অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પશુ આહારમાં મિનરલ મિક્ષ્ચરનું (Mineral Mixture) મહત્વ

અગાઉના જમાનામાં જાનવરોને જ્યારે ચરવા છોડવાની પ્રથા હતી ત્યારે જાનવરો પોતે પોતાનાં શરીરને જરૂરી એવા પોષક તત્વો ખૂણેખાંચરે ચરીને મેળવી લેતા. આજે પરિસ્થિતિ બદલાતાં આવી પ્રથા ક્રમશઃ ઓછી થઈ અને ઘરે બાંધીને જ જાનવરો પાળતા થયા. જાવનરોને આપવામાં આવતા ખોરાકમાં મુખ્યત્વે લીલો સૂકો ચારો તથા દાણ (દૂધ આપતા જાનવરોને જ) આપવામાં આવે છે. આમ થવાથી જાનવરના શરીરને જરૂરી ખનીજ તત્વોની ઉણપને લીધે પ્રજનનને લગતા કેટલાક પ્રશ્નો ઊભા થયા. આવી પરિસ્થિતીમાં ડોક્ટરો દ્વારા સારવારના ભાગરૂપે સારા પોષ્ટિક ખોરાક સાથે ‘મિનરલ મિલ્ચર’ (mineral mixture) પાઉડર આપવાની સલાહ આપવામાં આવે છે.

મિનરલ મિલ્ચર શું છે?

મિનરલ મિક્સરમાં ખનીજ પદાર્થોનો પાઉડર આવેલો હોય છે. ‘મિનલર મિલ્ચર’ કે જે ચાર માસના બચ્ચાંથી માડીને દૂધ ઉત્પાદન કરતા સઘળાં જાનવરો માટે અત્યંત ઉપયોગી છે. જેના નિયમિત વપરાશથી પ્રજનનને લગતી સમસ્યાઓ ઉપરાંત જાવનરોમાં ખોરાક પ્રત્યે અરૂચિ,અશક્તિ, અપચો, ચામડીના રોગ, નબળાઈ વગેરેને દૂર રાખી શકાય છે.

મિનરલ મિલ્ચરમાં કઈ રીતે કામ કરે છે?

પ્રાણીના શરીરમાં થતી સામાન્ય પ્રક્રિયાઓ માટે ખનિજ પદાર્થો ખૂબજ જરૂરી છે. ખનિજ ક્ષારોમાંથી કોઈપણ પ્રકારની શક્તિ પ્રાપ્ત થતી નથી. ખનિજ પદાર્થો ખોરાકમાં રહેલા અકાર્બનિક ભાગોમાં હોય છે. આ ખનિજ પદાર્થોને જરૂરી અને ઓછા જરૂરી એમ બે વિભાગમાં વહેંચી શકાય છે. જરૂરી ખનિજ પદાર્થોમાં પણ વધારે પ્રમાણમાં જરૂરી હોય તેવા ખનિજો જેમ કે કેલ્શિયમ, ફોસ્ફરસ, સોડિયમ, પોટેશિયમ, કલોરાઈડ, મેગ્નેશિયમ ગંધકને ગણી શકાય છે. જયારે સૂક્ષ્મ પ્રમાણમાં જરૂરી એવા ખનિજોમાં લોખંડ, તાંબુ, કોબાલ્ટ, મેંગેનીઝ, આયોડિન, મોલિન્ડેનમ, જસત અને કોમિયમ વગેરે ગણી શકાય. આ ખનિજ પદાર્થોના મુખ્ય કામોમાં શરીરને ટેકો આપવા માટે હાડપિંજરમાં મુખ્ય તત્વો કેલ્શિયમ અને ફોસ્ફરસ મહત્ત્વનો ભાગ ભજવે છે જે વાળ ઊન, હાડકા, દાંત અને અન્ય તંતુ (ટિશ્યોના વૃદ્ધિ) તેમજ નિભાવ માટે ખૂબ જ જરૂરી છે. હૃદય અને મગજ જેવા નાજૂક અવયવોના સંચાલનમાં આ ક્ષારો મુખ્ય ભાગ ભજવે છે કેટલાક ખનિજો ઉસેચકોની પ્રક્રિયામાં જરૂરી છે. તો કેટલાક ખનિજો, પ્રજીવો, હોરમોન્સ, ફોસ્ફોલિપિડસની બનાવટમાં અત્યંત આવશ્યક છે. શરીરની જરૂરી અમત્તા જાળવવા ખનિજો ખૂબ જરૂરી છે. ખોરાકના પાનમાં કો-એન્ઝાઈમ તરીકે ખનિજોની જરૂર પડે છે. શરીરના રૂધિરાભિસરણ તંત્ર તેમજ લોહીમાં અને હિમોગ્લોબીનમાં તેની હાજરી અનિવાર્ય લેખાય છે. ખનિજની ખામીને કારણે અનેક રોગો થાય છે. ખનિજની પૂર્તિ કરવાથી તે મટી શકે છે. શરીરમાં જ્યારે પણ ઈજા થાય ત્યારે લોહી જામી જાય છે અને વધુ લોહી વહી જતું નથી. આ માટે ખનિજ તત્વો અગત્યનો ભાગ ભજવે છે. લોહીમાં પ્રાણવાયુ વધુ પ્રમાણમાં મળે તે માટે ખનિજ જરૂરી છે. ખોરાકમાં રહેલા પોષક તત્વોના પાચન અને શરીરમાં શોષણ માટે ખનિજ પદાર્થો જરૂરી છે.

 • ખનિજ ક્ષારોની ઉણપથી પશુનો વિકાસ અટકી જાય છે.
 • દૂધાળ ગાય/ભેંસ તેમની ક્ષમતા મુજબ દૂધ આપતાં નથી.
 • તેમાં પ્રજોત્પતિ ઘટી જાય છે અથવા અનિયમિત થઈ જાય છે.
 • પુરા મહિને પ્રસવ ન થતાં બચ્ચ અવિકસિત જન્મે છે.
 • સાંધામાં સોજા આવે છે અને શરીર અક્કડ થઈ જાય છે.
 • શરીર માંદલુ રહે છે તેમજ પોષણની ખામીને લીધે થતા રોગો જોવા મળે છે.

મિનરલ મિલ્ચરનો ઉપયોગ કેવી રીતે કરવો?

મિનરલ મિલ્ચર પાઉડર બધાજ પુષ્ય જાનવરોને નિયમિત દૈનિક ૩૦ ગ્રામથી ૫૦ ગ્રામ સુધી ખવડાવવો જોઈએ. છ માસથી મોટી ઉમરની પાડી/વાછરડીને દૈનિક નિયમિત ૧૫ ગ્રામથી ૨૫ ગ્રામ જેટલો મિનરલ પાઉડરઆપવાથી શારીરિક વિકાસ ઝડપી થાય છે. નાની ઉંમરે વહેલી વેતરે આવે છે અને પ્રથમ વિયાણની ઉંમર ઘટે છે. સારી જાતના મિનરલ મિલ્ચરમાં કેલ્શિયમ ૧૮ થી ૨૩% ફોસ્ફરસ ૯ થી ૧૨% અને તેની સાથે સાથે બીજા ક્ષારો પ્રમાણસર હોવા જોઈએ. તેમાં કલોરીનનું પ્રમાણ પણ ૦.૦૫% થી ઓછું હોવું જોઈએ.

ચીલેટેડ મિનરલ મિલ્ચર શું છે?

કેટલાક ખૂબ જરૂરી એવા ખનિજ ક્ષારોને કાર્બનિક પદાર્થો જેવા કે અમિનો એસિડ સાથે પ્રક્રિયા કરી ચીલેટેડ ક્ષારો બનાવવામાં આવે છે તેને ચીલેટેડ મિનરલ મિલ્ચર કહે છે. ખનિજક્ષારોનું શરીરમાં શોષણ થઈ મૂત્ર વાટે નીકળી જાય છે. કેટલાક કિંમતી ક્ષારોને કાર્બનિક પદાર્થો વડે પ્રક્રિયા કરી ચીલેટેડ ક્ષારો બનાવવામાં આવે છે. આમ કરવાથી તેનું શરીરમાં શોષણ તો થાય છે. પણ જલ્દીથી બહાર નીકળી જઈ શકતા નથી. આવા ચિલેટેડ ક્ષારોનો ઉપયોગ તેની મહત્તમ કાર્યક્ષમતા માટે કરવામાં આવે છે. કુદરતમાં મળતા આવા પદાર્થોમાં કલોરોફીલ, સાઈટોકોમ, હીમોગ્લોબિન અને વિટામિન બી-૧૨ મુખ્ય છે. તે એન્ટિ ઓકસીડન્ટ તરીકે પણ કામ કરે છે. ચિલેટેડ ક્ષારોથી ક્ષારોનું વહન અને સંગ્રહ પણ સારી રીતે થઈ શકે છે. ખોરાકની ચયાપચયની ક્રિયામાં જરૂરી બને છે. ચીલેટેડ ક્ષારો સાદા ક્ષારો કરતા પાચનતંત્રમાં લાંબા સમય સુધી સારી રીતે રહી શકે છે. ચીલેટેડ ક્ષારોના ઉપયોગ આપણા દેશમાં હજી વ્યાપક રીતે થતો નથી, પણ તે માટે જરૂરી પ્રયત્નો થવા જરૂરી છે.

મિનરલ મિલ્ચરના ફાયદા શું છે?

મિનરલ મિલ્ચરના ફાયદા શું છે?

 • પોષણની ઉણપથી થતા રોગો ઓછા થાય છે સાથે સાથે પરજીવીના હુમલા સામે રક્ષણ મળે છે.
 • પશુઓમાં ખોરાકનું સારી રીતે પાચન અને શોષણ થાય છે.
 • રોગો સામે લડવાની શક્તિ વધે છે.
 • ઝડપી શારીરિક વિકાસ થાય છે અને નિયમિત વેતરે આવે અને નિયમિત બંધાય
 • દૂધની ગુણવત્તામાં સુધારો થાય છે. સુવારોગ અટકાવી શકાય જાનવર વહેલું વેતરે આવે અને વહેલું વિયાણ થાય છે.
 • બે વિયાણ વચ્ચેનો ગાળો ઘટે છે અને તંદુરસ્તી ટકી રહે છે
 • દૂધ ઉત્પાદનમાં વધારો થાય છે તંદુરસ્ત બચ્ચાનો જન્મ થાય માટી ખસવાની શક્યતા ઘટે.

સ્ત્રોત: સફળ કિસાન

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate