હોમ પેજ / ખેતીવાડી / પશુપાલન અને ડેરી ઉદ્યોગ / પશુપાલન / બકરાઓ માટે રહેઠાણનું આયોજન
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

બકરાઓ માટે રહેઠાણનું આયોજન

 • બકરાપાલનમાં નફાકારક ધોરણ માટે ઓછા ખર્ચનું બાંધકામ પુરતું છે.
 • જ્યાં વધુ વરસાદ પડતો હોય તેના સિવાય ભારતભરમાં કાચું માટીનું ભોયતળિયું હિતાવહ છે.
 • બકરા માટેનું રહેઠાણ ઉંચી જગ્યાએ જ્યાં પાણી ભરાતું નાં હોય તેવી ઉંચી જગ્યાએ બાંધવું હિતાવહ છે. • બકરા રહેઠાણની ચારે બાજુ ઘાસચારો મળી રહે તેવા ઝાડોનું વાવેતર કરવું જોઈએ. ઉદા. ત. શેતુર, સુબાવળ, અરદુસો વિ
 • સ્વચ્છ પીવાના પાણીની વ્યવસ્થા જરૂરી છે.
 • બકરા રહેઠાણમાં પુરતી હવા-ઉજાસ જરૂરી છે.
 • રહેઠાણની દીવાલોમાં તિરાડો હોવી નાં જોઈએ.
 • ભોયતળિયું મજબૂત અને પાણી ચૂસે તેવું હોવું જોઈએ.
 • બકરા ઉછેર કરવાની પદ્ધતિ નાં આધારે રહેઠાણનો પ્રકાર હોવો જોઈએ.
 • ખાસ કરીને આપણા ગરમ પ્રદેશોમાં ખુલ્લા પ્રકારના બકરા બાંધવાના શેડની સાથે હરવા-ફરવા-દોડવા માટેની ખુલ્લી જગ્યા હોય તેવા પસંદ કરવા જોઈએ.
 • હરવા-ફરવા-દોડવા માટેની ખુલ્લી જગ્યા ને ચેન-લીંક જાળી લગાવવી જરૂરી છે.
 • બાંધકામ કરેલ શેડમાં રાત્રી દરમ્યાન અને ખરાબ વાતાવરણ સમયે ઉપયોગ કરવામાં આવે છે.
 • આરામ-દાયકતા માટે રહેઠાણની દિશા પૂર્વ-પચ્છિમ તરફ રાખવી, હવા-ઉજાસ પુરતી રાખવી જેથી ભોયતળિયું સુકું રહે.
 • ઓછા ખર્ચમાં બનાવવું હોય તો છત ઘાસની બનાવી શકાય છે અને તેનાથી ના માત્ર રહેઠાણમાં ગરમી ઘટાડી શકાય છે પણ તેનું આયુષ્ય પણ લાંબુ છે.
 • તેમ છતાં, મોટા સુવ્યવસ્થિત બકરા ફાર્મ /સંશોધન સંસ્થા નાં બકરાના રહેઠાણ નાં છત ઉપર સિમેન્ટના કોરુગેટેડ પતરા લગાવી ખર્ચ ઘટાડવાની સાથે આવરદા વધારી શકાય છે. • ગેબલ પ્રકારનું છત બનાવવાની ભલામણ છે. (ગેબલ- રહેઠાણમાં વચ્ચે થી બંને બાજુએ ઢાળ પડતો હોય/ મકાનના કરાનું ઢાળ પડતું ત્રિકોણાકાર ચણતર) • નાના રહેઠાણમાં એક બાજુએ ઢાળ રાખી શકાય.
 • જો દિવસ દરમ્યાન ચરવા જતા હોય તો, રાત્રીના સમય માટેના બાંધવા પુરતું રહેઠાણ ચાલે એટલે કે ખુલ્લા વિસ્તારની જરૂર નથી.
 • અને જો સઘન પ્રકારની વ્યવસ્થા એટલે કે ખીલે / રહેઠાણમાં રાખીને ઉછેર કરવાનો હોય તો આવરાયેલ વિસ્તાર અને ખુલ્લા વિસ્તારની પણ જરૂર પડે છે.
 • બકરાના રહેઠાણની લંબાઈ ગમે તેટલી ચાલે પણ પહોળાઈ ૦૮- ૧૨ મીટર રાખવાની ભલામણ છે.
 • બકરાના રહેઠાણની છજા બાજુની ઊંચાઈ ૨.૫ મીટર અને મોભની ઊંચાઈ ૩.૫ મીટર રાખવાની ભલામણ છે.
 • છજુ ૦.૭૫ થી ૧.૦૦ મીટર રાખવાની ભલામણ છે (છજાની લંબાઈ).
 • ખુલ્લા વિસ્તાર ની ચેન લીંકની જાળીની ઊંચાઈ ૦૪ ફૂટ રાખવાની ભલામણ છે.
 • દાણ, લીલા ઘાસ અને પાણી માટે અલગ-અલગ પાત્ર (વાસણ) રાખવા. રહેઠાણમાં ભારતીય વાતાવરણમાં ભલામણ કરેલ જગ્યાની જરૂરીયાત ઉમર આવરાયેલ વિસ્તાર (ચો. મી.) ખુલ્લો વિસ્તાર (ચો. મી.) ૦૩ મહીના સુધી ૦.૨ – ૦.૨૫ ૦.૪ – ૦.૫ ૦૩ – ૦૬ મહીના ૦.૫ - ૦.૭૫ ૧.૦ – ૧.૫ ૦૬ – ૧૨ મહિના ૦.૫ – ૧.૦૦ ૧.૫ – ૨.૦ પુખ્ત પશુ (બકરી) ૧.૫ ૩.૦ બકરો, ગાભણ અથવા દૂધ આપતી બકરી ૧.૫ – ૨.૦ ૩.૦ – ૪.૦ BIS પ્રમાણે ભોયાતળીયાની જગ્યાની જરૂરીયાત પશુનો પ્રકાર બકરી દીઠ ભોયતળીયાની જરૂરીયાત (ચો.મી.) બકરો (જુથમાં) ૧.૮ બકરો (અલગ-અલગ/વ્યક્તિગત) ૩.૨ લવારાં (જુથમાં) ૦.૪ દૂધ છોડેલ બચ્ચાં (જુથમાં) ૦.૮ ૦૧ વર્ષના બચ્ચાં ૦.૯ બકરી (જુથમાં) ૧.૦ બકરી અને સાથે બચ્ચાં ૧.૫ ખોરાક અને પાણીની જગ્યાની જરૂરીયાત પશુનો પ્રકાર પશુ દીઠ જગ્યા (સેમી) ગમાણ/પાણીના વાસણ ની પહોળાઈ (સેમી) ગમાણ/પાણીના વાસણ ની ઊંડાઈ (સેમી) ગમાણ/પાણીના વાસણ ની અંદર બાજુની દીવાલની ઊંચાઈ (સેમી) બકરી/બકરો 40 – 50 50 30 35 લવારા 30 – 35 50 20 25 શેડ/કોઢ આદર્શ બકરા ફાર્મ ઉપર વિવિધ શેડ/કોઢ વિવિધ પ્રકારના બકરાઓ માટે નીચે મુજબના શેડની જરૂરીયાત રહે છે.
  • બકરીઓ માટેનો કોમન શેડ - બકરાઓ માટેનો શેડ
  • બકરીઓના વિયાણ માટેનો શેડ - લવારા માટેનો શેડ
  • બીમાર પશુઓ માટેનો શેડ - સ્ટોર રૂમ
  • દેખરેખ રાખનાર માટેનો રૂમ બકરીઓ માટેનો કોમન શેડ
  • આ શેડમાં સંવર્ધન લાયક બકરીઓને બાંધવામાં આવે છે.
 • ૧૫ મીટર X ૪ મીટર X ૩ મીટર રાખવો જેમાં ૬૦ બકરીઓ રાખી શકાય છે
 • શેડની ઊંચાઈ ૦૩ મીટર ઊંચાઈ રાખવી તેમજ ધાર ઉપર ઇંટો રાખવી.
 • જ્યાં નીચાણવાળો અને વધુ વરસાદ પડતો હોય, તેવી જગ્યાએ ભોયતળિયું ઊંચું રાખવું અને ખાસ જ્યાં ઠંડી વધુ પડતી હોય ત્યાં લાકડાનું ભોયતળિયું બનાવવું. નર બકરા માટેનો શેડ
 • આ શેડમાં સંવર્ધન લાયક નર બકરા, વ્યક્તિગત રાખવામાં આવે છે. લાકડાના પાટીયા વડે પાર્ટીશન બનાવવામાં આવે છે.
 • ૦૪ મીટર X ૨.૫ મીટર X ૩ મીટર રાખવો જેમાં ૦૩ બકરાંઓ રાખી શકાય છે. • ઉપરોક્ત માપના શેડને ત્રણ સરખા ભાગે લંબાઈ બાજુએ ભાગ પાડવા.
 • પાર્ટીશન ૦૧ મીટરથી વધુ ઊંચાઈનું ના હોવું જોઈએ. બકરીઓના વિયાણ માટેનો શેડ
 • આ શેડ બકરીઓના વિયાણ તરીકે ઉપયોગમાં લેવાય છે. જેમાં બકરીઓને વ્યક્તિગત રાખવામાં આવે છે.
 • એક બકરી માટે ૧.૫ મીટર-લંબાઈ X ૧.૨ મીટર-પહોળાઈ X ૩ મીટર-ઊંચાઈ રાખવો જેમાં ૦૩ બકરાંઓ રાખી શકાય છે.
 • હવાની લહેરો સીધી બકરીઓ ઉપર આવે નહિ તેવું બાંધકામ બનાવવું.
 • ઠંડા / શિયાળાના સમયે શેડમાં હીટર લગાવવું જેથી નાના બચ્ચાંઓને ઠંડીથી બચાવી શકાય. લવારાં માટેનો શેડ
 • ધાવણ છોડયાથી પુખ્ત અવસ્થા આવે ત્યાં સુધીની ઉમરના બચ્ચાઓને આ શેડમાં રાખવામાં આવે છે. એક શેડમાં ૨૫ બચ્ચા રાખવામાં આવે છે.
 • મોટા શેડમાં પાર્ટીશન બનાવીને ધાવતા બચ્ચા, ધાવણ છોડેલ પુખ્ત ન બનેલ અને તેની નજીક પહોચેલા બચ્ચાઓને અલગ અલગ બાંધી શકાય છે.
 • સંશોધન કેન્દ્ર/મોટા ફાર્મ ખાતે અલગ અલગ શેડ બાંધી શકાય છે.
 • ૭.૫ મીટર X ૪.૦ મીટર X ૩ મીટર રાખવો જેમાં ૭૫ બચ્ચાંઓ રાખી શકાય છે.
 • આ શેડને વિભાજીત કરીને ૦૫ મીટર X ૪.૦ મીટર X ૩ મીટર રાખવો જેમાં ધાવતા બચ્ચા અને ૨.૫ મીટર X ૪.૦ મીટર X ૩ મીટરનાં શેડમાં ધાવણ છોડેલ બચ્ચા રાખી શકાય છે. બિમાર પશુઓનો શેડ
 • બિમાર અને અશક્ત પશુઓ માટે અલગ શેડ બનાવવો જરૂરી છે.
 • અન્ય શેડથી દુર ૩મીટર X ૨ મીટર X ૩ મીટર પ્રમાણનો એક અથવા વધુ શેડ બનાવવો.
 • દરવાજાનો અડધો નીચેનો ભાગ લાકડાનો અને ઉપરનો અડધો ભાગ વાયર-નેટીંગ રાખવો.
 • ૦.૭ મીટર પહોળી અને ૧.૨ મીટર ઉંચાઈ વાળી અને વાયર-નેટીંગ નાં કવર વાળી બારી રાખવી. સ્ટોર રૂમ
 • ૬ મીટર X ૨.૫ મીટર X ૩ મીટર નો સ્ટોર રૂમ બનાવવો.
 • જેમાં દવાઓ અને અન્ય સાધનો રાખી શકાય.
 • રૂમની સામે ૧ મીટર પહોળો અને ૨ મીટર ઉંચો દરવાજો રાખવો.
 • લંબાઈની બાજુ બે (૦૨) બારીઓ રાખવી. • રૂમનું ભોયતળીયુ ચોખ્ખું, લીસું બનાવવું અને દીવાલોની દોઢ મીટરની ઊંચાઈ સુધી ટાઈલ્સ લગાવવી.
 • રૂમ ભેજ પ્રૂફ અને ધૂળ પ્રૂફ બનાવવું. ચોકીદાર/દેખરેખ રાખનાર નો રૂમ
 • • ફાર્મમાં અનુકુળ જગ્યાએ બનાવવું. જેથી ચારે બાજુની દેખરેખની સાથે સરળતાથી પહોચી પણ વળાય.
 • ૬ X ૪ X ૩ મીટર નો રૂમ બનાવવો. ૧ મીટર પહોળો અને ૨ મીટર ઉંચો દરવાજો લંબાઈ બાજુ રાખવો
 • ૦.૭ મીટર પહોળી અને ૧.૨ મીટર ઉંચાઈ વાળી ચાર (૦૪) બાજુએ એક-એક બારી રાખવી. વિવિધ શેડના પરિમાણ શેડનું નામ લં. X પ. X ઊ. (મી) પશુની શેડ દીઠ સંખ્યા નોધ બકરીઓ માટેનો શેડ ૧૫ X ૪ X ૩ ૬૦
 • નર બકરા માટેનો શેડ ૪ X ૨.૫ X ૩ ૮ લંબાઈની બાજુએ વિભાજન કરવું લવારાં માટેનો શેડ ૭.૫ X ૪ X ૩ ૭૫ પહોળાઈની બાજુએ વિભાજન કરવું બકરીઓ માટેનો વિયાણ શેડ ૧.૫ X ૧.૨ X ૩ ૧ ગમાણ અને પાણીની વ્યવસ્થા કરવી બીમાર પશુઓનો શેડ ૩ X ૨ X ૩ ૧ પુરતી હવા-ઉજાસ રાખવી અને પથારી માટે પોચું ઘાસ જેવું રાખવું દેખરેખ રાખનારનો રૂમ ૬ X ૪ X ૩ - ધણ નજીક રૂમ બનાવવો દુધાળ બકરીઓનો શેડ ૧.૨ X ૦.૮ X ૩ ૧ - બાંધકામ માટેના નિયમો
 • મોરમનું અથવા લાકડાની પટ્ટીઓનું ભોયતળિયું બનાવવું. જ્યાં ખાસ કરીને વધુ વરસાદ પડતો હોય ત્યાં લાકડાની પટ્ટીઓનું ભોયતળિયું બનાવવું.
 • દરેક લાકડાની પટ્ટી ૭.૫ – ૧૦ મીમી પહોળી અને ૨.૫ – ૪.૦ સેમી જાડી રાખવી.
 • લાકડાની પટ્ટીઓની બાજુઓ ગોળ અને મળ અને પેશાબ જવા માટે બે પટ્ટીઓ વચ્ચે ૧.૦ – ૧.૫ સેમી જગ્યા રાખવી
 • લાકડાની પટ્ટીઓનું ભોયતળિયું વાળો શેડ ૦૧ મીટર ની જમીનથી ઉંચાઈએ રાખવાની સલાહ છે. અને તેમાં ચડવા લાકડાની પટ્ટીઓ વાળો રેમ્પ બનાવવો.
 • મોરમ વાળા ભોયતળિયું વાળા શેડમાં ૧૫ – ૩૦ સેમી પ્લીન્થ રાખવી. છત
 • છત ગેબલ પ્રકારનો બનાવવો- બંને બાજુ ઢાળ પડતો.
 • છત- સપાટ અથવા કોરુગેટેડ લોખંડના / સિમેન્ટના પતરા વાળો અથવા જ્યાં વરસાદ ઓછો પડતો હોય ત્યાં ઘાસ-ફુસ/છાજનું છત બનાવવું. ગમાણ
 • સિમેન્ટ કોન્ક્રીટ અથવા લાકડાની ગમાણ જેમાં ઘાસ અને દાણ માટે અલગ-અલગ બે ભાગ હોય.
 • ગમાણ ને ૪૫૦-૬૦૦ મીમી ઉંચાઈએ/બકરાનાં માથાની ઉંચાઈએ પણ બાંધી શકાય છે.
 • પાણી માટે ડોળ/ સિમેન્ટ કોન્ક્રીટ અથવા ગેલ્વેનાઇઝડ સ્ટીલનું પત્ર હોઈ શકે. જેને દીવાલથી ફિક્સ કરવું.
 • ગમાણો શેડનાં પ્રકારો અને પશુઓની સંખ્યા પ્રમાણે આધાર છે..
2.87719298246
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top