પશુઓ મુખ્યત્વે બે પ્રકારના હોય છે પાલતૂ અને જંગલી. પાલતૂ પશુઓમાં ગાય, ભેંસ, ઘેંટા, બકરાં, ઘોડા, ગધેડા, કૂતરાં, બિલાડા વગેરે વર્ગના પ્રાણીઓનો સમાવેશ થાય છે જયારે જંગલી પશુઓમાં વાઘ, સિંહ, દીપડા, હાથી વગેરે જંગલી પ્રાણીઓનો સમાવેશ થાય છે. આપણે જે પશુ વાડામાં કે ઘરમાં રાખીએ છીએ તેને પાલતૂ પશુ કહેવામાં આવે છે કેમ કે તે આપણું કહ્યું માને છે તેને અનુસરે છે. આમ છતાં પણ ઘણી બધી એવી રોજબરોજની ક્રિયાઓ છે જેમાં પશુઓ પર નિયંત્રણની જરૂર પડે છે. આ માટે ઉપયોગમાં લેવામાં આવતી જુદી જુદી પદ્ધતિઓનો આ લેખમાં આપણે અભ્યાસ કરીશું.
પશુને કાબુમાં લેવાની પધ્ધતિઓ નીચે મુજબ છે
સેંફુ તારની જાળીનુ, કાથીનું કે ચામડાની બેઞનું બનેલું હોય છે. નાનુ વાછરડું દૂધ ન પી જાય કે ખેતરમાં બળદને આંતરખેડ કરતી વખતે ઘાસચારો ખાતો અટકાવવા સૈકુ લગાવવામાં આવે છે.
શક્તિશાળી સાંઢને કાબુમાં કરવા તેનો ઉપયોગ થાય છે. બે અર્ઘવર્તુળાકાર રીંગોંને જોડીને આ રીંગ બનાવામાં આવેલી હોય છે. કાટ ન લાગે તેવી એલ્યુમિનિયમ,સ્ટીલ,બ્રાસ કે તાંબામાંથી વાળી બનાવેલી હોય છે. આ રીંગ ને નાકના પડદામાં કાણું પાડીને વાળી પસાર કર્યા બાદ રક્રુ ફીટ કરીને વાળી બેસાડવામાં આવે છે. સામાન્ય રીતે સાઢની ૧ વર્ષની ઉંમરે નાનીવાળી (૨.૫ ઇંચવ્યાસ વાળી) અને ૨.૫ વર્ષની ઉંમરે મોટીવાળી (૩.૫ ઇંચ વ્યાસવાળી) બેસાડવામાં આવે છે.
લાંબી લાક્ડીના છેડે સરકી શકે તેવો હુક લગાડેલ હોય છે આ હુકનાં છેડે દોરી લગાડેલી હોય છે. જેનાથી હુકને પોલ બંધ કરી શકાય છે. દૂરથી સાઢની વાળીમાં આ સાધન લગાડીને સાંઢને દોરવાના કામમાં આ સાઘન વપરાય છે.
બન્ને બાજુ કાણા ઘરાવતો ઇચ્છિત લંબાઈની લાક્ડીનો દંડુકો હોય છે. જેમાં બન્ને બાજુ દોરી પરોવીને પશુનાં ગાળામાં લંબાઈ મુજબ બાંધવામાં આવે છે. આ લગાવવાથી પશુનાં પગે અથવા શરીરના ભાગે થયેલ ઈજામાં લગાડેલ દવા ચાટી શકતુ નથી કે પોતાનુ દૂધ ઘાવી જતી ગાયને અટકાવી શકાય છે.
મોંનાં જડબાને ખોલવા તથા દુર રાખવા માટે પશુનાં મુખમાં મોંકડી લગાડવામાં આવે છે. વિવિધ આકાર તથા મોંકડી મળે છે.મોંકડી લગાડવાથી પશુના મૂખનું નિરિક્ષણ થઇ શકે છે. દવા લગાડી શકાય છે અને મોંની અંદર નળી પસાર કરી ખોરાક કે દવા સીધી જઠરમા આપી શકાય છે.
આશરે ૨ થી ૨.૫ મીટરનું હોય છે. આનીનું દોરડું જેના બન્ને છેડે ગાંઠવાળી ટકાઉ બનાવેલ હોય તેનો ઉપયોગ પશુ ને દોહતી વખતે પાછળના ઢીચણથી ઉપરના ભાગે સરકી શકે તેવી ગાઠવાળી બાંધવામાં આવે છે. તેનાથી પશુ દોહતી વખતે હલન ચલન કરતું નથી વધી તવા લાત મારી શકતું નથી. આ દોરડા સાથે ગાયના પૂંછડાને પણ બાંધવામાં આવે છે.
એક છેડે અણીદાર અને બીજા છેડે બટન આકાર ધરાવતી લાકડાની બનેલી નથણી ઉટને કાબુ કરવા માટે વપરાય છે. આ નથણી પહેરાવવાવી બન્ને બાજુએ દોરી લગાવી લગામ બનાવવાથી ઉંટને યોગ્ય દિશામાં દોરી શકાય છે.
સખત કેળવાચેલ લાકડુ કે લોખંડની પાઈપની બનેલી નથણી અર્ધનળાકાર ઘોડી જે જમીનમાં રોપેલી હોઈ છે. તેમાં પશુને ઉભા રાખીને પાછળથી ઘોડીને બંધ કરીને એક જગાએ કાબુમાં કરી શકાય છે.ચાર કે પાંચ પાયા ધરાવતી ઘોડીને કડું તથા રીંગો હોય છે. આ ઘોડીનો ઉપયોગ,પશુને કૃત્રિમ બીજદાન કરવા,તપાસવા કે પશુની સારવાર કરવા માટૅ થાય છે.
બજારમાંથી ચામડાનોકે દોરડાંનો બનેલો તૈયાર મોચડો મળે છે. લાંબી દોરીમાંથી પણ મોચડો તેયાર કરી શકાય છે. મોચડો પશુના માથા પર લગાવી તેને કાબુ કરી શકાય છે અને દોરી શકાય છે.
એક બાજુથી પાતળી અણીદાર દોરીનો છેડો અને બીજી બાજુ કાણાંવાળા દોરડાની નાથ બનેલી હોય છે. નાકના પડદામાં કાણું પાડી પશુને નાથ પહેરાવી. તેની ગરદનની પાછળના ભાગે ગાંઠ વાળવામાં આવે છે. ઉછરતા વાછરડા,આખલા અને બળદને નાથ પહેરાવવામાં આવે છે.
૧૦ થી ૧૨ લાકડાના ૧.૫ થી ૨ ફૂટના ટુકડાઓને બન્ને બાજુએ બે દોરી વડે પરોવીને ગરદનની જાળી બનાવવામાં આવે છે અને આ જાળી પશુની ગરદનમાં ફીટ કરી દેવામાં આવે છે. જેથી કરીને પશુ ગરદનને સીધી રાખી શકે. પશુના શરીરમાં ચાંદી પડી હોય,ઘા વાગ્યો હોયકે દવા લગાડેલી હોય ત્યારે તેને ચાટીને આળુ થતુ અટકાવવા આવી જાળીનો ઉપયોગ થાય છે.
પશુ શરીર પર ઓપરેશન,વાઢકાપ,ખરીઓ તથા પગની સારવાર,ખસીકરણ ,તણસનું ઓપરેશન વગેરે કરવા માટે તેને ભોય પર પાડવામાં આવે છે અને કાબુમાં લેવામાં આવે છે.
પશુ દવાખાનામાં રેતીના આવરણવાળું ભોયતળીયું બનાવવામાં આવતું હોય છે. પરંતુ જ્યારે પશુને ખુલ્લી જગામાં પાડવામાં આવે ત્યારે ભોયતળિયામાં રેતીનું પૂરતું આવરણ હોવું જરૂરી છે. આવા આવરણમાં ઈંટોના ટુકડા, પથ્થરો,તાર કે ખીલીઓ ન હોય તેનું નિરીક્ષણ રાખો. ભોંય પાડવાની જગ્યા સમતલ હોય અને કઠણ ન હોય તેનો ખ્યાલ રાખો. કઠણ જગામાં પાડવાનું થાય ત્યારે તેને ઘાસફૂસથી છવાયેલી અથવા લાકડાના વેરથી આચ્છાદિત કરવાનું રાખો. પશુને પાડતા પહેલાં ૧૨ કલાક સુધી પાણી તથા ખોરાક આપવો જોઇએ નહિ. પાડતાં પહેલાં પૂરતા પ્રમાણમાં મદદગાર માણસો પાળેલા પશુને પકડી રાખે તેનો બંદોબસ્ત રાખો.
૭ મીટર લાંબુ દોરડું લો. તેનો એક છેડો પશુની પીઠ પર થઈને તેના પેટની આજુબાજુ વીંટાળીને ટાઈટ કરી લો. બીજો છેડો,બીજી બાજુના પાછળના પગે અંદરથી બહારની બાજુએ લઈને ખરીઓ ઉપરથી રાઉન્ડ મારીને એક માણસના હાથમાં તેનો છેડો આપો.બેથી ત્રણ માણસો વડે આ છેડો ખેચો અને એક માણસ ધક્કો મારશે. આનાથી પશુ જમીન પર ધીમેથી બેસી જશે. આ વખતે એક માણસ વડે પશુનું માથું પકડીને જમીન સરસું દબાવી રાખશે. પૂછડાને પગની આંટીં મારી પકડી રાખો.
૧૦ મી લાંબુ દોરડું લઈ,પશુના શીંગડે એક બાજુ સરકી શકે તેવી ગાંઠ મારો. પ્રથમ છાતીની આગળ ગોળાકાર વીંટાળી,ખભા આગળ વર્તુળ પૂરું કરતી ગાંઠ લગાવો. ત્યારબાદ પેટ આગળ વર્તુળ પૂરુ કરતી ગાંઠ તેના પોંલા ભાગ આગળ લગાડો અને ખુલ્લોછેડો બે માણસો દ્વારા ખેંચવામાં આવે. આ રીતે ખેંચતા પશુ બેસી જશે. પશુ બચી જાય ત્યારે ર્શીગડેથી નમાવી એક બાજુ પાડી દો. ચારે પગે બાંધીને પશુને કાબુમાં રાખો. પૂછડાને પગની આટીમાથી પસાર કરી પકડી રાખો.
આ પધ્ધતિ ભારતીય અને અમેરિકન પદઘતિનું મિશ્રણ છે. આ પધ્ધતિમાં પ્રથમભાગ અમેરિકન પદઘતિ છે જેમાં ર્શીગડાની આસપાસ દોરડું લગાવ્યા પછી પ્રથમ ફરતો ગાળીયો છાતીની આગળ લગાડીને ગાંઠ મારી ખુલ્લો છેડો વિરૂઘ્ધ દિશાના પાછલા પગની ઘૂંટીમાં ગોળાકાર રીતે લગાડીને સામેની બાજુએ ખેંચવાથી પશુ બેસી જાય છે.ત્યારબાદ બીજા દોરડાથી ચારે પગ બાંધી,પૂછડાથી પગની આંટીં મારીને પશુને દબાવી શકાય છે.
સ્ત્રોત -ડો.જીગર વી. પટેલ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020