অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પશુપાલનમાં સ્વચ્છતા

પશુઓના રહેઠાણને દૈનિક જંતુમુક્ત કરવું

 • પશુઓના રહેઠાણમાં પાકા ભોયતળીયાને પાણીથી ધોયા બાદ ૦.૫% ફિનાઈલ વડે જંતુમુક્ત કરવું.
 • ફિનાઈલનો ઉપયોગ અઠવાડિયામાં બે વખત કરવો જ્યારે ચેપી રોગ કે ઝાડાનું પ્રમાણ વધે ત્યારે બે થી વધુ વખત કરી શકાય છે.
 • પાણી પીવાનો હવાડો અઠવાડિયામાં એક વખત સાફ કરે, અંદર ચૂનો લગાવવો.
 • ગમાણોને મહિનામાં એક વખત ચૂનો લગાવવો
 • ચુનાનો પાવડર કે ગાંગડા ખરાબ પાણીથી ભરેલ જગ્યાઓમાં સ્પ્રે કરવો જે ભેજ શોષી જે તે જગ્યાને જંતુમુક્ત કરશે.
 • જીવાણુ કે વિષાણુંથી થયેલ ચેપી રોગના હુમલા વખતે જે તે અસરકારક જંતુનાશક વાપરવા દા.ત. ધોવાના સોડા (સોડા એશ) વગેરે.
 • કોક્સીડિયાનો પ્રશ્ન ઉકેલવા માટે એમોનિયાનું ૧૦% દ્રાવણ વાપરી શકાય છે.
 • પશુઓના શેડમાં પુરતો સુર્યપ્રકાશ મળી રહે તે ઈચ્છનીય છે.
 • શેડના વાસણો દા.ત. દૂધના કેન, તગારા, ડોલ વગેરે સીધા સૂર્યપ્રકાશમાં આવે તેમ રાખવા.

સામાન્ય રીતે વપરાતા જંતુનાશકો

 1. ફિનાઈલ :- તે જંતુનાશક તથા ખરાબ વાસને દૂર કરનાર છે. સામાન્ય રીતે ૦.૫-૨% દ્રાવણ શેડના ભોંયતળિયાને જંતુમુક્ત કરવા વપરાય છે.
 2. ધોવાના સોડા :- જ્યારે વિષાણું દ્વારા ફેલાતા રોગનો હુમલો થયેલ હોય ત્યારે જંતુનાશક તરીકે ધોવાના સોદાનો ઉપયોગ કરી શકાય છે. ૪% દ્રાવણનો વાસણ ધોવા, સાધનો ધોવા કે ફૂટ બાથમાં ઉપયોગ કરી શકાય છે.
 3. કોસ્મેટિક સોડા :- પશુઓના રહેઠાણ કે અન્ય મકાને જંતુમુક્ત કરવા ૨.૮%નું દ્રાવણ તરીકે વાપરી શકાય છે.
 4. પ્રવાહી એમોનીયા :- ૧૦% પ્રવાહી કોક્સીડિયાના જંતુઓ દૂર કરે છે તેથી વાછરડાના વાળા તથા મરઘાં ફાર્મમાં ખાસ વાપરવો.
 5. ફોર્માલીન :- પશુના શેડમાં ભોંયતળીયુ સાફ કરવા માટે ૨% દ્રાવણનો ઉપયોગ કરવામાં આવે છે.
 6. ચૂનો :-  પાવડર ચૂનાનો ઉપયોગ ખાતર પર છાંટવા માટે, ભોંયતળિયેયા પર છાંટવા માટે કે પાણીનો હવાડો, ગમાણની દિવાલો વગેરેને વ્હાઈટ-વોશ માટે કરી શકાય છે. ચૂનો જંતુનાશક તેમજ દુર્ગંધ દૂર કરનારો છે.
 7. બ્લીચીંગ પાવડર :- તે ખૂબજ શક્તિશાળી જંતુનાશક છે. ચેપી રોગ ફેલાયો હોય ત્યારે પશુઓના શેડ વગેરે પર વપરાય છે, તીવ્ર દુર્ગંધને કારણે દુગ્ધાલયમાં વાપરી શકાતો નથી.
 8. ફીનોલ :- તે ઝેરી અને દાહક છે. ૧-૨%નું દ્રાવણ જંતુનાશક તરીકે વપરાય છે.
 9. ફોર્માલ્ડીહાઈડ ગેસ :- ઈંડાનો સેવનરૂમ, હેચરી, ઇન્ક્યુબેટર વગેરેને જંતુમુક્ત કરવા ૩૦ ગ્રામ પોટેશિયમ પરમેંગેનેટ, ૪૫ મી.લી. ૪૦% ફોર્મેલીનનું દ્રાનન મીક્ષ કરી ઉત્પન્ન થતો વાયુ ૧ મી.૨ જગ્યા જંતુમુક્ત બનાવે છે.
 10. સૂર્યપ્રકાશ :- સૂર્યના પારજાંબલી કિરણો જંતુનાશક શક્તિ ધરાવતા હોય, ખુલ્લે જગ્યા અને ખુલ્લા પશુ બાંધવાના વંડા સૂર્યના કિરણોથી જંતુમુક્ત બની શકે છે.

સ્વચ્છ દૂધ ઉત્પાદનના ફાયદા

દૂધના સ્વચ્છ ઉત્પાદનથી દૂધ ઉત્પન્ન કરનાર, તેનો ધંધો કે વિતરણ કરનાર અને તે વાપરનાર એમ ત્રણેય વર્ગને ફાયદો થાય છે.

૧. મર્યાદિત કે જંતુમુક્ત દૂધ હોવાને કારણે આવું દૂધ વાપરવાથી તંદુરસ્તીને હાની પહોંચતી નથી

૨. દૂધ જલ્દીથી બગડતું નથી તેથી દૂધ બગડવાથી થતું નુકશાન ઘટાડી શકાય છે.

૩. સ્વચ્છ દૂધ ઉત્પાદનથી સારા ભાવ મળી શકે છે.

૪. સ્વચ્છ દૂધ ઉત્પાદન માટેની કાળજી આડકતરી રીતે પશુને પણ કેટલીક બિમારીઓથી બચાવે છે.

૪.સ્વચ્છ દૂધ ઉત્પાદન માટે ધ્યાને લેવાના અગત્યના મુદ્દા

 • દુધાળ પશુઓ તદ્દન નીરોગી હોવા જોઈએ. કારણ કે પશુના કેટલાક રોગના જીવાણુંઓ દુધમાં આવે છે અને તે દ્વારા રોગનો ફેલાવો થતો હોય છે. દા.ત. આઉના ટી.બી.ના જીવાણુંઓ
 • દોહન માટેની કોઢ સ્વચ્છ રાખવી જોઈએ.
 • દુગ્ધ દોહન અને સંગ્રહ માટેના વાસનો જેવા કે ડોલ, પવાલી, કેન, ગરણી વગેરેનો ઉપયોગ કર્યો હોય તેને સ્વચ કરીને જ દોહન અને સંગ્રહ માટે વાપરવા જોઈએ.
 • દુગ્ધ દોહન કરનાર વ્યક્તિએ સ્વચ્છ કપડા પહેરવા જોઈએ અને સ્વચ્છતા જાળવવી જોઈએ. તેમના હાથના નખ કપાયેલા હોવા જોઈએ અને દોહન કાર્ય વખતે માથું ઢાંકેલું રાખવું જોઈએ.
 • દુગ્ધ દોહનના એક કલાક પહેલા પશુને હાથીયો કરવો જોઈએ.
 • દુગ્ધ દોહન પહેલા પશુના આઉં અને આંચળ હુંફાળા કલોરિનના અથવા પોટેશીયમ પરમેંગેનેટના દ્રાવણથી ધોઈ નાખવા જોઈએ.
 • ત્યારબાદ ચોખ્ખા કપડાના ટૂકડા કે નેપકિન વડે આઉં અને આંચળને સાફ કરી  કોરા કરી નાખાં જોઈએ.
 • પાનો મુક્યા પછી શરૂઆતના દોહનની ત્રણ ચાર છેડ વાસણની બહાર કાઢી અથવા ચોખ્ખા કપડામાં, કારણકે શરૂઆતના દુધના ભાગમાં નુકશાનકારક જીવાણુંઓની સંખ્યા વિશેષ હોય છે. જેથી દૂધ બગડી જવાનો સંભવ રહે છે.
 • દોહન સ્થાનની આજુબાજુનો વિસ્તાર શાંત અને ઘોંઘાટમુક્ત હોવો જોઈએ તથા અજાણી વ્યક્તિને દોહનક્રિયા વખતે કોઢ પાસે બોલાવવી જોઈએ નહિ. આ ઉપરાંત કૂતરાનું ભસવું વગેરે બાબતોનું ધ્યાન રાખવાથી દૂધ ઉત્પાદનમાં ઘટાડો અટકાવી સ્વચ્છ દૂધ ઉત્પાદન કરી શકાય છે.

પશુઓના રહેઠાણને જંતુમુક્ત રાખવાની માહિતી

 • પશુઓના રહેઠાણમાં છાણ -મુત્રને કારણે જીવાણુંઓનો ઉપદ્રવ થવાની શક્યતા વધારે હોય છે, આ પ્રકારે ઉત્પન્ન થતા જીવાણુંઓને નાશ કરવામાં ન આવે તો જીવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક બની જાય છે. જીવાણુંઓ ખોરાક, પાણી કે વ્યક્તિના માધ્યમ દ્વારા એક પશુમાંથી બીજા પશુમાં કે મનુષ્યમાં ફેલાઈ શકે છે. પશુઓના રહેઠાણને જંતુમુક્ત કરવા નીચે મુજબના પગલા લઇ શકાય છે.
સ્ત્રોત : આણંદ કૃષિ યુનીવર્સીટી


© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate