অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

બકરાંના મુખ્ય રોગો અને તે રોગોનું રસીકરણ

બકરાંના મુખ્ય રોગો અને તે રોગોનું રસીકરણ

પીપીઆર (PPR Pest des petits Ruminants or Sheep and goat plague)

  • પીપીઆર વિષાણુંથી  થતો રોગ છે જેમાં તાવ, મોઢામાં ચાંદા પડવા, ઝાડા, ન્યુમોનીયા અને પશુનું ક્યારેક મૃત્યુ થાય છે.
  • તે Morbillivirus (Paramyxo virus) નામના થી વિષાણુંથી થાય છે.
  • આ રોગ ગાય અને ઘણા જંગલી પશુઓમાં થાય છે પરંતુ કુદરતી રીતે બકરા અને ઘેટા ખાસ થાય છે.
  • આના વિષાણું લાળમાં, આંખના સ્ત્રાવમાં (આંસુ), નાકના સ્ત્રાવમાં, ખાંસીથી આવતા સ્ત્રાવમાં અને ચેપી પશુના મળ દ્વારા ફેલાઈ શકે છે અને અન્ય પશુઓમાં ચેપ ફેલાઈ શકે છે.
  • આથી ચેપી પશુના દુષિત ખોરાક દ્વારા, પાણી દ્વારા પણ રોગ ફેલાઈ શકે છે.
  • તેમ છતાં પશુના શરીર બહાર આ રોગના વિષાણું લાંબા સમય જીવિત રહી શકતા નથી.
  • ચેપી પશુ રોગના ચિન્હો બતાવે તે પહેલાથી તેની લાળ, આંસુ, નાકનો સ્ત્રાવ, મળ વાટે વિષાણું બહાર નીકળે છે. આમ તેવા પશુના હલનચલનથી અન્ય પશુઓમાં ચેપ માટે કારણભૂત બને છે.

ચિન્હો

  • ચેપ લાગ્યાના ચિન્હો બતાવવાનાં સમય પછી એટલે કે ૩-૬ દિવસ પછી
  • અચાનક તાવ આવે.
  • પશુ વધુ પડતું સુસ્ત બને છે.
  • ખોરાક ન લેવો.
  • નાકમાંથી સ્વચ્છ સ્ત્રાવ થવો ત્યારબાદ નાકનો સ્ત્રાવ પછી જાડો અને પીળો આવે જે ઘણીવાર વધુ પડતો આવે જેના જાડા ગઠ્ઠા આવે જેના કારણે શ્વાસનળીમાં શ્વાસ લેવામાં તકલીફ કરે છે.
  • આંખોમાં પણ ચેપના અને સ્ત્રાવના કારણે પાંપણો ચોંટી જાય છે.
  • મોંઢામાં સોજો આવે છે નીચેના જડબે દાંતના મુળોમાં, ઉપરના જડબે ત્યાં દાંત ન હોય ત્યાં અંદરના ગાલે, અને જીભે ચાંદા પડે છે.
  • ઘણા/અમુક પશુઓમાં જબરદસ્ત ઝાડા થાય છે જેના કારણે શરીરમાં પાણીની ઉણપ થાય છે અને શરીરનું વજન પણ ઘટે છે.
  • પાછળથી ફેફસામાં ચેપ લાગે છે અને ન્યુમોનીયા થાય છે.
  • ગાભણ પશુ/બકરી તરોવાઈ શકે છે.
  • આ રોગ થવાથી બચવાની આશા નહીવત છે અને પશુ પાંચ-દસ દિવસમાં મરણ પામે છે.
  • ઉછરતા પશુઓને રોગ થવાની સંભાવના વધી જાય છે.
  • અતીત્રીવ રૂપમાં પશુ મરણ પામે છે.

નિયંત્રણ અને અટકાવ

  • રોગીષ્ટ પશુને તુરંત અલગ કરવું.
  • તેનું હલનચલન બંધ કરવું.
  • અને વ્યવસ્થિત રીતે તેનું નિકાલ/કત્લ કરવાની સલાહ છે.
  • સાથે તેની આજુબાજુની જગ્યાને જંતુમુક્ત કરવાના રસાયણ વડે સાફ કરવાની સલાહ આપવામાં આવે છે.
  • PPR/પીપીઆર ની રસી અપાવવી જે ત્રણ વર્ષ સુધી રોગમુક્ત રાખે છે.

ગોટ પોક્ષ

  • બકરાઓમાં PPR અને CCPP પછીનો ગોટ પોક્ષ અગત્યનો રોગ છે.
  • તે કેપરીપોક્ષ નામના વિષાણુંથી થાય છે જે પોક્ષ કુળમાંથી આવે છે.
  • ૭૦-૯૦ % બકરાઓમાં થાય છે પરંતુ પ-૧૦ % જ મૃત્યુ પામે છે.

ચિન્હો

  • આ રોગનો ચેપ લાગવાથી ચિન્હો બતાવાનો સમય જ ૧૪/૨૧ દિવસનો છે.
  • પરંતુ વયના પશુઓ કર્તા નાના બચ્ચાઓમાં તે severe હોય છે. અમુક બચ્ચા ચિન્હો બતાવ્યા વગર મરણ પામે છે.

શરૂઆતના ચિન્હો

  • શરીરનું તાપમાન વધે છે – તાવ આવવો.
  • ૨-૫ દિવસમાં જ્યાં ચામડીનો રંગ સફેદ હોય ત્યાં નાના ગોળ લાલ ચકામાં બને છે.
  • આ પોચા ચકામાં ૦-૫, ૧-૦ સેમી વ્યાસના કથળ ચકામાં થાય છે જે આંખા શરીરે અથવા પાછળ બે પગ વચ્ચે, જાંઘ વિસ્તાર માં દેખાય છે.
  • આ ચકામાં માં ભાગ્યે જ પાણી હોઈ શકે છે.

ર્તીવ્ર પ્રકારનો પોક્ષ

  • ઉપરોક્ત કઠણ ચકામાં બન્યા બાદ ૨૪ કલાકમાં જ નીચે મુજબના ચિન્હો દેખાઈ શકે છે.
  • શરદી થાય છે. આંખો લાલ થાય છે.
  • શરીરના ઉપરની લક્ષિકા ગેથીઓમાં સાંજો આવવાના કારણે ફૂલે/મોટી થાય છે.
  • આંખોના પોપચાં ઉપર ચકામાં થાય છે જેના કારણે આંખો દેખવા માટે વારંવાર ઉઘાડ બંધ થાય છે. જેના કારણે તે ચાંદુ બને છે. અને ત્યાંથી પાક નીકળે છે.
  • મોંઢાનાં અંદરની આંતરત્વચા, મળમાર્ગ, નરપશુના લીંગની આજુબાજુની ચામડી ઉપર અને માદાના પેશાબની આજુબાજુ ચામડી સડે અને કાળી બને છે.
  • શ્વાસ લેવાની પ્રક્રિયામાં તકલીફ પડે છે અને આવાજ આવે છે.

ઉપરોક્ત કાળ બાદ પશુ બચે તો નીચે મુજબના ચિન્હો જોવા મળે છે.

  • કઠણ ચકામાં હવે કઠણ અને સડેલા બને છે.
  • ચકામાં ઉપરનું પડ સખત બને છે જે છ અઠવાડિયા સુધી રહે છે જે પછી ખરી પડે છે આ ચકામાના જખમ ઉપર માખીઓનો ઉપદ્રવ વધી શકે છે.
  • ન્યુંમોનીયા થઇ શકે છે.
  • મોઢામા ચાંદા ને લીધે ખોરાક ઓછો ખાય છે
  • ક્યારેક ગર્ભપાત થઇ શકે છે.

નિયંત્રણ અને અટકાવ

  • રોગીષ્ટ પશુઓને અલગ કરવાં તેમજ સાંજા થયા બાદ ૪૫ દિવસ સુધી તંદુરસ્ત પશુઓથી અલગ બાંધવા.
  • બીમાર પશુઓનો શક્ય હોય તો નિકાલ કરવો
  • રહેઠાણ અને સાધનોને જંતુમુક્ત કરવા.
  • નવીન લાવેલ પશુઓને અલગ બાંધવા.
  • ચેપી વિસ્તારમાં પશુઓની અને વાહનોની અવરજવર બંધ કરવી
  • રોગના ફેલાવો વધુ હોય ત્યારે રસીકરણ કરાવવું.

CCPP – બકરાઓમાં થતો ચેપી શરદી-ન્યુમોનીયા રોગ

  • આ જીવલેણ રોગ છે જે બકરા ,ઘેટા અને નાના પકડી શકાય તેવા હરણ જેવા પશુઓને આ રોગ થાય છે
  • આ રોગ માપકોપ્લાજામાં ક્રેપીકોલમ ક્રેપીન્યુંમોને નામના જીવાણું થાય છે અને જે ચેપી પશુના શ્વાસ થકી ફેલાય છે.
  • આં રોગમાં ૧૦૦ ટકા માંદગી આવી શકે છે અને તેવા ધણમાંથી ૬૦-૧૦૦ ટકા સુધીનું મરણ પ્રમાણ થઇ શકે શકે.
  • એક જગ્યાએથી વધુ પ્રમાણમાં પશુ રાખવાથી અથવા ઘનિષ્ટ રીતે ઉછેર કરવાની રોગ આવી શકે છે.
  • માપકોપલાજમા માઈકોઇડસ ક્રેપી નામના જીવાણું થી પણ ન્યુમોનીયા થઇ શકે છે જેમાં માંદગી અને પ્રમાણ ઓછા થવાથી સાથે સાંધાનો ચેપ અને બાવલાનો રોગ/ચેપ થઇ શકે છે.

ચિન્હો

  • અશક્તપણું આવવું.
  • ખાવા ન ખાવું
  • ખાંસી આવવી.
  • શ્વાસોશ્વાસનો દર વધવો.
  • નાકમાંથી પ્રવાહી વહેવું.
  • સાથે ૧૦૪.૫ -૧૦૬ F (૪૦.૫ -૪૧.૫ C) તાવ પણ આવે છે.
  • વધુ ચલાવવાથી શ્વાસ લેવામાં તકલીફ પડે છે પશુ મોં ખુલ્લું રાખી શ્વાસ લે છે અને ફીણવાળી લાળ પડે છે.

નિયંત્રણ અને અટકાવ

  • બીમાર પશુઓને અલગ રાખવા.
  • Tylosin 10 mg/kg/day for ૩ દિવસ OTC ૧૫ mg/kg.
  • રસીકરણ પણ કરી શકાય છે.

કેસીયસ લીમ્ફએડીનાઈટીસ (પરુની ગાંઠો)

  • આ રોગ દીર્ધકાલીન અને ચેપી રોગ છે જે બકરા અને ઘેટામાં થાય છે.
  • આને શુડોટીબી અથવા પરૂનું ગુમડું પણ કહે છે. તેથી તેને બકરા વ્યવસાયમાં શાપ પણ કહે છે
  • આ રોગ કોરાયની બેકોરીયમ સુડોટ્યુબરકૂલોસીસ જીવાણુંથી થાય છે જેમાં છેવાડે આવેલી લસીકાગ્રંથીઓમાં ચેપ થવાથી ફૂલે છે અને તેમાં પરુ બની પાકે છે.
  • બકરા વ્યવસાયમાં/ઉધોગમાં ૩૦% જેટલું તેનો વ્યાપ છે.
  • એકથી વધુ પરૂવાળા ગુમડા હોય તો બકરાને નાપસંદ કરવામાં આવે છે.
  • તેના કારણે શારીરિક વજન વધતું નથી/ઓછો વજન ગ્રહણ થવું, દૂધ ઉત્પાદન ઘટવું અને પ્રજનનતંત્ર ની ક્ષમતા પણ ઘટે છે.

ચિન્હો

  • શરીરના ઉપર આવેલી એક અથવા તેનાથી વધુ લસીકાગ્રંથીઓ દેખાય અને સ્પર્શી શકાય તેવી ફૂલે છે.
  • ફૂલેલી લસીકા ગ્રંથીનું બાહ્ય આવરણ જાડું અને તેમાં આછા લીલા રગતનું પરૂ ભરેલું હોય છે. ખાસ કરીને જડબાની નીચે. ખભાની પહેલા, પાછલા પગે અને જે બહારની બાજુ આવેલી છે તેને અસર વધુ થાય છે અને બાહ્ય રીતે નરી આંખે દેખી શકાય છે.
  • છાતીની અંદર અને પેટમાં આવેલી લસીકાગ્રથીઓ ને પણ ક્યારેક અસર થાય છે
  • પશુની ઉમર થાય તેમ તેમ ફેફસાની હૃદય, લીવર અને કીડની અને કરોડરજ્જુની આજુબાજુ પણ પરૂનાં ગુમડા થાય છે.
  • જેના કારણે વજન ઘટવું, ન્યુમોનીયા અને ચેતાતંત્રને લગતા ચિન્હો જોવા મળે છે.

નિયંત્રણ અને સારવાર

  • આવા પશુને અલગ તારવવા.
  • પાકી ગયેલા ગુમડાને ચીરો મારવો, આયોડીનના દ્રાવણથી સાફ કરવા.
  • પરૂને ભેગું કરી, ઊંડું દાટતું અથવા બાળી નાખવું.
  • ડ્રેસીંગ કરતાં અને પરૂને ભેગું કરવા દરમ્યાન હાથ મોજા પહેરવા.
  • પ્રતિ જેવીક દવાઓ આપવી
  • ચેપી પશુઓ ખરીદવા નહિ, ચેપમુક્ત ધણમાથી ખરીદી કરવી.
  • નવા લાવેલ પશુને ૬૦ દિવસ સુધી અલગ રાખી નજરમાં રાખવા.
  • વધુ પડતા ગુમડા થતા હોય તો આવા પશુઓને દુર કરવા/નિકાલ કરવા.
  • શ્વસનતંત્રનાં રોગ વાળા અને વજન ઓછુ થતું હોય તેવા પશુઓને દુર કરવા/નિકાલ કરવા.
  • સાધનો જંતુમુક્ત રાખવા.

ORF / કોન્ટેજીયસ એકથાયમાં/સુજેલું મોંઢું

  • આ એક ચામડીનો ચેપી રોગ છે જે જુવાન બકરા અને ઘેટામાં થાય છે જેમાં ખાસ કરીને હોઠોને ચેપ લાગે છે.
  • બકરામાં ઘેટા કરતા સખત હોય છે
  • સીધા પરિચયમાં આવવાથી મનુષ્યને પણ થઇ શકે છે.
  • આ રોગ પેરાપોક્ષ નામના વિષાણુંથી થાય છે. આ રોગ પરિચયમાં આવવાથી થાય છે.
  • રોગના કારણે થયેલ અને પછી સૂકાયેલ પોપડાઓમાં વિષાણુંઓ ૧૨ વર્ષ સુધી જીવંત રહે છે જે સુકા વાતાવરણની સામે પ્રતિકારકતા દર્શાવે છે.

ચિન્હો:-

  • શરૂઆતમાં હોઠનાં બંને બાજુ અને જ્યાં નીચેના જડબે આવેલા ઇન્સીજર દાંતોના મુળોમાં ચિન્હો દેખાય છે. જે ત્યારબાદ મોઢાના ગળાની અંદર વિસ્તરે છે. પ્રસંગોપાત પગે અને ખરીએ પણ દેખાય છે જ્યાં પછી જીવાણુઓનો ચેપ લાગે છે.
  • શરૂઆતમાં ચકામાં બને છે જે પછી ફોલ્લાનું રૂપ ધારણ કરે છે. જેમાં પાણી ભરાયા બાદ પરુ બને છે જે ફૂટ્યા પછી કઠણ બને છે.
  • અસંખ્ય અસંદિગ્ધ ઈજાઓનું સંયોજન ઘણીવાર મોટા પ્રમાણમાં સ્ક્રેબ્સની રચના તરફ દોરી જાય છે.
  • અને ચામડીના પેશીના પ્રસારને કારણે તેમના અંતર્ગત સમૂહ પેદા થાય છે. જ્યારે જખમ મોઢામાં માં વિકસે છે ત્યારે અચૂક અન્ય જીવાણુઓનો (નેક્રોબેસીલાસ) ચેપ લાગે છે.
  • રોગના ૧-૪ અઠવાડિયા દરમ્યાન ઈજાના ઉપર બનેલ પોપડાઓ ખરે છે.
  • ચેપ લાગે તે દરમ્યાન બચ્ચાં ખાતા નથી અને અશક્તિ આવે છે.
  • પગે વધુ પડતો ચેપ લાગવાથી- પશુ લંગડાય છે, માદામાં- બાવલાને સોજો આવે છે, ક્યારેક આંચળ સડી શકે છે,
  • ખાસ- યુવાન બકરાઓમાં રોગ વધુ આવે છે.

 

નિયંત્રણ અને સારવાર

  • ઈજા અને ઘા, ઉપર માખીઓ ન બેસે તેવી મલમ લગાવવી- જેથી તેમાં જીવડા ન પડે.
  • પ્રતીજૈવિક દવાઓ આપવી અને સાથે અન્ય પણ.
  • આ રોગ મનુષ્ય માં પણ થઇ શકે છે જેમાં તેના ચિન્હો હાથ અને મોઢા પુરતા રહે છે જે ગાંઠો જેવા હોઈ શકે છે આથી પશુચિકિત્સકે  સાવધાનીપુર્વક દવા કરવી.

બકરાઓમાં થતો અગત્યનો રોગ- એન્ટેરોટોક્સેમીયા (ઇટી)/અંત્રવિષજવર

બકરા અને ઘેટાંનો આ એક અગત્યનો રોગ છે. જેને વધુ પડતો ખોરાક ખાવાનો રોગ પણ કહેવાય છે. આ રોગ ક્લોસ્ત્રીડીયમ પરફ્રીજેન ટાઈપ સી અથવા ડી નામના જીવાણું થી થાય છે. આ જીવાણું માટી અને પશુના આંતરડામાં હોય જ છે. પરંતુ તેઓને યોગ્ય વાતાવરણ મળતા તેમની સંખ્યા વધે છે. જેઓ પછી એપ્સીલોન નામનું ઝેર ઉત્પન્ન કરે છે. અને આ ઝેર પશુ માટે મારક છે.

જવાબદાર કારણો-

  • એવો ખોરાક જેમાં કાર્બોદિત પદાર્થ આવા જીવાણુંઓનાં વિકાસમાં મદદ કરે- જેમ કે વધુ પડતો લીલુ કુમળૂ ઘાસ/ધાન્ય, વધુ દૂધ પીવડાવવું વિગેરે.
  • ઉપરોક્ત જણાવેલ કારણોના કારણે પણ એવી સ્થિતિ જેમાં આંતરડાની કાર્યશીલતા ઘટે છે અને જીવાણુંઓની સંખ્યા વધવાતી ઝેર ઉત્પન્ન કરે છે.
  • એવી માંદગી જે  આંતરડાની કાર્યશીલતા ઘટાડે.

ચિન્હો-

  • એપ્સીલોન નામનું ઝેર શરીરની લોહીની નસોને હાનિ કરે છે.
  • જેના કારણે તેનું શોષણ શરીરમાં ઝડપી થાય છે. જો પ્રમાણ વધુ હોય અથવા અતિ ત્રિવ પ્રકારમાં તો પશુ ચિન્હો બતાવ્યા વગર મૃત પામે છે.
  • અને પ્રમાણ ઓછું હોય તો/ત્રીવ પ્રકારમાં – ૧૦૫ ડિગ્રી ફેરેનહીટ તાવ આવે છે, પેટમાં દુખે છે. જેના કારણે પશુ અવાજ કરે છે. ૪-૨૬ કલાકમાં પશુ મૃત પામે છે.
  • પાણી જેવા ઝાડા થઇ શકે છે. જેના કારણે અશક્તિ આવી શકે છે.
  • ચાલે તો લથડિયા ખાય, બેઠુ હોય તો મુડલેસ અને ડોક બાજુમાં નાખેલ અવસ્થામાં હોય. ઉભું હોય તો માથું નીચે રાખેલ અવસ્થામાં હોય.
  • ચેતા તંત્રના ચિન્હો જેવા કે ધ્રુજારી આવે, માથું પીઠ પાછળ નાખેલ અને મરતા સમયે દર્દ ભર્યા અવાજો આવે છે.
  • ત્રીવ પ્રકારથી ઓછું પ્રમાણ હોય તો રોગ લાંબો (દિવસો થી અઠવાડિયા) ચાલે છે. પશુ ખોરાક ઓછો અથવા ખાતું નથી, ઝાડા કરે અને તેની સાથે આંતરડાના કોષો પણ આવે છે, દવા કરાવાથી પશુ બચી શકે છે.
  • ક્રોનિક એટલે કે લાંબી માંદગીમાં પશુ ખોરાક લે અને ના પણ ખાય, સુસ્ત દેખાય, આકાશ તરફ/ઊંચું વધુ તાકે, પાતળું મળ કરે, દૂધ ઉત્પાદન ઘટે છે.
  • નિયંત્રણ અને અટકાવ
  • ઈટીની રસી અપાવવાની ભલામણ છે.
  • પુખ્ત પશુને પહેલીવાર રસી આપીએ ત્યારે- ગમે ત્યારે પહેલો ડોઝ અને તેના આપ્યા પછી ૪-૬ અઠવાડિયે બીજો બુસ્ટર ડોઝ આપવો અને પછી દર વર્ષે એકવાર રસી આપવી.
  • ગાભણ બકરીને તેના ગર્ભાવસ્થાના છેલ્લા મહીને રસીનો ડોઝ આપવો, તેના વિયાણ પછી લવારાઓને (બચ્ચા) ૨-૩ અઠવાડિયે પ્રથમ ડોઝ અને પ્રથમ ડોઝ પછીના ૪-૬ અઠવાડિયે બીજો બુસ્ટર ડોઝ આપવો અને પછી દર વર્ષે એકવાર રસી આપવી.

બકરાઓમાં રસીકરણ

અનુ.

નં.

રસીનું નામ

રસીનો પ્રકાર

વર્ષમાં ક્યારે આપવી

કોને આપવી

ગોટ પોક્ષ

લાઈવ અટેન્યુટેડ

ડીસેમ્બર / જાન્યુઆરી

દરેક પ્રકારના બકરા

૪ મહિનાની ઉમરે પછી વાર્ષિક

મલ્ટી-કોમ્પોનેન્ટ ક્લોસ્ત્રીડીયલ રસી

ઇનએકટીવેટેડ

ઓગસ્ટ / ઓક્ટોબર

દરેક પ્રકારના બકરા

૦૧ મહિનાની ઉમરે

બુસ્ટર- ૨૧ દિવસ બાદ

પછી- ૯ મહીને

બાયોવેક (ખરવા-મોવાસા + ગળસુન્ઢો)

ઓઈલએડજ્યુંવંટ

ઓકટોબર / જુન

૦૩ મહિનાની ઉમરે

પછી- ૯ મહીને

કોન્ટેજીયસ એકથાયમાં

ફોર્મેલાયઝડ

ફેબ્રુઆરી / માર્ચ

લવારા

૦૨ મહિનાની ઉમરે

પીપીઆર

લાઈવ અટેન્યુટેડ

ઓકટોબર / નવેમ્બર

૦૬ મહિનાની ઉમરે પછીત્રણ વર્ષે રીપીટ કરાવી

ગર્ભપાત

લાઈવ અટેન્યુટેડ

સંવર્ધન પહેલા

૦૩ – ૦૬ મહિનાની ઉમરે

બકરા માટે રસીકરણ પ્રોગ્રામ

Jan

ET Vaccination (બકરા માટે)

Feb

PPR

Mar

-

Apr-May

ET (Lamb)

Jun

H.S.+B.Q. + FMD

July

ET (Adult)

Aug

Deworming

Sep-Oct

ET (Adult)

Nov

PPR – Every three year

Dec

Sheep-pon/Goat pon

July-Aug-Sep

BT Vaccine

Oct-Nov

Partareloris

Dec-Jan

Scabies

Feb-Mar

Coalitions, Naval ink, Lamb sceur

સ્ત્રોત : કનુભાઈ  એકુંય

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate