જો પશુપાલકો પાસે થોડા જાનવરો હોય તો તેમાંના દરેક પશુને દેખાવ મુજબ ઓળખવાનું અને એકબીજાથી અલગ પડવાનું શકય બને છે.પરતું જ્યારે મોટી સંખ્યામાં જાનવરો હોય ત્યારે દરેક જાનવરને ઓળખવા માટે ચોક્કસ પધ્ધતિઓ ઓ હોવી અનિવાર્ય છે. દરેક જાનવરને ઓળખવાનું મહત્ત્વ નીચે મુજબ છે.
ઓળખનું મહત્વ
- રોજબરોજ઼નાં કામો જેવા કે ગરમીમાં આવેલ જાનવરને ફેળવવું,માંદા જાનવરની સારવાર, જાનવર દીઠ દૂધ ઉત્પાદનની નોંધણી વગેરે માટે જાનવરની ઓળખ જરૂરી છે.
- જાનવરમાં રજીસ્ટ્રેશન તથા વિમા માટે જરૂરી છે.
- જાનવર ખોવાઈ જવાનાં કે ચોરાઈ જવાના કિસ્સામાં જાનવરની ઓળખાણ ઉપયોગી થઈ પડે છે.
ઓળખ આપવાની પધ્ધતિઓ :-
જાનવરોને નીચે મુજબની જુદી જુદી પધ્ધતિઓમાંથી અનુકુળ પધ્ધતિ દ્વારા ઓળખ આપી શકાય છે.
- નામ : જાનવરની ખરીદીની જગ્યા ,માલિક શારીરિક દેખાવ અથવા નદીના નામ,દેવી દેવતાનાં નામ વગેરે ઉપરપી નામ આપી શકાય છે. દા. ત. ચાંદરી, ગંગા વગેરે. સામાન્ય રીતે આ પધ્ધતિનો ઉપપોગ બીજી પધ્ધતિઓ સાથે કરવામાં આવે છે.
- ઓળખ માટે નિશાની અથવા નંબર આપવા : જાનવરોના મોટા ટોળામાં દરેક જાનવર ને નામ અપાવું એકલું પુરતું નથી. તેથી ઓળખની નિશાની અથવા નંબર માપવા જોઈએ. આ માટે નીચે મુજબની પધ્ધતિઓનો ઉપયોગ કરવો જોઈએ.
- છુંદણા પધ્ધતિ (ટેટૂઇંગ) :- આ પધ્ધતિમાં સ્ટીલની અણી વાળા અક્ષરો જે નંબર આપવાનો તે પ્રમાણે ટેટૂઇંગ ચીપીયામાં ગોઠવી કાનની નીચે ચીપીયો દબાવવાથી તે નંબરની કાણા વાળી છાપ ઊપસે છે.આ કાણા ઉપર છુંદણાની શાહી ભરવાથી કાયમી છાપ ઊપસે છે.
- ટેટૂઇંગ સામાન્ય રીતે કાનની અંદરની સપાટીએ કરવામાં આવે છે. છતાં પૂછાડાની મુળ નીચે,હોઠ ની અંદર ની બાજુએ પણ કરી શકાય છે.આ પધ્ધતિથી તાજા જન્મેલા વાછરડાં,વછેરા,ગાડરાં,લવારા વગેરે માં ઓળખ આપી શકાય છે.
- કાનમાં ખાંચ પડવી (ઈયર ટેગીંગ) :- આ પધ્ધતિ મોટા ભાગે ભૂંડ માં જ ઉપયોગ થાય છે .એમાં અંગ્રેજી વી અથવા યુ આકારની ખાંચ પાડવા માટે સારી કાતરનો ઉપયોગ થઈ શકે.
- ગરમ ડામ :- આ માટે ખાસ ધાતુના નંબર લાકડાના હાથા વાળા લોખંડના સળીયા ઉપર લગાવવામાં આવે છે આવા નંબર ને ગરમ કરી જાનવરના ખભા કે થાપા ઉપર ડામ આપવામાં આવે છે તેનાથી નંબરો જનાવરના આખા જીવન દરમ્યાન વાંચી સકાય છે.
- ડામ આપવા :- આ પદારતી ઉપર બતાવ્યા મુજબના નંબર ડામ આપવાનું તેલ કે શાહીમાં ડુબાડવામાં આવે છે.તેથી નંબર વાંચી શકાય છે.
- શીત ડામ :- આ પધ્ધતિમાં સળિયાને -૭૦ તાપમાન ધરાવતા પ્રવાહીમાં ડુબાડવામાં આવે છે અને પછી શરીર પર છાપ ઉપજાવવામાં આવે છે. તેથી તે ભાગમાં વાળ સફેદ થઈ જતા નંબર વાચી સકાય છે.
- નંબર પ્લેટ :- જુદા જુદા આકાર અને સાઈઝની નંબર પ્લેટ ઉપર જાનવરનો નંબર ,માલિકનું સરનામું વગેરે લખીને સાંકળ વડે ગળામાં લટકાવવામાં આવે છે. કેટલીક વાર શીંગડા ઉપર પણ ભરવામાં આવે છે.આવી પ્લેટો મોટે ભાગે ગાય અને ભેંસ માટે વપરાય છ
- રંગ લગાવવો :- જાનવર ના શરીરના જુદા જુદા ભાગ પર રંગ લગાવવામાં આવે છે. આ પધ્ધતિ મોટે ભાગે ધેટા,બકરા,ભૂંડ અને ગધેડામાં જુથની ઓળખ માટે ઉપયોગી છે.
- પાંખ અને પગ પટ્ટી (વીંગ અને લેગ બેન્ડ) :- આ ખુબજ ઓછુ વજન ધરાવતી એલ્યુંમીનીયમ ની પટ્ટીઓ છે. જે પક્ષીની પાંખના મૂળમાં અથવા તો પગ ઉપર લગાવી સકાય છે. આ પધ્ધતિ પક્ષીઓમાં વપરાય છે.
- ટો-પંચીંગ ( પંજામાં કાણું પાડવું ) :- આ પધ્ધતિમાં પક્ષીના પંજા વચ્ચેની ચામડીમાં પંચ વડે કાણા પાડવામાં આવે છે.આ રીતે ઉપયોગ જુથની ઓળખાણ માટે ખાસ કરીને બતકામા કરવામાં આવે છે.
સ્ત્રોત : ડો. જીગર પટેલ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.