অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પશુઆહાર

પુખ્તવયના પ્રાણીઓના શરીરમાં આશરે 2.8 થી 4.6 ટકા જેટલા ક્ષારો હોય છે, ક્ષારો પ્રાણીના જુદા જુદા સ્નાયુઓમાં અગત્યનો ભાગ ભજવે છે

પશુઆહારમાંકાર્બોદિત,તૈલી તેમજ પ્રોટીન (નત્રિલ પદાર્થો)ની માફક ક્ષારોનો પણ સમાવેશ થાય છે. ક્ષારો પણ આહારના અકાર્બનિક ભાગને પ્રદર્શિત કરે છે. પુખ્તવયના પ્રાણીઓના શરીરમાં આશરે 2.8 થી 4.6 ટકા જેટલા ક્ષારો હોય છે, જે શરીરના જુદા જુદા સ્નાયુઓના બંધારણનો અગત્યનો ભાગ છે. જાનવરોમાં આશરે 30 થી 40 પ્રકારના ક્ષાર શરીરના જુદા જુદા ભાગોમાં હોય છે. શરીરના કુલ ક્ષારોમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ પોણા ભાગનો હિસ્સો ધરાવે છે. (49 ટકા કેલ્શિયમ, 27 ટકા ફોસ્ફરસ અને 24 ટકા અન્ય ક્ષારો) પશુઓના શરીરને ટેકો આપનાર હાડપિંજર અને દાંત મુખ્યત્વે ક્ષારોના બનેલા હોય છે. સામાન્ય રીતે પુખ્ય વયના પ્રાણીઓનાશરીરમાં ક્ષારોનું પ્રમાણ કોઠામાં દર્શાવેલ છે. કુલ ક્ષારોના લગભગ 80 ટકા ક્ષારો હાડપિંજરમાં હોય છે. હાડકાંઅને દાંતને શક્તિ અને શિથિલતા પૂરી પાડે છે. બાકીના ક્ષારો સ્નાયુઓમાં અને લોહીમાં રહેલા છે, જ્યાં તેઓ કાર્બનિક પદાર્થો સાથે સંકળાઇને શરીરના કાર્યોમાં અગત્યનો ભાગ ભજવે છે.

પશુઓના જીવન માટે જરૂરી ક્ષારોનું વર્ગીકરણ :

મુખ્ય ક્ષારો : વિભાગના ક્ષારોનું પ્રમાણ શરીરમાં વધારે હોય છે. તેમજ મુખ્ય ક્ષારોની શરીરની દૈનિક જરૂરીયાત પૂરી પાડવા ખોરાકમાંતેમનું પ્રમાણ પણ વધુ હોવું જરૂરી છે. જોકે આવા ક્ષારોનું પ્રમાણ ખાણ-દાણ તેમજ ઘાસચારામાં સૂક્ષ્મ ક્ષારોના પ્રમાણમાં વધુ હોય છે. દા.ત.કેલ્શિયમ, મેગ્નેશિયમ, સોડિયમ, પોટેશિયમ, ક્લોરાઈડ, સલ્ફર(ગંધક). (2) સૂક્ષ્મ ક્ષારો : વિભાગના ક્ષારોનું પ્રમાણ શરીરમાં તેમજ ખાણ-દાણ તથા ઘાસચારામાં પણ ઓછી માત્રામાં હોયછે, અને સાથે સાથે ખોરાકમાં તેમનું પ્રમાણ પણ મુખ્ય ક્ષારોના પ્રમાણમાં ઘણું ઓછું જોઇએ છે. દા.ત.લોહ, કોબાલ્ટ, તાંબુ,ઝિંક, મેંગેનિઝ, આયોડિન, મોલિબ્ડેનમ, ક્લોરિન. છેલ્લા ત્રણ ક્ષારો શરીર માટે જરૂરી છે અને વધુ પ્રમાણમાં હોય તો ઝેરી અસર કરે છે.

જો પશુઓના દૈનિક આહારમાં મુખ્ય ક્ષારો કે સૂક્ષ્મ ક્ષારોનું પ્રમાણ તેમની દૈનિક જરૂરિયાત કરતા વધી જાય, તો તે શરીરમાં ચાલતી જુદી જુદી ચયાપચયની ક્રિયાઓમાં વિક્ષેપ પાડે છે. દા.ત.સેલેનિયમ અને ફ્લોરીનની માત્રા જો ખોરાકમાં તેમના જરૂરી પ્રમાણ કરતા વધે તો ઝેરી અસર પેદા કરે છે. કેટલીકવાર જો અમુક ક્ષારનું પ્રમાણ ખોરાકમાં વધે તો બીજા ક્ષારનું શરીરમાં શોષણ ઘટાડીને તે બીજા ક્ષારની ઉણપ ઊભી કરે છે. દા.ત.મોલિબ્ડેનમ નામના ક્ષારનું પ્રમાણ ખોરાકમાં વધે તો તે તાંબાના ક્ષારની ઉણપ ઉભી કરે છે. આમ ખોરાકમાં ક્ષારનું અસમતોલન પ્રમાણ પણ મુશ્કેલી ઊભી કરે છે એટલે પશુનું ઉત્પાદન વધારવા, તેમજ જાળવી રાખવા પણ ખોરાકમાં જુદા જુદાક્ષારોનું સમતોલ પ્રમાણ હોવું જરૂરી છે

ક્ષારોના સામાન્ય કાર્યો :

ક્ષારોઉછેરતા જાનવરોમાં હાડકાં,દાંત અને સ્નાયુઓના બંધારણમાં, વાળ, ખરી તથા શિંગડાના વિકાસ માટે, લોહીનાબંધારણ માટે દા.ત.લોહ,તાંબુ, કોબાલ્ટ, શરીરમાં આમ્લતા અને ક્ષારીયતાવચ્ચેનું સંતુલન જાળવવા માટે અગત્યના છે. શરીરમાં શક્તિના સંચય માટે, જઠરમાં હાઈડ્રોક્લોરાઈડ એસિડ (પાચક રસ)ના સ્ત્રાવ માટે, ચેતા અને સ્નાયુની કાર્યશીલતા માટે

દૂધ ઉત્પાદન માટે, પ્રજનન માટે કેલ્શિયમ :

શરીરમાંકુલ ક્ષારો કરતા કેલ્શિયમ વધુ પ્રમાણમાં હોય છે. શરીરમાં રહેલા કુલ કેલ્શિયમનો 99 ટકા ભાગ હાડકાં અને દાંતના બંધારણ માટે વપરાય છે,જ્યારે બાકીનો એક ટકો શરીરમાં ચાલતી જુદી જુદી ક્રિયાઓ માટે કોષો અને અવયવોમાં વહેંચાયેલા હોય છે. લોહીમાં કેલ્શિયમનું પ્રમાણ 9 થી 12 મિ.ગ્રા./100 મિલિલિટર હોય છે.

કેલ્શિયમનો સ્ત્રોત અથવા પ્રાપ્તિ સ્થાનો :

સામાન્યરીતે કેલ્શિયમ કઠોળ વર્ગના ઘાસચારા તથા તેની આડપેદાશોમાં વધુ હોય છે. ઝાડના પાંદડામાં પણ કેલ્શિયમ વધુ હોય છે. હાડકાંનો ભૂકો અને દૂધની બનાવટોમાં કેલ્શિયમનું પ્રમાણ વધુ હોય છે. માછલીના ભૂકામાં તથા માંસના ભૂકામાં કેલ્શિયમ અને ફોસ્ફરસનું પ્રમાણ વધુ હોય છે, જ્યારે કડબમાં તેમનું પ્રમાણ ઓછું હોય છે. છીપલાનો ભૂકો ડાયકેલ્શિયમ ફોસ્ફેટ, રોક ફોસ્ફેટ અને ચૂનો કેલ્શિયમનો મહત્ના સ્ત્રોત છે.

ફોસ્ફરસ:

ફોસ્ફરસશરીરના દરેક કોષોમાં જોવા મળે છે. પણ તેનો લગભગ 80 ટકા ભાગ હાડકાં અને દાંતમાં હોય છે. 10 ટકા જેટલો ફોસ્ફરસ, પ્રોટીન, ચરબી અને મેદાવાળા પદાર્થો સાથે ભળેલો તેમજ લોહી અને સ્નાયુઓમાં હોય છે. બાકીનો 10 ટકા ભાગ શરીરમાં વહેંચાયેલો છે. લોહીમાં ફોસ્ફરસનું પ્રમાણ 4 થી 12 મિ.ગ્રામ/ 1000 મિલિ લિટર હોય છે.

ફોસ્ફરસનાસ્ત્રોત/પ્રાપ્તિ સ્થાનો :

લગભગ બધા ઘાસચારામાં ફોસ્ફરસનું પ્રમાણ જરૂરિયાત કરતાં ઓછું હોયછે. તેમ છતાં સારી જાતનો વધુ પ્રમાણમાં કઠોળ વર્ગનો ચારો ખવડાવવામાં આવે તો, તેનાથી જરૂરી ફોસ્ફરસ મળી શકે છે. કુમળા ચારામાં તેનું પ્રમાણ પાકટ ઘાસચારા કરતા વધુ હોય છે. હાડકાંનો ભૂકો, માછલીનો ભૂકો, માંસનો ભૂકો તથા દૂધની બનાવટોમાં ફોસ્ફરસ વધુ હોય છે. ફોસ્ફરસ સ્ત્રોત તરીકે ડાય/કેલ્શિયમ ફોસ્ફેટ, ક્લોરીન રહિત ફોસ્ફેટ, રોક ફોસ્ફેટ અને હાડકાંના ભૂકાનો ઉપયોગ થાય છે.

ફોસ્ફરસની ઉણપથી થતી અસરો :

ફોસ્ફરસનીઉણપથી સૌથી ખરાબ અસર જાનવરોની સંવર્ધન શક્તિ ઉપર પડે છે. ગાય-ભેંસ વેતરમાં આવતા નથી કે વેતર અનિયમિત થઈ જાય છે. વિયાણ બાદ જ્યાં સુધી ફોસ્ફરસનો સંગ્રહ બરાબર થાય ત્યાં સુધી જાનવર વેતરમાં આવતું નથી. ફોસ્ફરસની ઉણપથી ગાભણ થવાનું પ્રમાણ પણ ઓછું થઈ જાય છે. પશુ ડોક્ટરની સલાહ પ્રમાણે, જો ફોસ્ફરસ ઇંજેક્શન વાટે આપવામાં આવે તો જાનવર વેતરમાં આવી જાય છે અને ગાભણ થઇ શકે છે.

સ્ત્રોત: ભાસ્કર ન્યૂઝ.આણંદ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 10/30/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate