অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ખરાટું/શીટું ના ગુણો અને તેને પીવડાવવાથી થતાં ફાયદા

જીવનમાં એકવાર ૪ થી ૮ મહિનાની વાછરડી/પાડીઓને સાંસર્ગિક ગર્ભપાત (Blucellosis) રસી મુકાવો – વાછરડા/પાડાને નહીં)

બચ્ચુ જન્મે કે તરતજ તેના મોઢામાં આંગળીઓ નાખી ચીકાસ દુર કરવી જોઇએ અને છાતી પર થોડી માલીસ કરતાં તેની શ્વાસોશ્વાસની ક્રિયા નિયમિત બને છે.

જો કુદરતી રીતે ધવડાવીને બચ્ચું ઉછેરવાનું હોય તો વિયાણ બાદ મોઢું સાફ કરી તેનીમાતા આગળ મુકવું જોઇએ. જેથી તે ચારીને જ બચ્ચાને સાફ કરી દેશે. કુત્રિમ રીતે બચ્ચાને દુધ પાઇને ઉછેરવાનું હોય તો વિયાણબાદ તરતજ માતા બચ્ચાને જુએ નહીં તે રીતે તેનાથી અલગ કરી સ્વચ્છ કપડાં વડે બરાબર સાફ કરી કોટું કરવું જોઇએ.

બચ્ચાંની ખરીમાંનો પીળો ભાગ સ્વચ્છ ચપ્પા વડે દુર કરવો. બચ્ચાંની નાળ ડુંટાથી આશરે ૧.૫ થી ૨ ઇંચ લંબાઇ રાખી તેને દોરી વડે બરોબર બાંધી દોરાથી નીચેની નાળને સ્વચ્છ કાતર વડે કાપી ત્યારબાદ તેના પર ટીંકચર આયોડીન લગાડવું જોઇએ. ટીંકચર આયોડીન નાળ ખરે ત્યાં સુધી સવાર-સાંજ લગવવાથી ડુંટો પાકતો નથી.

વિયાણ બાદ ૧૫ થી ૨૦ મિનિટમાં બચ્ચાનાં વજનમાં ૧૦ % જેટલું એટલેકે સામાન્ય રીતે લગભગ ૨ લીટર જેટલું ખરાટું/શીટું આખા દિવસમાં થોડું થોડું અલગ-અલગ સમય પાવું જોઇએ. સામાન્ય રીતે વિયાણનાં અડધાં કલાકમાં જ લગભગ ૩૦૦ થી ૫૦૦ મી.લી જેટલું તો પાવું જ જોઇએ.

વિયાણ બાદ માતાનું મરણ થાય તો બચ્ચાને બીજી માતાનું દુધ આપવું જોઇએ.

ખરાટું/શીટું ના ગુણો અને તેને પીવડાવવાથી થતાં ફાયદા:

 • બચ્ચાને રોગ પ્રતિકારક શક્તિ આપે છે. તેમજ
 • તેમાં સામાન્ય દૂધ કરતાં ચાર થી પાંચ ઘણું વધું પ્રોટીન હોય છે. જે બચ્ચાને પુષ્કળ શક્તિ આપે છે. અને વિકાસ ઝડપી કરે છે.
 • ખરાટાંમાં વિટામીનો વધુ પ્રમાણમાં હોય છે. ખાસ કરીને વીટામીન “એ” સામાન્ય દુધ કરતાં ૧૦ ગણું હોય છે. જે બચ્ચાની ચામડી, વાળ આંખ અને વિકાસ માટે અંત્યંત જરૂરી છે.
 • તે હલકું રેચક હોય છે. જેનાથી આંતરડાનો ગંદો મેલ સાફ થાય છે.
 • વિયાણબાદ ૧૫ માં દિવસે અને વિકાસ વધું કે ઓછો હોય તે પ્રમાણે ૧૫ દિવસ વહેલાં કે મોડાં સીંગડા ડામવા જોઇએ.
 • બચ્ચાને વિયાણ બાદ કૃમિનાશક દવા પ્રથમ વખત ૭ દિવસ બાદ, ત્યારબાદ ૧૫ દિવસ પછી, ત્યારબાદ ૧ મહિને ત્યારબાદ દર મહિને છ માસ સુધી આપવી જોઇએ.
 • ખરાટાંમાં વિટામીનો વધુ પ્રમાણમાં હોય છે. ખાસ કરીને વીટામીન “એ” સામાન્ય દુધ કરતાં ૧૦ ગણું હોય છે. જે બચ્ચાની ચામડી, વાળ આંખ અને વિકાસ માટે અંત્યંત જરૂરી છે.
 • તે હલકું રેચક હોય છે. જેનાથી આંતરડાનો ગંદો મેલ સાફ થાય છે.

રસી કરણ બીમારીનું નામ પહેલો ડોઝ બીજો ડોઝ પછી નિયમિત

 1. ખરવાસા-મોવાસા ચાર માસની નવ મહિના દર વર્ષે  ઉંમરે - -
 2. ગળ સૂઢો છ મહિને  - દર વર્ષે
 3. ગાંઠીઓ તાવ છ મહિને  - દર વર્ષે
 4. ચેપી ગર્ભપાત (બ્રુસેલોસીસ) ૪ થી ૮ મહિનાની ઉંમરની ફક્ત વાછરડીઓ તેમજ પાડીઓ માટે જ (જીવનમાં ફક્ત એકવાર)
 5. હડકવા કુતરું કરડવાના ૨૪ ક્લાકમાં રસીનો પ્રથમ ડોઝ મુકાવો-  ત્યાર બાદ અન્ય ડોઝ પશુચિકિત્સકની સલાહ મુજબ

સામાન્ય રીતે જન્મબાદ બે માસ સુદી વાછરડાં/પાડાનાં વજનના દશ ટકા જેટલું દુધ દરરોજ ધવડાવવું જોઇએ.

વાછરડું/પાડું શરૂઆતમાં ૧૦૦ ગ્રામ દાણ ખાઇ શકે. તેમાં ક્રમશ: વધારો કરી રોજનું એક વર્ષનું થાય ત્યાં સુધી એક કિલો સુધી દાણ આપવું આ ઉપરાંત ખાઇ શકે એટલો સારો સુપાચ્ય લીલો/સુકો ચારો આપવો.

Article Credit:http://dairyfarmerhelpcenter.com© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate