অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

કાર્યદક્ષ પશુપાલન

પ્રસ્તાવના - કાર્યદક્ષ પશુપાલન

  • દેશના દૂધ ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન આજે ચોથા ક્રમનું છે. પશુધન વસ્તી ગણતરી ર૦૦૭ મુજબ રાજયમાં ૮૭.૮ લાખ ભેંસો, ૭૯.૭ લાખ દેશી ગાયો અને ૬.૯ લાખ સંકર ગાયો સંવર્ગના પશુઓ છે. ઉત્તર ગુજરાતમાં રાજયનું ૩૩% પશુધન છે, જે રાજયનું ૩૮% જેટલું દૂધ પેદા કરે છે. ઉત્તર ગુજરાતમાં હવે સ્વતંત્રપણે ડેરી વ્યવસ્ાાય વિકસી રહયો છે. મોટા પાયે ગાયો / ભેંસો રાખીને દૂધનો વ્યવસાય કરતા ધંધાદારીઓ હવે અસામાન્ય રહયા નથી. પશુપાલનને આદર્શ બનાવવા તથા તેમાં આથર્િક રીતે પગભર થવા માટે તેના સવર્ાંગી વિકાસની તથા વૈજ્ઞાનિક દ્રષ્િટકોણની આવશ્યકતા છે. પશુપાલનના વ્યવસાયમાં પાયાની જરૂરિયાત દૂધાળ પશુઓ, ઘાસચારા આયોજન, દૂધ તથા અન્ય પેદાશોનું મૂલ્યવર્ધન, પશુ સંવર્ધન, પશુ પ્રજનન અને સામાન્ય સ્વાસ્થ્ય રક્ષાણ, પશુ પેદાશોની બજાર વ્યવસ્થા વગેરે છે.

પશુજન્ય / કૃષિજન્ય કચરાનો કાર્યક્ષામ ઉપયોગ

  • પશુ ઉત્પાદનમાં કેવળ દૂધનું જ મહત્વ નથી. તેની સાથે ખેડૂતની ખીલે પેદા થતાં પશુઓના છાણ, મૂત્ર, ગમાણની ઓગાટ, કૃષ્િા જન્ય કચરો, નિંદામણ આ બધાનો પણ કાર્યક્ષામ ઉપયોગ થવો જરૂરી છે. ઢગલા પદ્ઘતિથી ઊકરડા કરવાને બદલે ખાડા પદ્ઘતિથી ઊકરડા કરવા, પ્રથમ ઓગાટ નાંખી, ઉપર છાણ મૂત્ર નાંખવાની ટેવ વિકસાવવી, કંપોષ્ટ ખાતર બનાવી, ખેતરના પાકોની ફોતરી (રાયડો, એરંડાની ફોતરી), નિંદામણનો કાર્યક્ષામ ઉપયોગ કરી શકાય છે. પાકી ગમાણ સાથે મૂત્રની મોરી અને કૂંડી હોય તો દર વષ્ર્ો પશુમાંથી ૩ થી ૪ હજાર લીટર મૂત્ર એકઠું કરી જમીનમાં શોષ્ાાવાના બદલે ઊકરડામાં ખાતરની ગુણવત્તા સુધારવા માટે નાંખી શકાય. આ ઉપરાંત ઊજર્ાની જરૂરિયાત સંતોષ્ાવા ગોબર ગેસ, તાંત્રિકતાનો ઉપયોગ કરી શકાય. હાલમાં ખાતરની તંગી નિવારણ હેતું તથા ઉત્તમ ખાતર બનાવવા વમર્ીકમ્પોષ્ટ બનાવવાનું પણ વિચારી શકાય તેમ છે. આ રીતે વમર્ીકમ્પોષ્ટના વેચાણથી ખેડૂત પોતાની આવક ૧પ થી ર૦% જેટલી વધારી શકે છે. ગૌમૂત્ર અને છાણમાંથી પંચગવ્ય, બીજામૃત અને જીવામૃત બનાવીને રાસાયણિક કે કીટકનાશક દવાઓના સ્થાને તેનો ઉપયોગ કરી, બીજ માવજત, પાક સંરક્ષાણ, સેન્દ્રીય તત્વોની આપૂતર્િ, જમીનને ઉપયોગી જીવાણુઓની વૃદ્ઘિ વગેરે થકી સેન્દ્રીય પાક પદ્ઘતિનું અમલીકરણ પણ થઈ શકે છે. ખેડૂત ઘરઆંગણે તથા ખેતીવાડીમાં પેદા થતા કચરાનો કાર્યક્ષામ ઉપયોગ કરી, તેની ઊજર્ા જરૂરિયાત, જૈવિક ખાતરની જરૂરિયાત પૂરી કરી સેંન્દ્રીય ખેતીમાં અગ્રેસર થઈ શકે છે.
  • કાર્યદક્ષા પશુપાલન કરવા ખેડૂતોએ કાર્યદક્ષા બનવું જરૂરી છે. નવિન તાંત્રિકતાઓ તથા શોધોથી પરીચિત રહેવા માટે સમાચારપત્રોનું વાંચન, પશુપાલન તથા કૃષ્િાને લગતા સામયિકોનું વાંચન, પશુપાલન તથા કૃષ્િા શિબીરોમાં ભાગ લેવો તેમજ દૂરદર્શનમાંથી પ્રસારિત થતા પશુપાલનને લગતા કાર્યક્રમો નિહાળવા જરૂરી બને છે. પશુઓ તથા પશુ પેદાશોના વેચાણ માટે બજાર વ્યવસ્થા પર નજર રાખવી, સિઝનમાં પશુને જરૂરિયાતો જેવી કે, લીલો કે સૂકો ઘાસચારાનો સંગ્રહ, ક્ષાાર મિશ્રણ તથા પશુ સેવાઓ આપતી સંસ્થાઓની મુલાકાત થકી પશુપાલક કાર્યદક્ષા પશુપાલન કરવા સક્ષામ બને છે.

દૂધાળ પશુઓ - કાર્યદક્ષ પશુપાલન

  • તે ઉચ્ચ આનુવંશિકતા ધરાવતા, જાતવાન સાંઢ કે પાડાની સંતતિ હોય તે જરૂરી છે. દૂધ ઉત્પાદનક્ષામતા, દૂધાળ પશુના લક્ષાણો, શાંત સ્વભાવ અને દોહનમાં સરળ હોય તેવા પશુઓ જે તે વાતાવરણમાં યોગ્ય રીતે પ્રસ્થાપિત થયા હોય તેવા પશુઓ રાખવા હિતાવહ છે. આપણા ગરમ વાતાવરણમાં ગરમી સામે પ્રતિકારક શકિત ધરાવતા તથા રોગો સામે પ્રતિકારક ક્ષામતાવાળા પશુઓ આપણને વધુ અનુકૂળ રહે છે. આપણી પાસે ઉત્તર ગુજરાતમાં કાંકરેજ ગાય તથા મહેસાણી ભેંસ અને કચ્છના બન્ની વિસ્તારમાં આવેલી બન્ની ભેંસ આ પ્રકારના વાતાવરણની ગરમી સામે તથા રોગો સામે પ્રતિકારક ક્ષામતા વિકસેલ હોય તેવા પશુઓ છે. તેમાં યોગ્ય પસંદગીના સંવર્ધનથી દૂધ ઉત્પાદન વધારી શકાય છે.
  • પશુ સંશોધન કેન્દ્ર ખાતે કાંકરેજી ગાયોનું દૂધ ઉત્પાદન જે ૧૯૭૮માં ૯૭૬ લીટર / વેતર હતું તે વધીને  ર૦૧૩માં રપ૩૬ લીટર / વેતર જેટલું થયેલ છે. જે આપણી કાંકરેજ ગાયમાં દૂધ ઉત્પાદનક્ષામતાને ઉજાગર કરે છે. વધુમાં આ ગાયો ૧૩-૧૪ મહિનાનો વિયાણગાળો દશર્ાવે છે. જે દૂધાળ પશુ માટે આદર્શ ગણાય છે. ઊનાળાના દિવસોમાં જયારે સંકર ગાયો તથા ભેંસો દૂધ ઉત્પાદન ઘટાડી દે છે ત્યારે આ ગાયો દૂધ ઉત્પાદન જાળવવા સાથે ઉચ્ચ પ્રજનનક્ષામતા પણ દશર્ાવે છે. તેનો ર૯પ દિવસનો દૂધ ઉત્પાદનનો સમયગાળો પણ આદર્શની નજીક છે. કાંકરેજી ગાયોમાં બિમારી તથા વંધ્યત્વના કિસ્સા આદર્શ પશુપોષ્ાણની સ્િથતિમાં ઘણાં જ નહીંવત હોય છે. તેની લબડતી ગોદડી, સફેદ મુંજડો રંગ, શારીરિક વજનના પ્રમાણમાં શરીરની ચામડીની સપાટીનું ક્ષોત્રફળ તથા પ્રસ્વેદગ્રથીઓનું વિશેષ્ા પ્રમાણ તેને ગરમી સામે ટકકર ઝીલવા માટે આદર્શ દૂધ્ાાળ ગાય બનાવે છે. સંકર ગાયોના પ્રમાણમાં તેના દૂધમાં ફેટનું પ્રમાણ ૧ થી ૧.પ% જેટલું વધારે હોવાથી તેના દૂધનું મૂલ્ય પણ વધુ પ્રાપ્ત થઈ શકે તેમ છે. આપણી પરિસ્િથતિમાં કાંકરેજી ગાયો ખેડૂતોએ ખાસ અપનાવવા જેવી છે. યોગ્ય સંવર્ધનથી તેનું દૂધ ઉત્પાદન પ્રતિ વેતરે ૪પ૦૦ થી પ૦૦૦ લીટર સુધી વધારી પણ શકાય છે. પશુ સંશોધન કેન્દ્ર ખાતે સંતતિ પરીક્ષાણની યોજનામાં પણ આ ઓલાદના પશુઓએ ખેડૂતોના ખીલે ર૦ થી રર લીટર / પ્રતિદિન દૂધ ઉત્પાદન પણ આપેલ છે.
  • ગુજરાતની એવી જ બીજી ખમતીધર ઓલાદ મહેસાણી ભેંસ છે. આ ભેંસના લીધે ઉત્તર ગુજરાતની બનાસ, દૂધસાગર  અને સાબર ડેરીઓએ દૂધ ઉત્પાદનમાં સમગ્ર દેશમાં અગ્રસ્થાન પ્રાપ્ત કરેલ છે. સંતતિ પરીક્ષાણના લીધે આ ભેંસોમાં વેતરનું રપ૦૦ થી ૩૦૦૦ લીટર દૂધ પ્રાપ્િતની ક્ષામતા પ્રાપ્ત કરી શકાય છે. તેનો શાંત સ્વભાવ, નિયમિત વિયાણ તથા વેતરમાં દૂધ ઉત્પાદનની સાતત્યતા તેને એક આદર્શ દૂધ્ાાળ પશુ બનાવે છે. પશુ સંશોધન કેન્દ્ર, સદાંકૃયુ ખાતે આ ભેંસોમાં ૧૯૮૧માં દૂધ ઉત્પાદન પ્રતિ વેતર ૧૩૦૦ લીટર હતું. તે વધીને ર૦૧૩માં ૧૯૮૭ લીટર જેટલું થયેલ છે. વેતરનું વધુમાં વધુ દૂધ ઉત્પાદન ૪૦૦૦ લીટર જેટલું પણ પ્રાપ્ત થયેલ છે. મહેસાણી ભેંસો તથા કાંકરેજ ગાયો ૧૦ થી ૧ર વેતર સુધી પણ દૂધ ઉત્પાદન આપ્યાના દાખલાઓ પણ જોવા મળે છે. જે સંકર ગાયોમાં સામાન્ય રીતે જોવા મળતા નથી.
  • કચ્છના બન્ની વિસ્તારમાં જોવા મળતી, ચરિયાણ પર નભતી બન્ની ભેંસો એ કચ્છના વિષ્ામ તાપમાનની સ્િથતિમાં તથા દુષ્કાળગ્રસ્ત રહેતા વિસ્તારમાં પણ દૂધાળ ભેંસ તરીકે તેની આગવી વિશિષ્ટતા જાળવી રાખી છે. બન્ની ભેંસોને પણ તેમના વિસ્તારમાં સરેરાશ ર૯૦૦ થી ૩૦૦૦ લીટર / વેતરની દૂધ ઉત્પાદનક્ષામતા પુરવાર કરેલ છે. તેના દૂધના ફેટની ટકાવારી પણ ઉચ્ચ કક્ષાાની છે.
  • પશુઓમાં સ્વાસ્થ્ય, વિકાસ તથા દૂધ ઉત્પાદનની જાળવણી માટે ઘાસચારા આયોજન અગત્યની બાબત છે. વષ્ર્ા દરમ્યાન પશુઓને સુપાચ્ય લીલો ઘાસચારો મળી રહે તે જરૂરી છે. પાકના ઘાસચારા ઉત્પાદનનું પ્રમાણ, વાવણી અને કાપણી વચ્ચેનો ગાળો, વાવેતર તથા ઘાસચારા પ્રાપ્િતની ઋતુ તથા જમીનની પ્રતને અનુલક્ષાીને દૂધાળ પશુઓની સંખ્યા પ્રમાણે ઘાસચારનું વાવેતર કરવું જરૂરી હોય છે. ઉત્તર ગુજરાત માટે જીએફએસ ૩, ૪ અને પ તથા પાયોનિયર હાઈબ્રીડની જુવારની જાતો, બાજરી આણંદ-૧, ચોળી ઈસી ૪૬૧૬, હાઈબ્રીડ નેપિયર સીઓ૧, એન બી. ર૧, સીઓ૩, મકાઈમાં ગંગા સફેદ-ર અને પ, આફ્રીકન ટોલ તથા મેઈઝ જી એમ૧, રજકા માટે આણંદ રજકો ૧ તથા ર, સીરસા રજકો ૮ અને ૯ જેવી જાતોની વાવણી વધુ અનુકૂળ રહે છે. લીલા ઘાસચારામાં ધાન્ય તથા કઠોળ વર્ગનો ચારો સપ્રમાણમાં પશુઓને ખવડાવવાથી પોષ્ાણની જરૂરિયાતો સંતોષ્ાવાની સાથે સ્વાસ્થ્ય અને દૂધ ઉત્પાદન સારૂ મળી રહે છે.
  • આપણે ત્યાં સૂકો ચારો ઘણો જ મોંઘો હોઈ તેનો કરકસર ભયર્ો ઉપયોગ કરવા ચાફકટર વસાવી નાના નાના ટુકડા કરી નિરણ કરવું જરૂરી બન્યું છે. આમ કરવાથી બગાડ અટકે છે. ઓગાટ થતું નથી. અને લીલા ચારાના કટીંગ સાથે તેનું મિશ્રણ પણ કરી શકાય છે. હલકા પ્રકારના સૂકા ઘાસચારા જેવા કે, ઘઉંનું કૂંવળ, ડાંગરનું કૂંવળ તથા તૃણ ધાન્યના ઘાસચારાને યુરિયા સારવારની પ્રકિ્રયાથી તેમનું પોષ્ાણ મૂલ્ય વધારી શકાય છે. લીલા ઘાસચારાની વિપુલ પ્રાપ્િતના સમયમાં સાયલેજ બનાવવાનું તથા લીલા ઘાસચારાની અછતમાં તેને ખવડાવવાનું વલણ વિકસાવવાની જરૂર છે.

જાનવરના સંવર્ધન માટે ખાસ ધ્યાનમાં રાખવાની બાબતો

  • સંવર્ધન માટે શુદ્ઘ ઓલાદની વધુમાં વધુ ઉત્પાદનક્ષામતા ધરાવતી ગાય કે ભેંસના નર જાનવરની પસંદગી કરવી. આવનાર પેઢીનું ઉત્પાદન પસંદગી કરવામાં આવેલ નર અને માદા જાનવરના આનુવંશિક ગુણો ઉપર અવલંબે છે. સરેરાશ કરતાં એાછું દુધ આપતાં જાનવરોનો સંવર્ધનમાં ઉપયોગ ન કરવો. કૃત્રિમ બીજદાન દ્વારા જાનવરનું સંવર્ધન કરાવવાનો આગ્રહ રાખવો. સંવર્ધન કરાવ્યા બાદ ફરીથી જાનવર ગરમીમાં ન આવે તો ૪પ થી ૬૦ દિવસ દરમ્યાન તેનું ગર્ભ પરિક્ષાણ કરાવવું. વાછરડી/પાડીઓ રપ૦ કિ.ગ્રા. વજન પ્રાપ્ત કરે ત્યારે તેનું પ્રથમ સંવર્ધન કરાવવું. વાછરડી/પાડીઓનો ઉછેર એવી રીતે કરો કે જેથી ત્રણ વષ્ર્ાની ઉંમરે પ્રથમ વખત વિયાય.

 

પશુ પ્રજનન દર વધારવા માટેના ઉપયોગી ભલામણો

  • દેશી ઓલાદો જેવી કે ભેં સ તથા કાંકરેજ વગેરેને ગરમીમાં આવ્યાનાં ૧ર થી ૧૮ કલાકમાં ફેળવવાથી / બીજદાન કરી ગર્ભ ધારણ વધારી શકાય છે. સંકર ઓલાદો જેવી કે એચ.એફ સંકર ગાયોને ગરમીમાં આવ્યાનાં ૧૮ થી ર૪ કલાકમાં બીજદાન કરવાથી / ફેળવવાથી ગર્ભધારણ દર વધારી શકાય છે. બે થી વધુ વખત રીપીટ થતા પશુનુ નિષ્ણાંત ર્ડાકટર પાસે પરિક્ષાણ કરાવવાથી ગર્ભ ધારણ દર વધારી શકાય છે. પુખ્ત વાછરડીઓને પૈાષ્િટક આહાર, મીનરલ મીક્ષાર વગેરે ખવડાવવાથી ફળદ્ર્રુપતા વધારી શકાય છે. પશુઓનુ સવાર તેમજ સાંજ નિરિક્ષાણ કરવાથી ગરમી પરિક્ષાણ કરી શકાય છે.

વાતાવરણના તણાવથી બચાવ

  • દૂધાળ પશુઓને વાતાવરણના તણાવથી બચાવવું જરૂરી બને છે. ગરમ વાતાવરણની સ્િથતિઓમાં ખુલ્લા પ્રકારના શેડમાં પશુઓને રાખવા હિતાવહ છે. જેમાં પાકું ભોંયતળિયું, મૂત્રનીક, પાકી ગમાણ તથા એસ્બેસ્ટોસ કે વિલાયતી નળિયાના છાપરાં (મહત્તમ ઊંચાળ ૧૦ ફૂટ) વધુ અનુકૂળ રહે છે. આધુનિક યુગમાં પશુ રહેઠાણમાં હવે ફુવારા પદ્ઘતિ કે ફોગરની વ્યવસ્થા ગોઠવી બપોરના સમયે તેમને ગરમીના તણાવથી બચાવી શકાય છે. ઠંડા કલાકોમાં નીરણ કરવું, નીરણ કરવાની આવૃત્તિ વધારવી, લીલા ચારાનું પ્રમાણ વધારવું તથા પાણી આપવાનું પ્રમાણ વધારવાથી ગરમીના તણાવ સામે પશુને રક્ષાણ આપી શકાય છે. ઘટાદાર વૃક્ષાોની વાવણી પશુ રહેઠાણની આસપાસ કરવાથી વાતાવરણની ગરમીને દૂર રાખી શકાય છે.
સ્ત્રોત : આણંદ કૃષિ યુનીવર્સીટી

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate