অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ચારા વિકાસ

ગુજરાતમાં 12.35 લાખ હેકટર્ જમીન ખાદ્ય સામગ્રીના ખેત ઉત્પાદનો હેઠળ છે પરંતુ ઝડપથી વિકસતા ઔદ્યોગિક કરણ અને ઝડપથી વધતી વસ્તીના કારણે જમીનમાં ઘટાડો તેથી સરવાળે ખાદ્ય સામગ્રી ખેત ઉત્પાદનોના પાક હેઠળની જમીનમાં ઘટાડો જેનાથી ખાદ્ય સામગ્રીની ઉપલબ્ધિ ઘટે છે.
આ મુદ્દાઓને ધ્યાનમાં લેતા, ખાદ્ય સામગ્રીનોં પાકનું ઉત્પાદન વધારવા માટેનું એક માત્ર રસ્તો અત્યંત આધુનીક ટેકનીક દ્નારા ખાદ્ય સામગ્રીની વિવિધતાનો એકમદીઠ ઉત્પાદન વધારવાનો છે. ઉપલબ્ધ ખાદ્ય સામગ્રી (ચારો)ની બટર અને યોગ્ય ઉપયોગની પધ્ધતિ દ્વારા પણ આ હેતુ સિદ્ધ થઈ શકે છે આથી ચારાનું ઉત્પાદન વધારવા માટે ખેડૂતોને ચારાની વિવિધતાઓ વધારવા પ્રોત્સાહિત કરી શકાય છે. અને તેમને ચારાની બચતની પધ્ધતિઓ અને ખેતરોમાં નકામી રહેતી જમીનમાં વધારે ચારાનું ઉત્પાદન લઈ શકાય તે માટે પ્રોત્સાહિત કરી શકાય છે.
રાજ્યનું પશુપાલન ખાતુ ચારાના વિકાસ માટે વિવિધ યોજનાઓ ચલાવે છે જે નીચે મુજબ છે.

ઘાસચારાની લઘુ કીટની વહેચણી

  • બહોળા પ્રચાર અને ચારાના પાકોની સુધારેલી વિવિધતાના હેતુ સાથે, ચારાની લઘુ કીટની ખેડૂતોમાં વહેચણી થાય છે કે જે આ ખેડૂતોના આસપાસ આવેલા ખેડૂતોમાં પણ આ ગતિવિધીનુ પ્રદર્શન કરે છે.
  • આ કાર્યક્રમ હેઠળ પછાત જાતીના લાભાર્થીઓને પણ આવરી લેવાય છે.
  • ચાફકટર નો ઉપયોગ પ્રચલિત કરવો
  • અછતના સમય દરમિયાનની તીવ્ર જરુરીયાતન સમયે ચારાના ઉપયોગનો વૈજ્ઞાનિક રસ્તો ચાફકટર થી કરવાથી 30%નો બગાડ અટકે છે.
  • ખેડૂતો/પશુ પેદાશ ઉત્પાદકોને ચાફકટર ના ઉપયોગ દ્વારા ચારાનો વૈજ્ઞાનિક અને વધુ સારા ઉપયોગ માટે પ્રોત્સાહિત કરી શકાય છે અને ચાફકટર ના સાધનોની ખરીદી માટે સહાય પણ આપી શકાય છે.
  • આદીવાસી જાતીના લાભાર્થીઓ અને પછાત જાતિઓના લોકો તથા સામાન્ય લોકો પણ આવરી લેવાય છે. અમલ કરનારી સંસ્થાઓ જિલ્લા પંચાયત અને ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના છે.

ગ્રામ્ય ચારા ઉત્પાદન ફાર્મ ની સ્થાપના

લીલો ચારો વર્ષ દરમિયાન પશુ પેદાશ ઉત્પાદક, નાના ખેડૂતો, સામાન્ય ખેડૂતો, જમીન વીહોણા મજૂરો અને જરુરીયાત મંદ પશુ પેદાશ ઉત્પાદકોને યોગ્ય ભાવે સતત મળતો રહે તેવા ખ્યાલ સાથે પશુ પાલન ખાતાએ ચારા ઉત્પાદન ફાર્મ ની રચના કરી છે. આ ચારા ખેતરો દ્વારા પશુ પાલકના આસપાસના વિસ્તારોમાં પણ પ્રદર્શનનો હેતુ સિધ્ધ થાય છે. આની હકારાત્મક અસર ખેડૂતો પર ચારાની સુધરેલી વિવિધતાઓ અને તેની સ્વીકૃતી પર પડે છે. અત્યારે રાજ્યમાં વિવિધ જગ્યાએ 7 ગ્રામ્ય વિસ્તારના ચારા ઉત્પાદન કેન્દ્રોનું અસ્તિત્વ છે.

બીજ ઉત્પાદક કેન્દ્રની રચના

સામાન્ય પણે બધા જ ખેડૂતો લીલા ચારાનું ઉત્પાદન કરે છે અને ચારાના બીજનુ ઉત્પાદન નથી કરતા, કે જે સામાન્ય રીતે ચારાના બીજની ઉપલબ્ધિની અછત સર્જે છે. કેટલેક અંશે ચારા બીજની માંગ સંતોષાય છે. એવા ડિપાર્ટમેન્ટની રચના કરવામાં આવી છે રાજ્યાના વિવિધ વિસ્તારોમાં ચારા ઉત્પાદનની ગતિ વિધિ ને વેગ આપે.

હવે રાજ્યનું પશુપાલન ખાતુ ૨(બ) ચારાબીજ ઉત્પાદન કેન્દ્રો ચલાવે છે કે જે મોટા જામપુરા, જિલ્લો બનાસકાંઠા અને ભૂતવાડ જિલ્લો રાજકોટ ખાતે છે.

ગૌચર વિકાસની યોજના

ગુજરાતમાં વસ્તી વધારા અને ઝડપી ઔદ્યોગિકરણને કારણે કૃષિ હેઠળની જમીન, કુદરતી જમીન અને ખેડાણ સંકોચાતું જાય છે વધુમાં અનિયંત્રિત ખેતીના કારણે ગૌચર જમીને ફળદ્રુપતા ગુમાવી છે. પરિણામે ઓછી ગુણવત્તાવાળા અને ઓછા ઉપજાવ જમીનમાં દિવસે દિવસે ચારા બીજની તથા ચારાની ઉપલબ્ધિ ઘટતી જાય છે. ચારબીજ ઉત્પાદનની સુધારણા માટે ગૌચર જમીનના તૈયારી જરુરી છે. આ યોજના ગૌ શાળા, પાંજરા પોળ, પંચાયત, સહકારી મંડળી અથવા બિન સહકારી સંસ્થાઓ કે જેની પાસે સારી ગૌચર જમીન છે તેને રુ. 2 લાખ એકમ દીઠ ફાળવીને 25 હેકની જમીનનો ઉપયોગ કરી શકાય છે.

ગમાણ

લીલા અને સૂકા ચારાનો બગાડ જો ખૂલ્લામાં પડ્યો હોય તો વધે છે. તેથી એ બગાડ અટકાવવાં માટે ગમાણ જરુરી છે. તે બાંધકામવાળી અથવા લોખંડ કે સિમેન્ટ વડે રચેલી હોઈ શકે છે. છુટી લોખંડ કે સિમેન્ટ વડે રચાયેલી જગ્યાને કોઈપણ જગ્યાએ ખસેડી શકાય છે. અને પશુઓને ઘાસચારો ખવડાવવા માટે યોગ્ય વ્યવસ્થા મળી રહે છે. આ ગમાણ ચારાનો પાણીથી કે પશુઓના મળમૂત્રથી બગાડ અટકાવે છે. જરુરીયાત પ્રમાણે ત્રણ થી ચાર ફૂટની ગમાણ લાભાર્થીને વધુમાં વધુ રુ. 1000 અથવા વધુમાં વધુ 50% સબસીડી બંને માંથી જે ઓછુ હોય તે પ્રમાણે આપી શકાય છે. જે જિલ્લા પંચાયત અથવાઘનિષ્ઠ પશુ સુધારણા યોજના દ્વારા અમલમાં મૂકવામાં આવે છે.

સ્ત્રોત :ડેરી ફાર્મિંગ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/8/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate