ૪૦ થી ૪પ મહિના
  • સર્વિસગાળો : ૬૦ થી ૭૦ દિવસ
  • બે વિયાણ વચ્ચેનો ગાળો : ૧ર થી ૧૪ મહિના
  • વસુકેલ ગાળો : ૭૦ થી ૮૦ દિવસ

સ્ત્રોત : ડો જીગર પટેલ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/13/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate