ઉપરોક્ત મસ્યાઓના ઉકેલ માટે આર્થિક રીતે પરવડે એવી અને વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલી સરળ ભૌતિક પદ્ધતિ ચાફકટર છે. જે અપનાવવાથી પશુ ઉત્પાદન, નિભાવ તેમજ ઉછેર સરળ બની શકે છે અને ખર્ચમાં પણ ૨૫-૩૦ ટકા જેટલો ઘટાડો થાય છે.
હાથસૂડો પ્રચલિત છે જે બાજરી, જુવાર વગેરેના પૂળા કાપવા માટે કામમાં આવે છે. આ સૂડાની બ્લેડ કમાન-પાટામાંથી બનાવેલ હોઈ જલદી ઘસાતી નથી. સૂડો હલકો અને ખેતરમાં લઈ જઈ શકાય તેવો છે. આ સૂડો લાકડાના પાટિયા પર ફીટ કરી શકાય છે. સૂડાનું હેન્ડલ લાંબુ (પાઈપના હાથાવાળુ) હોવાથી ઘાસ કાપતી વખતે ઓછી માનવશક્તિ વપરાય છે. આ સૂડાથી ઘાસ (કડબ) ના જરૂરિયાત મુજબ ટુકડા કરી શકાય છે. આ સુડાની કિંમત અંદાજિત ૨૪00 થી પ00 છે.
આ ચાફકટર હાથથી તેમજ પાવરથી પણ ચલાવી શકાય છે. નાના અને સીમાંત ખેડૂતો માટે હાથથી ચાલતું ચાફકટર વધારે ઉપયોગી છે. આ પ્રકારના ચાફકટરમાં એક ફેલાયવ્હીલ હોય છે જેની અંદરના ભાગમાં બે બ્લડ આપેલ હોય છે. ફલાયવ્હીલને ફેરવતાં બ્લેડને ટનિંગ ગતિ મળે છે. સ્ટેન્ડ પર ગોઠવેલ રોલરમાં પૂળા, લીલુ ઘાસ વગેરે આગળ ધકેલાઈ બ્લડના સંપર્કમાં આવતા કપાય છે. આ ચાફકટરથી પૂળાના ૭ થી ૨૫ મિ.મી.ની સાઈઝના ટુકડા કરી શકાય છે. આવા ચાફકટરની કિંમત અંદાજિત ૩000 થી ૪000 છે. કરી શકાય છે.જેમાં સ્ટેન્ડ સાથે ઈલેકટ્રિક મોટર, ડીઝલ એન્જિન કે ટ્રેકટરથી મળતા પાવરનો ઉપયોગ કરી ફલાય વ્હીલ ફેરવવામાં આવે છે જેમાં ત્રણ થી ચાર મજબૂત ધારવાળીબ્લેડ લગાવેલ હોય છે. આ ફેલાયવ્હીલ લોખંડના સ્ટેન્ડને બિલકુલ અડીને ફરે એ રીતે ધરી પર લગાવેલ હોય છે તે જ ધરી ઉપર દાંતાવાળા ચક્રો ગોઠવી ચક્રની મદદથી બે રોલર ફરે એ રીતે ગોઠવણી કરેલ હોય છે. પાવર સપ્લાય ચાલુ કરતાં ગીયર ચક્રો ફરે છે અને તેની મદદથી બે રોલર ફરે છે, જેમાં કડબ (ઘાસ) પકડવામાં આવે છે અને આ ઘાસ આગળ ધકેલાય છે.
આમ, આગળ ધકેલાયેલ ઘાસ ગોળ પૈડામાં રહેલ બ્લેડથી કપાય છે. બ્લેડની સંખ્યા વધઘટ કરવાથી ટુકડા નાના મોટા થાય છે યંત્રથી ચાલતા કપાયેલ કડબનો નીચે ઢગલો થાય છે. તે ફેરવતા રહેવો જોઈએ. ટુકડા થયેલ ઘાસનો ઢગલો બ્લોઅર અને પાઈપનો ઉપયોગ કરી ઊંચે પણ ચઢાવી શકાય છે. પાવરથી ચાલતા ચાફકટર વડે કલાકના ૪૦૦ થી ૫૦૦ કિલોગ્રામ જેટલું કડબ (પૂળા તેમજ ઘાસના ટુકડા) મેળવી શકાય છે.
આ પ્રકારના ચાફકટરમાં સિલિન્ડર (નળાકાર) માં ત્રણ થી ચાર બ્લેડ લગાવેલ હોય છે જેમાં રોલરની મદદથી પૂળા (કડબ) પસાર કરવામાં આવે છે. જેથી સિલિન્ડરમાં રહેલ બ્લેડના સંપર્કમાં આવતાં તેના નાના ટુકડા થાય છે. આ પ્રકારના ચાફકટરની કાર્યક્ષમતા એક કલાકમાં ૧૨ કિ.ગ્રા. કડબ કાપવાની છે. આ ચાફકટરમાં કાપેલ કડબને એક બાજુ ઢગલો કરવાની તેમજ કાપેલ કડબના ટુકડાઓને બ્લોઅર (પંખા)ની મદદથી બંધ ભૂંગળા વચ્ચે ઊંચકી સાઈલેજમાં નાખવાની પણ વ્યવસ્થા હોય છે. આ પ્રકારના ચાફકટરો મોટા ભાગે ડેરી ફાર્મ, સરકારી ફાર્મ, મોટા તબેલાઓ વગેરે જગ્યાએ જોવા મળે છે. ચાફકટરની સાઈઝમાં તેમજ કડબ કાપવાની ક્ષમતા પ્રમાણે કિંમતમાં પણ ફેરફાર હોય છે.
નોંધ: યંત્રનો ઉપયોગ ન હોય ત્યારે તેના ચક્રને (ફરતા ગોળ પૈડાને) સાંકળ વડે સ્ટેન્ડ સાથે બાંધી દેવું જેથી બાળકો રમતમાં ચલાવી અકસ્માત ન કરે.
સ્ત્રોત:ઓક્ટોબર-૨૦૧૭, ર્ષ :૭૦, સળંગ અંક :૮૩૪, કૃષિ ગોવિદ્યા
કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી,
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020