હોમ પેજ / ખેતીવાડી / પશુપાલન અને ડેરી ઉદ્યોગ / દૂધ અને ડેરી ઉદ્યોગ / સ્વચ્છ દુધ(Clean Milk) ઉત્પાદન માટે ધ્યાનમાં રાખવાની બાબતો
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

સ્વચ્છ દુધ(Clean Milk) ઉત્પાદન માટે ધ્યાનમાં રાખવાની બાબતો

સ્વચ્છ દુધ ઉત્પાદનને અસર કરતાં પરિબળો

સ્વચ્છ દુધ એટલે જે દુધ તંદુરસ્ત (નિરોગી) દુધાળા પશુઓ ધ્વાર પ્રાપ્ત થયેલું હોય, જે સામાન્ય બંધારણ તેમજ સારો સ્વાદ તથા સુગંધ ઘરાવતું હોય, ધુળ માટી રોગના જીવાણું ઇત્યાદીથી મુક્ત હોય, અને ખુબ જ ઓછી સંખ્યામાં સુક્ષ્મ જીવાણુઓ ધરાવતું હોય તેવા દુધને સ્વચ્છ દુધ કહી શકાય. છેલ્લા ઘણા વર્ષોથી આપણા દેશના દુધ ઉત્પાદનમાં ખુબજ પ્રગતી થઈ છે. આજના વૈશ્વીકરણ અને હરીફાઈના યુગમાં જથ્થા સાથે ઉતમ ગુણવતા પણ ખુબજ મહત્વની છે. બીજા દેશોની તુલાનાએ આપણા દેશના દુધની ગુણવતા ઉતરતી કક્ષાની છે. જેમાં સુધારાનો ખુબજ અવકાશ રહેલ છે. ઉચ્ચ ગુણવતા અને નફા વચ્ચે અતુટ સંબધ છે. આપણે જાણીએ છીએ કે ભારતે વિશ્વ વ્યાપાર સંસ્થા સાથે હસ્તાક્ષર કરેલ છે, એટલે બીજા દેશો આપણા દેશમાં મુકત પણે વ્યાપાર કરવા આવી શકે. વિશ્વ હરિફાઈમાં ટકી રહેવા માટે આંતરરાષ્ટ્રીય ધારા-ધોરણનો અમલ કરવો ફરજીયાત છે. આ આંતરરાષ્ટ્રીય ધારા ધોરણના અમલ દ્વારા દુધની જૈવિક સુક્ષમતામાં સુધારો થાય એ આજના સમયની માંગ છે.

સ્વચ્છ દુધના ફાયદા

 • સ્વચ્છ દુધ જલ્લી બગડતુ નથી.
 • દુધ અને દુધની બનાવટ ઓછા ખર્ચે તૈયાર કરી વધુ વળતર મળે છે.
 • આરોગ્યને હાનિકારક ન હોવાથી નિકાસ કરવાનુ સરળ બને છે. /li>
 • વધુ સમય સુધી સંગ્રહ કરી શકાય છે.
 • સ્વચ્છ દુધ ઉત્પાદન માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી ખુબજ જરૂરી છે.

પશુપાલકોએ લેવાની કાળજી

સ્વચ્છ દુધ ઉત્પાદન માટે મુખ્ય જવાબદારી પશુપાલકે જ નીભાવવાની છે. દુધ દોહન દરમ્યાન વિશેષ અને વિવિધ રીતે કાળજી લેવાથી સ્વચ્છ દુધ મળે છે. ઉપરાંત દુધને સ્વચ્છ રાખવા દુધની હેરફેર કરતાં વાહન ચાલક તેમજ શીત કેન્દ્ર અને ડેરીના કર્મચારીઓએ મહત્વનો ભાગ ભજવવાનો હોય છે.

સ્વચ્છ દૂધ ઉત્પાદનને અસર કરતાં પરિબળો:

 • સ્વચ્છ અને નિરોગી પશું.
 • સ્વચ્છ અને નિરોગી દોહનાર વ્યક્તિ.
 • સ્વચ્છ અને ગમાણ અને વાતાવરણ.
 • સ્વચ્છ વાસણ.
 • સ્વચ્છ પાણી.
 • સુદ્દઢ, સુરક્ષિત અને ઝડપી વહન
 • બલ્ક કુલર યુનિટ.
 • તુરંત ચિલિંગ તેમજ પ્રક્રિયા.

પ્રાથમિક સ્વચ્છ દુધ ઉત્પાદન વખતે લેવાની કાળજી :

પ્રાથમિક સ્વચ્છ દૂધ ઉત્પાદનમાં મુખ્ય જવાવદારી દુધ ઉત્પાદકોએ જ નિભાવવાની રહે છે.જેમાં નીચેની બાબતોનું ધ્યાન રાખવું જોઇએ.

પશુધનની પસંદગી અને માવજત

 

 • નિષ્ણાંત પશુચિકિત્સા દ્વારા પશુની તંદુરસ્તીની તપાસ કરી પશુ ખરીદવું.
 • જીવલેણ રોગોથી પશુ મુકત રહે એ માટે સમયસર રસી મુકાવવી.
 • રોગીષ્ટ પશુઓને તંદુરસ્ત પશુથી દુર રાખી સારવાર કરાવવી તથા આવા પશુઓનું દુધ તંદુરસ્ત પશુના દુધ સાથે ન ભેળવવું.
 • આંચળની બીમારી (મસ્ટાઇટીસ) ક્ષય (ટી.બી) ગેસ્ટ્રોએન્ટ્રાઇટીસ (પેટની બીમારી) ચેપી ગર્ભપાત (બ્રુસેલોસીસ) ખરવ-મોવાસ (એફ.એમ.ડી) વાળાં પશુને તંદુરસ્ત પશુથી દુર બાંધો.
 • આવા ઢોરનું દુધ બીજા સારા દુધ સાથે ભેળવી બધાજ દુધને દૂષિત ન કરશો.
 • પશુના શરીર પરના તેમજ પુછડાના વાળ સમયસર કાપતા રહેવું.
 • પશુ શરીરને ધોઈને સાફ રાખવું તેમજ પશુને સંતુલીત આહાર અને ચોખ્યું પાણી મળી રહે તેની વિશેષ કાળજી લેવી.
 • પશુનું રહેઠાણ પાકુ તેમજ યોગ્ય હવા ઉજાસ વાળુ હોવુ જઈએ.
 • પશુનું શરીર અવાર-નવાર નવડાવીને સાક રાખો.
 • પશુને સંતુલિત આહાર અને ૨૪ કલાક પાણી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવો.

પશુ કોઢની રચના અને સફાઇ:

 • પશુઓને રાખવાની ગમાણ/કોઢની રચના સુદ્દઢ હોવી જોઇએ.
 • શક્ય હોય તો કોઢનું બાંધકામ ઉત્તર-દક્ષિણ એટલેકે તેની લંબાઇ પૂર્વ-પશ્ચિમ રહે તે રીતે હોવું જોઇએ. જેથી આખો દિવસ હવા ઉજાસ મળી શકે.
 • કોઢમાંથી મળમુત્રનો નિકાલ યોગ્ય રીતે થવો જોઇએ.
 • કોઢ પાકી હોય તો વર્ષમાં બે વખત ચુનાથી દબાવો
 • છાણનો સંગ્રહ (ઉકરડો) કોઢથી ઓછામાં ઓછો ૬૦૱’ ફુટ દુર રાખવો જેથી હવા ધ્વારા અકસ્માતે છાણ ધ્વારા દુધનું પ્રદુષણ અટકાવી શકાય.
 • કોઢની રોજ સાફ સફાઇ કરો.

દુધ દોહતાં પહેલા લેવાની કાળજી:

 • દુધ દોહવાના અર્ધાકલાક પહેલાં જ સફાઇ કરી લેવી. દુધ દોહવાના તુંરત પહેલાં સાવરણીથી સફાઇ કદી ન કરવી. કારણકે તેનાથી ધૂળના રજકણો હવામાં ઉડે છે. જે    દૂધ દોહતી વખતે તેમાં ભળી દૂધને દુષિત કરી, તેમાંના જીવાણુઓની સંખ્યામાં વધારો કરે છે.
 • દૂધ દોહતાં પહેલાં હુંફાળા પાણીથી પશુના આંચળ અને બાવલાને આયોડોફોર જેવા પ્રવાહીથી ધુઓ અને ત્યાર બાદ સ્વચ્છ કપડાથી લૂછીને સુકા કરો
 • .દુધ દોહનાર વ્યક્તિ કોઇ ચેપી રોગથી પીડાતા ન હોવા જોઇએ. ગમે ત્યાં થૂંકવું, નાક સાફ કરવું, છીંકવું વિગેરે સ્વચ્છ દુધ ઉત્પાદનમાં અંત્યંત હાનિકારક કૂટેવો છે.
 • .દુધ દોહનારે સ્વચ્છ અને સુઘડ કપડાં પહેરવાં જોઇએ. અને વાળ વ્યવસ્થિત ઓળેલા અને ઢાંકેલા રાખવાં જોઇએ. જેથી દુધમાં ન પડે, તે ઉપરાંત લાંબા નખ કાપી    નાખવા જેથી આંચળને ઇજા ન થાય અને નખનો મેલ દુધને દુષિત ન કરે.
 • દુધ દોહનારે દોહતાં પહેલાં શક્ય હોય ત્યાં પોતાના હાથ સાબુથી અને હુંફાળા પાણીથી ધોવા જોઇએ.

દુધ દોહતી વખતે લેવાની કાળજી:

 • દુધ દોહતી વખતે દુધની પ્રથમ ચાર-પાંચ શેડ જુદા વાસણમાં કાઢો. જેથી દુધની ગુણવત્તાનો ખ્યાલ આવે.
 • દુધ દોહતી વખતે પશુને સુકો ચારો ન ખવડાવતાં ઘાસ કે લીલો ચારો ખવડાવવો જોઇએ.
 • રોગ થયેલ પશુનું દુધ અલગ રાખો. આવા પશુની સારવર માટે અપાતી દવા દુધમાં પણ ઉતરે છે. આથી આવા પશુની દવાની સારવાર બંધ થાય ત્યાર પછી ત્રણ    ચાર દિવસ સુધીના દુધને સારા દુધમાં ન મેળવો તેમજ પીવાના ઉપયોગમાં ન લો.

દુધ દોહ્યા પછીની કાળજી:

 • દુધને દોહ્યા પછી તરત ત્યાંથી ખસેડી લો જેથી આજુબાજુની વાસ તેમાં શોષાઇને દુધનો સ્વાદ ન બગડે.
 • વિના વિલંબે દુધને દુધ મંડળીમાં પહોંચાડી દો. જેટલો સમય વધારે તે તમારી પાસે રહેશે. એટલી જ એમાં સુક્ષ્મ જીવાણુઓની વૃધ્ધિ થશે. મંડળીએ દુધ ભરવા જતી    વખતે દુધનું વાસણ ઢાંકેલુ રાખો, ખુલ્લી પવાલી કે ડોલમાં લઇને આવવાથી હવામાંના જીવાણુઓ તેમાં ભળી દુધને પ્રદુષિત કરે છે.
 • વાસી દુધ કે ગંદુ પાણી, તાજા દુધમાં કદીન ભેળવો.
 • દુધ દોહવાનાં વપરાયેલ વાસણો, કપડા વિગેરે તરતજ સારી રીતે ધોઇને તાપમાં સુકવી દો

દુધનાં વાસણો અને તેની સ્વચ્છતા:

 • દુધ દોહતા વપરાતું વાસણ સ્વચ્છ, સુકું અને સાંકળા મોં વાળું હોવું જોઇએ.
 • દુધની હેરફેરમાં વપરાતા વાસણો સ્ટેનલેસસ્ટીલ ના હોવાં જોઇએ.
 • કોઇપણ વાસણમાં દુધ લેતા પહેલાં તેને પીવાલાયક સ્વચ્છ ગરમ પાણીથી વીછળી લો. વીછળવા માટે પણ મિલિગ્રામ/લિટર આયોડોફોર દ્રાવણનો ઉપયોગ કરી શકાય.

સ્વચ્છ દુધ ઉત્પાદન માટે રાજય સરકાર કે ડેરી સંઘ દૂરા લેવાના થતા પગલા

 • આઉના રોગનો અટકાવ કરવા ટીટ ડીપ / સ્પ્રેનો ઉપયોગ થાય તે માટે સઘન પ્રયાસ હાથ ધરવામાં આવે.
 • વધુ સંખ્યામાં પશુ રાખતા પ્રગતિશીલ દુધ ઉત્પાદકો / પશુ પાલક દુધ દોહવાના મશીન અને ફાર્મ કુલીંગ (ચીલર) વસાવે તે માટે પ્રોત્સાહીત કરવા.
 • દુધ મંડળી ખાતે દુધ ગાળીને લેવાય તે માટે કેન પર ફીટ થઈ શકે તેવા કાપડના ફીલ્ટરનો ઉપયોગ ફરજીયાત બનાવવો.
 • સ્વચ્છ દુધ ઉત્પાદન અંગે, રોગ અટકાવવા અંગે તથા ઓછા ખર્ચે સ્વચ્છ દુધ ઉત્પાદન થાય તે માટેના ઉપાયોની પશુપાલકોને સતત જાણકારી આપવી.
સ્ત્રોત :સફળ કિસાન

 

3.05263157895
Mahesh bhai Aug 15, 2018 11:31 PM

ભેંસ વાયા પછી દુઢ નથી આવતું

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top