અપ્રચલિત આહારો મોટાભાગે ગામડાની સીમમાં, ખેતરમાં તેમજ રસ્તાની બાજુઓ પર ઉગેલા વૃક્ષો કે જંગલોમાં ઉગતા વૃક્ષોમાંથી મળતા હોય છે, પરંતુ તે અંગે કોઈ વિશેષ જાણકારી નહીં હોવાને કારણે તેનો ઉપયોગ થતો નથી. અત્રે આવા આહારોની ઉપલબ્ધતા, પોક્ષણ ગુણવત્તા તેમજ જુદા જુદા વર્ગના પશુઓમાં આહારમાં કેટલા પ્રમાણમાં વાપરી શકાય, તેની માહિતી આપેલ છે. અછતના સમય દરમ્યાન તેનો પશુઆહાર તરીકે ઉપયોગ કરી પશુઓને નિભાવી શકાય છે.
વરસાદ થયા પછી કુંવાડીયાના છોડ પડતર જમીનમાં તેમજ રસ્તાની બન્ને બાજુએ ઉગી નીકળે છે. પશુઓ આ લીલા છોડને ખાતા નથી પણ તેના બીજ પશુઓ ખાય છે. ગુજરાત રાજયમાં કુંવાડીયા બીજની વાર્ષિક ઉપલબ્ધતા લગભગ બે (ર) હજાર ટન જેટલી છે. પંચમહાલ, સાબરકાંઠા અને બનાસકાંઠા જીલ્લાના પશુપાલકો કુંવાડીયાના બીજને, મકાઈ તેમજ અન્ય દાણ સાથે બાફીને ખવડાવે છે. શરૂઆતમાં પશુઓ ન ખાય તો બીજા દાણ સાથે થોડા–થોડા ભેળવીને અવડાવવા જોઈએ. ટેવ પડયા પછી પશુઓ સહેલાઈથી ખાય છે. કુંવાડીયાના બીજામાં ૧૭ થી ૧૮% પ્રોટીન અને લગભગ ૧૪% જેટલું પાચ્ય પ્રોટીન હોય છે.
તેમાંથી ૬૭% જેટલા કુલ પાચ્ય પોષક ત્તવો મળે છે. આમ તે પ્રોટીન અને શકિતનો સારો સ્ત્રોત છે. તેમાં ક્રાયસોફેનીક એસીડ નામનું હાનિકારક ત્તવ હોય છે. પરંતુ કુંવાડીયાને બાફીને ખવડાવવાથી આ ત્તવ લગભગ ૪૦% જેટલું દૂર થઈ જાય છે. તેથી કુંવાડીયાને બાફીને ખવડાવવા હિતાવહ છે.
કુંવાડીયાના બીજ ઉછરતા વાછરડાના સુમિશ્રિત દાણમાં ૧૦% સુધી, બળદોના દાણ મિશ્રણમાં ૧પ% સુધી, તેમજ દૂધાળ ગાયોના દાણમાં ૧૦% સુધી કોઈપણ જાતની આઢઅસર વગર ઉપયોગમાં લઈ શકાય છે.
દેશી બાવળના વૃક્ષો સમગ્ર ભારતવર્ષમાં પુષ્કળ પ્રમાણમાં આવેલા છે. આ બાવળની શીંગો ઘેટાં–બકરાં તેમજ ગાયો–ભેંસો ચરતી ખાવાના ઉપયોગોમાં લે છે. પરડામાં સખત બીજ હોય છે. જે પચ્યા વગર નીકળી જાય છે. ગુજરાત રાજયમાં બાવળના પરડાની વાર્ષિક ઉપલબ્ધતા આશરે ૩ લાખ ટન જેટલી છે. જેમાંથી ર લાખ ટન જેટલા બાવળના બીજ મેળવી શકાય છે. પરડામાંથી બીજ જુદા કાઢી બીજમાંથી ચુની બનાવવામાં આવે છે. મધ્યપ્રદેશમાં બાવના બીજમાંથી તેલ અથવા ગુંદર કાઢી લીધા પછી જે ખોળ રહે છે તેને પશુઆહાર તરીકે પશુપાલકો વાપરે છે. અછતના સમયમાં બાવળના પરડા તેમજ બાવળના બીજની ચુનીનો પશુઆહાર તરીકે ઉપયોગ કરી કપરા સમયમાં પશુઓને નિભાવી શકાય છે. બાવળના પરડા તેમજ બીજની ચુની તેમાં આવતી એક ખાસ પ્રકારની વાસને કારણે શરૂઆતમાં પશુઓને તે ઓછા ભાવે છે. પરંતુ અન્ય ભાવે તેવા આહાર સાથે ભેળવીને ખવડાવવાથી ધીરે ધીરે પશુઓને તે ભાવે છે.
બાવળ બીવની ચુનીમાં ૧૮.૬% પ,્રોટીન, ૧૪% પાચ્ય પ્રોટીન અને પ૯% કુલ પાચ્ય પોષકતત્વો હોય છે. તેમાં ૩% જેટલું ટેનીન નામનું હાનિકારકતત્વ્ રહેલું છે જે આહારમાં પ્રોટીનની પાચ્યતા ઘટાડે છે, પરંતુ થોડી માત્રામાં ખવડાવવામાં આવે તો ટેનીન હાનિકારક અસર જણાતી નથી. ઉછરતા પશુઓના ખાણ મિશ્રણમાં ૩૦%, પુખ્ત વયના પશુઓના દાણ મિશ્રણમાં ૪પ% અને દૂધાળા પશુઓના દાણ મિશ્રણમાં ૩૦% સુધી બાવળના બીજની ચુનીનો કોઈપણ જાતની આડઅસર સિવાય ઉપયોગ કરી શકાય છે.
તે જ રીતે બાવળના પરડામાં ૧ર% પ્રોટીન, ૬% પાચ્ય પ્રોટીન અને પ૭%જેટલા કુલ પાચ્ય પોષક તત્વો રહેલા છે. બાવળના પરડાની ચુનીનો દુધાળ ગાયોના દાણ મિશ્રણમાં ૧પ% સુધી ઉપયોગ કરી શકાય છે. ઉછરતા વાછરડાઓના સુમિશ્રિત દાણમાં પણ તેનો ઉપયોગ કી શકાય છે. દેશી બાવળના પરડાની ચુની ખવડાવવાથી પશુઓ ઉપર તેની કોઈ આડઅસર થતી નથી અને પશુઓની તુંદુરસ્તી પણ જળવાય રહે છે.
રસ્તાની બાજુમાં રેઈન ટ્રીના વૃક્ષો આવેલા હોય છે. પરદેશી બાવળની શીંગોની જેમ આ શીંગોનો ગર પણ મીઠો હોય છે. તેથી આ શીંગો પશુઓને ભાવે છે. મહેસાણા જીલ્લામાં પશુપાલકો આ શીંગોનો અન્ય દાણ સાથે પશુઓને ખવડાવવામાં ઉપયોગ કરે છે. શીંગોને દળીને ખવડાવવી હિતાવહ છે જેથી તેમાંના બીજ સહેલાઈથી પચી શકે છે અને પશુઓને તેમાંથી પોષકતત્વો મળી રહે છે.
ગુજરાત રાજયના મહુડાના બીજ અંદાજે ૧પ,૦૦૦ ટનથી વધુ ઉપલબ્ધ થાય છે. તેમાંથી તેલ કાઢી લીધા પછી આશરે ૧૦,૦૦૦ ટનથી વધુ મહુડાનો ખોળ મળી રહે છે. મહુડાના ખોળનો ઉપયોગ ખાતર તેમજ ડીટરજન્ટ અને દવા બનાવવામાં પણ થાય છે.
એકસપેલર પધ્ધતિથી તેલ કાઢેલ મહુડા બીમાંથી મળતા ખોળમાં ર૦% પ્રોટીન, ૧ર.૭૦% તેલી પદાર્થો, ૮% પાચ્ય પ્રોટીન અને ૬૦% કુલ પાચ્ય પોષકતત્વો રહેલા છે. પરંતુ તેમાં ''મોવરીન'' નામનું હાનિકારકતત્વ રહેલું છે. તેનાથી ખોડનો સ્વાદ કડવો લાગે છે. જેથી પશુઓ તેને સહેલાઈથી ખાતા નથી. પરંતુ પશુઓના આહારમાં રોજ થોડા થોડા પ્રમાણમાં ભેળવીને અવડાવવામાં આવે તો પશુઓ સહેલાઈથી ખાય છે. પંચમહાલ જીલ્લાના આદિવાસી પશુપાલકોમાં તેમની દુધાળ ભેંસોને દૈનિક ૧ થી ૧.પ કિ.ગ્રા. મહુડા ખોળ અવડાવવાનો રિવાજ છે. ખાસ કરીને આ વિસ્તારની ભેંસો મહુડા ખોળ ખાવા માટે ટેવાઈ ગયેલ છે. ઉછરતા પશુઓના દાણ મિશ્રણમાં ર૦% પુખ્ત વયના પશુઓના નિભાવ માટેના દાણ મિશ્રણમાં પ૦% અને દુધાળ પશુઓના દાણ મિશ્રણમાં ર૦% સુધી મહુડા ખોળનો ઉપયોગ કોઈપણ જાતની આડઅસર વગર કરી શકાય છે.
તે જ રીતે મહુડાના વૃક્ષ પર ફેબ્રુઆરીથી એપ્રિલ માસ દરમિયાન ફુલ બેસે છે. તેનો ઉપયોગ પણ ખાસ કરીને અછતના સમયમાં પશુઆહાર તરીકે કરી શકાય છે. તે શકિતનો એક સારો સ્ત્રોત છે. પશુઓને મહુડાના ફુલ ભાવે પણ છે. પ્રકારના પશુઓના આહારના તેનો ઉપયોગ ર૦% સુધી કરી શકાય છે.
સુબાબુલના વૃક્ષો ગુજરાત તેમજ ભારતમાં પુષ્કળ પ્રમાણમાં ઉગાડવામાં આવી રહયા છે. આ વૃક્ષોના પાન લીલાચારા તરીકે તેમજ બીજ પશુઆહાર તરીકે વાપરી પશુઆહારની અછત નિવારી શકાય તેમ છે. ગુજરાત રાજયમાં સબાબુલના બીજ વાર્ષિક ૧૦,૦૦૦ ટન જેટલા પ્રાપ્ય છે. તેમાં અંદાજે ર૯% પ્રોટીન, ૧૯.૬% પ્રાચ્ય પ્રોટીન અને ૬૮.૪% કુલ પાચ્ય પોષકતત્વો હોય છ. આમ તે શકિત તેમજ પ્રોટીનનો સારો સ્ત્રોત છે. ઉછરતા તેમકજ પુખ્ત વયના પશુઓના દાણ મિશ્રણમાં ૩૦% અને દૂધાળ ગાયોના દાણ મિશ્રણમાં ૧પ% સુધી તેનો ઉપયોગ સલામત રીતે કરી શકાય છે. સુબાબુલ બછજામાં ''માયમોસીન'' નામનું નુકશાનકારક તત્વ રહેલું છે. તેથી ઉપર જણાવેલ માત્રામાં જ તેનો ઉપયોગ કરવો હિતાવહ છે. વધુ પડતો ઉપયોગ કરવાથી પશુઓના સ્વાસ્થ્ય, પ્રજનન તેમજ વૃધ્ધિદર પર ખૂબ જ માઠી અસર સંભવ છે. વધુમાં જયારે સુબાબુલના બીજનો દાણ મિશ્રણમાં ઉપયોગ કરવમાં આવે ત્યારે તકેદારી સ્વરૂપે થોડું વધારાનું લોહ તત્વ આયોડીનયુકત ક્ષાર મિશ્રણ તેમજ મેંદા, કુસકી અને ઘઉંના થુલા દ્વારા ફોસ્ફરસ પુરૂ પાડવું જરૂરી છે. તેજ રીતે સુબાબુલના લાલ પાનનો પણ ઘાસચારા તરીકે ઉપયોગ કરી શકાય છે. તે ખૂબ જ પૌષ્ટિક પણ છે. પરંતુ ઉપર જણાવ્યા પ્રમાણે તેમાં પણ ''માયમોસીન'' નામનું હાનિકારકતત્વ રહેલું હોવાથી, દિવસ દરમ્યાન પશુઓને આપવામાં આવતા લીલા ઘાસચારાના કુલ જથ્થાના ત્રીના ભાજથી વધુ ન આપવો જોઈએ. ઘેટા તેમજ ગાભણ પશુઓને વધુ પડતો સુબાબુલનો ચારો ખવડાવવાથી ઘેટમાં ઉન ખરવા માડે છે અને ગાભણ પશુઓ ભરવાઈ જવાની શકયતા પણ રહેલી છે. તેથી તેનો ઉપયોગ કરતી વખતે સાવચેતી રાખવી ખાસ જરૂરી છે. દાણ મિશ્રણમાં બીજને દળીને વાપરવા જોઈએ.
કચ્છવિસ્તારમાં પીલુડીના વૃક્ષો ખૂબ જ પ્રમાણમાં આવેલા છે. પીલુડાના ફળમાંથી તેલ કાઢી તેનો ઉપયોગ સાબુ બનાવવા થાય છે અને તેમાંથી મળતો ખોળ પશુઆહાર તરીકે વપરાય છે. પીલુડીના બીજને ભરડીને તેનો ઉપયોગ પશુુઆહાર તરીકે કરી શકાય છે. પીલુડીના ખોળમાં ર૪% પ્રોટીન, ૧૧.પ૦% પાચ્ય પ્રોટીન, પ૪% કુલ પાચ્ય પોષક તત્વો અને ૩.૭૦% જેટલુ કેલ્શીયમ રહેલા છે. આમ તે પ્રોટીન, શકિત તેમજ કેલ્શિયમ સાથે સારો સ્ત્રોત છે. પરંતુ તેમાં ઓકઝલેટ નામનું હાનિકારકતત્વ રહેલુ છે જે આહારમાં રહેલા કેલ્શિયમ સાથે જોડાઈને કેલ્શિયમનું પશુ શરીરમાં ઘટાડી તેની ઉણપ વર્તાવે છે તેથી પીલુઢી ખોળની સાથે સાથે કેલિશયમયુકત કઠોળવર્ગના આહાર અથવા તો ક્ષારમિશ્રણ આપવું જરૂરી છે. પીલુડીના ફળ, બીજ તેમજ ખોળનો પશુઆહામર તરીકે ઉપયોગ અછતની પરિસ્થિતિમાં રાહતરૂપ બને રહે તેમ છે.
વાંસદા, ધરમપુર વગેરે વિસ્તારોના જંગલમાંથી મઠડો બીજ ઘણા પ્રમાપમાં મળી રહે તેમ છે. જેનો પશુઓના આહાર તરીકે ઉપયોગ કરી શકાય છે. તેમાં ૩૩% પ્રોટીન અને ૧પ% જેટલા તૈલી પદાર્થો રહેલા છે. તે ર૬%પાચ્ય પ્રોટીન અને ૭૦% જેટલા કુલ પાચ્ય પોષકતત્વો ધરાવે છે. આમ તે પ્રોટીન અને શકિતનો સારો સ્ત્રોત છે.
આમલીના બીજ (કચુકા) માં ૩૦ થી ૪પ% ભાગ તેના ઉપર રહેલાં છોડનો હોય છે. જયારે પપ થી ૭૦% ભાગ તેની અંદર રહેલા ગર (મીંજ) નો હોય છે. તેમાં લગભગ ૧૪% પ્રોટીન અને ૬૦% કુલ પાચ્ય પોષકતત્વો રહેલા છે. પશુઆહારમાં તેનો ઉપયોગ ર૦ થી રપ% સુધી દાણ મિશ્રણમાં કરી શકાયછે. આમલીના બીજ સખત હોવાને કારણે તેનો ઉપયોગ દળીને કરવો જોઈએ. નહીં તો બીજ આખાને આખા છાણ દ્વારા નીકળી જાય છે અને પચતા નથી.
દેશમાં પ્રતિ વર્ષ રપ હજાર ટન જેટલા કરંજ બીજ પ્રાપ્ય છે. તેમાંથી તેલ કાઢી લીધા બાદ રહેલા ખોળનો પશુઆહાર તરીકે ઉપયોગ કરી શકાય છે તેમાં ૩પ% પ્રોટીન અને ૬ર% કુલ પાચ્ય પોષકતતવો હોય છે. આમ તે પ્રોટીન અને શકિતનો સારો સ્ત્રોત છે. પરંતુ તેમાં રહેલા ''કરંજીન'' નામના નુકશાનકારક તત્વને કારણે તેનો વધુ પડતો ઉપયોગ હિતાવહ નથી. પશુઆહારમાં રપ% સુધી તેનો ઉપયોગ પશુઓ પર કોઈપણ જાતની આડઅસર વગર કરી શકાય તેમ છે.
આ ઉપરાંત અન્ય ઘણા બધા અપ્રચલિત આહારો છે કે જેમનો પશુઆહાર તરીકે ઉપયગ પશુઓના નિભાવ માટે કરી શકાય તેમ છ. જેવા કે શેવરીના બીજ, સમડીની શીંગો, ભીંડાના બીજ, લીંબોળી ખોળ,પ કાલીંગડાના બીજ, શણ બીજ, બીજડા ખોળ વગેરે આ અપ્રચલિત આહારોની વિવેકપૂર્ણ ઉપયોગ અન્ય આહારો સાથે કરીને પશુઓ માટે પોષણક્ષમ આહાર તૈયાર કરી શકાય છે.
તાડના નર વૃક્ષોને વર્ષમાં બે વાર, સપ્ટેમ્બર અને જાન્યુઆરીમાં .ુલ બેસે છ. જેને સ્પેડીકસ કહે છે. આ નર પુષ્પો પશુઓને ખવડાવવા માટે વાપરી શકાય છે. તેને સુકવવામાં આવતા તે ખૂબ જ સખત બની જાય છે. આવ સંજોગોમાં તેને ભરડને અંખવડાવવા જોઈએ. તેમાં ૭% પ્રોટીન અને ૪૦% જેટલા કુલ પાચ્ય પોષકતત્વો હોય છે. તે ભાવે તેવા ન હોઈ તેને ભરડીને અન્ય દાણ મિશ્રણમાં મેળવીને ધીરે ધીરે અવડાવવાથી પશુઓ ટેવાઈ જાય છે, ત્યારબાદ તે સહેલાઈથી ખાય છે.
સમડીની શીંગોમાં પ્રોટીનનું પ્રમાણ લગભગ ૧૮% જેટલું હોય છે અને પ૦% જેટલા કાર્બોદિત પદાર્થો હોય છે. આમ તે પ્રોટીન અને શકિતનો સારો સ્ત્રોત છે. વડોદરા જીલ્લાના પશુપાલકો સમડીની શીંગોનો પશુઆહાર તરીકે ઉપયોગ કરે છે. અછતના સમયમાં પણ આ શીંગોનો પશુઆહારમાં કોઈપણ જાતની આડઅસર સિવાય ઉપયોગ કરી શકાય છે.
રબ્બર બીજ ખોળની ઉપલબ્ધતા આશરે ૧૭ હજાર ટન પ્રતિ વર્ષ છે. તેમાં ૧૮.૬% પાચ્ય પ્રોટીન અને ૬૦% કુલ પાચ્ય પોષકતત્વો હોય છે. પુખ્ત વયના તેમજ દૂધાળ પશુઓના દાણ મિશ્રણમાં તેનો ઉપયોગ રપ થી ૩૦% સુધી કરી શકાય છે. અછતના સમયમાં તેનો પશુઆહાર તરીકે ઉપયોગ જાનવરોના bhavi માટે કરી શકાય તેમ છે.
તેનું બીજું નામ ઈકકડ છે. તેમાં પ્રોટીનનું પ્રમાણ લગભગ ૩૩% છે. કઠોળ વર્ગની ચુનીની જગ્યાએ તેનો ઉપયોગ કરી શકાય છે. પંચમહાલ જીલ્લામાં પશુપાલકો તેનો ઉપયોગ પશુઓના આહારમાં કરે જ છે. દાણા (બીજ) ભરડીને આવતા જોઈએ, જેથી તે સહેલાઈથી પચી શકે, નહીં તો આખાને આખા દાણા છાણમાં નીકળી જવા સંભવ છે. અછતના સમયમાં પશુઓના નિભાવ માટે તેનો પશુઆહાર તરીકે ઉપયોગ કરી શકાય છે.
ખેતી આધારીત આડપેદાશોને ફેંકી ન દેતા પશુઆહારમાં ઉપયોગ કરી શકાય છે.
કેરીમાંથી તેનો રસ કાઢી વેચવાના ઉદ્યોગોની આડપેદાશ તરીકે કેરીની ગોટલી મળે છે. ગુજરાતમાં તેની ઉપલબ્ધતા આશરે ર૦ (વીશ) હજાર ટન પ્રતિવર્ષ છે. જયારે દેશમાં વાર્ષિક ૧૦ લાખ ટન કેરીની ગોટલી પ્રાપ્ય થાય છ.ે પશુઓને તે ખૂબ જ ભાવે છે. તેમાં કાર્બોદિત પદાર્થોનું પ્રમાણ વધુ હોવાથી તે શકિતદાયક સ્ત્રોત છે. તેમાંથી લગભગ ૭૪% કુલ પાચ્ય પોષકતત્વો મળે છે. તેમાં ૬% પ્રોટીન હોય છે. પરંતુ પાચ્ય પ્રોટીન ફકત ૧.ર% જેટલું જ હોય છે. તેમાં ''ટેનીન'' નામના હાનિકારક તતવનું પ્રમાણ વધુ (પ.૩૬%) હોઈ પશુઆહારમાં તેનો વધુ પડતો ઉપયોગ વૃધ્ધિદર તેમજ સ્વાસ્થ્ય પર પ્રતિકુૂળ અસર કરે છે. તેથી તેનો સલામત માત્રામાં ઉપયોગ કરવો આવશ્યક છે. ઉછરતાં વાછરડાં, પુખ્ત પશુઓ, દૂધાળ ગાયો તેમજ મરઘાના આહારમાં તેનો ઉપયોગ અનુક્રમે ર૦, ૪૦, ૧૦ અને ૧પ% સુધી કોઈપણ જાતની આડ અસર સિવાય કરી શકાય છે. તેની ઉપલબ્ધતા જોવા અછતના સમયમાં તેનો ઉપયોગ પશુઆહાર તરીકે પશુઓના ભિાવ માટે કરી શકાય તેમ છે.
ટામેટામાંથી રસ કાઢી લીધા બાદ તેની ઉપરની છાલ તથા બીજ રહે છે. ટામેટામાંથી સોંસ તેમજ કેચઅપ બનાવતી ઉદ્યોગની આડપેદાશ છે. તેને સુકવીને તેમજ દળીને પહુઆર તરીકે વાપરવામાં આવે છે. ગુજરાતમાં તેની ઉપલબ્ધી ર૦ ટન પ્રતિવર્ષે છે. ટામેટાના કૂચામાં ર૦ થી રર% પ્રોટીન, ૧૮% તેલી પદાર્થો હોય છે. દૂધાળ ગાયોના આહારમાં ૧૬% સુધી અને પુખ્ત વયના પશુઓના નિભાવ માટે દાણ મિશ્રણમાં પ૦% સુધી તેનો ઉપયોગ કોઈપણ જાતની આડઅસર વગર કરી શકાય છે.
પેટ્રો પ્રોટીન એ રીફાયનરી ઉદ્યોગમાં કચરા તરીકે મળતા પેટ્રોલિયમ હાઈડ્રોકાર્બન પર ઉછરતા એક કોષિય જીવો જેવા કે આલ્વી, યૂગ, યીસ્ટ, બેકટેરીયા દ્વારા આથવણ (કીજ્ઞવન)ની પ્રક્રિયાથી મળતો પ્રોટીનનો સ્ત્રોત છે. તે ગંધરહિત, આછા પીળા રંગના, બારીક પાવડરના સ્વરૂપમાં મળે છે. તેમાં લગભગ પ૦% પ્રોટીન અને ૧૧.૩% તૈલી પદાર્થો રહેલા છે. આમ તે પ્રોટીનનો સારો સ્ત્રોત છે. તેમાં ફોસ્ફરસનું પ્રમાણ પણ સારૂ એવું છે. રેષાવાળા તત્વોનહિંતવ છે. ઉછરતા વાછરડાના દાણ મિશ્રણમાં ર૦% ત.મ જ કામ કરતા બળદોના અથવા તો પુખ્ત પશુઓના નિભાવ માટેના દાણમાં ૩૦% સુધી ખવડાવી શકાય છે. દૂધાળ પશુઓના આહારમાં ઉપયોગ કરવાથી દૂધની ગુણવત્તામાં કોઈ ફરક જણાયો ન હતો.
ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને મહેસાણા જીલ્લામાં ઈસબગુલની ખેતી વધારે થાય છે. તેની ફોતરીનો ઉપયોગ કબજીયાતની દવા માટે થાય છે. ઈસબગુલમાંથી ઈસબગુલ ગોલા તથા લાલી આડપેદાશ રૂપે મળે છે. ઈસબગુલ ગોલામાં ૧૮% પ્રોટીન અને ૭.૬% તૈલી પદાર્થો હોય છે. આમ ઈસબગુલ ગૌલા તથા લાલીમાં પ્રોટીન તેમજ તૈલી પદાર્થોનું પ્રમાણ સારૂ એવું હોય તેનો ઉપયોગ પશુઆહાર તરીકે કરી શકાય છે. મહેસાણા અને સાબરકાંઠા જીલ્લાના પશુપાલકો ઈસબગુલ ગોલા તેમજ લાલીનો ઉપયોગ પશુઆહાર તરીકે કરે જ છે. લાલી તથા ગોલાનો પશુઆહાર તરીકે ઉપયોગ અનુક્રમે રપ અને પ૦% સુધી દાણ મિશ્રણમાં કરી શકાય.
મકાઈમાંથી સ્ટાર્ચ બનાવતાં ઉદ્યોગની તે આડપેદાશ છે. તે ઘટૃ ઘેરા બદામી રંગના પ્રવાહી સ્વરૂપમાં મળે છે. તેમાં પાણી પ૦% જેટલા પંમાણમાં હોય છે. સુધી માત્રામાં પ્રોટીનનું પ્રમાણ પર%, ૩૯% પાચ્ય પ્રોટીન અને ૭પ% કુલ પાચ્ય પોષકતતવો મળે છે. તેમાં પાણીના વધારે પ્રમાણ (પ૦%)ને કારણે તેનો સંગ્રહ કરવા ખાસ વ્યવસ્થા કરવી પડે છે. વળી તેનો આમ્લતા આંક (પી.એચ.) પણ નીચો (૪ થી પ) હોઈ પશુઆહારમાં વધુ પડતો ઉપયોગ કરવામાં આવે તો વાગોળતા પશુઓના પ્રથમ જઠરમાં રહેલા પાચન માટે જરૂરી એવા સૂક્ષ્મ જીવાણુ પર અવળી અસર થાય છે. તેથી તેનો વધુ પડતો ઉપયોગ હિતાવહ નથી. વાગોળતા પશુઓના દાણ મિશ્રણમાં તેનો ઉપયગ ૧૦ થી ૧પ% સુધી કરી શકાય છે.
જયારે મકાઈ મોંઘી હોય કે મળતી ન હોય ત્યારે જુવારમાંથી પણ સ્ટાર્ચ બનાવવામાં આવે છે. જુવારમાંથી સ્ટાર્ચ બનાવવામાના ઉદ્યોગની આડપેદાશ રૂપે ગ્લેટેન મળે છે. તે જ રીતે જુવારમાંથી મળતી બીજી આડપેદાશ જુવાર ખોળ છે. આ બંને પશુઆહાર તરીકે ખાસ કરીને અછતના સમયમાં ઉપયોગ કરી શકાય તેમ છે. જુવાર ગ્લેટનમાં ૩૯% કેલ્શિયમ હોય છે. જયારે જુવાર ખોળમાં ૯.૯૪% પ્રોટીન, ૬.૮૩% તૈલી પદાર્થો, ૧ર.૦ર% રેસાવાળા પદાર્થો, ૬૯.પ૦% કાર્બોદિત પદાર્થો, ૦.૧૪% ફોસ્ફર અને ૦.પ૩% કેલ્શિયમ હોય છે. પરંતુ જુવાર ખોળમાં ''ટેનીન'' નામનું હાનિકારકતત્વ ર.૮૮% જેટલું હોય છે. વળી તેમાં પાચ્ય પ્રોટીન પણ ઘણું ઓછું એટલે કે ૧.પ% જેટલું જ છે. પરંતુ કુલ પાચ્ય પોષકતત્વોનું પ્રમાણ ૬૭% જેટલું હોઈ તે શકિતનો સારો સ્ત્રોત છે. જયારે જુવાર ગ્લુટેનમાં ૧૬% પાચ્ય પ્રોટીન અને ૬પ% કુલ પાચ્ય પોષકતત્વો રહેલા હોઈ, તે પ્રોટીન અને શકિત બંનેનો સારો સ્ત્રોત છે. પશુઆહાર તરીકે બંનેનો ઉપયોગ કરી શકાય તેમ છે. વળી મકાઈ ખોળ અને મકાઈ ગ્લુટેન કરતાં બંને સસ્તા પણ છે. પરંતુ જુવાર ખોળ પશુઓને ભાવે તેવો ન હોઈ અન્ય પ્રચલિત દાણ મિશ્રણમાં સાથે મેળવીને ખવડાવવો જોઈએ.
ગોળની રસી (મોલાસીસ) હાલમાં મળતા દાણમાં સસ્તામાં સસ્તી વસ્તુ છે. તે ઉપરાંત તેના ઘણા ફાયદા છે. જેમ કે ન ભાવતા પશુઆહારો મોલાસીસ ચેળવીને ખવડાવવાાં આવે તો પશુઓને ભાવે છે. કડબ/પરાળ કે જે પશુઓને ઓછું પસંદ છે તેના પર જો મોલાસીસનો છંટકાવ કરવામાં આવે તો તેનો બગાડ અટકે છે. (અદગાટ ઓછો કરે છે). વધારે ઝીણા દળેલા દાણમાં પણ જો મોલાસીસ ભેળવામાં આવે તો ટીકડી બનાવવામાં પણ મોલાસીસ મદદરૂપ થાય તેમ છે. અછતના સાયમાં સંપૂર્ણ પશુઆહારના ચોસલા બનાવવા શકય ન હોય ત્યાં મોલાસીસ ભેળવીને લાડુ પણ બનાવી શકાય તેમ છે.
મોલાસીસમ અંદાજે રપ% પાણી, ૩૦ થી ૪૦% ગ્લુકોઝ, ૧ થી પ% મેંદાવાળા પદાર્થો, ર થી પ% નત્રિલ પદાર્થો હોય છે. તેમાં ૬૦% કુલ પાચ્ય પોષકતત્વો હોય છે. આમ તે તુરંત મળતી શકિતનો સારો સ્ત્રોત છે. પરંતુ તેમાં ક્ષારોનું પ્રમાણ ઘણું વધારે હોઈ મોલાસીસનું વધારે પ્રમાણ રેચક છે. વળી વધારે પ્રમાણમાં આપવાથી ઘાસચારા અને અન્ય આહારોની પાચ્યતા ઘટે છે. તેથી કોઈપણ પ્રકારના પશુઓના આહારમાં મોલાસીસનો ઉપયોગ ૧૦% સુધી કરવો હિતાવહ છે.
વર્ષે દેશમાં લગભગ પાંચ લાખ ટન જેટલા પ્રમાણમાં ઉપલબ્ધ છે. તેમાંથી તેલ કાઢવામાં આવે છે, જેનો ઉપયોગ ઉદ્યોગોમાં થાય છે. તેની આઢપેદાશ રૂપે તેલરહિત સાલ બીજ ખોળ (સાલ બીજ ભરડો) મળે છે. તેમાં ૮.૬૦% પ્રોટીન, ર.પ% તૈલી પદાર્થો, ૮પ% જેટલા કાર્બોદિત પદાર્થ રહેલા છે. તેમાંથી પ૮% કુલ પાચ્ય પોષકતત્વો મળે છ. વળી તેમાં ''ટીનીન'' નામનું હાનિકારકતત્વ ૮% જેટલું હોય છે, જે પ્રોટીનની પાચ્યતા ઘટાડે છે અને તેથી તેમાંથી પાચ્ય પ્રોટીન મળતું નથી. ત.થી સાલ બીજ ખોળને વધારે પ્રમાણમાં ખવડાવવાો હિતાવહ નથી. જો કે પાણીમાં પલાળવાથી લગભગ ૬૦% જેટલું ટેનીન દૂર થાય છે. દૂધાળ ગાયોના દાણ મિશ્રણમાં ૧૦% સુધી અને પુખ્ત વયના પશુઓના નિભાવ માટે પ૦% સુધી સાલ બીજ ખોળનો ઉપયોગ કોઈપણ જાતની આડ અસર વગર કરી શકાય છે.
ટોપીઓકા (એક પ્રકારનું કંદમૂળ)માંથી સાબુદાણા બનાવવાના ઉદ્યોગની તે આડ પેદાશ છે. દેશમાં તે વર્ષે ૬પ હજાર ટન જેટલા પ્રમાણમાં ઉપલબ્ધ છે. ખાસ કરીને દક્ષિણ ભારતમાં આ ઉદ્યોગ દૂબ વિકસ્યો છે. હવે તો ગુજરાતમાં પણ ટોપીઓકાની ખેતી થવા માંડી છે. ટોપીઓકા સ્ટાર્ચ વેસ્ટમાં પ% પ્રોટીન, ૧.૦% તૈલી પદાર્થો અને ૭૦% જેટલા કર્બોદિત પદાર્થો છે. તેમાંથી ર% પાચ્ય પ્રોટીન અને ૬૪% કુલ પાચ્ય પોષકતત્વો મળે છ. આમ તે શકિતનો સારો સ્ત્રોત છે. પરંતુ તેમાં હાઈડ્રોસાયનીક એસિડ નામનું (મેણો ચઢે તેવું )હાનિકારકતત્વ રહેલું છે. જે ખૂબ નુકશાનકારક અને જીવલેણ હોઈ ટોપીઓકા સ્ટાર્ચ વેસ્ટનો પશુઆહાર તરીકે ઉપયો કરતાં પહેલાં તેમાં હાઈડ્રોસાયનીક એસિડનું પ્રમાણ કેટલું છે તે જાણવું જરૂરી છે. ત્યારબાદ જ પશુચિકિત્સાઅધિકારી કે પશુપોષણ તજજ્ઞતા માર્ગદર્શન પ્રમાણે પશુઓને ખવડાવવા હિતાવહ છે.
ખેતી આઢપેદાશોનો ઉપયોગ પશુઆહાર તરીકે કરી શકાય છે. આવી કેટલીક આડપેદાશોની માહિતી અત્રે પ્રસ્તુત છે. આ ઉપરાંત પણ પ્રાદેશિક કક્ષાએ મળતી અન્ય આડપેદાશોનો ઉપયોગ પણ થઈ શકે.
ખેતીની આડપેદાશો રૂ૧પે મુખ્યત્વે પરા, કડબ અને ગોતરનો ઉપયોગ થાય છે. આમ તો કડબ અને ગોતરનો ઉપયોગ પશુઆહાર તરીકે થાય જ છે. છતાં પણ ઘણી જગ્યાએ ઘઉંનું પરાળ ખેતરમાં જ બાળી નાખવામાં આવે છે. પરંતુ તેને બાળી ન નાખતાં તેનો પશુઆહાર તરીકે ઉપયોગ કરી શકાય. પશુઓ ખાતા ન હોય તો ગોળ–મીંઠાનું પાણી છાંટવાથી સહેલાઈથી ખાશે. ઘઉં કવર ખવડાવવાથી પશુઓના સ્વાસ્ચ્ય તેમજ પ્રજનન પર કોઈ ખરાબ અસર થતી નથી. વળી યુરિયા પ્રકિયા દ્વારા પરાળની પોષક ગુણવત્તા તેમજ પાચ્યતામાં વધારો પણ કરી શકાય છે. આમ મકાઈ, બાજરી, જુવાર, ઘઉં ડાંગર વગેરે ધાન્ય વર્ગના પાકોનું પરાળ/કડબ પશુઆહાર તરીકે વાપરી શકાય. તેજ રીતે કઠોળ વર્ગના પાકીન આઢપેદાશ તરીકે ગોતર મળે છે. તેનો પશુઆહાર તરીકે ઉપયોગ થાય જ છે પરંતુ પરાળની પાચ્યતા પણ વધવાથી પશુઓને પોષકતત્વો પણ વધારે મળશે. પરાળમાં પ્રોટીનનું પ્રમાણ ઓછું લગભગ ૩ થી ૪% જેટલું હોય છે. જયારે ગોતરમાં પ્રોટીન લગભગ ૯ થી ૧૧% જેટલું અને કેલ્શિયમ ૧.૦૦ થી ર.પ૦% જેટલું હોય છ. તેથી વિવિધ ગોતર જેવા કે મગફળી, મગ, ચણા, વાલ, ગુવાર, અડદ, તુવેર વગેરેનો પશુઆહાર તરીકે ઉપયોગ કરી શકાય છે.
ચમરીમાં પ.૬૩% પ્રોટીન હોય છે, પરંતુ તેમાં ''ઓકઝેલેટ'' નામના હાનિકારકતત્વનું પ્રમાણ વધારે હોય છે, જે પશુઓમાં કેલ્શિયમની .ણપ વર્તાવે છે. તેથી ચમરી વધુ પડતી ન ખવડાવવી જોઈએ. તેમાંથી ર.૩ પાચ્ય પ્રોટીન અને ૪૮.પ% કુલ પાચ્ય પોષકતત્વો મળે છે.
શેરડીના કૂચાનો સામાન્ય રીતે ખાંડના કારખાનામાં બળતણ તરીકે ઉપયોગ થાય છે. તેનો પશુઆહાર તરીકે પણ ઉપયોગ થઈ શકે છે. શેરડીના કૂચા (પ૦ થી ૬૦%), ખોળ કે કુસકી (૧ર થી ૧૭%), મોલાસીસ (રપ થી ૩૦%), યુરિયા (૧%), ક્ષારમિશ્રણ (ર%) અને મીઠું (૧%) વગેરેનું મિશ્રણ કરી પશુઓને અછત સમયે અવડાવી શકાય છે. વરાળની પ્રકક્રિયા આપેલ શેરડીના કૂચા હોય તો તેની પાચ્યતા વધુ હોય છે.
કેળની ગાંઠોને સાફ કરીને, નાના ટ્રકડા કરીને રોજના ર૦ થી રપ કિ.ગ્રા સુધી ખવડાવી શકાય છે. દુષ્કાળમાં રબારી / માલધારી લોકો કેળની ગાંઠો પોતાના પશુઓને ખવડાવે છે. કેળની ગાંઠોમાં લગભગ ૯% પ્રોટીન, ૪ર.ર% કાર્બોદિત પદાર્થો હોય ે. જેમાંથી અંદાજે ૪.૭% પાચ્ય પ્રોટીન અને ૭૦ થી ૯૦% કુલ પાચ્ય પોષકતત્વો મળે છે. આમ તે શકિતનો સારો સ્ત્રોત છે.
કેળના થડ અને પાનનો ઉપયોગ પશુઆહાર તરીકે કરી શકાય છે. તેમાંથી ૩.૩૬% પાચ્ય પ્રોટીન અને લગભગ ૭પ% કુલ પાચ્ય પોષકતતવો (ભેજરહિત માત્રામાં) મળે છે. આમ તે શકિતનો સારો સ્ત્રોત છે. વળી તેમાં પાણીનું પ્રમાણ ઘણું હોય છ.ે તેથી તે પાણીની જરૂરિયાત પ,ણ સુતોક્ષી શકે છે. પરંતુ વધુ પ્રમાણમં ખવડાવવામાં આવે તો તે પશુઓને ઝાઢા કરે છે. તેથી થડ અને પાનના નાન ટૂકડા કરી રોજના ૧પ થી ૧૭ કિલો જેટલા અન્ય સૂકાચારા સાથે ખવડાવી પશુઓને સારી રીતે નિભાવી શકાય છે.
ખેતપેદાશો જેવી કે ચોખા, ચણા, મગફળી, મકાઈ વગેરેના છોડાંને પણ અછતના સમયમાં પશુઓને અવડાવવા ઉપયોગમાં લઈ શકાય. આમ તો તે ભાવે તેવા હોતા નથી. પરંતુ પરાળ / ગોતર સાથે ખવડાવી શકાય. મકાઈની ફોતરીનો પશુઆહારમાં સૂકાચારાના પ૦% જેટલા પ્રમાપમાં ઉપયોગ પશુઓના સ્વાસ્ચ્ય પણ કોઈ આડ અસર વગર કરી શકાય છે.
ગુજરાત રાજયને ૧૬૦૦૦ કિ.મી. લંબો દરિયાઈ કાંઠો છે. દરિયાઈ વિસ્તારની પેદાશો જેવી કે દરિયાઈ લીલ, ચેકના પાન અને ફળ, ખારીયુ, આલઘાસ, ખજૂરના બીજ વગેરે બિનપ્રણાલિગત વસ્તુઓ પશુઓ માટે સહેલાઈથી મળી રહે તેમ છે.
દરિયા કાંઠાના વિસ્તારોમાં દરિયાઈ લીલ પુષ્કળ પ્રમાણમાં મળે છે. ગુજરાતમાં વર્ષે લગભગ ૪૬,૯૯૯ ટન જેટલી લીલ ઉપલબ્ધ થાય છે. દરિયાઈ લીલનો મુખ્ય ઉપયોગ સોડીયમ આલ્જીનેટ બનાવવા માટે થાય છે. પરંતુ તેને સુકવીને પશુઆહાર તરીકે ઉપયોગમાં લઈ શકાય. આમ તો સ્વાદ ભાવે તેવો હોતો નથી. પરંતુ મોલાસીસ અને અનય દાણ સાથે ભેળવીને ખવડાવવાથી પશુઓ તે ખાય છે. તેમાં ૯.૪પ% પ્રોટીન, ૩.૬૧% તૈલી પદાર્થો, પ૯.પ% કાર્બોદિત પદાર્થો અને૪.૦૧% કેલ્શિયમ હોય છે. પુખ્ત વયના પશુનો નિભાવ માટેના દાણ મિશ્રણમાં ર૦% સુધી દૂધાળ પશુઓના દાણ મિશ્રણમાં ૧પ% સુધી દરિયાઈ લીલ કોઈપણ જાતી આડઅસર સિવાય વાપરી શકાય તેમ છે.
તૌવરના બીજા નામ ચર, બીના, થેચા વગેરે છે. દરિયાકિનારાની આસપાસ પાણી ભરાઈ રહે ત્યાં આ વનસ્પતિ થાય છે. અછતના સમયમાં તેના પાંદડાનો પશુઓના આહારમાં ઉપયોગ થાય છે. તેના પાકા ફળ ખરીને પાણી પર તરે છે. જેનો પણ પશુઓના આહારમાં ઉપયોગ કરી શકાય છે. એક માન્યતા પ્રમાણે તૌવર પાન અને ફળ દૂધાળ પશુઓના દૂધમાં ફેટનું પ્રમાણ વધારે છે. આ સિવાયદરિયા કાંઠાના વિસ્તારોમાં ખારીયું અને આલઘાસ પણ પશુઓના આહાર તરીકે વપરાય છે.
માછલીઓ જેવી કે શ્નીમ્પ વગેરે સુકવીને, તેને દળીને મરઘાં તેમજ ભૂંડના આહારમાં ઉપયોગ કરવામાં આવે છે તેમાં પ૦% કરતાં વધુ પ્રોટીન તેમજ સારા પ્રમાણમાં શકિત રહેલી છે. ઘણીવાર ભૂકાનો ખાતર તરીક. ઉપયોગ કરવામાં આવે છે અથવા તો દરિયામાં ફેંકી દેવામાં આવે છે. પશુઓના દાણ મિશ્રણમાં તેનો વધુમા વધુ ૧૦% સુધી ઉપયોગ કરી શકાય છે.
સેલીકોર્નિયા ક્ષારીય જમીનમાં ઉગે છે. તેના એકવર્ષિય અને બહુવર્ષિેય એમ બે પ્રકારના છોડ હોય છે. તેને ગુજરાતમાં મુચુલ પણ કહે છે. તે ૩૦–૪પ સે.મી. જેટલી ઉંચાઈ ધરાવે છે. તેમાં મીઠાનું પ્રમાણ વધારે હોય છે. વાગોળતા પશુઓને એુકલું સેલી કોર્નિલા ખવડાવવાની ઝાડા થઈ થાય છે. પરંતુ અન્ય સૂકા ચારા સાથે આહારમાં આપવાથી પશુઓ સહેલાઈથી કોઈપણ આડઅસર વગર ખાય છે. સૂકું સેલી કોર્નિયા ઘાસ પુખ્ત વયના વાગોળતા પશુઓને પરાળ કે અન્ય સૂકાચારા સાથે રપ% જેટલા પ્રમાણમાં ખવડાવી શકાય છે.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/17/2020