છેલ્લાં કેટલાક દિવસોથી આપને સૌ ટેલીવીઝન અને સમાચારો દ્વારા જાણીએ છીએ કે, ડેન્ગ્યુનો તાવ કેટલી ઝડપે રોજબરોજ વધી રહ્યો છે. જે મનુષ્યના સ્વાસ્થ્ય માટે કેટલો હાનીકારક છે તે પણ જાનતા હોઈએ છીએ.આ એક વાઇરસ થી થતો રોગ છે જે માણસોમાં એડીસ એજીપ્તી નામના મચ્છર થી ફેલાય છે. જેમાં તાવ, રેસીસ, હેડેક , મસલ્સ નો દુખાવો જેવા ચિન્હો જોવા મળે છે.
આપને સૌ જાણીએ છીએ કે, બકરીનું દૂધ એ પાચન માટે ખુબ જ સારું છે.આ ઉપરાંત બકરીના દૂધનું ડેન્ગ્યુના તાવમાં પણ ખુબ જ મહત્વ છે. કારણ કે, બકરીના દૂધમાં ગાયના દૂધ કરતાં સીલેનીયમ નામનું તત્વ (૨૭% થી વધુ) હોય છે. આ સીલેનીયમની શરીર માં ઉણપ થાય અને ત્રાકકણોની ઘટતી સંખ્યા આ બંને ડેન્ગ્યું ફીવર માં મુખ્ય જવાબદાર પરિબળો છે. બકરીના દૂધ માં પાચન અને કેટલીક મેટાબોલિક પ્રક્રિયાઓ માટે તેમાં રહેલા મિનરલ્સ એ ઉપયોગી છે. જેવા કે, આર્યન, કેલ્સિયમ , ફોસ્ફરસ અને મેગ્નેસિયમ. કેટલીકવાળ ડેન્ગ્યુના તાવ માં દોક્ટર દ્વારા બકરીના દૂધનું સેવન કરવાનું સૂચવવામાં આવે છે. કારણ કે, તે શરીર માંના પ્રવાહીનું બલેન્સ જાળવી રાખે છે. આ સિવાય તેનાથી બીલીયરી સીક્રીસનમાંના કોલેસ્ટેરોલ નુ પ્રમાણ વધે છે અને પ્લાઝમા કોલેસ્ટેરોલ નુ પ્રમાણ ઘટે છે. તથા બીલીયરી એસીડ અને લીથોજેનીક નં પ્રમાણ સમતોલ રાખે છે. તે રક્તમાં આર્યન ની બાયોઅવાઈબીલીટીની ક્ષમતા ને વધારે છે, જેથી કરીને ફેરોટોનીક અનેમીયા થવાની શક્યતા ઘટી જાય છે. અને હાડકાનું ડીમીનરલાઈઝેશન થવામાં પણ તે ઘટાડો કરે છે.આ ઉપરાંત તે ઈરીવરશિબલ કાર્ડીઓમાયોપેથી માં પણ ફાયદાકારક છે. કારણ કે દુધમાં સીલેનીયમ વધુ હોય છે.
આજ સીલેનીયમ ડેન્ગ્યુના વાઇરસનં રેપ્લીકેશન થતું અટકાવે છે. શરીરની રોગ પ્રતિકારક ક્રિયા માટે ટી- કોષ અને ઈંટરલ્યુકિન આ બંને મહત્વ ના છે. તો સીલેનીયમ આ બંને તત્વો નુ શરીર માં ઉત્પાદન વધારે છે. અને ડેન્ગ્યું ના વાઇરસ થી રક્ષણ આપે છે. તેમ છતાં, હજુ આ વિષય ઉપર સંશોધનની જરૂરીયાત છે.
સ્ત્રોત: ડો જીગર પટેલ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020