હોમ પેજ / ખેતીવાડી / પશુપાલન અને ડેરી ઉદ્યોગ / પશુપાલન / એસીડોસીસ - પશુઓમાં થતો કબજીયાતનો રોગ
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

એસીડોસીસ - પશુઓમાં થતો કબજીયાતનો રોગ

એસીડોસીસ વિશેની માહિતી

પેટમાં ખોરાકનો ભરાવાનો રોગ એસીડોસીસ, ધાન્ય ખોરાકનો ભરાવો, ધાન્ય દાણા / ખોરાક વધુ પડતો ખાવો પેટનો ભરાવોઅચાનક મૃત્યુ થવું, કાર્બોદિત પદાર્થોની ઝેરી અસરો વગેરે નામોથી પણ ઓળખાય છે.

આ રોગ ગાય, ભેંસ, ઘેટાં અને બકરામાં ખાસ જોવા મળે છે. જે મુખ્યત્વે કાર્બોદિત પદાર્થો ધરાવતા ખાદ્ય પદાર્થો વધુ પડતા ખવડાવવામાં આવે ત્યારે ચયાપચયની કિંયામાં ગરબડ થવાના કારણે શરીરમાં લેકટીક એસીડનું પ્રમાણ વધી જવાથી આ રોગ થાય છે.

કારણો

 • ચોખા, ઘઉં, બાજરી, જવ, બટાકા, ધાન્યવર્ગના દાણા જેવા કાર્બોદિત પદાર્થો ધરાવતા ખોરાકો વધુ ખાવા / ખવડાવવા.
 • ધાન્યવર્ગના દાણાના દળેલાં આટાથી આ રોગનું પ્રમાણ વધુ થાય છે.
 • હોટલોના વાસી વધેલા ખોરાકોભાત ખવડાવવાથી પણ આ પરિસ્થિતિ નિર્માણ થાય છે.
 • દાણની ગુણવત્તા અને જથ્થો અચાનક બદલવાથી
 • ખોરાકીય અચાનક ફેરફાર કરવાથી જેમ કે ઘાસચારો ખાતુ પશુને વધુ દાણ નિરવામાં આવે તો.
જૂની પરંપરા પ્રમાણે વિયાણ બાદ પશુના શરીરમાં ગરમીનું પ્રમાણ વધારવા અને ઓર (મેલી) નિકાળવા વધુ પડતી બાજરી ખવડાવવાથી આ રોગ ખાસ થાય છે.

રોગનું નિર્માણ પરિસ્થિતિ

વધુ પડતા ધાન્ય પાકના દાણા ખવડાવવાથી ગ્રામ પોઝીટીવ જીવાણુઓનો વિકાસ અને સંખ્યા અનેકગણી થાય છે. જે દાણામાં રહેલ શર્કરાને આથવીને L અને D પ્રકારનો લેકટીક એસીડ બનાવે છે. L પ્રકારનો લેકટીક એસીડનું ચયાપચન થાય છે જયારે D પ્રકારનું વિઘટન અને પાચન થતું ન હોઈ આ એસીડનો ભરાવો થવાથી તીવ્ર પ્રકારનો અને પશુ માટે મૃત સમાન એસીડોસીસ થાય છે. મોટા પેટમાં (રૂમેન) પીએચ આંક પ થી પણ ઓછો થાય છે તેમજ લેકટીક એસીડની ઓસમાલીટી વધુ હોવાથી શરીરના અન્ય ભાગોનું પાણી( રૂધિરાભિસરણનું પણ) રૂમેનમાં ખેંચી આવે છે. આથી પાણીની અછત સર્જાય છે. આવી સ્થિતિ વધુ સમય રહે તો ગ્રામ પોજીટીવ બેકટેરીયાનંુ (સ્ટ્રેપ્ટોકોકસ બોવીસ અને લેકટોબેસીલાઈ) અવિરત સંખ્યા વધતી રહેવાથી ફોરમીક એસીડ અને મીથેનોલનંુ પ્રમાણ વધે છે. જે યીસ્ટ અને કેન્ડીડા જેવી ફુગને નિમંત્રે છે.

