অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

બકરીના રહેઠાણની વ્યવસ્થા

કોઇ પણ પ્રાણી માટે રહેઠાણની વિચારણા કરીએ ત્યારે નીચેના મુદ્દા ધ્યાનમાં રાખવા જોઇએ. રહેઠાણ પ્રાણીને આરામદાયક હોવું જોઈએ.

  1. રહેઠાણ પ્રાણીને અનુકૂળ હોવું જોઇએ.
  2. રહેઠાણ ઓછામાં ઓછા ખર્ચે તૈયાર થાય તેવું હોવું જોઈએ.
  3. રહેઠાણ પ્રાણીને પ્રતિકૂળ વાતાવરણથી બચાવે તેવું હોવું જોઇએ.
  4. રહેઠાણ અગ્નિથી બચી શકે તેવું હોવું જોઇએ.

બકરીના રહેઠાણની વ્યવસ્થા તેના ઉછેર પ્રદેશની આબોહવા તથા ઉછેરનારની આર્થિક સ્થિતિ પર આધાર રાખે છે. આથી પશ્ચિમના દેશોમાં રહેઠાણની વ્યવસ્થામાં અને આપણા દેશના રહેઠાણની વ્યવસ્થામાં ફેર પડશે વિદેશોમાં જયા બકરી પાલન એક ઉધોગ તરીકે વિકસેલ છે ત્યાં બકરીની વ્યવસ્થિત ડેરીઓ બાંધવામાં આવી છે આ ડેરીઓમાં રહેઠાણની સાથે ચારો નિરવાની ગમાણ, મળ મૂત્રની ગટરો, દૂધ એકઠું કરવાની કેબીનો તથા કોલ્ડ સ્ટોરેજની પણ વ્યવસ્થા હોય છે. પરંતુ ભારત જેવા ઉષ્ણ આબોહવા ધરાવતા દેશમાં બકરીને માટે કોઇ વિશિષટ સગવડો ધરાવતાં ઘરો બનાવવામાં આવતાં નથી. માત્ર પ્રતિકૂળ હવામાન, જંગલી પ્રાણીઓ અને જીવાત સામે રક્ષણ થઈ શકે તેટલી સગવડ કરવી જરૂરી બને છે.

બકરીના રહેઠાણમાં કાદવ-કીચડવાળી જગ્યા તેને માફક આવતી નથી. સૂકી આબોહવા અને પ૦ થી ૫ સે.મી. વરસાદવાળા વિસ્તારમાં પાણીના સારા નિતારવાળી જમીન ઉપર ચારે બાજુથી હવા-પ્રકાશ પૂરતા મળી શકે તેવું રહેઠાણ આદર્શ ગણાય. બે-ચાર બકરીઓ માટે સળિયાવાળાં રહેઠાણો બનાવવા સસ્તા અને અનુકૂળ પડશે જેમાં બકરીને પૂરતી જગ્યા અને પ્રકાશ મળી રહેશે. તથા મળ-મૂત્રનો નિકાલ ગટર મારફતે થઇ શકશે આવું રહેઠાણ કોઇ પણ મોટા મકાનની દિવાલોનો ઉપયોગ કરીને પણ બનાવી શકાય છે.

ભારતમાં બકરાઓને પૂરતી આરામદાયક રહેઠાણની વ્યવસ્થા નહી મળતા ખુલ્લામાં રહે છે આથી કિફાયતી અને આરામદાયક રહેઠાણના પ્રયત્નો થવા જોઈએ. રહેઠાણની વ્યવસ્થા વિચારતી વખતે વાતાવરણનો ખ્યાલ રાખવો જરૂરી છે. ૩૦ સે. થી વધારે ગરમ, ૨૦-૩૦° સે. હુંફાળુ તથા ૧૦-૨૦° સે. ઠંડુ વાતાવરણ ગણી શકાય. ૧૫ મિલિ/મકર્યુરી થી વધારે ભેજવાળું વાતાવરણ ગણી શકાય. બહારથી ગરમી ન શોષો, પરંતુ અંદરની ગરમી જમીનની ઉચાઈ, પાણીનું માપ, હવાની અવર-જવર, વનસ્પતિ, ઋતુ, ભેજ વિગેરે ધ્યાનમાં લેવા જોઇએ. નીચે દર્શાવેલ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ.

  • છાપરાની ઉચાઇ પાણીના નિકાલ માટે પૂરતી હોવી જોઇએ.
  • ઝાડનો છાંયડો મળે તે જોવું જોઈએ.
  • હવા-ઉજાસ પૂરતો હોવો જોઈએ.
  • મુખ્ય રસ્તાથી દૂર હોવા જોઇએ.
  • પૂર્વ-પત્રિમ દિશામાં, ચોખા, સુકા અને હવા ઉજાસવાળા રહેઠાણો હોવા જોઈએ.

બકરાના ઘરોની વ્યવસ્થા:

અલગ-અલગ હેતુ માટે દરેક પ્રકારના રહેઠાણોની વ્યવસ્થા હોવી જોઈએ. ૧પ-૨૫ સે. તાપમાન અંદરનું રહે તેવા ઘર આદર્શ ગણી શકાય. ઉચાણવાળી જગ્યાએ ઘરો બાંધવા જોઇએ.

  • ઘરની દિશા પૂર્વ-પશ્ચિમ હોવી જોઈએ જેથી હવા ઉજાસ તથા કંડક જળવાઇ રહે.
  • ખુલ્લા પ્રકારના ઘર હોય તે વધારે ઇચ્છનીય છે.
  • છાપરાની પહોળાઈ થોડી વધારે - પ થી ૭ મીટર હોય તે તાપમાનને સહચ બનાવે છે.
  • છાપરાની ઉચાઈ ૩-૫ મીટર હોવી જોઇએ.
  • સીધા, ઢાળવાળા અથવા A આકારના છાપરા હોઇ શકે. A આકારના છાપરા ગરમીથી
  • બચવામાં મદદરૂપ થાય છે.
  • ઘાસચારાના પૂળા અથવા લાકડાનું અથવા એમ્બેસ્ટોસ શીટનું છાપરૂ થઇ શકે.
  • ગરમ હવાથી બચાવવા માટે પૂર્વ-પશ્વિમ દિવાલોની ઉચાઈ ત્રણ ફુટ રાખવી જોઈએ.
  • બહારથી સફેદ અને અંદરથી રંગીન દિવાલો ગરમીથી રક્ષણ આપી શકે છે.

બકરાઓને ખુલ્લામાં રહેઠાણની વ્યવસ્થા

મોટી બકરીઓને ૬૦ થી ૮૦ના ગ્રુપમાં રાખી શકાય. દૂધાળ બકરીઓને ૯ થી ૧૦ના ગ્રુપમાં અલગ ગમાણમાં ચરણની વ્યવસ્થા કરી શકાય. સગર્ભા બકરીઓને વિયાણ પહેલાના અઠવાડિયામાં વ્યકિતગત રાખવી જોઈએ. બકરાં અને લવારાને ન્યુમોનીયા જલદી લાગુ પડી જાય છે તેથી ૨૦-૨૫ બચ્ચાંને ભેજરહિત ઘરમાં રાખવા જોઈએ. ૧૦-૧૫ ના નાના ગ્રુપમાં મોટા બકરાંઓને દુધાળ બકરીઓથી અલગ રાખવા જોઈએ. બિમાર બકરાઓનો વાડો અન્ય વાડાથી અલગ દૂર રાખવો જોઇએ. યોગ્ય જગ્યાએ વજન કાંટાની તથા દાણના સ્ટોરરૂમમાં, નહાવાના હવાડાની તથા ઘાસચારાની રૂમો રાખવી જોઇએ.

ગ્રામ્ય કક્ષાએ રહેઠાણની વ્યવસ્થા

ત્રણ થી પાંચ બકરા માટે ગ્રામ્ય કક્ષાએ ખાસ અલગ વ્યવસ્થા કરવાની જરૂર નથી. માણસોને રહેવાના ઘરની સાથે જ નાના ઓછી ઉચાઈના વાડા બનાવી શકાય છે.

બકરાનું ગ્રુપ

જમીન રહેઠાણજગ્યા

(સૈ.મી.)

વધુમાં વધુ

પાણીની સંખ્યા

છાપરાની ઉચાઈ

(સૈ.મી.)

ગોરાક ખાવાની

જગ્યા

(સૈ.મી.)

પીવાના પાણીનો

જગ્યા

(સૈ.મી.)

બચ્ચાંઓ

૦.૫-૧

૨૦-૫o

૩૦૦ સુકામાં રર૦

વધારે વરસાદમાં

 

૩૦-૩૫

૩-૫

મોટી બકરીઓ

૧-૧.૫

૬૦

ઉપર મુજબ

૪૦-૫૦

૪-૫

ગાભણ અને

ધાણા બકરીઓ

૨.૦૦

૮-૧૦

ઉપર મુજબ

૪૦-૫૦

૪-૫

મોટી નર બકરા

૨.૦૦

ઉપર મુજબ

૪૦-૫૦

૪-૫

આ શહેરમાં જયા એકાદ બકરી પાળી હોય ત્યાં તેના રહેઠાણની સગવડ ગમે તે મકાનમાં કરી શકાય. માત્ર ત્યાં ભેજ ન હોવો જોઇએ અને હવા તથા પ્રકાશની સારી એવી અવર જવર હોવી જોઇએ. એક બકરી માટે ઓછામાં ઓછી ૧.૮૫ ૮ ૧.રપ ચો.મીટર જગ્યા પુરતી થઇ રહેશે. તેના માટે ગમાણ બનાવવાને બદલે ૩૦ સે.મી.પહોળું અને ર.૫ સે.મી.જાડાઇનું એક મીટર લાંબુ પાટીયું લઇ એંગલથી તેને જમીનથી ૬૦ સે.મી. ઉચાઇએ ગોઠવી દેવું આ પાટીયામાં બે કાણાં પાડી તેમાં લોખંડની કઢાઇ બેસાડી દેવી. જેથી એક કઢાઇમાં ચારો અથવા દાણા અને બીજીમાં પીવાનું પાણી આપી શકાશે.

મોટા પાયા પર બકરાંઓનું રહેઠાણ :

મોટા પાયા પર બકરાં રાખવાના હોય ત્યાં નીચેના એકમો રાખવામાં આવે તો તેમનું યોગ્ય જતન કરવું વધુ અનુકુળ પડે છે.

બકરીઓ માટેનું રહેઠાણ :

સંવર્ધન લાયક બકરીઓ આ રહેઠાણમાં રાખવામાં આવે છે. એક પુખ્ત વયની બકરી માટે આશરે એક ચો.મી. ભોંયતળિયાની જગ્યા જરૂરી છે. ભોંયતળિયું મુરમનું કે લાકડાનું બનાવી શકાય. ભોંયતળિયાની ઉભણી ૧૫૦-૨૦૦ મી.મી. ઉચી રાખવી. ભોંયતળિયું ભારે વરસાદવાળા વિસ્તારમાં જમીનથી ૧ મીટરની ઉંચાઇએ બાંધવામાં આવે છે. રહેઠાણની દિવાલોની કુલ ઉંચાઈ આશરે ૩ મીટર હોય છે. તેમાં પાયાથી ૨ મીટર ઉંચી દિવાલ ઈટો અને ચુના રેતીના ગારાની બનાવવામાં અને બાકીના ઉપરના એક મીટરમાં જાળી રાખવામાં આવે છે.

નરબકરાંનું રહેઠાણ :

પ્રજનન માટે પુખ્તવયના એક બકરાંને આશરે ૩.૩ ચો.મી. ભોંયતળિયાની જગ્યા આપવી જોઇએ. સંવર્ધન માટેના ૩ બકરાં માટે આશરે ૪ મીટર પહોળું, ૨.૫ મીટર લાંબુ અને ૩ મીટર ઉંચાઇના માપનું એક છાપરું રાખવામાં આવે છે. ત્રણ સરખા ભાગ કરી તેમાં આડશ રાખી શકાય છે.

લવારાંઘરઃ

આવા રહેઠાણમાં ૧ થી ૬ મહિનાની વય સુધીના તમામ લવારાં રાખવામાં આવે છે. આવા કેન્દ્ર પર એક સાથે આશરે ૭૦ થી ૭૫ લવારાં હોય તો તેમના રહેઠાણ માટે આશરે ૭.૫ મીટર લાંબા, ૪ મીટર પહોળા અને ૩ મીટર ઉંચાઇનું એક ઘર બનાવવામાં આવે છે. જરૂર પડે તો તેમાં બે ચાર આડશ રાખી કે ચાર ખાના પાડી દરેકમાં સરખી વયના ૧૭-૨૦ લવારાં રાખી શકાય.

બકરીનું વિયાણઘરઃ

બકરીઓમાં વિયાણ માટે એક વિયાણ ઘર રાખવામાં આવે છે. એક બકરી માટે આશરે ૧.૫ મીટર લાંબુ, ૧.૨ મીટર પહોળું અને ૩ મીટર ઉંચુ એક વિયાણ ઘર બનાવી શકાય. રહેઠાણમાં બકરીને ખોરાક પાણી માટે ભોંયતળિયાથી આશરે ૪૫૦-૬૦૦ સે.મી. ઉચાઇએ દિવાલમાં ચોકઠું ગોઠવી તેમાં ડોલ જેવાં સાધન રાખી શકાય.

દુધાળ બકરીઓનું રહેઠાણઃ

દુધાળ બકરીઓ રાખવામાં આવતી હોય ત્યાંઆ દુઝણી બકરીઓને બાંધવા માટેના રહેઠાણમાં વધુ સવલત આપવામાં આવે છે. એક બકરી દીઠ ૧.૪ મીટર લંબાઇ અને ૧.૨ મીટર પહોળાઇના માપની ભોયતળિયાની જગ્યા આપવામાં આવે છે. આવા રહેઠાણમાં દુઝણી બકરીઓ બે હારમાં બાંધવામાં આવે છે. અને બે હારો વચ્ચે આશરે ૨ મીટર પહોળો રસ્તો રાખવામાં આવે છે. આશરે ૮ મીટર પહોળા આ રહેઠાણમાં વચ્ચેના રસ્તાની બંને બાજુ બકરીઓની સંખ્યા મુજબ દરેક બકરી દીઠ ખાના (સ્ટોલ્સ) રાખવામાં આવે છે. અને તે મુજબ રહેઠાણની લંબાઈ રાખી શકાય છે. બકરીઓને ઉભા રહેવાની જગ્યાની પાછળ બંને બાજુ આશરે ૪૫ સે.મી. પહોળી અને ૩૦ સે.મી. ઉડી ગટરની વ્યવસ્થા હોય છે.

દોહન ઘર અને દુધ ઘર :

બકરીઓના દુધમાં કોઇ વાસ ન આવે એટલા માટે બકરીને ચોખ્ખી રાખવી જોઇએ. અને તેને ચોખ્ખી જગ્યાએ દોહી તેનું દુધ યોગ્ય રીતે એકઠું કરવાની વ્યવસ્થા કરવી જોઇએ. આ માટે દોહનઘર અને દુધ ઘર બાંધવામાં આવે છે. દુધ દોહી લીધા બાદ જરૂર પડે તો દુધનો સંગ્રહ પણ અહી કરવામાં આવે છે. કારણ કે બકરાં ઉછેર કેન્દ્ર પર અન્ય કોઈપણ જગ્યા એવી ચોખ્ખી નથી રહેતી કે જ્યાં બકરાંઓની લીડી અને પેશાબને કારણે વાસ ન આવતી હોય. બકરીઓ દોહવા માટે સામાન્ય રીતે ભોંયતળિયાથી આશરે ૫૦ સે.મી. ઉચો ઓટલો (મીલ્કીંગ બેન્ચ) બનાવવામાં આવે છે. તે ન હોય તો ૩ મીટર લંબાઇ, ૨ મીટર પહોળાઇના માપનું દોહનઘર એક એક બકરીને વારાફરતી દોહવા તેમજ દુધના સંગ્રહ માટે રાખવામાં આવે છે.

માદાં બકરાનું રહેઠાણ :

આશરે ૬૦ પુખ્તવયના બકરાંના કેન્દ્ર માટે આશરે ૩ મીટર લંબાઈ, ૨ મીટર પહોળાઈ, ૩ મીટર ઉચાઈના માપનું એક આવું રહેઠાણ રાખવામાં આવે છે.

 

સ્ત્રોત: એગ્રીકલ્ચરલ ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી આત્મા,વલસાડ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate