વિયાણ બાદનો આ એક અગત્યનો રોગ છે. જેમાં શરીરમાં લીવરમાં શર્કરાનું પ્રમાણ ઘટી જવાથી ચરબીનું વિઘટન થવાથી કીટોન ઘટકોન (એસીટોએસીટીક એસીડ, બીટા હાઈડ્રોકસી બ્યુટરીક એસીડ, એસીટોન અને આઈસોપ્રોપેનોલ) ઉત્પાદન થાય છે. જે શરીરમાં એકઠા થઈ પેશાબ અને શ્વાસ ધ્વારા ઉત્સર્જન થાય છે.
દૂધાળા પશુઓમાં થતો રોગ છે. વિયાણ થયેલ ગાયભેંસ અને બકરીને આ રોગ થઈ શકે છે. વધુ દૂધ આપતાં પશુઓને વિયાણ બાદના એક મહિનામાં અથવા દુગ્ધકાળ દરમ્યાન ગમે ત્યારે થઈ શકે છે. ત્રીજા વેતરમાં અથવા ત્યારબાદના વેતરમાં થવાની સંભાવનાઓ વધુ છે. દેેશી ગાયોમાં ભાગ્યે જ થાય છે. તાવ, ગર્ભાશયનો રોગ, બાવલાંનો સોજો, પેરીટોનાઈટીસ, પેટનું અપભ્રંશ જેવા રોગોના કારણે ભૂખમરો થવાથી પણ આ રોગ થઈ શકે છે.
દૂધાળ પશુને અતીતીવ્ર, તીવ્ર અથવા મંદ પ્રકારના ચિન્હના રૂપમાં જોવા મળી શકે છે. પેશાબમાં અને દૂધમાં કિટોનના ઘટકો વધુ પ્રમાણમાં જોવા મળે છે. પરંતુ બાહય રીતે લક્ષણો જવા મળતા નથી.
પશુ ખોરાક લેવાનું ઓછું કરે છે. જેમાં ખાસ કરીને દાણાંદાણ ખાવાનું બંધ કરે છે. ર૪ દિવસ પછી ખોરાક પાણી બંધ કરે છે.
અસામાન્ય રીત કયારેક ચેતાતંત્રના રૂપમાં દેખાય છે. જેમાં પશુ ગોળ ગોળ ફરે છે પગ એકબીજાને કાપે છે, માથુ ગમાણમાં નાખે છે, આંખે અંધારા આવે છે, પશુ આમતેમ ફરે છે તેમજ ચામડી ચાટે છે અને અન્ય વસ્તુઓ ખાય છે. ખોરાક છોડી દે છે તેમજ લાળ પડે છે, પશુ ઉભેલા દેખાય છે તેમજ ચામડીને ચૂંટવાથી પશુ બરાડે છે, ધ્રુજારી જેવું લાગે છે તેમજ ચાલ વાંકીચૂંકી હોય છે. આવા ચિન્હો એક થી બે કલાક સુધી દેખાય છે. જે ફરીથી ૯૧ર કલાક બાદ દેખાય છે.
સામાન્ય પશુમાં ગલુકોઝની માત્રા ૪૦ મિ.ગ્રા. પ્રતિ ૧૦૦ મીલી હોય છે. જયારે ચિન્હો દેખાતા કીટોસીસ રોગમાં આનાથી નીચુ પ્રમાણ હોય છે.ં
વસુકાવ દરમ્યાન પૂરેપુરી કાળજી, માવજત અને સમતોલ આહાર આપવો જોઈએ. જેથી કરીને વિયાણબાદનો તણાવ ઘટાડી શકાય છે તેમજ શરીરમાં સંગ્રહાયેલ પોષકતત્વોનો ઉપયોગ કરી શાય. ગાભણ પશુને વધુ પડતી જાડી (ચરબીવાળી) ન બનાવવી.
વિયાણ બાદના પ્રથમ આઠ અઠવાડીયા દરમ્યાન મહત્મ દૂધ ઉત્પાદન હોવાથી સમતોલ આહાર આપી શકિતનું પ્રમાણ જાળવવું તેમજ ગ્લુકોઝનું પૂરતું પ્રમાણ જાળવવું.
ખોરાકમાં બાયપાસ ફેટ અથવા ચરબી ઉમેરી શકાય છે. જે બાવલાંને જરૂરીને ફેટી એસીડ પૂરા પાડે છે. જેનાથી ગ્લુકોઝની જરૂરી માત્રા સમતોલ રાખે છે. કારણ કે બાવલામાં ગ્લુકોઝથી જ ફેટી એસીડ બને છે.
ખોરાકમાં વીટામીનએ, વીટામીનબી૧ર, નીકોટીનીક એસીડ (નીયાસીન વીટામીન) નો ઉપયોગ કરી શકાય છે. સાથે ભરડેલી મકાઈ કે ગોળ ખવડાવવાની લોહીમાં ગ્લુકોઝની માત્રા વધારી શકાય છે.
સારવાર યોગ્ય લાયકાત ધરાવતા પશુચિકિત્સક જોડે સારવાર કરાવવી તેમજ સલાહને અનુસરવું.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020