ગુજરાત મા ઉતર ગુજરાતનો વિસ્તાર એટ્લે દુધાળા પશૂઓ ના પાલન તથા ડેરી વિકાશ નો વિસ્તાર .આ પ્રદેશ સુશ્ક અને અર્ધસુશ્ક વિસ્તાર ધરવતો હોવાથી પાક ઉત્પાદનની સરખામનીએ પશુપાલન નો વ્યવ્સાય વિશેષ પ્રમાણમા વિક્સેલ છે. તેમજ ખેડૂતો ને આદર્શ પશુપાલન ની માહીતિ ના હોવાથી તેઓ ને ખૂબજ નુકસાન થાય છે. અને મોટા ભાગના રોગો વિયાણ પછી તરત જ આવે છે. આથી ખેડુત ને સરુઆત નુ ખૂબજ સારુ દુધ ઉત્પાદન મળવુ જોઇએ એનુ મોટુ નુખસાન આવે છે. આવુ નુકસાનના આવે તે માટે નીચેના પગલા લેવા જોઇએ.
વિયાણ પછી પશુ ને દાણ અથવા કપાસિયા નો ખોળ અને લિલો તેમજ સુકો ઘાસચારો પુરતા પ્રમાણ મા આપવા જોઇએ. પુરતા પ્રમણ મા પાણી આપવુ જોઇએ . તેમજ તેની સાથે સવાર - સાંજ 50 મિલિ ગ્રામ કેલ્સિયમ આપવુ જોઇયે. જેથી સુવારોગ સામે રક્ષણ મળે છે. વિયાણ પછી મોટા ભાગના ખેડુતો મેલી જલ્દી પડી જાય એ માટે બાજરી ખવડાવે છે. પરતુ મેલી પડવા માટે બાજરી નો કોઇ ફાળો હોતો નથી. બાજરી ને બાફિ ને વધારે પ્રમાણ ખવાડવા થી પશુ ના પેટ મા રૂમીનલ એસિડોસિસ નામનો મેટાબોલિકા રોગ ને નોતરૂ આપે છે.
સૌથી પહેલા બચ્ચા ના કાન ફુકવા અને ત્યાર પછી બચ્ચા ને પાછળ ના પગે થી પકડી ને ઉંચુ કરવુ જેથી તેની સ્વાશ નળી મા રહેલુ પ્રવાહી બહાર નિકળી જાય અને તેનુ સ્વસન પ્રકરિયા ચાલુ થાય . પછી ગર્ભ નાળ ને સુતરાઉ દોરા વડે બાંધી ને જંતુરહિત સાધન વડે કાપવી જોઇએ. ત્યાર પછી બચ્ચા ને તેનિ માતા ના મો આગળ મુક્વુ જેથી તે બચ્ચાને ચાટી ને સાફ કરે તેથી બચ્ચા ના લોહિ નુ પરિભ્રમન જડપી થાય. વિયાણ પછી ૧ કલાક મા બચ્ચા ને તેના વજન ના ૧૦ મા ભાગનુ ખીરુ ધવડાવવુ જોઇએ.
-ડો.જીગર પટેલ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020