অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ઘેટાં-બકરામાં પશુ વ્યવસ્થાપન

ઘેટાં-બકરામાં પશુ વ્યવસ્થાપન

ઘેટાં–બકરાં એ આદિકાળથી માનવજાત સાથે જોડાયેલ પ્રાણી છે. ખાસ કરીને બકરી એ સૌ પ્રથમ ખોરાકી ઉપયોગ અર્થે પાળવામાં આવેલ પ્રાણી છે એમ માનવામાં આવે છે. ભારતમાં  બકરાંની સંખ્યા દુનિયામાં સૌથી વધારે (૧૩.પ કરોડથી વધારે)છે. ઘેટાંની સંખ્યા પણ સારી એવી છે. ( ૬.પ કરોડથી વધારે)

ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને અન્ય પ્રદેશોના સૂકા અને અર્ધસૂકા વિસ્તારોમાં સારા એવા પ્રમાણમાં ઘેટા–બકરાં પાલન થાય છે. સામાન્ય રીતે ઘેટા–બકરાં પાલન માંસ માટે થાય છે. આ બન્ને સજીવોનું માંસ દરેક ધર્મના લોકોને સ્વીકાર્ય છે.  આ ઉપરાંત ઊન, ચામડુ અને ખાતર માટે તેનો સારો એવો ઉપયોગ થાય છે. ઘેટાં–બકરાં પાલન ગુજરાતમાં મુખ્યત્વે રબારી, ભરવાડ જ્ઞાતિઓ દ્રારા થાય છે, એકલ –દોકલ વિસ્તારમાવાલ્મિકી સમાજ પણ બકરાં પાલન સાથે સંકળાયેલ  જોવા મળે છે.  ખાસ કરીને જમીન વિહોણા ખેત–મજુરો  અને ગામડામાં ઘણાં કુટુંબો દૂધ માટે ઘર આંગણે બકરી પાળે છે. ઘણા વિસ્તારોમાં ઘેટાં–બકરાં  પાલન ખાસ કરીને બકરા પાલનને વ્યવસાયિક ધોરણે પણ અપનાવવાની શરૂઆત થઈ છે.

ગુજરાતમાં ૧૭ લાખથી વધારે ઘેટા અને પ૦ લાખથી વધારે બકરાંની સંખ્યા છે. રાજયમાં ઝાલાવાડી, સુરતી, મહેસાણી, ગોહિલવાડી અને કચ્છી ઓલાદની બકરીઓ તથા પાટણવાડી અને મારવાડી ઘેટાની ઓલાદો જોવા મળે છે. આ વ્યવસાયમાં આર્થિક બાબતોને ધ્યાને લઈ તેના વ્યવસ્થાપનમાં કેટલીક બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે.

ઓલાદની પસંદગીઃ

જે તે વિસ્તારને અનુરૂપ અને જે તે હેતુને અનુરૂપ કરવી જોઈએ. દૂધ માટે કે માંસ માટે કે ઉન અને માંસ માટે ઘેટાં–બકરાં પાલન કરવામાં આવે છે. એ મુજબ જે તે વિસ્તારને અનુકૂળ ઓલાદો પસંદ કરવી જોઈએ.

રહેઠાણ :

સામાન્ય સંજોગોમાં ઘેટા–બકરાં ને આધુનિક સગવડતાવાળા રહેઠાણની જરૂર પડતી. જે વરસાદ અને ઠંડીની પ્રતિકુળતામાં રક્ષણ આપે તથા ભક્ષક જાનવરોથી બચાવે એવુ પરંતુ ઓછામાં ઓછી જરૂરિયાત વાળુ રહેઠાણ આપવાથી તેની ઉત્પાદકતામાં વધારો કરી શકાય છે. સામાન્ય રીતે ઘેટાં–બકરાંના ટોળાને સારા વાતાવરણમાં વાડની અંદરની ખુલ્લા વાડામાં રાખવામાં આવે છે. જે બકરાં દૂધ ઉત્પાદન માટે હોય તેમના માટે વધારાના શેડ–વાડાની જરૂરિયાત રહે છે. ઘનિષ્ઠ પધ્ધતિમાં અલગ–અલગ વર્ગના ઘેટા–બકરાં માટે વાડ(ફેન્સ), અલગ–અલગ પેન/શેડ/ વાડા/ઘર, ડીપીંગ પેન બિમાર પશુઓ માટે અલગ ઘર, ઘરથી દૂર ખાતર–નિકાલની વ્યવસ્થા, જુદા–જુદા સાધનો અને વાસણો જરૂરિયાત મુજબ હોવા જોઈએ.