પ અથવા પ થી ઓછા પીએચ આંકે રૂમેનનું હલનચલન બંધ પડી જાય છે તેમજ લેકટીક એસીડના વધુ પ્રમાણના કારણે રૂમેનની આંતરીક દિવાલને નુકશાન પહોંચે છે તેમજ લીવરને નુકશાન થાય છે. પેટમાં વધુ પાણીના કારણે ઝાડા થાય છે. ઝેરી તત્વોનું (હિસ્ટામીન, ઈથેનોલ, મીથેનોલ, અન્ય) પ્રમાણ વધે છે. જેના કારણે મગજને પણ નુકશાન થાય છે.

ચિન્હો

પશુ નિષ્ક્રીય અને ઉદાસીન બની જાય છે. ૮૧ર કલાકમાં ખાવાનું છોડી દે છે. રૂમેન (મોટાં પેટમાં ડાબી બાજુ) માં પાણીનો ભરાવો થવાથી મોટું થાય છે અને હલનચલન બંધ થાય છે. મંદ પ્રકારનો પેટમાં દુખાવો બતાવે છે. નાકમાંથી પ્રવાહી જરે છે તેમજ શ્વાસમાં તકલીફ પડતી હોય તેવો અવાજ કરે છે. હદયના ધબકારા વધી જાય. દુર્ગંધ મારતાં ખાટા ઝાડા થાય છે. પેટમાં ગેસનો ભરાવો થાય છે તેમજ પશુ દાંત કચકચાવે છે. શરીરનું તાપમાન ઘટી જાય છે અને સૂર્યપ્રકાશમાં પશુ રાખવામાં આવ્યું  હોય તો તાવ આવે છે. શરીરમાં પાણી ઘટવાથી આંખો ઉીંડી ઉતરી જાય છે, નાક સૂકાઈ (મઝલ) જાય છે. છેલ્લા તબકકે પ્રાણી બેસી જાય છે. ચાલવાની અનિચ્છા દર્શાવે છે. મગજને અસર થવા પામી હોય તો ઉત્તેજના, માથું વારંવાર ગમાણે મારવું, અંધાપો જેવા ચિન્હો દેખાય છે. અનુકૂળ સ્થિતિમાં પશુ જો વધુ પડતો મળ કરે તો સામાન્ય સ્થિતિમાં આવી જાય છે. એકંદરે આ રોગ ત્રણ પ્રકારમાં જોવા મળે છે.

અતિ તીવ્ર પ્રકારમાં

ખાવાનું બંધ કરે છે, પેટનો દુખાવો બતાવે છે, મંદથી મધ્યમ આફરો, દૂધ ઉત્પાદન ઓછું થાય છે, પાણી જેવા ઝાડા, પશુ ઠંડુ પડી ગયું હોય, કોમામાં હોય અથવા મૃત પામ્યું હોય તેવી રીતે આડુ પડી જાય છે.

તીવ્ર પ્રકારમાં :

ખાવાનું થોડુંક ઓછું કરે છે, પેટનું હલનચલન ઓછું થાય છે, મંદ પ્રકારના ઝાડા થાય છે, શરીરમાં પાણી ઓછું થાય છે, શ્વસનતંત્રને ચેપ લાગવાથી સંભાવનાઓ રહેલી છે.

દીર્ધકાલીન પ્રકારમાં

કીટોસીસ (શરીરમાં શર્કરાનું  પ્રકાર ઘટવું ) રોગ થાય છે, દૂધ ઉત્પાદન ઘટે છે, ચાલતાં દુખાવો બતાવે છે, ખાસ કરીને કીટોસીસના કારણે દાણ ખાવાનું બંધ કરે છે.

પ્રાથમિક ઉપચાર

 • ૧રર૪ કલાક સુધી પાણી પાવું નહી તેમજ તેને સૂકોચારો જ આપવો.
 • વિલાયતી મીઠું ( મેગ્નેશીયમ સલ્ફેટ) થકી ઝાડા કરાવવા.
 • સોડા (સોડીયમ બાયકાર્બોનેટ) શરૂઆતના તબકકે ખવડાવવાથી સારી મદદ મળે છે.
 • ડાબા પડખે (રૂમેનને) હળવા હાથે મસાજ કરવો.
 • પશુચિકિત્સકની ત્વરીત સારવારસલાહ લેવી હિતાવહ છે. આવા કેસોમાં ર-૩ વિઝીટ અત્યંત જરૂરી છે.
2.9298245614
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top