હોમ પેજ / ખેતીવાડી / પશુપાલન અને ડેરી ઉદ્યોગ / પશુપાલન / રજકાની સુકવણીઃ એક જૂની નવીન પધ્ધતિ
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

રજકાની સુકવણીઃ એક જૂની નવીન પધ્ધતિ

રજકાની સુકવણીઃ પશુપાલકોએ અપનાવવા જેવી એક જૂની નવીન પધ્ધતિ

ગુજરાતમાં આપણે મોટેભાગે જે તે વિસ્તારના પાકોનાં દાણાં લીધા બાદ રહેલ સૂકાચારાને અને લીલી જુવારની બાટાં તરીકે સુકવણી કરીને અને ચરિયાણ ઘાસનો પશુઓના સૂકા ઘાસચારા તરીકે ઉપયોગ કરીએ છીએ. આ સિવાય બીજા ચારા સુકવવા બાબતે આપણે વિચારતા નથી. શિયાળાનાં રજકાનો પાક આપણે મોટાં પ્રમાણમાં લઈએ છીએ. રજકો ખૂબ જ સારા પોષક તત્વો ધરાવતો પોષણયુકત પશુઓને ખૂબ જ ભાવતો ચારો છે.

આ ચારો કઠોળવર્ગના ચારાઓમાં રાજાનું બિરૂદ પામેલ છે. આપણે શિયાળાની મોસમમાં રજકાનું વાવેતર કરીએ છીએ. પરંતુ આખુ વર્ષ બારેમાસ રજકો પશુઓને ખવડાવી શકતા નથી. રજકો બારેમાસ આપવાથી, પશુઓને આહારથી પૂરતો સંતોષ અને પોષણ આપી શકાય તેમ છે. રજકાનો સંગ્રહ સુકવણીથી થઈ શકે છે. આપણા ખેતરમાં થતાં રજકાની સુકવણીની પ્રક્રિયા ખર્ચાળ નથી.

રજકાની સુકવણીની પધ્ધતિ :

રજકાની સુકવણી ત્રણચાર વાર લીધા બાદ કરવી. એ માટે નીચે મુજબની કામગીરી કરવી.

પહેલે દિવસે સવારના ભાગે રજકો કાપી આખો દિવસ ખેતરમાં રહેવા દેવો.

  • ત્યારબાદ બીજા દિવસે વહેલી સવારે એના નાના કદના પૂળા બાંધવા.
  • આ પૂળાને ઝાડના છાંયડામાં હવા લાગે એ રીતે ઉભા ગોઠવવા. પૂળા ઉભા ગોઠવી શકાય એ માટે એકાદ ફૂટ ઉીંચા   ૧૦'૧પ' અંતરે બે ખૂંટા ખોદવા અને એક ફૂટ ઉંચે ૧૦૧૫ લાંબો વાંસ આડો બાંધી દેવો અને વાંસના આધારે પૂળા ઉભા કરી  દેવા. આમ કરવાથી બાકીનો ભેજ સુકાઈ જશે. આવી રીતે લગભગ બેત્રણ દિવસ રાખવા અને   પછી યોગ્ય જગ્યાએ ગંજી બનાવી મૂકી દેવા.

નાના ટુકડા કરી સૂકવવાની રીત :

લીલા રજકાના હાથ સુડાથી કે યાંત્રિક ચાફ કટરથી નાના ટુકડા કરવા અને ખળામાં તાડપત્રી પર સૂર્ય પ્રકાશમાં પહેલાં દિવસે સૂકવી દેવા. દિવસમાં બે ત્રણ વખત ઉપર તળે કરવાં. બીજા દિવસ પછી છાંયડામાં આ રજકો પાથરીને બે ત્રણ દિવસ સુધી રાખવો. બરાબર સુકાઈ ગયા બાદ એને યોગ્ય જગ્યાએ ઢગલો કરી રાખી દેવો. અગર કોથળામાં ભરીને રાખવો.

રજકાની સૂકવણી શા માટે?

દરેક પશુને સમતોલ આહાર આપવો જરૂરી છે. પશુને જે ચારો આપવામાં આવે છે. તેમાં ત્રીજા ભાગનો કઠોળ વર્ગનો ચારો હોવો જરૂરી છે. કઠોળવર્ગના ચારામાં પ્રોટીન અને કેલ્શીયમની માત્રા સારા પ્રમાણમાં હોય છે. આ તત્વો પશુની વૃધ્ધિ અને દૂધ ઉત્પાદન માટે ખૂબ જ જરૂરી છે. સામાન્ય રીતે આપણે જાન્યુઆરીથી મે માસ સુધી રજકો આપીએ છીએ. બાકીના સમયમાં આપણે કોઈ કઠોળવર્ગના ચારો પકવતા નથી. આથી વર્ષના સાત માસ આપણે પશુને સમતોલ આહાર આપી શકતા નથી.આથી શિયાળામાં આપણે જે રજકો કરીએ છીએ. તેને સુકવીને સંગ્રહ કરી જૂનથી ડીસેમ્બર માસના સમયગાળામાં આપવો જોઈએ.

આપણે સીઝનમાં રજકો પશુને વધારે પ્રમાણમાં ખવડાવીએ છીએ. પશુ આહાર વિજ્ઞાનની ગણતરી મુજબ જો સારી ગુણવત્તાવાળો ચારો અને દાણ આપવામાં આવે તો શરીરના વજનના ત્રણ ટકા જેટલા સુકા તત્વો પશુ ખાઈ શકે છે. આ પેૈકી ત્રીજા ભાગના સુકા તત્વો દાણમાંથી આપવા જોઈએ અને બાકીના તત્વો ચારામાંથી આપવા જોઈએ. હવે આપણે આપણી સામાન્ય ભેંસ કે જે ૪૮૦ કિલોગ્રામ વજન ધરાવે છે અને ૬ ટકા ફેટવાળુ ૬ લીટર દૂધ દૈનિક આપે છે. આ ભેંસને રર૩ ગ્રામ પાચ્ય પ્રોટીન નિભાવ માટે અને પ૭ ગ્રામ પાચ્ય પ્રોટીન પ્રતિ દૂધ ઉત્પાદને કુલ પ૬પ૬૦૦ ગ્રામ પાચ્ય પ્રોટીનની જરૂર પડે છે. હવે ૧ર કિલોગ્રામ સુકા તત્વોની જરૂરીયાત સામે ચાર કિલોગ્રામ દાણમાં કપાસીયા પાપડી તથા ચુની આપતા હોઈએ તો ૩પ૦૪૦૦ ગ્રામ બાહય પ્રોટીન મળે છે. જો સમતોલ દાણ આપીએ તો લગભગ પ૦૦ ગ્રામ પાચ્ય પ્રોટીન મળે છે અને આપણે જો ફકત ૧૦ કિલોગ્રામ લીલો રજકો આપીએ તો ઉપર જણાવેલ દૂધ ઉત્પાદનવાળી ભેંસને પૂરતાં પોષક તત્વો અપાઈ જાય છે. પરંતુ આપણે રજકાની સીઝનમાં પશુને પેટ ભરીને એટલે કે ર૦રપ કિલોગ્રામ જેટલો રજકો આપીએ છીએ. જે વધારે પડતો છે. આ વધારાના રજકાથી પશુને પાતળા ઝાડા થાય છે અને આફરો પણ થઈ શકે છે. આપણને કોઈ આર્થિક ફાયદો થતો નથી. પશુને દૈનિક ૧૦ કિ.ગ્રા. રજકો ખવડાવીને વધારાનો રજકો જો આપણે સુકવીએ તો રજકાનો પાક ઉનાળામાં ના હોય ત્યારે પણ પશુને પોષણયુકત કઠોળ વર્ગનો ચારો આપણે આપી શકીએ.

સૂકા રજકામાં ૧૪.૭ ટકા જેટલું પાચ્ય પ્રોટીન હોય છે. સારા જણાયેલ અન્ય ચારામાં નજીવું પાચ્ય પ્રોટીન છે. જેમ પ્રોટીન વધારે તેમ ચારો વધુ સત્વવાળો અને સારો કહેવાય છે.

અ.નં.

સુકાચારાનું નામ

પાચ્ય પ્રોટીનના ટકા

કુલ પાચ્ય તત્વોના ટકા

૧.

જુવાર બાટુ

ર.૦૩

૪પ.૧

ર.

જુવાર કડબ

૧.૦પ

પ૦.૮

૩.

બાજરીના પૂળા

૦.૮૪

૪૮.૧

૪.

ડાંગરનું પરાળ

૦.૦૦

૪૪.૬

પ.

રજકાનું સૂકુ ઘાસ

૧૪.૭૦

પ૦.૪

પ્રગતિશીલ દેશો કે જયાં ડેરી ફાર્મીંગ એક વ્યવસાય તરીકે સારો વિકાસ પામેલ છે, ત્યાં રજકાની સુકવણી ખૂબ જ પ્રચલિત છે. આથી આપણે પણ ડેરી ફાર્મીંગ ક્ષેત્રે એમના જેવી સારી પ્રગતિ કરવા આ પધ્ધતિ અપનાવીએ તો યોગ્ય રહેશે અને આપણાં પશુઓ થકી વધુ દૂધ ઉત્પાદન મેળવી શકીશું.

સ્ત્રોત: ખેડબ્રહ્મા, કેવીકે

2.921875
Valji Desai Oct 25, 2017 11:30 AM

ગાય ભેંસ ને મકાઈ નો લીલો ચારો કેટલો આપવો અને તેને કેટલો પોષક છે તે જણાવશો

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top