આવી જગ્યા ખુલ્લી, હવા–ઉજાસવાળી, કોરી–સૂકી, પાણીના –ભરાવાવગરની–રહિત અને સીધા પવનના મારથી બચાવે એવી હોવી જોઈએ. ઉત્તર–પશ્ચિમ તરફની દિશાવાળા વાડા ઠંડક જાળવે છે. આજુબાજુ વૃક્ષોની આડછ વાળા વાડા વધુ લાભદાયી છે.  જુદા–જુદા  વર્ગના ઘેટા–બકરાં માટે નીચે મુજબ જગ્યા આપવી સલાહ ભરેલી છે.

ઘેટા / બકરાનો પ્રકાર

ભોયતળિયાની જગ્યા

પુખ્ત નર ( રેમ/બક) સમૂહમાં

૧.૮ મીટર

વ્યકિત ગત ( નર માટે)

૩.૮ મીટર

બચ્ચા માટે

૦.૪ મીટર

ઘેટી/ બકરી માટે સમૂહમાં

૧.૦ મીટર

ઘેટી/બકરી ( વ્યકિતગત)

૧.ર મીટર

ઘેટી/બકરી બચ્ચા માટે સાથે

૧.પ મીટર

 

  1. ખોરાકનુ વ્યવસ્થાપન :સામાન્ય રીતે ઘેટાં–બકરાંને ચરિયાણ ઉપર નિભાવવામાં આવે છે. તેની લાંબી જીભ અને ઉપરના 'મોબાઈલ' હોઠની મદદથી બકરાં કુણી નાની–નાની ડાળીઓ જે બીજા પ્રાણીઓ નથી ખાઈ શકતા  તે સહેલાઈથી ચરી શકે છે. બકરાંને અનાજ વર્ગ કરતા કઠોળ વર્ગના ઘાસચારા વધારે ભાવે છે. અને શાકભાજીના વેલા–પાંદડા વધારે ખાય છે. ઉપવન, બાવળ, બોરડી,   પીંપળ, આમલી જેવી વનસ્પિતિઓ પણ સારી ખાય છે.  જયારે  ઘેટા તેના બે હોઠ બચ્ચેની ખાંચને કારણે જમીનથી નજીકનુ ઘાસ સહેલાઈથી ખાઈ શકે છે. તેને પૂરતો ઘાસચારો –ચરિયાણ મળી રહે એવી વ્યવસ્થા કરવી જોઈએ. અને તેના શરીરના નિભાવ,ઉત્પાદન તથા સગર્ભાવસ્થા દરમિયાન અલગ અલગ પરિસ્થિતિમાં જરૂરિયાત મુજબ ખોરાક આપવો જોઈએ. જરૂર પડે તો પૂરક આહાર–ખોરાક ચરિયાણ બાદ વાડામાં આપવો જોઈએ.
  2. બકરાંની ચયાપચયનો દર ગાય–ભેંસ કરતાં વધારે હોય છે. તેથી તેની નિભાવ માટેની જરૂરિયાત વધારે છે.  સામાન્ય રીતે ઘેટા્ર–બકરાંને તેના શરીરના વજનના ૪ થી ૪.પ % પ્રમાણે ખોરાકની જરૂર પડે છે. સગર્ભાવસ્થા દરમિયાન છેલ્લા બે માસ દરમિયાન વધારાનું ર૦૦ થી રપ૦ ગ્રામ દાણ મિશ્રણ આપવુ જોઈએ. જેમાં પાચ્ય પ્રોટીન પ–૬ % પાચ્ય પોષક તત્વો(૬૦ થી ૭૦%) હોય. ૮ થી ૧૦ ગ્રામ ખનીજક્ષાર મિશ્રણ આપવુ જોઈએ. તેવી જ રીતે દૂઝણી ઘેટીઓને પણ તેની વિયાણ પછીના શરૂઆતના ૩ થી ૪ અઠવાડિયા સુધી ''મેકસીમમ વોલન્ટરી ફીડ ઈનટેઈક'' – આપમેળે મહત્તમ ખોરાક ખાવાની સ્થિતિ આવી હોતી નથી. પરંતુ તેની ખોરાકી જરૂરિયાત સામાન્ય ઘેટીઓ કરતાં ૩ થી ૪ ગણી વધી જાય છે. તેથી આ સંજોગોમાં દૂઝણી ઘેટી–બકરીઓને પણ વધારાનું ૩૦૦ થી ૩પ૦ ગ્રામ દાણ મિશ્રણ બચ્ચુ ધાવતુ હોય ત્યાં સુધી આપવુ જોઈએ.
  • સંવર્ધન માટેના ઘેટાં–બકરાંને પણ સંવર્ધનૠતુ શરૂ થતાં પહેલાંથી જ શરીર ઉપર ચરબી ન જમા થાય  અને દુબળુ પણ ન રહે એ રીતે ચરિયાણની સ્થિતિ આધારે ર૦૦ થી ૪પ૦ ગ્રામ સમતોલ દાણ મિશ્રણ આપવુ જોઈએ.

