অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ઘાસચારા પાકોની માહિતી

ઘાસસચારો પશુઆહારનું મુખ્ય ઘટક અને મોટો ભાગ છે.તેમાં પણ લીલા ઘાસચારાનું આગવું મહત્વ છે.શક્ય હોય ત્યાં સુધી દરેક પશુઓ  બારેમાસ લીલોચારો આપવો જ જાઈએ.આથી પશુઓ માટે જરૂરી વિટામીન્સ તથા ક્ષારો મળી રહે છ. વળી પુરતા પ્રમાણમાં તથા લીલો ચારો આપવાથી મોંઘા ખાણ દાણના ખર્ચમાંથી બચી  શકાય છે. પશુની ઉત્પાદન ક્ષમતા તથા કાર્યક્ષમતા જળવાઈ રહે છે.અને પશુઓનો નીભાવ ખર્ચ ધટાડી શકાય છે.

ધાસચારાને બે વિભાગમાં વહેચી  શકાય છે

ધાન્ય વર્ગનો ઘાસચારો

જેમાં જુવાર, બાજરી, મકાઈ, ઓટ, મકચરી , એન.બી.૨૧, કોઈમ્બતુ-૧  વિગેરેનો સમાવેશ થાય છે. આ ચારામાંષી કાર્બોદિત પદાર્થો પુરતા પ્રમાણ મળે છે. જે પશુઓનને શક્તિ પૂરી પાડે છે.

કઠોડ વર્ગના ઘાસસચારો

જેમાં રજકો, બરસીમ, ચોળા,વટાળા,ગુવાર, સુબાબુલ, દશરથ,ધાસ વિગેરેનો સમાવેશ થાય છે. આ ચારામાંથી પ્રોટીન પદાર્થો પુરતા પ્રમાણ મળે છે. પશુઓના શરીરના શરીરના ઘસારાને પહોચી વળે છે.
  1. ઘાસચારાનું દર હેકટર વધારેમાં વધારે ઉત્પાદન થતું હોવું જાઈએ.
  2. ઉચી અને નાજુક જાત હોવી જોઈએ.
  3. રોગપ્રતિકારક શક્તિ ધરાવતી હોવી જોઈએ.
  4. પાન તથા ડાળીઓમાં ડાળીઓ કરતા પાનનો જથ્થો વધુ હોવો જોઈએ. કારણ કે પાનમાં પોષકતત્વો વધારે હોય છે. તેમજ પચવામાં હલકા હોય છે.
  5. પ્રોટીનની ટકાવારી ઉચી  હોવી જોઈએ.
  6. બે કાપણી વચ્ચેનો સમય રહેતો હોવો જોઈએ.
  7. એક વખત વાવણી કર્યા બાદ તે વધુ સમય, વધુ જથ્થામાં ઉત્પાદન આપતી રહે તેવી જોઈએ. અને વધારે સંખ્યામાં વાઢ આપતી હોવી જોઈએ.
  8. સાંઠો મીઠી અને રસદાર હોવો જોઈએ.
  9. હાનીકારક્ર તત્વો જેવા કે હોઈડ્રોસાયનીક એસીડનું પ્રમાણ નહીવત અથવા ઓછામાં ઓછું હોવું જોઈએ. જેથી તેની ઝેરી અસર પથુઓમાં થાય નહી.
  10. જે તે વિસ્તારમાં સહેલાઈથી ઉગાડી શકાય તેવો હોવો જોઈએ.
  11. તેનું બિયારણ સહેલાઈથી મળી શકે તેવું ભેળ સેળ વગરનું અને સારી સ્ફુરણ શક્તિવાળું હોવું જોઈએ.

ઘાસચારાનું વધારે ઉત્પાદન મેળવવા ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ

  1. જમીન બરાબર તૈયાર કરતી.
  2. ભલામણ પ્રમાણે તેમજ પુરતુ ખાતર આપવું.
  3. ભલામણ પ્રમાણે બિયારણ કરવું.
  4. કઠોળ વર્ગના પાકોને રાયજોબીયમ કલ્ચરનો પટ આપવો.
  5. વધુ વાઢ આપતી જાતોના દરેક ભલામણ મુજબ પુરતું ખાતર અને પાણી આપવું, નહીતર ઉત્પાદન મળશે નહીં.
  6. ચોમાસામાં વધુ વાઢ આપતી જાતોને શિયાળા તથા ઉનાળામાં પિયતની જરૂર પડશે. જેતી પીયતની સગવડ જોઈને વાવેતર કરવું.
  7. ધાન્ય તથા કઠીળવર્ગના પાકોનું બી વાવેતર કરવાથી સારી ગુણવત્તાવાળો ચારો મળે છે.૭૫% ધાન્યવર્ગ અને ૨૫% ક્ઠોળવર્ગનું પ્રમાણ રાખવું. આ માટે જુવાર + ચોળા, જુવાર + ગુવાર, મકાઈ + ચોળા ,બાજરી+ગુવાર વિગેરેનું વાવેતર કરી શકાય છે.
  8. કાપણી યોગ્ય સમયે કરવી આ સમયે પાકમાં વધુમાં વધુ પોષક તત્વો હોય છે.

(૧)જુવાર

ફોડર એસ.૧૦૪૯ (સુઢિયા),સી.૧૦.૨,પીસી.૬,૯,૨૩,૪૦,હરિયાણાચરી ૧૩૬,એમપીચરી વગેરે.

વાવેતરનોં સમય

ઉનાળું : ફેબ્રુઆરી –માર્ચ  અથવા ચોમાસું : ૩ થી ૬

પીયત

ઉનાળું  : ૫ થી ૬ અથવા ચોમાસું : ૩ થી ૬

કાપણી

કુલ સંખ્યા ૧ થી ૨ પ્રથમ કાપણી વાવેતર પછી ૫૦% કુલ આવે ત્યારે  ૭૦ થી ૮૦ દિવસે ત્યાર પછીની કાપણી ૩૦ થી ૪૦ દિવસે.

લીલાચારાનું ઉત્પાદન

પ્રતિહેકટર ૪૦૦ થી ૫૦૦ કીવન્ટલ

(૨) જુવાર હાઈબ્રીડ

એકસ-૯૮૮(પાયોનીયર), જીકે.૯૯૯,એસએસજી-૧૦૦૦, એસએસજી-૭૮૮, જેએસ.૨ વિગેરે જાતો પ્રખ્યાત છે.

વાવેતરનો સમય

ઉનાળું : ફેબ્રુઆરી-માર્ચ  અથવા ચોમાસું : જુન-જુલાઈ

પીંયત

ઉનાળું : ૭ થી૮ અથવા ચોમાસું : ૪ થી ૫

કાપણી

કુલ સખ્યા ૩ થી ૫ પ્રથમ કાપણી વાવેતર પછી ૫૦% કુલ આવે ત્યારે ૪૫ થી ૫૦ દિવસે ત્યાર પછીની કાપણી ૩૦ થી ૪૦ દિવસે.

લીલાચારાનું ઉત્પાદન

પ્રતિહેકટર ૮૦૦ થી ૧૦૦૦ કવીન્ટલ

(૩) સ્વીટ, સુદાન

જુવાર અને સુદાન ધાસનું સંકરણ કરી પેદા કરવામાં આવેલ જુવારની જાત છે. એસએસજી-૫૯-૩, જી. કે.૭૭૭, એસએસજી-૮૮૮ વિગેરે જાતો પ્રખ્યાત છે.

વાવેતરનો સમય

ઉનાળું : કેબ્રુઆરીચ્-માર્ચ અથવા ચોમાસું : જુન-જુલાઈ

પીંયત

ઉનાળું: ૬ થી ૭ અથવા ચોમાસું : ૪ થી ૫

કાપણી

કુલ સંખ્યા ૩ થી ૫ પ્રથમ કાપણી વાવેતર પછી ૫૦% કુલ આવે ત્યારે ૪૫ થી ૫૭ દિવસે ત્યાર પછીની કાપણી ૩૦ થી ૪૦ દિવસે.

લીલાચારાનું ઉત્પાદન

પ્રતિહેકટર ૫૦૦ થી ૬૦૦ કવીન્ટલ

(૪) મકાઈ

આફ્રીકન ટોલ,કંપોઝીટ વિજય, વિકમ, કીસાન, ગંગા સફેદ-ર,૫,૭ તથા વાયગ્રેન વેલી, ગંગાપીંળી-પ, વિગેરે જાતો પ્રખ્યાત છે.

વાવેતરનો સમય

ઉનાળું : ફેબ્રુઆરી-માર્ચ અથવા ચોમાસું : જુન-ઓગસ્ટ

પીંયત

ઉનાળું: ૬ થી ૭ અથવા ચોમાસું: ૩ થી ૪

કાપણી

કુલ સંખ્યા ચમરી આવ્યા બાદ દુઘીપાદાણાની અવસ્થા સુધી

લીલાચારાનું ઉત્પાદન

પ્રતિહેકટરે ૪૦૦ થી ૫૦૦

(૫) રજાકા બાજરી

એલ.૭ર, ૭૪ કે.૬૭૪,૬૭૭ વિગેરે જાતો પ્રખ્યાત છે.

વાવેતરનો સમય

ઉનાળું : માર્ચ-એપ્રિલ અથવા ર્ચોમાસું : જુન-જુલાઈ

પીયત

૭ થી ૮ અથવા ચોમાસું :૩ થી ૪

કાપણી

કુલ સંખ્યા 3 થી ૪ પ્રથમ કાપણી વાવેતર પછી ૫૦ થી ૫૫ દિવસે ત્યાર પછીના કાપણી ૩૫ થી ૪૦ દિવસે.

લીલાચારાનું ઉત્પાદન

પ્રતિ હેકટરે ૪૦૦ થી ૫૦૦ કવીન્ટલ

(૬)હએબ્રીનેપીયર

(ગાજરાજ ઘાસ )

એન.બી.ર૧ ,ધારવાડ-ર,૪,૭ પુસાજાયન્ટ, કોઈમ્બતુર, પી અને ૫ વિગેરે જાતો પ્રખ્યાત છે,

વાવેતરનો સમય

ઉનાળું : ફેબ્રુઆરી-માર્ચ અથવા ચોમાસું : જુન-ઓગસ્ટ

પીયત

ઉનાળું: ૮ થી ૧0 અથવા ચોમાસું : ૬ ચી ૮

કાપણી

કુલ સંખ્યા ૭ થી ૮ પ્રથમ કાપણી વાવેતર પછી ૭૦ દિવસ ત્યાર પછીના કાપણી ૪૦ થી ૫૦ દિવસે.

લીલાચારાનું ઉત્પાદન

પ્રતિ હેક્ટર ૧૫૦૦ થી ૨૦૦૦ કવીન્ટલ

(૭)ચોળી

(ફક્ત ચોમાસું)

ઈ.સી.૪ર૧૬એફઓએસ.૧,રશીયનજાયન્ટ,એચ.એડ.સી-૪૨,જી.એફ.સી-૨,જી.એફ.સી-૩, જી.એફ.સી-૪, જી.એફ.સી-૧૦, બાયકીલ્ડ

વાવેતરનો સમય

ઉનાળું = જુન –જુલાઈ

પીયત

ઉનાળું : ૩ થી ૪

કાપણી

કુલ સંખ્યા ૧ થી ૨ પ્રથમ કાપણી કુલ અને સીંગ આવવાની થાય ત્યારે ૭૦ દિવસે ત્યાર પછીના ૪૦ થી ૫૦ દિવસે.

(૮) ગુવાર

એસ.એસ.-૨૭૭

વાવેતરનો સમય

ઉનાળું = જુન-ઓગસ્ટ

પીયત

૨ થી ૩

કાપણી

કુલ સંખ્યા ૧ સીંગ આવવાની થાય ત્યારે ૭૦ થી ૮૦ દિવસે.

લીલાચારાનું ઉત્પાદન

પ્રતિ હેકટરે ૨૫૦ થી ૩૦૦ કવીન્ટલ

શિયાળુ લીલાચારાના પાકો :- ઓક્ટોમ્બર થી જાન્યુઆરી

(૧) રજકો

સિરસા-૯,આણંદ-ર,કચ્છી વિગેરે જાતો પ્રખ્યાત છે.

વાવેતરનો સમય

ઑકટામ્બર થી નવેમ્બર

પીયત

૨૫ વી ૩૦

કાપણી

કુલ ૭ થી ૧૦ પ્રથમ કાપણી વાવેતર પછી ૫૫ થી ૬૦ દિવસે ત્યાર પછીના ૨૨થી૨૫ દિવસે…

લીલાચારાનું ઉત્પાદન

પ્રતિ હેક્ટરે ૧૦૦૦ મી ૧૨૦૦ કવીન્ટલ

(૨) ઓટ

કેન્ટઓટ, એચ.એફ.ઓ૧૧૪, આઈજીએફઆરઆઈ-૨૬૮૮ વિગેરે પ્રખ્યાત જાતો છે.

વાવેતરનો સમય

ઓક્ટોમ્બર થી નવેમ્બર

પીયત

૬ થી ૭

કાપણી

કુલ ૧ થી ૨ પ્રથમ કાપણી વાવેતર પછી ૬૦ થી ૭૦ દિવસે ફુલ આવ્યા પછીના ૪૦  થી ૫૦  દિવસે.

લીલાચારાનું ઉત્પાદન

પ્રતિ હેકટરે ૫૦૦ થી ૬૦૦ ક્વિન્ટલ

(૩)ગાજર

પુસાકેશર અને રંજાબ નં.૨૯ જેવી સુધારેલી જાતોનું વાવેતર કરવાથી હેકટરે ૨૫૦૦૦ મી ૩૦૦૦૦ કિલોગ્રામ કદનું ઉત્પાદન મળે અને વધારામાં પાનનો ચારો મળે છે.

(૪)સુર્યમુખી

બધીજ મોસમમાં ઓછા પાણીથી થતો ચારો તથા તેલીબિયાનો પાક છે.ઈસી-૬૮૪૧૪, ઇસી-૬૮૪૧૫ સનરાઈઝ પ્રખ્યાત જાતો છે. બહું ઝડપથી વધે છે. અને ૪૦ થી ૫૦ દિવસે પશુને  ખવડાવવા લાયક થાય છે. રશીયનજાયન્ટ નામની જાત વધુ અને પાતાળ પાન વધુ ડાળીઓ તથા નાના ફુલવાળી હોવાવી ચારા માટે વધુ ઉપયોગી છે. મોસમ પ્રમાણે જુવાર, મકાઈ, ચોળા, ગુવાર, સોયાબીન, વટાણા વિગેરે ભેળવીને વાવેતર કરવાથી વધુ સ્વાદિષ્ટ અને સમતોલ ચારો મેળવી શકાય છે.

(૫)જાપાની સરસવ

ખુબ જ ઝડપથી  વધતો  ચોમાસા અને  શિયાળાની મોસમની વચ્ચેના સમયમાં વાવી શકાય તેવો પાક છે. ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં વાવેતર કરવાથી ઑકટોમ્બર-ડીસેમ્બરમાં લીલોચારો મળી શકે છેઃરજકો,બારસીમ કે ઓટ સાથે વાવેતર કરવાથી પહેલા વાઢમાં વઘુ ઉત્પાદન મળે છે. જાપાજી સરસવ ડાઈપ-૯, ચાઈના કેબેજ, ભવાની વિગેરે મુખ્ય જાતો છે.હેકટર ૨૦૦૦૦ થી ૩૦૦૦૦ કિ.ગ્રા. કરતા પણ વધુ લીલાચારાનું ઉત્પાદન મળે છે. આ ચારો વધુ સ્વાદિસ્ટ હોવાથી પશુઓ વધુ ખાય તો આફરો ચઢવા સંભવ છે. આવી ઓટ મકાઈ , જુવાર કે વટાણાના ચારા

સાથે આપવો જોઈએ.

સ્ત્રોત : ડો જીગર પટેલ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate