অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

બકરાંની માવજત અને આહાર

બકરાંની માવજત અને આહાર

બકરાં પાલન ગરમ અને સુકા પ્રદેશમાં વધારે જોવા મળતું હોવા છતાં ઠંડા પ્રદેશમાં પણ જોવા મળે છે. બકરાંને રેતાળ કે ગોરાડું જમીનવાળો અગર ડુંગરાળ પ્રદેશ કે જયાં ચરીયાણ ઉપરાંત ઝાડી-જાખરાં થતા હોય તેવો હુંફાળો પ્રદેશ વધુ માફક આવતો હોય છે. બકરાંને આગલા બે પગ ઝાડી-જાખરાં ઉપર ટેકવી પાછલા પગ ઉપર ઉભા રહી ઝાડી-જાખરાંના ડાળ-પાન વીણીને ખાવાનું ખૂબ ગમે છે. બકરાંનું શારીરિક બંધારણ તેમજ ચરવાની પધ્ધતિ સૂકા પ્રદેશને ખાસ અનુકૂળ છે. તેઓ ઓછા પાણી ઉપર નભી શકે છે, જયારે ભેજવાળું વાતાવરણ તેમની તંદુરસ્તી માટે ફાયદાકારક નથી. એમનાં પગના ખરીચાંના કોહવારોનો ઉપદ્રવ પણ આવા વાતાવરણમાં વધી જાય છે. તેથી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપરાંત પંચમહાલના અને દક્ષિણ ગુજરાતના આદિવાસી ડુંગરાળ પ્રદેશોમાં બકરાં ઉછેરના વ્યવસાચની ઉજળી તકો છે. આ વ્યવસાયમાં બકરાં ઉછેરનું મહત્વ ભાવિ ઉત્પાદ્ધ અને આર્થિક દષિટએ ઘણું વધારે છે. તેથી અહીં આપણે બકરાંના બચ્ચા ઉછેર વિષે ચર્ચા કરીશું.

અગ્રવતી સગર્ભાકાળ માં માવજત અને આહાર વ્યવસ્થા:

બકરીઓમાં સગર્ભાકાળ ૧૪૫ થી ૧૫૦ દિવસનો હોય છે. આ સમય દરમ્યાન માતાના ઉદરમાં બચ્ચાંનો વિકાસ થતો હોય છે. જે શરૂઆતના ત્રણેક માસ દરમ્યાન ઘીમો હોય છે, પરંતુ ગર્ભકાળના છેલ્લા બે માસ દરમ્યાન ઝડપી હોય છે, તેમજ જરૂરી શકિત(ચરબી)ની જમાવટ પણ આ સમય દરમ્યાન થતી હોય અગ્રવર્તી સગર્ભકાળનો આ ગાળો માતાની તબિયત, વિયાણમાં સરળતા, વિચાણ પછી તુરંતના માતાના દૂધ ઉત્પાદન, બચ્ચાંના જન્મ સમયે વજન, બચ્ચાંના શરૂઆતનો શારીરિક વૃધ્ધિદર અને તંદુરસ્તી ઉપરાંત તેમનામાં મૃત્યુદરની દ્રષ્ટિએ ખૂબજ મહત્વનો છે. સારા પરિણામ માટે અગ્રવર્તી સગર્ભા બકરીને સારો ખોરાક આપવો જોઇએ. સામાન્ય રીતે સૂકો કે લીલો કઠોળ વર્ગનો ચારો જેવા કે, રજકો, ચોળી, ગુવાર વગેરે તેમજ ખાસ કરીને બકરીને બોરડી, બાવળ, શિમડા, સુબાવળ, શેવરી, ખીજડો વગેરે નાના કુંણા દાળ-પાન ખૂબજ અનુકૂળ આવે છે. આ વખતે લીલી મકાઇ, ઓસ, જુવાર કે કુમળા ગજરાજ ઘાસનો ચારો પણ નિરી શકાય, જ્યારે સારૂ ચરિયાણ મળી શકે તેમ હોય ત્યારે અનુકૂળતા મુજબ આવા પશુઓને ચરવા પણ લઇ જઇ શકાય.

વધુમાં અગ્રવર્તી સગર્ભા બકરીને ઉપર મુજબ સારો ચારો અને / અથવા ચરીયાણ મળતા. હોય તો માથાદીઠ દૈનિક ૨૦૦ ગ્રામ જેટલું ૧૯ થી ૨૦ ટકા પ્રોટીનવાળું સુમિશ્રિત દાણ ખવડાવવું જોઇએ. જો ચારા અથવા ચરીયાણની ગુણવત્તા સારી ન હોય તો દાણની માત્રા વધારીને ૩૦૦ ગ્રામ જેટલી કરવી જોઇએ. જો કોઈ બકરીના ઉદરમાં બે કે વધુ બચ્યાં હોવાનો અહેસાસ થતો હોય તો તેવા પશુને થોડુ વધુ (૧૦૦ ગ્રામ) દાણ આપવું જરૂરી છે. સુમિશ્રિત દાણ ઉપલબ્ધ ન હોય તો મકાઇ-જુવાર જેવા દાણા, મકાઇ-જુવાર કે ઘંઉની કુસકી અને ખાદ્ય તેલિબિયા ખોળ ૧૯૧૧ના પ્રમાણમાં ભેળવી મિશ્રદાણ ઘરે બનાવી શકાય. અપ્રચલિત દાણના સ્ત્રોતો જેવા કે કુંવાડિયાના બી, દેશી કે પરદેશી બાવળના પરડા, શિમડાની શીંગો, દેશી કે પરદેશી બાવળની શીંગોષ્યની વગેરે પણ ૧૦ થી ૨૦ ટકા સુધી મિશ્રદાણમાં ઉમેરી ખોરાકી ખર્ચ ઘટાડી શકાય. સગર્ભા બકરીઓને દૈનિક માથાદીઠ પાંચ ગ્રામ જેટલું સાર મિશ્રણ આપવાથી ફાયદો થાય છે.

અગ્રવર્તી સગર્ભા બકરીને રહેઠાણમાં કે ચરવા જતા આવતા આકસ્મિક ઇજા ન થાય તેની કાળજી રાખવી જોઇએ. જો આવી બકરીને ચરવા માટે લઇ જવાનુંન થતું હોય તો કસરત માટે તેમને દિવસમાં એકાદ કલાક ફરવા લઇ ક્વાથી વિયાણ વખતે મુશ્કેલી ઓછી પડે છે. સગર્ભા બકરીને દિવસમાં એકાદશ્કબે વખત સ્વચ્છ પાણી પિવડાવવાની વ્યવસ્થા ગોઠવવી જોઇએ.

પ્રસુતિવેળાની કાળજી અને માવજત :

સગર્ભાવસ્થા પુરી થવા આવે કેટલાંક ચિન્હો ઉપરથી વિયાણ ટૂંક સમયમાં થવાનું છે તે જાણી શકાય છે. વિયાણ પહેલા બકરીની યોની સુજેલી દેખાય છે. તેમાંથી ચિકણું પ્રવાહી પડતું દેખાય, આઉમાં ખીરું ભરાવવાથી ભારે લાગે છે, આંચળમાં ખીરૂ ભરાવવાથી મોટા થતાં અને ચિકાશવાળા દેખાય છે. આ સમયથી જ વિયાણ માટેની પુરી તૈયારી કરી દેવી પડે. થોડા-થોડા સમયે બકરી ઉપર નજર રાખતા રહેવું. આવી બકરીઓને ટોળાથી અલગ તારવવી શકય હોય તો વિચાણ ઘરમાં લઈ જઈ શકાય જેથી કૂતરા કે શિયાળ તેમને હેરાન કરે નહિં. વિચાણનાં સમયમાં બકરીને હૂંફાળુ અને ચોખ્ખું રહેઠાણ પુરા પાડવું જોઇએ. વરસાદ, વાવાઝોડા અને ઠંડા પવનથી તેમને રક્ષણ આપવું ખાસ જરૂરી છે. સામાન્ય તુ કે વાતાવરણમાં વૃક્ષાનો છાયો પણ એમને આરામ દાયક છે.

વિયાણ જેમ જેમ નજીક આવતાં બકરી બેચેન લાગે છે. ખોરાક ખાવામાં રસ દાખવતી નથી. ટોળાથી અલગ પડી શાંત જગ્યા પસંદ કરે છે. વિચાણ વખતે બકરીને એકાંત પ્રિય હોય છે. તેમને ખેલેલ પહોંચાડવાથી વિયાણની પ્રકિયા ઢીલમાં પડે છે. બકરીને પ્રસવની પીડા થતાં વારંવાર ઉઠ-બેસ કરે, પગ પછાડે અને મદદ માટે આમ તેમ નજર ફેરવે છે. યોનિમાંથી સૌપ્રથમ પ્રવાહી ભરેલો મોટો પરપોટો (ફુગ્ગા જેવી કોથળી) દેખાય છે. જે થોડા સમયમાં આપમેળે તૂટી જતાં બચ્ચાંના આગળના પગ દેખાય છે. પ્રસવની પીડા વધવાની સાથે આગળના બે પગના ઢીંચણ ઉપર ટેકવેલ બચ્ચાંનું માથું દેખાય છે. જે ઘરે-ધીરે આપ મેળે બહાર આવે છે. મોટે ભાગે પ્રસવકિયામાં મદદની જરૂર પડતી નથી. બચ્ચાંનો જન્મ આપમેળે જ થોડી મીનીટોમાં થઇ જાય છે, પરંતુ કયારેક બચ્ચાંના વધુ પડતા મોટા કદ, આડી-અવળી પરિસ્થિતિ કે માની શારીરિક તકલીફમાં પશુ ચિકિત્સકની મદદ લેવી પડે છે. ઘણી વખત બકરીને એક જ વિચારમાં એક કરતાં વધુ બચ્ચાં જન્મે છે. તેથી બીજા બચ્ચાંના જન્મ માટે પણ નજર રાખતા રહેવું જોઈએ. બીજુ બચ્યું હોય તો સામાન્ય રીતે ૧૦-૧૫ મિનિટમાં જન્મ લે છે.

તાજા જન્મેલ બચ્ચાની કાળજી અને માવજત:

તાજા જન્મેલ બચ્ચાંને તેની મા ચાટીને કોરું કરે છે. આ ક્રિયા ઝડપથી થાય અને સ્વચ્છતા જળવાય તે હેતુથી કોરા કંતાન કે સ્વચ્છ કપડાંથી બચ્ચાંને કોરૂ કરવું. બચ્ચાંના નાક અને મો માંથી ચિકાશ દુર કરવી તેમજ બચ્યું શ્વાસોશ્વાસ લે છે કે કેમ તેની ખાતરી કરવી. જરૂર પડેતો કુત્રિમ શ્વાસોશ્વાસ માટે પ્રયત્નો કરવા. લવારાના ડુંટાને ૫ સે.મી. જેટલો રાખી દોરી વડે બાંધી. નીચેના ભાગેથી જતુ રહિત કાતરથી કાપીને તેના ઉપર ટીચર આયોડીન લગાડવું જેથી ચેપ લાગે નહી. બચ્ચાંની પોચી ખરીઓ પણ સરખી રીતે કાપી લેવી જોઇએ. તંદુરસ્ત વચ્ચે થોડા જ સમયમાં પોતાના પગ પર ઉભુ થઈ એની માના આંચળ શોધવા ફાંફા મારે છે.

મા પણ બચ્ચાંને ધવડાવવા યોગ્ય રીતે ગોઠવાય છે. બચ્ચાંને તેની માના આંચળ સુધી જલ્દી પહોંચે અને ધાવવા લાગે તે માટે મદદ કરવી. આંચળ વધુ પડતા સુઝેલા હોય તો થોડું ખીરું દોહી કાઢીને ઢીલા કરવા જેથી બચ્ચાંના મોમાં સારી રીતે આવી શકે. બંને આંચળ ચાલુ છે કે કેમ તેની ખાત્રી કરી લેવી. જો કોઈ આંચળમાં ચેપ હોય તો તે બચ્ચાંને ધાવવા દેવો નહી.

બચ્ચાંને તેની માતાનું પ્રથમ દૂધ (ખીરૂં અથવા કાંઠું) જેમ બને તેમ વહેલું ધાવવા દેવું જોઇએ. તે માટેનો ઉત્તમ સમય અડધાથી એક કલાકનો ગણાય છે. ખીરાંનો રેચક ગુણ ગર્ભકાળ દરમ્યાન બચ્ચાંના આંતરડામાં એકઠો થયેલ મળ બહાર કાઢવામાં ઉપયોગી છે તેમજ તેમાં રહેલ રોગ પ્રતિકારક તત્વો બચ્ચાંને ચેપી રોગ સામે રક્ષણ આપે છે. ખીરાંમા વધુ પ્રમાણમાં પ્રોટીન, ચરબી, ક્ષારો અને પ્રજીવકો (વિટામીન્સ) હોવાથી બચ્ચાંની શારીરિક વૃધ્ધિ ઝડપી બને છે. આથી તાજા જન્મેલાં બચ્ચાંને તેની માતાનું ખીરૂં દિવસમાં ૩ થી ૪ વખત ત્રણેક દિવસ સુધી ધાવવા દેવું ફાયદાકારક છે. આથી જ વિયાણના પ્રથમ ત્રણેક દિવસ સુધી બચ્ચાંને તેની માથા સાથે રાખવામાં આવે છે તેમજ તેની માની હૂંફ અને રક્ષાણ પણ બચ્ચાંને મળતા રહે છે. બચ્ચાંની માતા મરી જવી કે અન્ય કોઈ કારણોસર તેનું ખીરૂં મળી શકે તેમ ન હોય તો બીજી કોઈપણ તાજી વિચાયેલી બકરીનુ ખીરૂં ધવડાવી કે પીવડાવી શકાય છે. કોઇ સંજોગોમાં તાજુ ખીરૂં મળી શકે તેમ ન હોય તો દૂધમાં ૧૦ મિ.લી. દિવેલ અને જરૂરી વિટામીન્સ ઉમેરીને બચ્ચાંને દિવસમાં ત્રણેક વખત પીવડાવવું. એટલું યાદ રાખીએ કે ખીરૂં કે દૂધ બચ્ચાંને વધારે આપવા કરતાં યોગ્ય માત્રામાં (દૈનિક ૨૦૦ થી ૩૦૦ ગ્રામ) દિવસમાં ૩ થી ૪ વખતમાં આપવું જોઇએ. વધારે પડતું ખીરૂં કે દૂધ આપવાથી બચ્ચાંને પેટની તકલીફ પડે છે અને ઝાડા પણ થઇ જાય છે. જો માની શારીરિક સ્થિતિ સારી હોય તો વિયાણના પ્રથમ અઠવાડીયા દરમ્યાન તેના ખોરાકમાં ઈરિધર વધારો કરવો જોઇએ જેથી તેનાં દૂધ ઉત્પાદનમાં વધારો થાય અને બચ્ચાંને પ્રમાણસર દૂધ મળતું રહે અને આનાથી આંચળમાં દૂધને વધારે પડતો ભરાવો નહી થતાં બચ્ચાં ને ધાવવામાં પણ અનુકૂળતા રહે છે.

ઘણી વખત માની શારિરીક નબળાઈ કે સ્વભાવને કારણે વિયાણ પછી તે પોતાના બચ્ચાંને ધાવવા દેતી નથી આવા સંજોગોમાં તેનું ખીરૂં, દૂધ બચ્ચાંના શરીર પર છાંટવાથી તેની ખાસ ગંધને લીધે બચ્ચાંને ધાવવા દેવા પ્રેરાય છે. વિપરીત સંજોગોમાં માના નાક ઉપર કેરોસીન લગાડવાથી તેની ગંધ પારખવાની શકિત મંદ પડતા બચ્ચાંને સ્વીકારવામાં / ધવડાવવામાં ઓછી તકલીફ કરે છે. કોઈ ખાસ સંજોગોમાં નવજાત બચ્ચાંને કોઇ તાજી વિચાયેલી બકરીને ધવડાવીને ઉછેરવી પડે તેમ હોય ત્યારે પણ ઉપરના પ્રયોગો યોજીને ધવડાવી શકાય છે.

પ્રથમ માસ સુધીનો ઉછેર અને આકારઃ

બકરીના બચ્ચાની શરૂઆતની ઉમરમાં રોગપ્રતિકારક શકિત ઓછી હોવા ઉપરાંત તેમની પોષાણની જરૂરીયાત મોટે ભાગે દૂધ ઉપર નિર્ભર હોવાથી એમના વિકાસ અને સ્વાથ્ય માટે આ સમય ખૂબ જ અગત્યનો છે. આ ઉમરે બચ્ચાંને તેમના વજનના ૧૦ ટકા જેટલું દૂધ દરરોજ ધાવવા દેવું જોઇએ. શરૂઆતમાં બચ્ચાંને ૧૦ દિવસ સુધી દરરોજ ૩-૪ વખત ત્યારબાદ બે વખત ધવડાવવા જોઇએ. બચ્ચાંને ધવડાવતી વખતે કોઇ જવાબદાર વ્યકિતએ દરેક બચ્ચાંને પુરતુ ધાવવા મળે છે કે કેમ ? દરેક બચ્ચે પુરા જોશથી કે રસથી ધાવે છે કે કેમ ? તે બાબતે નજર રાખવી જોઇએ. આ માટે એક સાથે ગ્રુપમાં ૨૦ બચ્ચાથી ઓછી સંખ્યા હોય તો નિરીક્ષણમાં સુલભતા રહે છે. બચ્ચાંને ધવડાવ્યા બાદ થોડા સમય માટે દોરડીથી લાઈન બંધ બાંધી રાખવા અને ખાવા માટે દાણ મુકવું. જેથી એમના મોની આજુબાજુ ચોટલું દૂધ સુકાઈ જશે અને એકબીજાને કે અન્ય ચીજવસ્તુને ચાટવા મળશે નહીં. જેથી ચેપ લાગવાનો સભંવ રહેશે નહી. નાનાં બચ્ચાં જલ્દીથી દાણ ખાતા થાય તે માટે દરરોજ દાણ ચોખા વાસણ કે ગમાણમાં થોડું થોડું મુકવું અને શરૂઆતમાં તેની ઉપર થોડું દૂધ છાંટી આપવું. બચ્ચે એક મહિનાની ઉંમર સુધીમાં દરરોજનું ૧૦૦ ગ્રામ જેટલું દાણ ખાતા શીખી જવું જોઈએ. બચ્ચાં માટેનું દાણ ખૂબ જ પોષટીક, સુપાચ્ય અને સ્વાદિષટ હોવું જોઇએ. આ માટે ભરડેલી મકાઈ, મગફળીનો ખોળ, ક્ષારમિશ્રણ, ગોળની રસી વિગેરે મિશ્ર કરીને દાણ તૈયાર કરી શકાય છે તેમજ તેઓ જલ્દી ઘાસ ખાતા શીખે તે પણ જરૂરી છે. આ માટે દશેક દિવસની ઉમરથી નાના બચ્ચાંને લીલો કુમળો ચારો જેવા કે ઓસ, મકાઇ, ચોરી, ગુવાર, રજકો વગેરે વાગોળવા મુકવા. શરૂઆતમાં લીલોચારો નાનાં જથ્થામાં (ઝૂડી રૂપે) વાડામાં લટકાવી અગર હે-ફ્રોક (ઘોડા) માંરાખવાથી બચ્ચાંને રમતાં-રમતાં વાગોળવાનું ગમશે અને ઈરિઘરે તેમ કરતાં ચારો ખાવાનું શીખી જશે. બચ્ચાંને લીલાચારાનો સારી રીતે સુકવેલો રજકો પણ ખવડાવી શકાય. બચ્ચાં માટે રાખેલ દાણ કે ચારો તેની મા ખાઈ જાય અને બચ્ચાંને તે ન મળે તેવું બનવું જોઈએ નહીં. જો બચ્ચાંને ઉપર મુજબનું પુરતું પોષણ મળતું હશે તો તેમનો દૈનિક વૃધ્ધિ દર ૭૦ થી ૧૦૦ ગ્રામ જેટલો થશે અને એક માસની ઉંમરે તેમનું વજન ૪ થી ૫ કિ.ગ્રા. જેટલું થઇ જશે. વજન કરવા સ્પ્રીંગ કાંટો વાપરવો જોઈએ.

બચ્ચાંને આ ઉમરે મરડા, કોકસીડીયોસીસ, કરમીયાં, ન્યુમોનીયા, ઝાડા વગેરેની બિમારી લાગી જવાની શકયતા વધુ હોય છે. જેથી એમને સમયાંતરે મરડા, કોકસીડીયોસીસ અને કરમીયાં અટકાવવાની દવા પીવડાવવી જોઇએ. એમને સ્વચ્છ અને હુંફાળું છતાં સારી હવા-ઉજાશવાળું રહેઠાણ આપવું જોઈએ.

બચ્ચા ઉછેર’ દરમ્યાન અન્ય ધ્યાનમાં સેવા બાબતો:

ખસી કરણ કરવું : બય્યા ૨-૪ અઠવાડિયાની ઉમરના થાય ત્યારે કરવામાં આવે છે. ખસી કરવાથી માસ સ્વ્દીષ્ટ બને છે. બય્યોઓનું વજન ઝડપથી વધે છે અને તેની આમડીની ગુણવતા સુધરે છે જેવા ફાયદાઓ થાય છે.

શીમડા ડામવા : સામાન્ય રીતે પ્રથમ અઠવાડીયાની ઉમરે બકરીના નર બચ્ચાંના શીંગડા ડામી દેવાની પ્રથા ઇચ્છનીય છે. જેથી તેનો ઉછેર અને માવજત સહેલાઇથી કરી શકાય છે.

ઓળખ ચિન્હો આપવા :

બકરીઓના બચ્ચાંઓને જેમ બને તેમ વહેલા ઓળખ ચિન્હો આપી દેવાથી એમના રેકડર્સ અને પસંદગીમાં વિશ્વસનિયતા રહે છે. આ માટે બચ્ચાંને કાનમાં છુંદણાથી નંબર આપી શકાય અથવા નંબરવાની કડી પહેરાવી શકાય છે.

ખરીની કાળજી :

જયારે બકરાંઓને (શેડ)વાડામાં ઉછેરમાં આવે છે ત્યારે તેની ખરી વધવાની શકયતા વધારે રહે છે અને કયારેક તેમાં કચરો ભરાઇ કોહવાટ થવાની શકયતા રહે છે અને ચાલવામાં તકલીફ પડે છે આથી સમયાંતરે બચ્ચાંની વધેલી ખરી કાપીને સરખી કરી લેવી જોઇએ.

મસ્કગ્રંથી કાઢવી :

નર બકરાંઓમાં સંવર્ધનકાળ દરમ્યાન આ ગ્રંથીમાંથી તીવ્ર વાસ આવતી હોવાથી જ્યારે બકરાંઓ નાની ઉમરના હોય ત્યારે આ ગ્રંથીને ડામ આપીને કાઢી નાંખવામાં આવે છે. જેથી તેની વાસની તિવ્રતા ઘટાડી શકાય છે.

મોટા બકરાંનો ઉછેર અને માવજત:

બકરીનાં બચ્ચાંની એક માસ પછીની ઉમર શારીરિક વૃધ્ધિ માટે અગત્યની છે. આ ઉંમરે તેઓ માતાના દૂધ ઉપરાંત દાણ અને ચારો પ્રમાણમાં ખાઈ શકે છે. તેથી સારો આહાર છૂટથી આપવાથી તેમનો વૃધ્ધિ દર વધારવા પ્રયત્નો કરવા જોઇએ. આ ઉમરે લીલાચારા અને ચરિયાણ ઉપરાંત એમને સૂકો ચારો પણ નિરવામાં આવે છે. બચ્ચાંને નિરવામાં આવતા કઠોળ અને ધાન્ય વર્ગના ચારાનું પ્રમાણ ૪૦:૬૦ આદર્શ ગણાય. બચ્ચાંને દરરોજ માથાદીઠ પાંચ ગ્રામ જેટલું સાર મિશ્રણ આપવું. માંસ માટેના બચ્ચાંને દાણ ખવડાવવાનું પ્રમાણ દરરોજ ૧૦૦ ગ્રામથી વધારીને ઈરઈરે ત્રણ માસની ઉમરે ૨૫૦ ગ્રામ અને છ માસની ઉમરે પ૦૦ ગ્રામ જેટલું કરવું જોઇએ. બચ્ચાંના રોજબરોજના આહારમાં ફેરફાર ધીરેધીરે કરવા જોઇએ. અન્ય પ્રકારના બચ્ચાં માટે દાણનું પ્રમાણ થોડું ઓછું રાખી શકાય. બે થી ત્રણ માસની ઉમરે રેષા વાળો ખોરાક પચાવવા માટે જરૂરી પ્રથમ આમાશય (રૂમેન) પુરેપુર વિકાસ પામી ગયેલ હોવાથી બચ્ચાંને ત્રણ-ચાર માસની ઉંમરે ધાવણ છોડાવવામાં આવે છે. બચ્ચાં ત્રણ માસ સુધીમાં ૧૦ થી ૧૨ કિ.ગ્રા. અને છ માસ સુધીમાં ૧૮ થી ૨૦ કિ.ગ્રા. વજનના થવા જોઇએ.

ધાવતાં બચ્ચાં એક ટોળામાં અને ધાવણ છોડાવેલ બચ્ચાં અલગ કે મોટા બકરા સાથે ચરવા લઈ જવામાં આવે છે. બચ્ચાંને લીલુ ચરિયાણ ખૂબ જ ગમે છે અને સારા પ્રમાણમાં ચરી શકે છે આથી વધારાનો ચારો આપવાનું ઘટાડી શકાય. બચ્ચાને હંમેશા ચરવા માટે ઉંચાણવાળા પાણી ભરાતું ન હોય તેવા ભેજ રહિત ચરીચાણમાં લઇ જવા જોઇએ. ઝાકળવાળું અને ભેજવાળું ચરિયાણા બચ્ચાંમાં કરમીયા ખાસ કરીને પર્ણકૃમિનો ઉપદ્રવ વધારે છે. બચ્ચાંને શિયાળાની ઋતુમાં સવારે નવેક વાગ્યે જયારે ચોમાસામાં અને ઉનાળામાં આઠેક વાગ્યે ચરવા લઇ જવા. બપોર પહેલા રેતાળું કે ગોરાડું જમીનવાળા ઉચાળાં ચરીયાણ પસંદ કરવા, બપોર પછી બચ્ચાંને કાળી જમીનવાળા નિચાણવાળા ચરીયાણમાં લઇ જઈ શકાય. બે-ત્રણ દિવસે ચરીયાણાની જગ્યા બદલતા રહેવું જોઇએ.

જયારે બચ્ચાંને ચરવા અને હરવા-ફરવા જવાનું ઓછું મળે છે ત્યારે તેમનાં ખરીયા વધી જાય છે. ખરીયા વધી જવાથી ચાલવામાં મુશ્કેલી પડે છે. કયારેક તેમાં કચરો ભરાઇ કોહવાટ થવાની શકયતા રહે છે. આથી સમયાંતરે બચ્ચાંના વધેલાં ખરીયા કાપીને સરખાં કરી લેવા જોઇએ. આ માટે સુડી જેવાં હુફકટર તૈયાર મળે છે. બકરાંના બચ્ચાંને વાળના કારણે બાહય પરોપજીવીઓને ઉપદ્રવ થાય છે. તેનું નિયંત્રણ કરવા માટે પશુચિકિત્સકની સલાહ મુજબ જંતુનાશક દવાનો છંટકાવ કરી શકાય. જો ચોમાસું નજીક આવતું હોય તો બચ્ચાંને ગળસુંઢા પ્રતિકાષ્ઠ રસી મુકાવી લેવી. દરેક બચ્ચાંની વર્તણુંક ઉપર નજર રાખવાથી બિમાર બચ્ચાંને ઓળખી કાઢી સમયસર સારવાર થઈ શકે. બચ્ચાંમાં આંતર પરોપજીવીના નિયંત્રણ માટે બે અને ત્રણ માસની ઉમરે દવા પીવડાવવી જોઇએ.

બકરાંના બચ્ચાંની પુરતી કાળજી, માવજત અને આહાર આપવામાં આવે તો એમનો શારીરિક વૃધ્ધિદર ઘણો સારો રહે છે. તેઓ સમયસર વજન પકડે છે અને સારુ સ્વાથ્ય જળવાઇ રહે છે. તેને કારણે બચ્ચાંમાં મૃત્યુ દર નીચો રહે છે આથી એમને આર્થિક રીતે પોષાય તેવા ભાવે જથ્થાંમાં વેચી શકાય છે. માદા બચ્ચાં સમયસર મોટી સંખ્યામાં તૈયાર થતાં ટોળામાંથી ઓછા ઉત્પાદનવાળી ઘરડી બકરીઓનો નિકાલ કરી વધુ ઉત્પાદન હાંસલ કરી શકાય. દર વર્ષે ઉત્તમ ઉત્પાદન ક્ષમતા અને વૃધ્ધિવાળાં ત્રણ-ચાર બચ્ચાં પસંદ કરી સંવર્ધન માટે ટોળામાં રાખવાથી ઉત્પાદનમાં ઉતરોત્તર વધારો થાય છે અને આર્થિક લાભ મેળવી આપણે આપણી પ્રગતિ કરી શકીએ છીએ.

વિયાણ બાદ બકરીની માવજત

બકરીનું વિચાણ થયાની જગ્યા તથા બકરીનો પાછળનો ભાગ જીવાણુનાશક દવાથી સાફ કરી દેવો. તેમજ મેલી કે ઓરનો યોગ્ય નિકાલકરી દેવો જોઇએ. વિયાણ થઇ ગયા બાદ બકરીને અર્થો લીટર ઉકાળેલા પાણીમાં એકાદ મૂઠી બાજરીનો લોટ નાખી તે પી શકે તેટલા ઉષણતામાન સુધી ઠરવા દઈને પીવડાવવું જોઇએ. ત્યારબાદ બે કે ત્રણ કલાકે અર્થો લીટર ઉકાળેલા પાણીમાં ૨૫૦ ગ્રામ ઘઉનું ભુસુ અને એક ચમચી મીઠું નાંખીને તેમાં થોડુ સુકુ ભુસુ ભભરાવીને કપડાંથી ઢાંકી ઠંડુ પડવા દઈને ખવડાવવું. વિયાણ થયેલ બકરીને પ૦૦ ગ્રામથી વધારે દાણ આપવું હિતાવહ નથી. તાજી વિચાચેલ બકરીને વધારે પડતી ગરમી તેમજ ઠંડી સામે રક્ષણ મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. બકરીઓ મોટે ભાગે વિયાણ થયાના એક માસ બાદ તુરંત ગરમીમાં આવી જાય છે પરંતુ ૪૦ દિવસ બાદ જ ગાભણ થવા દેવી જોઇએ.

દૂધાળા બકરીની માવજત અને ખોરાક

બકરી પાલન સામાન્ય રીતે દુધ તથા માંસ માટે કરવામાં આવે છે. બકરાંના દુધમાં ચરબીનું પ્રમાણ ઓછું હોય છે અને દુધમાં ચરબીના કણો ઝીણા નાના હોય છે. વળી પેટમાં ગયા પછી એનું દુધ જામીને દહીં બને છે. તે અન્ય પ્રાણીઓના દુધનાં દહીંની સરખામણીએ નરમ હોય છે. આથી બકરીનું દુધ વધુ સહેલાઈથી પચે છે. વળી બકરીનાં દુધમાંથી એક ખાસ પ્રકારનું પનીર પણ બને છે. પરંતુ ગાય-ભેંસના દુધની સરખામણીએ બકરીના દુધમાં વિશિષટ ગંધ આવતી હોવાથી લોકોને પસંદ નથી જેને લીધે તેના ભાવ વધુ મળતા નથી.

જો બકરીઓને બકરાંથી અલગ રાખવામાં આવે, તથા બકરીના આઉ અને આજુબાજુના ભાગના વાળ ટુંકા કાતરી એ ભાગની પુરતી સ્વચ્છતા જાળવવામાં આવે અને સ્વચ્છ ઉંચી જગાએ બકરીને દોહવામાં આવે તો એના દુધમાં આવતી વાસ નિવારી શકાય છે. વળી બકરીને બાંધીને ચરાવવામાં આવે તો ખેતીમાં ઉભા પાકોમાં નુકશાન થતું અટકાવી શકાય છે.

પુખ્ત ઉમંરની બકરીઓને મોટા ટોળામાં રાખીને ચરિયાણવાળા વિસ્તાર પર નભાવી શકાય છે. અને જ્યાં તે શકય નથી હોતુ ત્યાં નાના પાયા પર જાનવરોને ઘરે બાંધીને ઘાસચારામાં જે લભ્ય હોય તે ખવડાવી ઉછેરી શકાય છે.

બકરીનાં આહારનો વિચાર કરતાંની સાથે જ “ઉટ મુકે આકડો અને બકરી મૂકે કાંકો ” એ કહેવત યાદ આવે. એટલે કે બકરી તમામ પ્રકારની વનસ્પતિ ખાય છે. જો કે તેને ઝાડી - ઝાંખરીની તેમજ છોડની કુણી કુણી ફૂપણો ખાવાનું વધુ ગમે છે. બકરીને એક જગ્યાએ કરીને ચરવા કરતાં એક જગ્યાએથી બીજી જગ્યાએ કરીને ચરવાનું વધુ ગમે છે. આથી બકરીના સ્વભાવનો ખ્યાલ રાખી શકય હોય ત્યાં સુધી તેને છુટથી ફરીને ખાવા દેવું તેના હિતમાં છે.

ખાસ કરીને ભટકતી જાતિના લોકો બકરાંના મોટા ટોળાં રાખે છે અને દુધ વેચાણ અને બકરીનાં બચ્ચાંના વેચાણમાંથી પોતાનું ગુજરાન ચલાવે છે. સામાન્ય રીતે આ લોકો તેમનાં બકરાં સંપૂર્ણપણે ચરિયાણ ઉપર જ નભાવે છે અને એકલા ચરિયાણમાંથી પુરતું પોષણ મળતું નથી. આથી દુધ ઉત્પાદન ઘણું જ ઓછું થાય છે અને માંસ પણ જોઇએ તેટલું સારી જાતનું હોતું નથી.

ગામડામાં મજૂરવર્ગના માણસો તેમનાં કુટુંબની દુધની જરૂરિયાત પુરી કરવા માટે એક બે બકરી પાળે છે. અને આ લોકો બકરીને સામાન્ય રીતે ઝાડના પાન, ખેતરના શેઢાનું ઘાસ, ઘઉનું થુલું વગેરે ખવડાવીને નભાવે છે. ઉપરાંત જયારે ખેતરનું કામ કરવા જાય ત્યારે ચરવા માટે લઇ જાય છે. પણ આ રીતથી વધુ મેળવવું શકય નથી. કારણ કે બકરીને નિભાવ ઉપરાંત દુધ ઉત્પાદન માટે જોઇતું પોષાણ પુરતા પ્રમાણમાં મળતું નથી.

શહેરમાં પણ કેટલાંક ગરીબ વર્ગ એકાદ બે બકરી રાખે છે અને બકરીને શાકભાજીના છોડ, ઝાડના પાંદડા ખવડાવી નિભાવે છે. કેટલાંક લોકો દાણ પણ ખવડાવે છે. પરંતુ ઘેર બાંધીને ખવડાવવાથી બકરીને પુરતી કસરત મળતી નથી. જેથી બકરીને પુરતી કસરત મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઇએ.

એક પુખ્ત વયની બકરીને દરરોજ આશરે ૧.૪ થી ૧.૯ કિ.ગ્રા. સુકોચારો જોઈએ. આ પૈકી ૦૦૦-૧૩૦૦ ગ્રામ સુકો ચારો પાંદડા, ડાંખળા તથા ૪૦૦ - ૪૫૦ ગ્રામ અન્ય વનસ્પતિ આપી શકાય.

દાણ બકરીને ચારાની ગુણવત્તા અને પ્રાપ્યતા અનુસાર, એક પુખ્તવયની બકરીને દૈનિક રરપ ગ્રામ શરીરના નિભાવ માટે આપવુ જોઇએ. ઉત્તમ કે સારી ગુતવત્તા ધરાવતો કઠોળ અને કઠોળની આડ પેદાશનો ચારો મળતો હોય તો નિભાવ માટે દાણ ન આપવામાં આવે તો પણ ચાલે. ઋણી બકરીને દર ૪૫૦-૬૦ ગ્રામ દુધ ઉત્પાદન દીઠ ૧૫૦ ગ્રામ વધારાનું દાણ આપવું જોઇએ. બકરીને અપાતું દાણ મિશ્રણ ઘઉનું ભૂસું એક ભાગ, મકાઇનો ભરડો ૨ ભાગ, સીંગનો ખોળ-એક ભાગ તેમાં એક ટકાના હિસાબે મીઠું ઉમેરવું જેથી દાણ સ્વાદિષ્ટ થશે અને બગાડ ઓછો થશે. દાણમાં સરેરાશ ૧૪ ટકા પ્રોટીન હોય એ પુરતું છે. જે દાણ મોઘું પડતું હોય તો તેમાં બાવળીયાની સીંગી બોરડીનો પાલો, આંબલીનો પાલો આપવો અને દાણનું પ્રમાણ અડધાથી ઓછું કરી નાંખવુ. વસુકેલી બકરીને જો સારો ચારો મળતો હોય તો દાણ આપવાની જરૂર નથી.

એક સામટો બધો ખોરાક બકરીને નીરવામાં આવે તો બગાડ બહુ કરે છે. આથી બકરીને દિવસમાં બે - ચાર વાર થોડું થોડું નીરણ આપવું જેથી દાણ અને ઘાસચારાનો બગાડ ઓછો થશે. ઘાસ ખવડાવવા માટે ખાસ પ્રકારની ઘોડીઓ વાપરવાથી ઘાસનો બગાડ અટકાવી શકાય છે.

બકરીનું પાચનતંત્ર શરીરની લંબાઇના પ્રમાણમાં અન્ય જાનવરો કરતાં મોટું હોવાથી શરીરના વજનનાં ૬ થી ૧૧% જેટલો સૂકો ચારો ખાઇ શકે છે. જ્યારે ગાય/ભેંસ - રપ% ઘેટાં ૪.૫ ટકા સૂકો ચારો ખાઇ શકે છે. આથી બકરી શરીરના જોઇતા તત્વો વધુ પ્રમાણમાં (૮૦%) ચારા મારફતે (ઝાડના પાન કુપણો) અને નબળા ચરાણમાંથી મેળવે છે. જેથી દાણની જરૂરીયાત ઓછી રહે છે. વાગોળનારા પ્રાણીઓમાં બકરી અન્ય પ્રાણી કરતાં પોષક તત્વોનો વધુ કાર્યક્ષમ ઉપયોગ કરે છે.

એક પુખ્ત ઉમરની બકરી (૪૦-૪૫ કિલો) દરરોજ ૧.૫૦ થી રરપ૦ કિલો સૂકોચારો જોઇએ. નેશનલ ડેરી રીસર્ચ ઇન્સ્ટીટયુટ, કરનાલ દ્વારા બકરીઓના વજન ઉપર જોઇતા દાણ તથા ચારાની જરૂરીયાત દર્શાવતું પત્રક બહાર પાડેલ છે. જે આપણાં વાતાવરણને અનુકૂળ હોઇ અપનાવવા યોગ્ય છે.

વજન કિલો

દૂધ (મીલી)

દાણ ગ્રામ

લીલોચારો કિલો

સવાર

સાંજ

૨.૫

૨૦૦

૨૦૦

૩.૫ - ૪.૦.

૩૦૦

૩૦૦

૫૦

૬.૦ - ૮.૦

૩૦૦

૩૦૦

સારો ખાઇ

૧૦.૦-૧૫.૦

૧૫૦

૧૫૦

૩૫૦

૨૦.૦-૩૦.૦

-

૪૦૦

૧.૫ - ૨.૫

૪૦.૦-૫૦.૦

-

૫૦૦

૪.૦-૫.૦

૬૦.૦

-

૫.૫-૬.૦

વધુમાં ઘરે ૧૦૦ કિલો સમતોલ દાણ/મિશ્રણ નીચે મુજબ મિશ્રણ કરી બનાવી શકાય.

  • ઘઉનું ભુંસુ ર૫ કિલો + મકાઇ ભરડો ૫૦ કિલો + સીંગખોળ ૨૫ કિલો + મીનરલ મિક્ષ્ચર ૨ કિલો
  • મકાઇ ૨૨ કિલો + ચણા ૨૦ કિલો + ઘઉનું ભુંસુ ૨૦ કિલો + મગફળી ખોળ ૩.૫ કિલો + મિનરલ મિક્ષ્ચર ૨.૫ કિલો + મીઠું ૦.૫ કિલો

દાણ મિશ્રણ/દાણ:

૧૯% પ્રોટીન વાળું હોવું જોઈએ હવે ઉપર જણાવેલ કોઠા ઉપરાંત દૂઝણી બકરીને એક લીટર દૂધ ઉત્પાદન દીઠ ૪૦૦ ગ્રામ દાણ આપવું, વાલી બકરાને સંવર્ધનની ઋતુ દરમ્યાન ૦.૫ થી ૧.૦ કિલો દાણ આપવું જ્યારે ૪ માસની સગર્ભા બકરીઓને દરરોજ ૫૦૦ ગ્રામ દાણ આપવું અને ઉછરતા લવાર ને સારો લીલો ચારો અને ૨૦% પ્રોટીનવાળુ દાણ આપવું કારણ કે દર એક કિલો શરીરવૃધ્ધિ માટે ૧૫૦ થી ૨૫૦ ગ્રામ પ્રોટીનની જરૂરી રહે છે.

પાણીની જરૂરીયાત :

બકરાં સ્વાદ કલિકાની મદદથી પાણીનો સ્વાદ પારખીને તે પ્રમાણે વધતા-ઓછા પ્રમાણમાં પીએ છે. પુખ્ત ઉમરની બકરીઓ અંદાજે દિવસનું ચાર થી પાંચ લીટર પાણી પીએ છે અથવા એક કિલો સુકો ચારાના પ્રમાણમાં ચાર લીટર પાણી જોઇએ. પાણીની જરૂરીયાત ખોરાક, ઋતુ અવસ્થા, દૂધ ઉત્પાદન વગેરે ઉપર આધાર રાખે છે. બકરાં રાત્રીની સરખામણીમાં દિવસ દરમ્યાન વધુ પાણી પીએ છે. ચોખ્ખું, સ્વચ્છ અને જંતુ રહીત પાણી પીવડાવવું હિતાવહ છે. બકરાંને જોઇએ તેટલું સ્વચ્છ ચોખ્ખું પાણી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઇએ જેથી તેના ઉત્પાદન પર સારી અસર થાય છે.

સ્ત્રોત: એગ્રીકલ્ચરલ ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી આત્મા,વલસાડ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 9/19/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate