લોહીના નમુના ઘણાબધા રોગોના નિદાન માટે લેવામાં આવે છે. સામાન્ય રીતે લોહીનો નમુનો ગાય, ભેસ,બળદ, બકરી, ઘેટાં, ઘોડા માંથી ગળામાં આવેલી જુગલર શીરામાંથી લેવામાં આવે છે, જયારે કુતરા, બીલાડાના પગમાં આવેલી સીફેનસ અને સીફેલીક શીરા માંથી હીપેરીન/ઈ.ડી.ટી.એ/સોડીયમ સાઈટ્રેટ વાળી શીશી /યુબમાં કરવામાં આવે છે. આ રીતે લોહીના નમુના લઈ તેને ૪°C તાપમાને જાળવણી કરવી.
સીરમ સામાન્ય રીતે લોહીમાંથી છુટુ પાડવામાં આવે છે. જયારે પણ સીરમ એકત્રીત કરવાની જરૂર પડે ત્યારે પશુમાંથી લોહી એકત્રીત કરી તેને કંઈ પણ નાખ્યા સીવાયની શીશી/ટયુબમાં ભરી જેટલી શકય હોય તેટલી ત્રાંસી હલાવ્યા વગર પ-૬ કલાક રાખતા તેમાં ઉપરના ભાગે આછા પીળા રંગનું સીરમ છુટુ પડે છે જેને ફરીથી બીજી શીશી/ટયુબમાં એકત્રીત કરી ૪°સે તાપમાને જાળવણી કરવી.
આવનો સોજો, પાતળુ દુધ, દુધમાં લોહી, પાણી જેવું દુધ, દૂધમાં ફોદા આવવા વગેરે જોવા મળે ત્યારે દુધના નમુના લેવાની જરૂર પડે છે, દુધના નમૂના લેવા માટે આચળને ૭૦% ઈથાઃાઈલ આલ્કોલ / ૧% મોરથુથુના દ્રાવણથી ધોઈ શરૂઆતની થોડી દુધની ધારને છોડી પછી તેને જંતુ મુકત કરેલા શીશીમાં અથવા ટયુબમાં લેવામાં આવે છે જયા સુધી દુધના નમુનાનો ઉપયોગ કરવો ન હોય ત્યા સુધી તેને રેફ્રીજરેટરમાં ૪હ તાપમાને રાખો.
ઝાડાના નમુના સામાન્ય રીતે પરોપજીવીથી થતા રોગોમાં લેવાની જરૂરીયાત રહે છે. મોટા પ્રાણીઓમાં ઝાડાના નમુના સીધાજ મોટા આંતરડાના છેલ્લા ભાગ રેકટમ (ગુદા) માંથી ડીમ્પોઝેબલ ગ્લોઝ દ્વારા લેવામાં આવે છે. નાના પ્રાણીઓમાં જંતુમુકત કરેલા કોટન સ્લેબ થી પણ નમુના લઈ શકાય છે પરોપજીવી ના નિદાન માટે લીધેલા ઝાડાના નમુનાને ૧૦% ફરમેલીનનાં દ્રાવણમાં સંગ્રહીત કરવા જોઈએ.
પેશાબના નમુનાઓ જયારે પેશાબમાં પરૂ, લોહી તેમજ ખૂબ જ પીળા રંગનો પેશાબ જોવા મળે ત્યારે નમુનાઓ લેવામાં આવે છે. નમુનાઓનું લેતા પહેલા પ્રાણીઓના પ્રજનન અંગોને પાણીથી વ્યવસ્થીત સાફ કરો ત્યાર બાદ પેશાબને બને ત્યા સુધી કેથેટરાઈઝેશનથી અથવા જયારે પશુ પેશાબ કરે ત્યારે એકઠું કરવુ જોઈએ. પેશાબના નમુનાની જાળવણી માટે તેમાં ૦.૦૧% મરઘાયોલેટ નાખવુ જોઈએ.
કાન અને નાક ને પાણીથી સાફ કરી કોટન સ્લેબ દ્વારા નમુનાઓ લેવા જોઈએ. જયારે કાનમાંથી નમુના લેવાના થાય, ત્યારે અલગ અલગ કોટન સ્લેબ દ્વારા બન્ને કાન માંથી નમુનાઓ લેવા જોઈએ.
ગર્ભપાતના કિસ્સાઓમાં આ નમુનાઓ લેવાની જરૂર રહે છે. આ રોગના નિદાન માટે તેમાં મેલી તેમજ ગર્ભના નમુનાઓ લેવામાં આવે છે. જયારે ગભરાવસ્થા ની શરૂઆત હોય અને ગર્ભપાત થયો હોય તો આખુ ગર્ભ નમુનાઓ તરીકે લેવામાં આવે છે. જયારે ગર્ભની ઉંમર વધારે હોય ત્યારે યકૃત, ફેફસા, બરોળ, લોહી, નાળ વગેરે નમુનાઓ લેવામાં આવે છે.
પશીઓની પેશીઓના નમુનાઓ સામાન્ય રીતે પ્રાણીઓના મૃત્યુ બાદ રોગના નિદાન માટે લેવામાં આવે છે. તેમાં ફેફસા, મગજ, બરોડ, કીડની, આંતરડા, હદય વગેરે નમુનાઓનો સમાવેશ થાય છે. આ નમુનાઓ ૦.૫ થી ૧ ઈંચ જાડાઈમાં લેવામાં આવે છે. આ નમુનાઓનો સંગ્રહ ૧૦ % ફોમર લીનના દ્રાવણમાં કરવામાં આવે છે.
પશુઓમાં જયારે ઝેરની અસર જોવા મળે છે, ત્યારે ધાસચારો, દાણ, પાણી, લાળ, પેશાબ, ઝાડા, ઉલટી વગેરે ના નમુનાઓ લેવામાં આવે છે. આ નમુનાઓ કાચની શીશીમાં લેવા જોઈએ અને તેની જાળવણી માટે તેને ૪°C તાપમાને રાખવા જોઈએ.
રેફરન્સ : ડૉ. ડી.ટી. ફેફર, ડૉ. એ. આર. ભડાનીયા તથા ડૉ. વી. એ. કાલરિયા પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, જુ.કૃ.યુ., જુનાગઢ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/30/2020