অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પશુઆહારમાં ખનીજ તત્વો અને વિટામિનોનું મહત્વ જાણો

ખોરાકમાં મુખ્ય ઘટકો પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ (શર્કરા) તથા ફેટ (ચરબી) હોય છે પરંતુ આ ઉપરાંત વિટામિનો (પ્રજીવકો), મિનરલો (ખનીજ ક્ષારો) તથા પાણીનું પણ સમતોલ આહાર માટે આટલું જ મહત્ત્વ છે. ખનીજ ક્ષારો બે પ્રકારના હોય છે. મુખ્ય (દા.ત. કેલ્શિયમ, ફોસ્ફરસ અને મેગ્નેશીયમ) તથા ગૌણ અથવા સૂક્ષ્મ ખનીજ તત્વો (દા.ત. આયોડિન, સેલેનિયમ, મેંગેનીઝ, ઝિંક, કોબાલ્ટ, આયર્ન અને કોપર). આ પૈકી કોઈ એક અથવા વધારે ખનીજની ઉણપ પશુની ચયાપચયનની. ક્રિયામાં અનિયમિતતા લાવે છે તથા દેહધાર્મિક ક્રિયામાં ખામી ઉત્પન્ન કરે છે જેથી દરેક ખનીજ તત્વ સપ્રમાણ મળે તે નીચે જણાવેલ કેટલીક બાબતો માટે જરૂરી છે.

  1. પ્રાણીની વૃદ્ધિ અને વિકાસ યોગ્ય થાય.
  2. સ્નાયુ અને હાડકાનો વિકાસ થાય.
  3. વૃદ્ધાવસ્થાએ તંદુરસ્તી જળવાઈ રહે.
  4. દૂધ ઉત્પાદન તથા અન્ય ઉત્પાદન જેવા કે ઊન, ઈંડા, માંસ વગેરે જળવાઈ રહે.
  5. ચામડી ચમકતી થાય તથા લીસી રહે.
  6. પ્રજનન સંબંધી રોગો ન થાય તે માટે જેમ કે વેતરહીનતા, ઉથલા મારવા, વિયાણ સમયની તકલીફો જેવી કે ઓર ન પડવી, માટી ખસી જવી, સૂવાનો રોગ, કિટોસીસ, પેશાબમાં લોહી વગેરે.
  7. રોગ પ્રતિકારક શક્તિ જળવાઈ રહે.
  8. ખોરાકને સુપાચ્ય બનાવે.

ખનીજ તત્વો:

કૅલ્શિયમ - ફોસ્ફરસ :

કેલ્શિયમ - ફોસ્ફરસનું રૂધિરમાં પ્રમાણ ૨:૧ હોય છે. કેલ્શિયમ હૃદય, સ્નાયુ તથા ચેતાતંત્રના નિયમિત કાર્ય માટે જરૂરી છે. હાડકાના વિકાસ માટે જરૂરી છે. પ્રાણીની સગર્ભાવસ્થા દરમ્યાન કેલ્શિયમની જરૂરિયાત ૨૨ ટકા વધે છે જ્યારે વિયાણ બાદ દૂધમાં તેનો સ્ત્રાવ થવાથી ૪ ટકા જેટલી જરૂરીયાત વધે છે. કેલ્શિયમની ત્રુટી હોય તો વિયાણ બાદ સુવાનો (મિલ્ક ફીવર) રોગ થાય છે. ફોસ્ફરસની અસર પ્રજનન સંબંધી ફળદ્રુપતા ઉપર પડે છે. ફોસ્ફરસની ત્રુટી હોય તો પ્રાણીની ભૂખમાં ઘટાડો, યૌવનતાની ઉંમર મોડી થવી, ઉથલા મારવા, ઋતુહીનતા જેવી પરિસ્થિતિ ઉદ્ભવે છે.

સોડિયમ - કલોરાઈડ - પોટેશિયમ :

આ ખનીજ તત્વો ખાસ કરીને મીઠાના રૂપમાં ઉપલબ્ધ થાય છે. યોગ્ય પ્રમાણ રૂધિરદાબ (બ્લડ પ્રેશર) ના નિયમન, અંડમોચન તથા ફળદ્રુપતા માટે જરૂરી છે. પ્રાણીઓના શરીરમાં પ્રવાહી ભાગના મુખ્ય ઘટક હોવાથી ચેતાવહન, સ્નાયુ સંકોચનમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. બાહ્ય કોષીય પ્રવાહીમાં અંતસ્વચીય સંતુલન માટે અને પોષકતત્વોનાં શોષણ માટે જવાબદાર છે.

આયોડિન :

થાયરોઈડ અને ટ્રાયઆયોડોથાયરોનીન નામનાં બે અંતઃસ્ત્રાવનાં જૈવસંશ્લેષણ અને સ્ત્રાવ સાથે આ સૂમ ખનીજ તત્વ સંકળાયેલુ છે. આયોડિનની ત્રુટી હોય તો અવિકસિત ગર્ભ, તરવાઈ જવું, મેલી ન પડવી, વેતર અક્રય રહેવું વગેરે પ્રજનન સંબંધી બિમારી થાય છે.

સેલેનિયમ :

વિટામિન ઈ સાથે આ સૂક્ષ્મ ખનીજ જરૂરી છે જેની ઉણપથી પ્રજનન સંબંધી ખામી જોવા મળે છે. સેલેનિયમ અંતઃકોષીય એન્ટિઓક્સીડન્ટ તત્વ તરીકે કાર્ય કરે છે. તેની ઉણપથી થતા રોગ જેવા કે ગાયમાં સફેદ નાયુ રોગ, મરઘામાં એબ્સડેટીવ ડાયાથેસીસ અને ડુક્કરમાં યકૃતમાં નેક્રોસીસ નિવારવા તેની સૂમ માત્રા (o.૧-૦.૩ મિ.ગ્રા. | કિ.ગ્રા.) ખોરાકમાં જરૂરી છે.

 

મેંગેનીઝ :

આયોડિન તથા સેલેનિયમની માફક સામાન્ય વૃદ્ધિ, વિકાસ અને પ્રજનન ક્રિયા માટે જરૂરી છે.

ઝિંક

: ઝિંકની ઉણપ ખાસ કરીને આખલાના શુક્રાણુના વિકાસમાં અવરોધ ઊભો કરે છે. પ્રોટીનના ચયાપચન સાથે ઝિંકની હાજરીથી વિવિધ ઉસેચકોનું કાર્ય સરળ બને છે.

કોપર (તાંબુ) :

કોપર પણ ૩૦ જેટલા વિવિધ ઉન્સેચકોનો કાર્ય સાથે સંકળાયેલ છે તેની ઉણપ ગર્ભિવકાસમાં અવરોધ, મેલી ન પડવી, ઉથલા મારવા અને શુક્રાણુજનનની ક્રિયામાં અવરોધ લાવે

કોબાલ્ટ :

શરીરમાં વિટામિન બી, (સાયનોકોબાલમીન) નાં સંશ્લેષણમાં જરૂરી છે. કોબાલ્ટની ઉણપ પણ માદાને વેતર આવવા માટે, અંડમોચનમાં અવરોધ અને તરવાઈ જવા માટે જવાબદાર છે.

કોમીયમ :

ખોરાકની શક્તિના યોગ્ય ઉપયોગ માટે ક્રોમીયમ અગત્યનું પરિબળ છે. કોમીયમનો ખોરાકમાં સમાવેશ કરવાથી પ્રાણીની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં તથા માનસિક તાણ ઘટાડવામાં ફાયદાકારક અસર કરે છે.

ખનીજ તત્વો

ઊણપથી પ્રાણીઓમાં રોગો

કેલ્શિયમ

સુવાનો રોગ, શુકાન્ત, અસ્થિસુષિરતા

મેગ્નેશીયમ

દૂધાળા જાનવરમાં ગ્રાસટીટાની

ફોસ્ફરસ

સુક્તાન, ઓસ્ટિઓમલેશિયા

આર્યન

પ્રાણીઓમાં પાંડુરોગ

ઝિંક

પેરાકેરાટોસીસ, ઝાડા થવા, રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો, મંદ વૃદ્ધિ, હાડકા પોલા થવા, પ્રજનનતંત્રમાં ખામી ઉદ્ભવવી

કોબાલ્ટ

પાંડુરોગ, વિટામિન બી ની ઉણપ, ભૂખની ઉણપ, દુધ ઉત્પાદનમાં ઘટાડો

કોપર

પંગુતા, શરીર પરના વાળ ફીકા પડી જવા અને ખરી પડવા, પાંડુરોગ, ઝાડા થવા, હાડકા અને ચેતાતંત્રનાં ખામી ઉદ્ભવવી

મેંગેનીઝ

મરઘામાં, પેરોસીસ, હાડકા પોલા થવા, વંધ્યત્વ

વિટામિનો :

વિટામિનો શરીરમાં શક્તિ ઉત્પન્ન કરી શકાતા નથી પરંતુ તેમની ત્રુટી હોય તો રોગ | ઉત્પન્ન થાય છે જે ત્રુટીજન્ય રોગો તરીકે ઓળખાય છે. પ્રાણીઓને સામાન્ય રીતે વિટામિનો ખોરાક દ્વારા મળી રહેતા હોય છે. જો પુરતા પ્રમાણમાં વિટામિન મળે નહી તો તેની ઉણપથી શરીરમાં રોગના લક્ષણો દેખાય છે. કેટલાક પ્રાણીઓ પોતાના શરીરમાં વિધ્યમિન તૈયાર કરી શકે છે. વાગોળનારા પ્રાણીઓ રૂમેનમાં રહેલા જીવાણું વિટામિન બી કોમ્પલેક્ષના મોટા ભાગના વિટામિનો તૈયાર કરી શકે છે. ઉપરાંત મનુષ્ય, વાંદરા અને ગીનીપીગ સિવાયના પ્રાણીઓમાં વિટામિન સી શરીરમાં તૈયાર થઈ શકે છે.

વિટામિનો મુખ્યત્વે બે પ્રકારના હોય છે. (૧) ચરબીમાં દ્રાવ્ય : ઉદા. વિટામિન એ, ડી, ઈ અને કે (૨) પાણીમાં દ્રાવ્ય : ઉ.દા. વિટામિન બી, બી, બી., બી બી બી બી૧૨ અને વિટામિન સી

  • વિટામિન એ ની ઉણપથી ચામડી તથા અંગોની આંતરત્વચાના વિકાસમાં ખામી ઉપજે છે પરિણામે સગર્ભા માદામાં તરવાઈ જવું, મેલી ન પડવી તથા નરમાં શુક્રાણુઓની સંખ્યામાં ઘટાડો તથા ખામીયુક્ત શુક્રાણુઓની સંખ્યામાં વધારો જોવા મળે છે.
  • વિટામિન બે જૂથનાં ઘણાખરા વિટામિનો ખોરાકના ભાગ રૂપે અથવા વાગોળનારા પ્રાણીઓમાં રૂમેન અથવા આંતરડામાં જીવાણું દ્વારા તૈયાર થતા હોઈ બહારથી આપવાની જરૂરિયાત રહેતી નથી. વિટામિન બી, ના સમાવેશથી શુક્રાણુની સંખ્યા, ગતિશીલતામાં વધારો જોવા મળે છે.
  • વિટામિન ડી સાથે કેલ્શિયમ અને ફોસ્ફરસ હાડકાની વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી છે. તાજો ઘાસચારો અને સૂર્યપ્રકાશ વડે વિટામિન ડી ની ઉણપ નિવારી શકાય છે.
  • વિટામિન ઈ નું કાર્ય સેલેનિયમ સાથે સંકળાયેલ છે. તેની ઉણપ ગર્ભાશયના ચેપ, મેલી ન પડવી, અંડપિંડના કાર્યમાં વિક્ષેપ, સ્નાયુને લગતા રોગો, વૃદ્ધિ દરમાં ઘટાડો તથા પ્રજનનક્ષમતામાં ઘટાડા માટે જવાબદાર છે.

વિટામિન

અન્ય નામ

મુખ્ય સ્ત્રોતો

ઉણપથી થતા રોગ અને રોગના ચિન્હો

રેટીનોલ

દૂધની બનાવાટો, લીલા શાકભાજી, સંતરા, ફળો, ઈંડા અને યક્રુત

રાત્રિઅંધતા, રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો, ક્ષેરોપ્થેલ્મિયા

બી

થાયમીન

કઠોળ વર્ગનો ઘાસચારો, અનાજના ફાળા, ડુક્કરનું માંસ, માછલી, ઈંડા

બેરીબેરી, હ્રદયના રોગો, ચેતાતંત્રને લગતા રોગો

બી

રીબોફ્લેવીન

ડ્રાયફ્રુટ, ફણગાવેલા અનાજ, દૂધની બનાવટો, કઠોળ, ઈંડા, માંસ, માછલી

મંદ વૃદ્ધિ, ચામડીના રોગો

બી

નિકોટીનામાઈડ / નિયાસીન

કઠોળ, અનાજ, માંસ, માછલી,

માથાનો દુ:ખાવો, હાથ ધ્રુજવા, થાક લાગવો

બી

પેન્ટોથેનિક એસિડ

કઠોળ, અનાજ, મશરૂમ, માંસ, માછલી, ઈંડા

થાક લાગવો, અનિંદ્રા, પગમાં ધ્રુજારી, માનસિક તાણ

બી

પાયરીડોક્સીન

કઠોળ, અનાજ,ફળ, શાકભાજી, ઈંડા, માંસ

ચામડીના રોગો, પાંડુરોગ, ખંજવાળ આવવી

બી

બાયોટીન/વિટામિન એચ

અનાજ, કાચા શાકભાજી, કઠોળ,

ઈંડા, માંસ

ચેતાતંત્રને લગતા રોગો, વાળ ખરીજવા

બી

ફોલિક એસિડ

લીલા શાકભાજી, કઠોળ, અનાજ, ફણગાવેલા અનાજ, યકૃત

પાંડુરોગ, ભૂખ ન લાગવી, ખંજવાળ આવવી

બી૧૨

સાયનોકોબાલમીન

દૂધની બનાવટો, સોયાબીનની બનાવટો,માંસ, માછલી, ઈંડા

પાંડુરોગ, થાક લાગવો, અશક્તિ

સી

એસ્કોર્બિક એસિડ

ફળો, શાકભાજી, સ્ટ્રોબેરી, સંતરા

સ્કર્વી, થાક લાગવો, સાંધાનો દુખાવો

ડી

કેલ્સીફેરોલ

દૂધની બનાવટો, સૂર્યપ્રકાશ, માછલી, ઈંડાની જરદી

સુક્તાન, સ્નાયુઓ નબળા પડવા, હાડકા પોલા થાવા

ટોકોફેરોલ

તેલ, સૂકો મેવો, લીલા શાકભાજી

રક્તકણોમાં ખામી, ચેતાતંત્રમાં ખામી

કે

ફાયટોક્વીનોન (કે)

મેનાક્વીનોન (કે)

લીલા શાકભાજ, તેલ

રક્તસ્ત્રાવ

ગાય ભેંસ જેવા પ્રાણીઓમાં સામાન્ય રીતે તેમના ઉંમર અને ઉત્પાદનનાં આધારે ૨૫ થી ૧o ગ્રામ જેટલું દૈનિક મિનરલ મિસ્થર ખોરાકમાં મળી રહેવું જોઈએ. અત્રે ખનીજતત્વોનું કાર્ય તથા ઝૂટી હોય તો કયા રોગો થાય છે તેની સંલિત માહિતી આ લેખમાં દર્શાવેલ છે.

સ્ત્રોત : ડૉ. વૈદેહી સરવૈયા, ડૉ. કમલેશ સાદરીયા, ડૉ. અશ્વિન ઠાકર, ઔષધશાસ્ર અને વિષશાસ્ત્ર વિભાગ, વેટનરી કોલેજ, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ

કૃષિ ગોવિદ્યા , જુલાઇ - ૨૦૧૫ વર્ષ : ૬૮ અંક : ૮ સળંગ અંક : ૮૦૭

કૉલેજ ઓફ એગ્રિકલ્ચરલ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, આણંદ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/9/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate