વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

પશુઓના આહારની માહિતી

પશુઓના આહારની માહિતી આપવામાં આવી છે

દૂધાળા પશુનો આહાર તથા લીલા ઘાસચારાનું મહત્વ

 • શરીરના નિભાવ માટે ગાયને એક કિલો તથા ભેંસ/સંકર ગાયને બે કિલો સમતોલ દાણ આપવું જોઈએ.
 • પાંચ માસની ગાભણ અવસ્થા પછી દૈનિક એક થી દોઢ કિલો વધારાનું દાણ આપવું જોઈએ.
 • પશુને ખોરાકમાં નિયમિત ત્રીસ ગ્રામ જેટલું ક્ષાર મિશ્રણ અને ૨૫ ગ્રામ મીઠું આપવું જોઈએ.
 • દુધાળા પશુને સામાન્ય રીતે દૈનિક ૨૦ કિલો લીલોચારો તથા આઠ થી દશ કિલો સૂકો ચારો આપવો જોઈએ.
 • કઠોળ વર્ગમાં રજકા જેવો ઘાસચારો, પૂરતા પ્રમાણમાં આપવાથી, દુધ ઉત્પાદન ઘટાડયા સિવાય, ખાણદાણનો ખર્ચ ઘટાડી શકાય છે.
 • ધાન્ય વર્ગના ચારા જેવા કે મકાઈ, જુવાર, ઓટ, બાજરી, સેઢા-પાળાના ઘાસ છે.
 • જ્યારે કઠોળ વર્ગના ચારા જેવા કે રજકો, ગુવાર, ચોળા, બરસીમ અને દશરથ ઘાસ છે.
 • ફક્ત લીલા ચારામાં જ વિટામીન ""એ'' તથા અન્ય વિટામીન્સ હોઈ પ્રજનન પ્રક્રિયા નિયમિત બને છે અને નિયમિત વિયાણ થાય છે.
 • પશુઓમાં વરોળપણું અને રતાંધળાપણું અટકાવી શકાય છે.
 • ક્ષાર અને પોષક તત્વ પ્રમાણસર હોવાથી તંદુરસ્તી અને ઉત્પાદન જાળવી શકાય છે.
 • પશુને હંમેશા જિલ્લા સંધ દ્વારા બનાવાતું સમતોલ દાણ આપો. આ દાણ
 • પશુને જરૂરી બધા પોષક તત્વો ધરાવતું હોય છે તથા ધણું સસ્તું હોય છે.

ઘાસચારા પાકોનું આયોજન

ધાન્ય વર્ગ ઘાસચારા માટે આધુનિક ખેતી પદ્ધતી

અ.નં.

ઘાસચારાના પાકનું નામ

સુધારેલી જાતો

જમીન

વાવણી સમય

બિયારણનો દરકી.ગ્રા./હેકટર

વાવણી અંતર (સે.મી.)

ખાતરનાફો.પો.કી.ગ્રા./હેકટર

પિયત

કાપણી

ઉત્પાદનક્વિન્ટલ/હેકટર

જુવાર (એક કાપણી)

એસ. ૧૦૪૯ (સુંઢીયું), સી. ૧૦.૨(છાસટિયો),
જી.એફ.એસ.૩,
જી.એફ.એસ. ૪
અને જી.એફ.એસ. ૫

ગોરાડુ, બેસર
અને મધ્યમ કાળી

ચોમાસુ ઃ
જુન-જુલાઈ,
ઉનાળુ ઃ ફેબ્રુઆરી-માર્ચ

સુધારેલી જાતો માટે ૬૦ અને હાઈબ્રીડ માટે
૩૦

૨૫ થી ૩૦

કુલઃ ૫૦+૪૦+૦
પાયામાં ૨૫+૪૦+૦
એક મહિને
૨૫+૦+૦

ઉનાળુ જુવારને જમીનની જાત પ્રમાણે
૧૦ થી ૧૫ દિવસે

૫૦ ટકા ફુલ
અવસ્થાએ
કાપણી કરવી

૩૫૦ થી ૪૦૦

જુવાર
(બહુ કાપણી)

એમ.પી. ચારી,
એસ.એસ.જી. ૫૯.૩, પાયોનિયર હાઈબ્રીડ
અને
ગુ. ફો. સો. હા.-૧

ગોરાડુ, બેસર
અને મધ્યમ કાળી

ચોમાસુ ઃ
જુન-જુલાઈ,
ઉનાળુ ઃ ફેબ્રુઆરી-માર્ચ

સુધારેલી જાતો માટે ૬૦ અને હાઈબ્રીડ માટે
૩૦

૨૫ થી ૩૦

કુલઃ ૭૫+૪૦+૦
પાયામાં ૨૫+૪૦+૦
એક મહિનેઃ ૨૫+૦+૦
પ્રથમ કાપણીએઃ
૨૫+૦+૦

ઉનાળુ જુવારને જમીનની જાત પ્રમાણે
૧૦ થી ૧૫ દિવસે

પ્રથમ કાપણી ૫૫-
૬૦ દિવસે અને ત્યારબાદ અન્ય કાપણીઓ ૪૦-૪૫ દિવસે કરવી.

બે કાપણીમાં ૬૫૦
બહુ કાપણીમાં
૮૦૦-૧૦૦૦

મકાઈ

આફ્રિકન ટોલ, ગંગા સફેદ-૨, ગંગા-૫, વિક્રમ ફાર્મ સમેરી, ગુજરાત મકાઈ-૧
ગુજરાત મકાઈ-૨
અને ગુજરાત મકાઈ-૩

ફળદ્રુપ સારા નિતારવાળી

ઠંડી સિવાયના દિવસોમાં ગમે ત્યારે વાવી શકાય

60

30

કુલઃ ૮૦+૩૦+૦
પાયામાં  ૪૦+૩૦+૦
એક મહિનેઃ ૪૦+૦+૦

શિયાળામાં
૧૫ થી ૨૦ દિવસે અને
ઉનાળામાં
૧૦ થી
૧૫ દિવસે

ચમરી આવેથી
દૂધિયા દાણા
અવસ્થાએ
કાપણી કરવી

ચોમાસામાં
૩૦૦-૪૦૦, શિયાળુ અને
ઉનાળુ
૪૦૦-૫૦૦

બાજરી

રજકા બાજરી
(સ્થાનિક) જાયન્ટ બાજરા,
ગુજરાત ઘાસચારા
બાજરી-૧,
જીએફબી-૧

ગોરાડુ, બેસર
અને મધ્યમ કાળી

ચોમાસુ ઃ
જુન-જુલાઈ,
ઉનાળુ ઃ ફેબ્રુઆરી-માર્ચ

૧૦ થી ૧૨

૩૦ થી ૪૫

કુલઃ ૧૦૦+૦+૦
પાયામાં  ૫૦+૦+૦
પથ્ર મ કાપણીઅઃે ૫૦+૦+૦ (દરેક વધારાની કાપણીએ વધારાનો ૫૦ કિ.ગ્રા. નાઈટ્રોજન/હે. આપવો.)

ઉનાળુ બાજરીને
૧૦ થી ૧૫ દિવસે પાણી
આપવું.

પ્રથમ કાપણી
૪૫-૫૦ દિવસે
અને ત્યારબાદ
૩૦-૩૫ દિવસે કાપણી કરવી.

એક કાપણીમાં
૩૦૦-૪૦૦, બહુ કાપણીમાં
૬૦૦-૭૦૦

ઓટ

કેન્ટ, ઓ.એલ. ૯ અને
જે.એચ.ઓ. ૮૨૨

ગોરાડુ, મધ્યમ
કાળી, સારા નિતારવાળી

નવેમ્બરનંં
બીજું
અઠવાડિયુ

100

25

કુલઃ ૮૦+૩૦+૦
પાયામાં  ૪૦+૩૦+૦
એક મહિનેઃ ૨૦+૦+૦
પ્રથમ કાપણીએઃ
૨૦+૦+૦

૧૨ થી ૧૫
દિવસે

પ્રથમ કાપણી
૫૦થી ૫૫ દિવસે, બીજી કાપણી ૫૦
ટકા કુલ
અવસ્થાએ

એક કાપણીમાં
૪૦૦-૫૦૦, બે કાપણીમાં
૫૦૦-૬૦૦

કઠોળ વર્ગ ઘાસચારા માટે આધુનિક ખેતી પદ્ધતી

અ.નં.

ઘાસચારાના પાકનું નામ

સુધારેલી જાતો

જમીન

વાવણી સમય

બિયારણનો દરકી.ગ્રા./હેકટર

વાવણી અંતર (સે.મી.)

ખાતરનાફો.પો.કી.ગ્રા./હેકટર

પિયત

કાપણી

ઉત્પાદનક્વિન્ટલ/હેકટર

રજકો

જીએયુએલ-૧ (આણંદ-૨
અને
એસ.એસ. ૬૨૭
એએલ-૩

સારા નિતારવાળી બેસર, મધ્યમ કાળી, ગોરાળું

નવેમ્બરનું બીજું
અઠવાડિયું

10

25

૨૦+૫૦+૫૦
પાયાના ખાતર તરીકે
આપવો

શિયાળામાં ૧૨
થી ૧૫ દિવસે
અને ઉનાળામાં
૧૦ થી ૧૨
દિવસે

૫૦% ફુલ અવસ્થાએ
અથવા વાવણી પછી બે
મહિને ત્યારબાદ શિયા-
ળામાં ૩૦ દિવસે અને
ઉનાળામાં ૨૦થી૨૫ દિવસે

ઋતુ દરમ્યાન

ચોળા

ચોમાસુ ઋતુ માટે
જી.એફ.સી. ૧,જી.
એફ.સી. ૩ અને ઈ.સી.
૪૨૧૬, ઉનાળુ ઋતુ
માટે જી.એસ.એફ.સી.
૨, જી.એફ. સી. ૪
અને ઈ.સી. ૪૨૧૬

રેતાળ અને
સારા નિતારવાળી
જમીન માફક
આવે છે.

ચોમાસુ
જુન-જુલાઈ
ઉનાળુ
ફેબ્રુઆરી-
માર્ચ

40

30

૨૦+૪૦+૦
પાયાના ખાતર તરીકે
આપવો

ઉનાળુ ચોળાને
૧૦ થી ૧૫
દિવસે પાણી

૭૦ થી ૭૫
દિવસે

૨૫૦-૩૦૦

ગુવાર

એફ.એસ. ૨૭૭, એચ.
એફ.જી. ૨, દુર્ગાપુર
સફેદ અને સિરસા-૧

ગોરાળુ, બેસર,
મધ્યમ કાળી
અને હલકી જમીન

જુન-જુલાઈ

૩૫ થી ૪૦

45

૨૦+૪૦+૦
પાયાના ખાતર તરીકે

*

શીંગો બેસવાની શરૂઆત
થાય ત્યારે અથવા
૬૦ થી ૭૦ દિવસે

૨૫૦-૩૦૦

વાલ

આઈ.જી.એફ.આર.
આઈ-૧૬૪૯ અને
૨૨૧૪

ગમે તવે ી જમીનમાં
થઈ શકે છે પણ પાણી
ભરાઈ રહે તે વિસ્તાર
અનુકૂળ આવતો નથી

જુન-જુલાઈ

૨૦ થી ૨૫

૪૫

૨૦+૮૦+૦
પાયાના ખાતર તરીકે
આપવો

જરૂરિયાત મુજબ પાણી
આપવું

ફુલ અવસ્થાએ

૪૦૦-૫૦૦

૧૦

દશરથ

સ્થાનિક

હલકી મધ્યમ

જુન-જુલાઈ

૭ થી ૧૦

૫૦×૧૫

૫૦+૧૦૦+૦
પાયાના ખાતર તરીકે
આપવો

જરૂરિયાત
મુજબ પાણી
આપવું

૬૦ સે.મી.ની ઉંચાઈએ
કાપણી કરવી.

૪૦૦-૫૦૦

૧૧

શેવરી

સ્થાનિક

રેતાળ, ગોરાડુ,
મધ્યમ કાળી

જુન થી
જુલાઈ

૧૦ થી ૧૫

૫૦×૧૫

૨૦+૬૦+૦ પાયાના
ખાતર તરીકે
આપ વો

*

પ્રથમ કાપણી 1 મીટર
ઉંચાઈએ૩ મહિને કરવી
ત્યારબાદ દર બે મહિને

૧૫૦-૨૦૦

૧૨

સુબાબુલ

હવાઈયન, સાલ્વેડોર
અને પેરુ

સારા
નિતારવાળી

જુન થી
ઓગસ્ટ

૨૦ થી ૩૦

૨૦૦×૫૦

કુલઃ ૨૦+૬૦+૩૦
પાયામાં ત્યારબાદ દર
આંતરે વર્ષે ૨૫ કિ.
ગ્રા. ફોસ્ફરસ/હેક્ટરે

જરૂરિયાત મુજબ પાણી
આપવું

પ્રથમ કાપણી ૧૦૦ દિવસે ત્યારબાદ ચોમાસામાં ૪૦, શિયાળામાં ૬૦ દિવસે અને
ઉનાળામાં ૫૦ દિવસે કરવી

૬૦૦થી૧૦૦૦ પિયતમાં,
૧૫૦-૨૫૦ બિનપિયતમાં

તૈલી વર્ગ ઘાસચારા માટે આધુનિક ખેતી પદ્ધતી

અ.નં.

ઘાસચારાના પાકનું નામ

સુધારેલી જાતો

જમીન

વાવણી સમય

બિયારણનો દરકી.ગ્રા./હેકટર

વાવણી અંતર (સે.મી.)

ખાતરનાફો.પો.કી.ગ્રા./હેકટર

પિયત

કાપણી

ઉત્પાદન ક્વિન્ટલ/હેકટર

૧૩

સુર્યમુખી

ઈ.સી. ૬૮૪૧૪

રેતાળ, ગોરાડું, જમીનમાં થઈ શકે છે.

વર્ષમાં ગમે ત્યારે વાવી શકાય.

40

45

૬૦+૩૦+૦
પાયામાં આપવો

શિયાળા તેમજ
ઉનાળામાં
જરૂરિયાત મુજબ

કળીઓ બેસે ત્યારે
એટલે કે વાવણી બાદ
૪૦ થી ૪૫ દિવસે

૨૦૦-૨૫૦

ઘાસ વર્ગ ઘાસચારા માટે આધુનિક ખેતી પદ્ધતી

અ.નં.

ઘાસચારાના પાકનું નામ

સુધારેલી જાતો

જમીન

વાવણી સમય

બિયારણનો દરકી.ગ્રા./હેકટર

વાવણી અંતર (સે.મી.)

ખાતરનાફો.પો.કી.ગ્રા./હેકટર

પિયત

કાપણી

ઉત્પાદનક્વિન્ટલ/હેકટર

૧૪

ગજરાજ
ઘાસ

એન.બી.-૨૧,
સી.ઓ. 1 અને
એપીબીએન-૧

રેતાળ, ગોરાડું,
મધ્યમ કાળી અને
સારા નિતારવાળી

જુન-જુલાઈ
તથા
ફેબ્રુઆરીથી

૨૭,૭૭૭ જડિયાં
૧૨,૩૪૫ જડિયાં
૧૦,૦૦૦ જડિયાં
એપિ્રલ

૬૦×૬૦
૯૦×૯૦
૧૦૦×૧૦૦
૧૦૦×૫૦

૧૦ ટન છા. ખાતર/
હે. પાયામાં ૫૦+
૩૦+૩૦ દરેક કાપણી
પછી ૫૦ થી ૭૫ કિ.ગ્રા.ના/
હેક્ટરે આપવું.

ચોમાસામાં જરૂર
મુજબ, શિયાળામાં
૧૫ થી ૨૦ દિવસે,
ઉનાળામાં ૧૦
દિવસે આપવું.

પ્રથમ કાપણી ૬૦
દિવસે ત્યારબાદ
દરેક કાપણી
૪૫ દિવસે

પ્રથમ વર્ષ
૧૫૦૦-
૨૦૦૦ બીજું
વર્ષ  ૧૫૦૦
ત્રીજુ વર્ષ  ૧૦૦૦

૧૫

ગીનીયા
ઘાસ

હમિલ, કોલોનીયલ
અને ગાલ્ટન

સારા નિતારવાળી
મધ્યમ કાળી

જુન-જુલાઈ
તથા
ફેબ્રુઆરીથી

૨૭,૭૭૭ જડિયાં
૧૨,૩૪૫ જડિયાં
૧૦,૦૦૦ જડિયાં
એપિ્રલ

૬૦×૬૦
૯૦×૯૦
૧૦૦×૧૦૦

૫૦+૩૦+૩૦ પાયામાં
તેમજ દરેક કાપણી પછી
૩૦ કિ.ગ્રા. ના/હે. અને
દર વર્ષે ૪૦ કિ.ગ્રા.
ફોસ્ફરસ/હેક્ટરે આપવો.

ચોમાસામાં જરૂર
મુજબ, શિયાળામાં
૧૫ થી ૨૦ દિવસે,
ઉનાળામાં ૧૦
દિવસે આપવું.

પ્રથમ કાપણી ૬૦
દિવસે ત્યારબાદ
દરેક કાપણી ૪૦થી
૫૦ દિવસે કરવી.

દર વર્ષે
૧૦૦૦-
૧૨૦૦

૧૬

પેરા ઘાસ

સ્થાનિક

ભારે, ભેજવાળી અને
પાણી ભરાઈ રહે
તેવી જમીન પણ
અનુકૂળ આવે છે.

ઉત્તર ગુજરાતમાં
૧૫મી ફેબ્રુઆરી
દક્ષિણ ગુજરાત
માં ગમે ત્યારે
વાવી શકાય છે

૪૦,૦૦૦ જડિયાં
૨૭,૭૭૭ જડિયાં

૫૦×૫૦
૬૦×૬૦
ધરૂ રોપીને

૪૦+૦+૦ પાયાના
ખાતર તરીકે આપવો

જરૂરીયાત મુજબ

પ્રથમ કાપણી
રોપણી પછી ૬૦
દિવસે કરવી.

દર વર્ષે
૧૦૦૦

૧૭

અન્જાન ઘાસ
(ધામણ)

આઈ.જી.એફ.આર.
આઈ.-૧, પુસાયલો-
એન્જાન, કોઈમ્બતુર-૧

રેતાળ, ગોરાડું,
મધ્યમ કાળી અને
સારા નિતારવાળી

જુન-જુલાઈ

૨ થી ૩

૬૦×૬૦
૭૫×૭૫
ધરૂ રોપીને

૩૦+૧૦+૦ પાયાના
ખાતર તરીકે આપવો

જરૂરીયાત મુજબ

પ્રથમ કાપણી
રોપણી  બાદ ૪
મહિને કરવી.

ગૌચરમાં ૧૫૦
થી ૨૦૦ તથા
પિયતમાં ૪૦૦
થી ૫૦૦

૧૮

ઝીંઝવો ઘાસ
(મારવેલ)

ગુજરાત મારવેલ
ઘાસ-૧

રેતાળ, ગોરાડુંથી
મધ્યમ કાળી

જુન-જુલાઈ

૨ થી ૩

૫૦×૨૫
ધરૂ રોપીને

૪૦+૦+૦ પાયામાં
૨૦+૦+૦
એક મહિને
૨૦+૦+૦

જરૂરીયાત મુજબ

પ્રથમ કાપણી ૩ થી
૩ાા મહિને પછી
દરેક કાપણી ૪૦
દિવસે કરવી.

ગૌચરમાં ૬૦
થી ૮૦, પિય-
તમાં ૧૦૦થી
૧૨૦

૧૯

ધરફ ઘાસ

જી.એ.યુ.ડી.-૧
પથ્થરવાળી
અને રેતાળ

ડુંગરાળ,

જુન-જુલાઈ

4

૪૫×૩૦
ધરૂ રોપીને

૪૦+૦+૦ પાયામાં
૨૦+૦+૦ દોઢ મહિને
૨૦+૦+૦

જરૂરીયાત મુજબ

પ્રથમ કાપણી ૩
મહિને અને ત્યારબાદ
દરેક દોઢ મહિને કરવી.

125

સાયલેજ

સાયલેજ વિષેની માહિતી

 • લીલા ઘાસનું અથાણું, લીલો ચારો લીલી અવસ્થામાં વિટામિન- એ સાથે સંગ્રહ કરી શકાય. ચોમાસા બાદ આ પદ્ધતિ ઉપયોગી થાય છે. જે ઘાસચારા પાક ચરાવવા, નીરવા કે સૂકવવા લાયક હોય તે બધાના સાઈલેજ બનાવી શકાય. દા.ત. મકાઈ, જુવાર, રજકો, સોયાબીન, વટાણા, જવનાં લીલા ઘાસચારામાંથી સાઈલેજ બનાવાય છે. ઘાસચારાના સાઈલેજમાં વધુ પ્રોટિન, ખનિજ દ્રવ્યો, વિટામિન્સ હોય છે. પરંતુ પુરતું પોષણ વધુ મળતું ન હોવાથી, સુકું ઘાસ પણ ખવડાવવું પડે છે. (એક ધન ફૂટ ખાડામાં ૨૦ કિ.ગ્રા. ઘાસ સંગ્રહી શકાય છે.)
 • સાયલોપીટ ૭'×૪'×૫' (લં×પ×ઉ) નો બનાવવો. જેમાં બે ટન જેટલું સાયલેજ સમાય છે. સાયલેજ બનાવવાના ઘાસચારામાં ૬૦ ટકા ભેજનું પ્રમાણ હોવું જોઈએ.
 • કાપેલા ઘાસચારાના ટુકડાને મુઠ્ઠીમાં દબાવવાથી લોચો ન થઈ જાય અને મુઠ્ઠી ખોલ્યા પછી ધીમે ધીમે ઘાસચારાના કટકા છૂટા પડે તે તબક્કે સાયલેજ ભરવા માટે ચારો યોગ્ય છે.
 • સાયલેજ સ્વાદિષ્ટ બનાવવા સાયલેજ ભરતી વખતે એક ટન ઘાસચારા સાથે ૨૦ કિલો ગોળની રસી તથા ૨ કિ.ગ્રામ મીઠું ઉમેરી શકાય. સાયલોપીટ સંપૂર્ણ ભરાઈ જાય પછી તેને હવાચૂસ્ત કરી દેવો. એકાદ અઠવાડિયા પછી બંધ સાઈલોપીટમાં ક્યાંય તીરાડ દેખાય તો તીરાડને તાત્કાલિક પૂરી દેવી. જ્યારે લીલો ઘાસચારો ઉપલબ્ધ ન હોય તો તે સમયે સાયલોપીટ ખોલી સાઈલેજનો ઉત્તમ નીરણ તરીકે ઉપયોગ કરી શકાય છે.
 • દુધાળા પશુને દૂધ દોહ્યા પછી જ રોજનું ૧૫ કિલો સાઈલેજ આપી શકાય છે. સાયલેજ, ઓછી જમીનમાં વધુ જાનવરો રાખવાની તક પૂરી પાડે છે.

સાયાલેજના ફાયદા

 • ચોમાસાના પાણીથી લીલોચારો ઉગાડી, લીલી અવસ્થામાં સંગ્રહ કરી શકાય છે. જેથી ઓછા ખર્ચે આખુ વર્ષ લીલોચારો પશુઓને ખવડાવી શકાય છે.
 • ઉપલબ્ધ જમીનમાંથી ત્રણ ગણુ ઉત્પાદન મળે છે.
 • ચોમાસામાં જ્યારે સૂકવણી પદ્ધતિથી ઘાસ જાળવવાનું શક્ય નથી. ત્યારે આ પદ્ધતિ ઉપયોગી થાય છે.
 • ચોમાસામાં લીલી અવસ્થામાં વિટામીન "એ' સાથે જાળવી શકાય છે. યોગ્ય
 • અવસ્થાએ કાપવાથી પ્રોટિન તત્ત્વ મહત્તમ કક્ષાએ મળે છે. સુકું ઘાસ બનાવવામાં પોષક તત્વોનો નાશ વધુ થાય છે.
 • સાયલેજ બનાવવા માટે લીલોચારો કાપતી વખતે ચારા સાથે આવેલ નિંદામણના છોડ, બી બેસતાં પહેલાં જ કપાઈ જતા હોવાથી બિયારણ ખરીને નિંદામણની વૃદ્ધિ થતી નથી. આમ છતાં કોઈ બી આવી જાય તો સાઈલેજમાં રાસાયણિક પ્રક્રિયાથી તે નકામું થઈ જાય છે. આમ સહેલાઈથી નિંદામણ નિયંત્રણ થાય છે.
 • ચારાના પાકને સામાન્ય રીતે ફૂલ બેસે ત્યારબાદ રોગ આવે છે. સાયલેજ માટે ચારાનો પાક ફૂલ બેસતાં પહેલાં જ કપાઈ જતો હોવાથી રોગનો પ્રશ્ન રહેતો નથી.
 • ચારાનો સંગ્રહ ઓછી જગ્યામાં થઈ શકે છે. તથા સૂકા ચારાની ગંજીમાં આગનો ભય રહે છે. જ્યારે સાયલેજમાં આ ભય રહેતો નથી.

ઘાસ કાપવાનો સુડો

 • જુવાર, બાજરી, મકાઈ વગેરેનું ઘાસ સખત અને જાડી દાંડીવાળું હોય છે. તેથી પશુ તેને પૂરેપુરૂં ન ખાતાં ઉપરનો ભાગ કે તેના પાન જ ખાય છે. જ્યારે દાંડીવાળો ભાગ ખાતું નથી. જે છેવટે ઉકરડે જતુ હોય છે. સંશોધનને આધારે સાબિત થયેલ છે કે ટુકડા (ચેફ) કર્યા વગર ઘાસ નિરવાથી ૧૫ થી ૨૦ ટકા જેટલો ઘાસનો બગાડ થાય છે. જો લીલા અને સૂકા ચારાને ચાફટર કે ઘાસ કાપવાના સૂડાથી બે થી ત્રણ સે.મી. લંબાઈના ટુકડા કરી નિરવામાં આવે તો પશુ બધુ જ ઘાસ ખાઈ જાય છે. ઘાસ કાપવાનો સૂડો સ્થાનિક લુહાર બનાવી શકે છે.

ડાંગરના પરાળ પર યુરિયા પ્રક્રિયાની માહિતી

 • ઓછા પોષણયુક્ત સૂકા ઘાસચારાને પૌષ્ટિક ઘાસચારામાં ફેરવવા આ પદ્ધતિ વપરાય છે. પરાળમાં ૪ ટકાથી પણ ઓછું પ્રોટીન હોય છે જેને ૪% યુરિયા પ્રક્રિયા કરવાથી પ્રોટીનનું પ્રમાણ ૯% થઈ જાય છે. ૬૦ ટકા જેટલા કુલ પાચક તત્ત્વો મળી રહે છે. આ માટે ૧૦૦ કિલો પૂળિયાનો થર કરી છંટકાવ કરવો. ૮ થી ૧૦ થર તૈયાર કર્યા પછી ઢગલાને ચારે બાજુ તેમજ ઉપરથી પ્લાસ્ટિકની કોથળીમાંથી બનાવેલ ચાદર વડે ચૂસ્ત રીતે ઢાંકો. ત્યારપછી ૨૧ દિવસે તળિયાના ભાગેથી પૂળિયા ખેંચીને, એમોનિયાની વાસ દૂર થાય ત્યાં સુધી (અંદાજે ૩૦ મિનિટ) પૂળિયાને ખોલીને ખુલ્લા મુકી દો. પૂળિયાનો રંગ લીલાશ પડતો થાય છે જે ખાવા યોગ્ય છે. પ્રક્રિયા કરેલ બગડી ગયેલા પૂળિયાનો રંગ કાળો થઈ જાય છે. જેને ખવડાવવા યોગ્ય નથી.
 • યુરિયા પ્રક્રિયાવાળુ પરાળ ખવડાવીએ તો જુવાર-બાટુ ખવડાવવાની જરૂર રહેતી નથી. તેમજ દાણમાં ૨૦ થી ૩૦ ટકા જેટલી બચત કરી શકાય છે. પશુઓનું સ્વાસ્થ્ય, કાર્યક્ષમતા અને પ્રજનન ક્ષમતા પણ સારી રાખી શકીએ તથા સસ્તા પરાળનો ઉપયોગ કરી દૂધનો ઉત્પાદન ખર્ચ ઘટાડીને વધુ વળતર મેળવવાથી આર્થિક પરિસ્થિતિ સુધરે છે.

નફાકારક પશુપાલનના સોનેરી મુદ્દાઓ

 1. વિયાણ સમયે નવજાત બચ્ચાની ખાસ કાળજી રાખો અને નવજાત બચ્ચાંને વિયાણ પછી અડધા કલાક સુધીમાં ખીરુ પીવડાવો.
 2. વાછરડીઓને એવી રીતે આહાર આપો કે જેથી બે વર્ષની ઉંમરે ૨૫૦ કિ.ગ્રા. વજન પ્રાપ્ત કરે.
 3. કૃત્રિમ બીજદાનથી પશુઓને ફેળવવાના (સંવર્ધન) આગ્રહ રાખો. જેથી આ નવા જન્મેલા પશુધનની ઉત્પાદન અને ઉત્પાદક્તા શક્તિમાં વધારો થશે.
 4. ગાય કે ભેંસ તેના વિયાણ પછીના ત્રણ મહિનામાં ગાભણ થવી જોઈએ, યાદ રાખો કે તમે એકવાર ફેળવવાનું ચૂકી જાઓ છો એટલે રૂા. ૧૦૦૦ થી રૂા. ૧૨૦૦નું નુકશાન થાય છે.
 5. ન ફળતા પશુઓને વહેલી તકે યોગ્ય ડોક્ટરી તપાસ કરાવી સારવાર કરાવો જેથી પશુઓ લાંબા સમય સુધી બિન ઉત્પાદક ન રહે.
 6. પશુઓ ગરમીમાં આવ્યેથી બારથી અઢાર કલાક દરમ્યાન ફેળવવા કે કૃત્રિમ બીજદાન કરાવવાની કાળજી રાખો.
 7. લાંબો સમય ગરમીમાં રહેતા પશુઓને ૨૪ કલાકના અંતરે બે વખત બીજદાન કરાવો.
 8. પશુઓ બીજદાન કરાવ્યા બાદ ફરીથી ગરમીમાં ન આવે તો બે થી ત્રણ મહિનામાં ગર્ભપરિક્ષણ કરાવવાનો આગ્રહ રાખો.
 9. પશુના ગર્ભકાળના છેલ્લા બે માસમાં પ્રત્યેક ગાભણ પશુને તેના રોજના પશુઆહાર ઉપરાંત બે કિ.ગ્રા. વધારાનું દાણ આપો.
 10. પશુઓને જે ઘાસચારો ખવડાવો તેના ત્રીજો ભાગ કઠોળ વર્ગનો ચારો હોવો જોઈએ, તેમજ મીઠું તથા ક્ષારો જાનવરના શરીરના વિકાસ, પ્રજનન તથા ઉત્પાદન માટે ખૂબ જ જરૂરી છે.
 11. સમતોલ દાણમાં ત્રીસથી પચાસ ગ્રામ મિનરલ મિક્ષ્ચર રોજ આપવાનો આગ્રહ રાખો.
 12. હંમેશા લીલો, સૂકો ઘાસચારો ટુકડા કરીને જ ખવડાવવાનો આગ્રહ રાખો, જેને લીધે ૧૫-૨૦ ટકા ઘાસચારાનો બચાવ કરી શકાય.
 13. લીલા ઘાસનું અથાણું (સાઈલેઝ) બનાવી ઉનાળાની સીઝનમાં પણ લીલોચારો ખવડાવો.
 14. . યુરીયા પ્રક્રિયા દ્વારા ધઉંનું ભુસુ તેમજ ડાંગરના પરાળની પોષકતા વધારી, ખોરાકી ખર્ચમાં ઘટાડો કરો.
 15. પાકી ગમાણમાં નિરણ કરવાથી ઘાસચારાનો બગાડ અટકશે.
 16. ભેંસોને ઉનાળામાં બપોરના સમયે રોજેરોજ નવડાવવાથી દૂધ ઉત્પાદન અને પ્રજનન ઉપર સાનુકૂળ અસર થાય છે.
 17. પશુઓને તંદુરસ્ત રાખવા માટે નિયત સમયના અંતરે (ચોમાસા પહેલાં અને ચોમાસા પછી) કૃમિનાશક દવા પિવડાવો, તેમજ ચેપી રોગ સામેની રસી મુકાવો.
 18. આઉના સોજામાં તુરત જ સારવાર કરાવી, આંચળ બંધ થતો અટકાવી, દુધ ઉત્પાદનમાં થતું નુકશાન અટકાવો.
 19. દોહતી વખતે અંગુઠો બહાર રાખી મુઠ્ઠી પદ્ધતિથી દોહવાનો આગ્રહ રાખો તેમજ પ થી ૭  મિનિટમાં સંપૂર્ણ દૂધ દોહી લેવાની કાળજી રાખો.
 20. પશુઓને દોહનાર વ્યક્તિના હાથ, નખ તેમજ પશુઓનું આઉ સ્વચ્છ હોવો જરૂરી છે, જે સ્વચ્છ દુધ ઉત્પાદનની પાયાની જરૂરીયાત છે.

સ્ત્રોત: આણંદ કૃષિ યુનિવર્સિટી

3.12820512821
મંગળ 9727066808 Apr 02, 2018 12:35 PM

પશુ બિજદાન માટે ભરતી

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top