રોગો સામે રક્ષણઃ

ઘેટાં–બકરાંમાં ખાસ કરીને આંત્રવિષ જવર (એન્ટ્રોટોકસીમીઆ), કાળિયો તાવ, ગળસૂંઢો, ન્યુમોનિયા, બાવલાનો સોજો, ચેપી ગર્ભપાત જેવા જીવાણુથી થતા રોગો તથા બ્લુટંગ, ચેપી એકથાઈમા, શિતળા, ખરવા–મોવાસા, પેસ્ટેડેસ પેટીટ્રસ રૂમીનન્ટસ જેવા વિષાણુજન્ય રોગો ખૂબ જોવા મળે છે અને કિટોસીસ જેવા રોગો પણ જોવા મળે છે. ઘેટાને  પરોપજીવીઓના ઘર–મ્યુઝિયમ તરીકે ઓળખવામાં આવે છે. આ બધાથી રક્ષણ માટે કે આવતા અટકાવવા માટે સ્વચ્છ, હવા–ઉજાસવાળા વાડા કે ઘર, પુરતુ ચરિયાણ, સમતોલ આહાર, સમયસરનું રસીકરણ, સમયસર જરૂર મુજબ  કૃમિનાશક દવાઓનો ઉપયોગ કરવો જરૂરી જ નહી પણ અનિવાર્ય છે. તંદુરસ્ત પશુ જ ગુણવતાસભર પુરતુ ઉત્પાદન આપી શકે અને આર્થિક રીતે પોષણક્ષમ બની શકે. તેથી રોગો સામે સમયસરનું  રક્ષણ ખૂબ જરૂરી છે.

  • ફાર્મના રેકર્ડની જાળવણી : ઘેટાં–બકરાં પાલનમાં રેકર્ડની જાળવણી કરવાથી ઉત્પાદન સબંધિત માહિતી, ઓલાદ સંધારણા, આર્થિક ઉપાર્જન, નફા–નુકશાનની ગણતરી, પશુ પસંદગી અને છટ્ટણી  વગેરેમાં ખૂબ જ સરળતા રહે છે. જેથીે ભવિષ્યમાં ખોટા ખર્ચાઓ અટકાવી શકાય છે. ઓલાદ સુધારણા કરી શકાય છે. રસીકરણ, ડીવર્મીગ જેવા કાર્યક્રમોમાં નિયમિતતા લાવી શકાય છે. ખાસ કરીને પશુઈતિહાસપોથી, જન્મ રજીસ્ટર, મૃત્યુ રજીસ્ટર, ઊન ઉત્પાદન રજીસ્ટર, દૂધ ઉત્પાદન રજીસ્ટર, બ્રીડીંગ રજીસ્ટર, વિયાણ રજીસ્ટર, રોલકોલ રજીસ્ટર વગેરે જેવા રજીસ્ટરની નિભાવણી કરવી હિતાવહ છે.
  • ઓળખ ચિન્હો આપવાઃ જેથી રેકર્ડ જાળવવા, સંવર્ધનમાં , ઉત્પાદનમાં, બિમારીમાં , ઘેટાં–બકરાં વ્યવસ્થાપન સરળતા રહે.  આ માટે કલર માર્કીગ , ટેગીંગ , ટેટુ, છુંદણા પધ્ધતિ કે વધુ આધુનિક પધ્ધતિઓનો ઉપયોગ કરી શકાય.
  • ખસીકરણ કરવુઃ જે સંવર્ધન માટે ઉપયોગી નથી અને વહેલી ઉંમરે નિકાલ નથી કર્યો તેવા નર ઘેટાં–બકરાનું ખસીકરણ  કરવું. જેથી બિનજરૂરી સંવર્ધન અટકાવી શકાય અને વ્યવસ્થાપનમાં સરળતા રહે.પાંચથી સાત અઠવાડિયાની ઉંમરે ખસીકરણ કરવુ જોઈએ.
  • પૂંછડી કાપવીઃ ભારતમાં ઘેટાં–બકરાંમાં સામાન્ય રીતે પૂંછડી કાપવાની પ્રથા નથી. છતાં પણ માખીઓના ઉપદ્રવથી બચવા , સંવર્ધનમાં સરળતા માટે પૂંછડી કાપી શકાય.
  • શીંગડા ડામવાઃ ઘેટાં–બકરાંમાં સામાન્ય રીતે શીંગડા ડામવાની પ્રથા નથી. છતાં પણ ઘેટાં–બકરાં એક સાથે રાખવામાં આવે છે ત્યારે બીજા નબળા પશુને મારે નહી કે ઈજા પહોંચાડે નહી તેની સાવચેતી રૂપે શીંગડા ડામવાની પ્રથા અમલમાં છે. જન્મબાદ અઠવાડિયાથી દસ દિવસમાં વૈજ્ઞાનિક પધ્ધતિથી શીંગડા ડામવા જોઈએ.
  • ખરીઓ કાપવીઃ ઘેટા–બકરાંમાં મુખ્યત્વે ચરિયાણ ઉપર જ નભાવવામાં આવે છે. દિવસનું કુલ ૮–૧૦ કિલોમીટરનું અંતર દરરોજ ચાલે છે.  તેથી ખરી કાપવાની જરૂરિયાત ઓછી રહે છે. છતાંય જો કોઈ ઘેટાં–બકરાંમાં ખરીઓ વધી હોય તેમાં નિયમિત કાપવી જોઈએ. જેથી પશુને ચાલવામાં તકલીફ ન પડે, લંગડાય નહી, પીડા ન થાય, સંવર્ધન માટેના નરમાં સંવર્ધન નો ઉપયોગ સમયે તકલીફ ન થાય.
  • ઊન કાતરવી કે વાળ ઉતારવા : ઘેટાં–બકરાંમાં નિયમિત રીતે વર્ષમાં બે વાર ઊન કાતરવી જોઈએ કે વાળ ઉતારવા જોઈએ.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate