દોહન માટેની બે પદ્ધતી હોય છે.જે નીચે મુજબ છે.
ગાય માંથી દૂધ ડાબી બાજુ થી દોહવામાં આવે છે ત્યારબાદ બીજી બાજુના આચળ માંથી દૂધ દોહવામાં આવે બે બાજુના ક્રોસ આચળને ,આગળ ના બે તથા પાછળ ના બે આચળ માંથી દૂધ દોહવામાં આવે છે.દૂધ દોહન પહેલા થોડી સેર કાઢી સ્ટ્રીપ કપ માં લેવામાં આવે છે.તેનાથી દૂધ આવવાના માર્ગમાંથી અસુદ્ધિ દુર થાય છે. અને આના કારણે દૂધ દોહ્નાર વ્યક્તિને બાવલાના રોગ વિશે ખ્યાલ આવે છે.
હાથ વડે દૂધ દોહન માટે ની કેટલીક પદ્ધતી છે જે નીચે મુજબ છે.અચળને પાંચ અગળી વડે પકડવામાં આવે છે અને તેને હથેળી ની વિરુદ્ધ દિશામાં માં દબાવવામાં આવે છે.જેને ફૂલ હેન્ડ પદ્ધતી કહેવામાં આવે છે.આના લીધ ઝડપથી અચળ ને દબાવીને તેની મૂળ સ્થિતિ લાવવામાં આવે છે. આ પદ્ધતીમાં દૂધ સ્ટ્રીપીંગ પદ્ધતી કરતા ઝડપથી આવે છે અને સ્ટ્રીપીંગ પદ્ધતીમાં હાથ ની સ્તિથી બદલવાનો સમય મળતો નથી ઉપરાંત ફૂલ હેન્ડ દોહન ક્રિયા એ સ્ટ્રીપીંગ ક્રિયા કરતા વધુ યોગ્ય છે અને ફૂલ હેન્ડ દોહન ક્રિયા એ વાછરડા ના ધાવવાની ક્રિયા જેમ કાર્ય કરે છે અને એટલુજ દબાણ ગાય/ભેસના આચળ પર જળવાઈ રહે છે. ફૂલ હેન્ડ પદ્ધતી હાથ વડે દોહન પદ્ધતીઓમાં સૌથી ઉતમ છે.પરંતુ મોટા ભાગ ના ખેડૂતો નક્લીગ પદ્ધતી નો ઉપયોગ કરતા હોય છે.
સ્ટ્રીપીંગ પદ્ધતી આચળને અગુઢા અને પ્રથમ આંગળી વચ્ચે પકડી ને જમીન તરફ ખેચવામાં આવે છે અને બીજી બાજુ આંચળને દબાવવામાં આવે છે તેના કરળે દુધની ધાર આવે છે.આ પદ્ધતી ત્યારે કામ આવે છે જયારે આચળની લબાઈ નાની હોય છે.આ પદ્ધતી એ દૂધ દોહનના છેલ્લા તબક્કામાં સંપૂર્ણ દૂધ દોહન માટે થાય છે. છેલ્લે દોહેલા દૂધ ને સ્ટ્રીપીંગ કહેવામાં આવે છે જે ચરબીયુક્ત હોય છે. સ્ટ્રીપીંગની પક્રિયા ઝડપથી થવી જોઈએ નહીતર પશુ સ્ટ્રીપર બની જાય છે. અને દૂધ આવવાની પક્રિયા વિલંબિત બને છે.
ધણા દૂધ દોહનાર વ્યક્તિ દૂધ દોહતી વખતે તેમના અગુઢાને આચળ વિરુદ્ધ વાળી નાખે છે. આ પદ્ધતીને નકલીગ પદ્ધતી કહેવામાં આવે છે.અને આ પદ્ધતી હમેશા નકારવી જોઈંએ.નહીતર આ પદ્ધતીના લીધે આચળની પેશી ઓને નુકશાન થાય છે એટલા માટે ફૂલ હેન્ડ પદ્ધતીનો ઉપયોગ કરવો જોઈએ. નાના આચળ અને દોહનના છેલ્લા તબક્કામાં સ્ટ્રીપીંગ પદ્ધતીનાં ઉપયોગ થાય છે દરેક આચળના દૂધના પ્રથમ થોડા સ્ટ્રીપ ને બાકીના દૂધ સાથે મિશ્રણ કરવું નહિ કારણકે અગાઉ ના દૂધમાં જીવાણુંઓની સખ્યા ઉચ્ચ પ્રમાણમાં હોય છે.
સ્ત્રોત : ડો.જીગર પટેલ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/1/2020