વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

પશુઓમાં રોગ નિયંત્રણ

પશુઓમાં રોગ નિયંત્રણ વિશેની માહિતી આવપમાં આવી છે

રોગિષ્ઠ પશુને અલગ રાખવા:

જે પશુઓમાં રોગના લક્ષણો જોવા મળે એવા પશુઓને અલગ રાખવા જેથી બીજા પશુના સંપર્કમાં ન આવે અને રોગ ફેલાતો અટકાવી શકાય.

રોગ પ્રતિકારક રસી આપી રક્ષણ આપવું :

પશુઓમાં ચેપી રોગો ન આવે તે માટેનો રસી આપવી જરૂરી છે. જેથી રોગચાળો ફાટી નીકળે ત્યારે પશુઓને એવા રોગોથી બચાવી શકાય છે. રસીની  વિગત કોઠામાં દર્શાવેલ છે.

કૃમિથી થતા રોગ અટકાવવા :

પશુઓમાં આંતર પરોપજીવીની હાજરીથી તેના સ્વાથ્ય ઉપર ઘણી અસર થાય છે. ખોરાકમાં ઘટાડો, ઝાડા થવા, પેટ ફૂલી જવું, બેચેની, રૂંવાટી ખરવી વગેરે લક્ષણો જોવા મળે છે. આવા પશુઓનો દર વર્ષે ચોમાસા પહેલા અને ચોમાસ પછી કૃમિનાશક દવા પીવડાવવી જોઈએ. (દા.ત. આલબેન્ડાઝોલ, ફેનબેન્ડાઝોલ, આઈવરમેકટીન, ઓકસીકલોઝનાઈડ) નાના બચ્ચામાં પ્રથમ ૧૦ દિવસ પછી ત્રણ માસ, છ માસ અને ૧ વર્ષની ઉંમરે કૃમિનાશક દવા પીવડાવવી જોઈએ. દરેક વખતે જુદા-જુદા પ્રકારની કૃમિની દવા પીવડાવવાથી સારો ફાયદો થાય છે.

ક્રમ

રોગ

રસી મુકવાનો સમય

રસી મુકવાનો ગાળો

(૧)

કાળીયો તાવ

ફેબ્રુઆરી, માર્ચ

દર વર્ષે

(૨)

ગાંઠીયો તાવ

જૂન

દર વર્ષે ચોમાસા પહેલા

(૩)

ખરવા-મોવાસા

વર્ષમાં બે વાર (જૂન-જુલાઈ, નવેમ્બર-ડિસેમ્બર)

પહેલો ડોઝ ચાર માસની ઉંમરે બીજા ડોઝ છ માસની ઉંમરે ત્યારબાદ દર છ માસે

(૪)

ચેપી ગર્ભપાત

૪ થી ૯ માસની ઉંમરના માદા જાનવરમાં કોઈપણ સમયે

જીવનમાં એકવાર

(૫)

હડકવા

કોઈપણ સમયે

કુતરૂં કરડયાના ૨૪ કલાકમાં રસીનો પ્રથમ ડોઝ આપવો, ત્યારબાદ ૩,૭,૧૪,૨૮ અને ૯૦ દિવસે આપવો

બાહ્ય પરોપજીવીથી રક્ષણ આપવું

માખી,ઈતરડી, જૂ, મચ્છર, બગાઈ જેવા બાહ્ય પરોપજીવીઓ પશુઓને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે નુકસાન પહોંચાડે અને રોગ પણ ફેલાવે છે. સાઈપરમેથ્રીન જેવી દવાઓનો પશુચિકિત્સકની સલાહ હેઠળ યોગ્ય માત્રામાં છંટકાવ કરવામાં આવે તો આવા પરોપજીવીથી રક્ષણ મેળવી શકાય છે.

રહેઠાણ વ્યવસ્થા:

બધી ઋતુઓમાં અનુકૂળ આવે એ રીતે રહેઠાણ વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. ભોંયતળીયું સહેજ ઢાળવાળુ કરવામાં આવે તો મળમૂત્રના નિકાલ તથા સફાઈ સહેલાઈથી થઈ શકે છે. પુરતી માત્રામાં હવા | ઉજાસ મળી રહે તે ધ્યાનમાં રાખવું જોઈએ. અઠવાડિયામાં એક થી બે વાર હવાડો સાફ કરી ચૂના વડે ધોવો જોઈએ. જેથી કરી જંતુ રહિત ચોખ્ખું પાણી મળી રહે, કલોરીનની ગોળીઓનો ઉપયોગ પણ પાણીને જંતુ રહિત કરવા માટે થાય છે. અન્ય પશુઓથી (દા.ત. કૂતરા, રખડતા ઢોર) રક્ષણ આપવું. ઉનાળામાં છાપરાની છત ઉપર ઘાસ પાથરવાથી તાપમાનમાં ઘટાડો કરી શકાય છે.

મૃત પશુઓનો યોગ્ય નિકાલ :

ચેપી રોગને લીધે મરણ પામેલ જાનવરને ઊંડો ખાડો ગાળી તેમાં ચૂનો, મીઠા જેવા પદાર્થોનો છંટકાવ કરી ત્યાર બાદ મૃતદેહને દાટવો જેથી કરીને અન્ય પશુઓમાં ચેપી રોગ ફેલાવાની શક્યતા ઓછી રહે છે.

ઉપરોક્ત મુદ્દાઓનો જો અમલ કરવામાં આવે તો પશુઓને રોગથી બચાવી શકાય, જે પશુપાલકોને આર્થિક રીતે મોટો ફાયદો છે.

ફેબ્રુઆરી-ર૦૧૬, વર્ષ: ૬૮ અંક: ૧૦, સળંગ અંક: ૮૧૪, કૃષિગોવિધા

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી , આણંદ

2.91666666667
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top