વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

બકરા માટે ખોરાકીય પ્રબંધન

બકરા માટે ખોરાકીય પ્રબંધન વિશેની માહિતી

સંપૂર્ણ ચરિયાણ આધારિત

 • બારે-બાર મહિના બકરાઓને ચરિયાણમાં ચરવા મૂકી દેવાને સંપૂર્ણ ચરિયાણ કહેવાય છે.
 • આ રીતમાં ખોરાકનો ખર્ચ ઓછો આવે છે.
 • આ રીતમાં ચરિયાણનાં ઘાસનો સારી રીતે ઉપયોગ થતો નથી. માટે વારાફરથી ચરિયાણ કરવામાં આવે છે.

વારાફરથી ચરિયાણ કરવાની રીત

 • આ રીતમાં ચરીયાણનાં હંગામી વાડ બનાવીને  ભાગ કરી દેવામાં આવે છે.
 • ત્યારબાદ પશુઓને એક પછી એક ભાગમાં ચરવા દેવામાં આવે છે. આખું ચરિયાણ ચારી ગયા બાદ પહેલા ભાગમાં ચરિયાણ કર્યું હોય ત્યાં ફરીથી ઘાસ ઉગી નીકળ્યું હોય છે. તેનો ફરીથી વારાફરથી ઉપયોગ કરવામાં આવે છે.
 • કરમીયાના રોગોને કાબુમાં રાખી શકાય છે.
 • સાથે, આખા વર્ષ દરમ્યાન ઘાસ મેળવી શકાય છે.
 • આ રીતમાં, પહેલા નાના બચ્ચાઓને ચરવા દેવામાં આવે છે, પછી બકરીઓને ચરવા દેવામાં આવે છે.

અર્ધ-ઘનિષ્ટ રીતથી ઉછેર

 • જ્યાં મર્યાદિત ચરિયાણ હોય તેવી જગ્યાએ આ રીત અપનાવવામાં આવે છે.
 • આ રીતમાં ચરિયાણ સાથે-સાથે ઘનિષ્ટ રીત પણ અપનાવવામાં આવે છે.
 • નિયંત્રિત ચરિયાણ સાથે ઉપરોક્ત રીત જ અપનાવવામાં આવે છે.
 • આ રીતમાં ખીલે ખોરાક આપવો, રાત્રે રહેઠાણમાં બાધવા અને ૩ – ૫ કલાક ચરિયાણ કરવા લઇ જવાનો સમાવેશ થાય છે.
 • આ રીતમાં ખોરાકીય ખર્ચ થોડોક વધે છે.

આ રીતના ફાયદા

 • પશુઓને ચરિયાણ અને દાણ થકી સમતોલ આહાર મળી રહે છે.
 • ૫૦-૩૫૦ અને તેથી વધુ બકરાઓની સંભાળ લઇ શકાય છે.
 • અછત સમયે ચરિયાણ નો ઉપયોગ થઇ જાય છે.
 • દૂધ માટે અને માંસ માટે લાવારાઓનો ઉછેર કરી/મેળવી શકાય છે.
 • મજુર ખર્ચ ઓછો આવવાથી નફાનું ધોરણ ઊંચું રાખી શકાય છે.

ઘનિષ્ટ રીતથી ઉછેર- ઝીરો ચરિયાણ વાળી રીત

 • આ રીતમાં બકરાઓને રહેઠાણમાં રાખીને ઉછેર કરવામાં છે જ્યાં તેમને ખોરાક નીરણ કરવામાં આવે છે અને મર્યાદિત જગ્યાનો ઉપયોગ કરીને ઉછેર કરવામાં આવે છે.
 • આ રીતમાં તેમને ચરવા છોડી દેવામાં આવતા નથી.
 • ૫૦-૨૫૦ બકરા અને તેથી વધુ બકરીના દૂધ ઉત્પાદન માટેના ફાર્મ બનાવી આ રીત થી ઉછેર કરી શકાય છે.
 • આ રીતમાં મજુર અને પૈસાની વધુ જરૂર પડે છે.
 • તેમ છતાં, દેખરેખ અને સાર-સંભાળ વધુ રાખી શકાય છે અને પશુઓને કાબુમાં અને નિયંત્રિત રાખી શકાય છે.
 • આ રીતમાં બકરીઓની લાડ/મળ એક જગ્યાએ ભેગું કરી શકાય છે જેનો ખાતર તરીકે ઉપયોગ કરી શકાય છે.
 • ઓછી જગ્યામાં વધુ પશુઓ/બકરાઓ રાખી શકાય છે.

કાચા ભોયતળીયામાં રાખવાની રીત

 • આ રીતમાં દર વર્ષે કાચા ભોયતળીયે થી ૧-૨ ઇંચ માટી કાઢી દેવાની.
 • દર મહીને ચૂનાનો ભુક્કો છાંટવાથી રોગોને કાબુમાં રાખી શકાય છે.
 • જ્યાં પાણી ભરાતું ના હોય તેવી ઊંચી જગ્યાએ બકરાઓનો શેડ બાંધવો.

ડીપ લીટર રીત

 • આ રીતમાં રહેઠાણમાં મગફળીનો ભૂકો કે સુકું ઘાસ ૧/૨ ફૂટ પાથરવામાં આવે છે અને તેના ઉપર બકરાઓનો ઉછેર કરવામાં આવે છે.
 • બકરાઓનો પેશાબ અને મળ આની સાથે મિશ્રણ થવાથી ખાતર તરીકે ઉપયોગમાં લઇ શકાય છે.
 • નાખેલ લીટર મટેરિયલ ૬ મહીને બદલાતા રહેવું.
 • વરસાદ ની ઋતુ માં લીટર મટેરિયલ વધુ પડતું ભીનું થવું નાં જોઈએ. નહીતર એમોનીયા જેવા ગેસ બની શકે જે પશુઓ માટે હાનીકારાક છે.

ઉંચાણવાળા શેડ

 • તેમાં શરુઆતની મૂડી વધુ નાખવી પડે છે..
 • ભીયતળિયું લાકડાનું બનાવવામાં આવે છે. જે જમીન થી ૧-૩ મીટર ઊંચું હોય છે.
 • આ રીતમાં મજુરો ઓછા જોઈએ છે.
 • ઘાસચારો ઉત્પન્ન કરવા પાણી વધુ જોઈએ.
 • ઉંચાણવાળા શેડ ચોખ્ખા રહે છે.
 • તેની નીચે પેશાબ અને મળ એકઠો થાય છે. જે ભરાતા ૬ મહીને સમયાંતરે દુર કરવો.

બકરીઓના વિયાણ સમયે ખોરાકીય પ્રબંધન

સંવર્ધન લાયક બકરીઓનો ખોરાક

 • ચરિયાણ પુરતું હોય તો વધારાનું દાણ આપવાનું જરૂર નથી.
 • ચરિયાણ નબળું હોય તો ઉમર પ્રમાણે વધારાનું ૧૫૦-૩૫૦ ગ્રામ/બકરી/દિવસ દાણ આપવું.
 • દાણમાં ૧૨ % પાચ્ય પ્રોટીન હોવું જોઈએ. .

સગર્ભાવસ્થાનાં પહેલા ૦૪ (ચાર) મહિનાનો ખોરાક:

 • સગર્ભા બકરીઓને ૪ – ૫ કલાક/દિન ચરિયાણ મળવું જોઈએ. ચરિયાણ માં સારી કક્ષાનું ઘાસ હોવું જોઈએ.
 • તેમના આહારમાં ૫ કિલોગ્રામ લીલુ ઘાસ પ્રતિ બકરી પ્રતિ દિન મળી રહેવું જોઈએ.

સગર્ભાવસ્થાનાં છેલા મહિના દરમ્યાનનો નો ખોરાક:

 • આ સમય દરમ્યાન વિયાણ સુધીમાં બચ્ચાનો વિકાસ ૬૦-૮૦% થાય છે. આ સમય દરમ્યાન ઉર્જાની ઉણપનાં કારણે બકરીમાં પ્રેગનંસી ટોક્સેમીયા થઇ શકે છે. આથી, સગર્ભા બકરીઓને ૪ – ૫ કલાક/દિન ચરિયાણ મળવું જોઈએ. ચરિયાણ માં સારી કક્ષાનું ઘાસ હોવું જોઈએ.
 • તે ઉપરાંત ૨૫૦-૩૫૦ ગ્રામ દાણ/પશુ/દિવસ આપવું જોઈએ.
 • સાથે તેમના આહારમાં ૭ કિલોગ્રામ લીલુ ઘાસ પ્રતિ બકરી પ્રતિ દિન મળી રહેવું જોઈએ.

બકરીઓના વિયાણ સમયે ખોરાકીય પ્રબંધન

 • વિયાણનો સમય નજીક આવે તેમ દાણની માત્ર ઘટાડવી પણ તેમને ભાવે તેટલું સારી કક્ષાનું સુકું ઘાસ આપવું.
 • વિયાણના દિવસે હલકો ખોરાક આપવો, પરંતુ પુરતું સ્વચ્છ, ઠંડુ પાણી આપવું.
 • વિયાણ બાદ તુરંત હુફાળુ ગરમ પાણી આપવું.
 • વિયાણ બાદ થોડોક-થોડોક ખોરાક વધારતા જવું. જેથી તેમને જોઈતો આખા દિવસનો ખોરાક ૬ થી ૭ વખત ખોરાક આપી શકાય.
 • વિયાણ બાદનાં થોડાક દિવસ સુધી ખોરાક જથ્થામાં અને રેચક ખોરાક આપવો.
 • ઘઉંનું થુલું  અને જવનું મિશ્રણ અથવા ઓટ અથવા મકાઈ નું ૧ : ૧ નાં પ્રમાણમાં આપવું હિતાવહ છે.

દૂધ આપતી બકરીઓનો ખોરાકીય પ્રબંધન

નીચે આપેલ ખોરાકનું ભલામણ છે.

 • ૬-૮ કલાક ચરિયાણ + ૧૦ કિલોગ્રામ લીલું ઘાસ / દિવસ
 • ૬-૮ કલાક ચરિયાણ + ૪૦૦ ગ્રામ દાણ / દિવસ
 • ૬-૮ કલાક ચરિયાણ + ૮૦૦ ગ્રામ ઉત્તમ કક્ષાનું કઠોળ વર્ગનું ઘાસ / દિવસ.

સગર્ભા ન હોય તેવી બકરીઓનો ખોરાકીય પ્રબંધન

 • ચરિયાણ પુરતું અને સારી કક્ષાનું હોય તો હોય તો વધારાનું દાણ આપવાનું જરૂર નથી.
 • ચરિયાણ નબળું હોય તો ઉમર પ્રમાણે વધારાનું ૧૫૦-૨૦૦ ગ્રામ/બકરી/દિવસ દાણ આપવું.

નર બકરાઓનો સંવર્ધન માટેનો ખોરાકીય પ્રબંધન

 • બકરાઓને બકરીઓની સાથે ચરવા દેવી.
 • આવી સ્થિતિમાં બકરાઓને બકરીઓ જેવો જ ખોરાક મળે છે.
 • આમ, બકરાઓને પોષણ જરૂરીયાત મળી રહે છે.
 • બકરાઓને અલગ ખવડાવવાની વ્યવસ્થા હોય તો ૫૦૦ ગ્રામ દાણ આપવું જે ત્રણ ભાગ જાવ/ઓટ, એક ભાગ મકાઈ અને એક ભાગ ઘઉંનું બનેલું હોય.

નર બકરાઓનો સંવર્ધન માટેનો ખોરાકીય પ્રબંધન

 • બકરાઓને બકરીઓની સાથે ચરવા દેવી.
 • આવી સ્થિતિમાં બકરાઓને બકરીઓ જેવો જ ખોરાક મળે છે.
 • આમ, બકરાઓને પોષણ જરૂરીયાત મળી રહે છે.
 • બકરાઓને અલગ ખવડાવવાની વ્યવસ્થા હોય તો ૫૦૦ ગ્રામ દાણ આપવું જે ત્રણ ભાગ જાવ/ઓટ, એક ભાગ મકાઈ અને એક ભાગ ઘઉંનું બનેલું હોય.

જન્મ ૧ થી ૩ મહિનાનો ખોરાક

 • જન્મ બાદ તુરંત ખીરું પીવડાવવું.
 • ત્રણ દિવસ સુધી બચ્ચાઓને, માતા સાથે રાખવા જેથી વારંવાર ખીરું/દૂધ મળી શકે.
 • ત્રણ દિવસ બાદથી ધાવણ છોડાય ત્યાં સુધી ૨-૩ વખત દિવસમાં ધવડાવવા.
 • ૨ અઠવાડિયાની ઉમરે લીલું કુમળું ઘાસ ખવડાવવાનું શીખવવું.
 • ૧ મહિનાની ઉમરે ક્રીપ મિશ્રણ (બચ્ચા દાણ) આપવું.

ખીરાની અગત્યતા

 • પહેલા ત્રણ દિવસ ખીરું આપવું/ધવડાવવું.
 • ખીરાના ધવડાવવાથી બચ્ચાઓનું મરણ પ્રમાણ ઘટાડી શકાય છે.
 • ગાયનું ખીરું પણ આપી શકાય છે..
 • પ્રતિ કિલોગ્રામ વજને ૧૦૦ મિલી ખીરું આપવું.

ક્રીપ ફીડ

 • આ ખોરાક ૧ થી ૩ મહિનાની ઉમર સુધી આપવું.
 • આનાથી પુરતા પોષક તત્વો આપવાથી શારીરક વિકાસનો વેગ મેળવી શકાય છે.
 • ૫૦-૧૦૦ ગ્રામ/લવારું/દિવસ આપવું.
 • તેમાં ૨૨ % પ્રોટીન હોય છે.

ક્રીપ ફીડનું બંધારણ

 • મકાઈ – ૪૦ %
 • મગફળીનો ખોળ - ૩૦ %
 • ઘઉંનું થુલું – ૧૦ %
 • તેલરહિત ડાંગરનું થુલું- ૧૩ %
 • ગોળાની રસી– ૫ %
 • ખનીજ તત્વો + પ્રજીવકોનું મિશ્રણ- ૨%
 • મીઠું – ૧ %

૦ થી ૯૦ દિવસનું ખોરાકીય પ્રબંધન

બચ્ચાની ઉમર

(દિવસો)

માતાનું દૂધ (મિલી)

ક્રીપ ફીડ (ગ્રામ)

લીલું ઘાસ

૧-૩

ખીરું-૩૦૦ મિલી, ત્રણ વખતમાં

-

-

૪-૧૪

૩૫૦ મિલી, ત્રણ વખતમાં

-

-

૧૫-૩૦

૩૫૦ મિલી, ત્રણ વખતમાં

થોડુક

થોડુક

૩૧-૬૦

૪૦૦ મિલી, ત્રણ વખતમાં

૧૦૦-૧૫૦

ખાય તેટલું

૬૧-૯૦

૨૦૦ મિલી, ત્રણ વખતમાં

૨૦૦-૨૫૦

ખાય તેટલું

૩ મહિનાથી ૧૨ મહિનાની ઉમર સુધીનો ખોરાક

 • દિવસ દરમ્યાન ૮ કલાકનું ચરિયાણ કરાવવું.
 • ૧૬-૧૮% પ્રોટીન વાળું ૧૦૦-૨૦૦ ગ્રામ દાણ/પશુ/દિવસ આપવું.
 • ઉનાળામાં અને વરસાદમાં રાત્રી સમય દરમ્યાન સુકું ઘાસ આપવું.
2.98245614035
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top