દેશની રાષ્ટ્રીય અર્થવ્યવસ્થા અને સામાજિક-આર્થિક વિકાસ માટે પશુપાલન નોધપાત્ર યોગદાન આપી રહ્યું છે.ગરમીન ભરતમાં ૧૫ થી ૨૦ ટકા કુટુંબો ખેતીલાયક જમીન વિનાના અને લગભગ ૮૦ ટકા જમીનધારકો નાના અને સીમાંત ખેડૂતોની કેટેગરીના છે. અને પશુપાલન તેમનો આજીવિકાનો મુખ્ય સ્રોત છેએવો અંદાજ છે કે વર્ષે ૨૦૫૦સુધીમાં વિશ્વમાં ખાધની જરૂરિયાત બમણી થશે.આ જરૂરિયાતનો એક નોધપાત્ર ભાગ વિકાશીલ દેશોની વધતી જતી માનવ વસ્તી અને શહેરીકરણના કારણે જ હશે.પશુધન ઉત્પાદકો માટેઆ વધેલી માંગ ,પશુપોષણ ની કાર્યક્ષમતા પર ધ્યાન કેન્દ્રિત કરી ખાણદાણ અને ઘાસચારાની અછત ઉપરાંત વિશ્વભરમાં સાબિત થયા મુજબ અસંતુલિત પોષણ એ પશુની ઓછી ઉત્પાદકતા માટે મુખ્ય જવાબદાર પરિબળ છે.સંતુલિત પોષણનો પશુ ઉત્પાદનમાં સુધારો તેમજ પશુ પેદાશના એકમ દીઠ ઉત્પાદનની કીમત અને ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જન એમ બંને ઘટાડવા માટે મહત્વનો ફાળો છે. સંકર ગાયમાં 6.૫૨ કિલો ,દેશી પશુઓમાં ૨.૧૦ કિલો અને ભેસના ૪.૪૪ કિલો સરેરાશ દૈનિક દૂધનું ઉત્પાદન સૂચવે છે કે આ પશુઓની ઉત્પાદકતા તેમના આનુવંશિક સંભવીત કરતા ઓછી છે. અસંતુલિત આહારથી કેટલાક પોષક તત્વોની ખામી રહે છે.ઘાસચારો વાગોળતા પશુઓનો કુદરતી તેમજ અગત્યનો આહાર છે.કારણ કે તેમના પાચનતંત્ર ની રચના પણ આવા ખોરાકને પચાવવા જરૂરી સગવડવાળી છે.ઝડપ થી વૃદ્ધિ પામતા વાછરડા /પાડી તેમજ દુધાળુ પશુઓને ફક્ત સુકા ચારમાંથી પૂરતા પોષકતત્વો મળતા નથી અસંતુલિત આહાર અને પોષક તત્વોની ખામી યુકત આહાર જ વાછરડા /પાડીના ધીમા શારીરિક વિકાસ,પરિપક્વમાં વિલંબ અને મોડા સર્વધન સંભવિત કરતા ઓછી ઉત્પાદકતા તરફ દોરી જાય છે. એન ડી ડી બી દ્રારા સ્થાનિક રીતે ઉપલબ્ધ ફીડ સ્રોતોનો ઉપયોગ કરી તેમના પશુઓના રાશન ને સંતુલિત કરી શકાય છે.સંતુલિત રાશન જેમાં પ્રોટીન,ઉર્જા ,ખનીજો, અને વિટામિન્સ ની જરૂરિયાત લીલા-સુકાચારા ,ખાણદાણ અને ખનીજ મિશ્રણ થી જ પૂરી શકાય છે જેથી પશુ તંદુરસ્ત રહી ઉત્પાદન માટે સક્ષમ બને છે.
પોષક તત્વો ની જરૂરીયાતને ધ્યાને રાખી પશુના રાશન ના ચાર ગ્રુપ :
- નિભાવ કે જાળવણી માટેનું રાશન: દરેક પશુને તેની જાત,વર્ગ અને શરીર ના વજનના આધારે જાળવણી રાશનની જરૂરી પડે છે.
- દૂધ ઉત્પાદન માટેનું રાશન: દુધાળુ પશુને નિભાવ ઉપરાંત વધારાના પોષણની જરૂર પડે છે.તેના પર આધાર રાખીને તેઓ દૂધનું ઉત્પાદન કરે છે અને દુધમાં ફેટનું પ્રમાણ દર્શાવે છે.
- શારીરિક વિકાસ માટેનું રાશન :જો ઉંમર ૩ વર્ષ કે ઓછી હોય તો જાળવણી માટે વધારાના ૨૦ ટકા રાશન ની જરૂર પડે છે.જો ૩ વર્ષે અને ૪ વર્ષે ની વચ્ચે ઉંમર માટે ૧૦ ટકા વધારા ની જરૂર પડે છે પરંતુ પુખ્ત વયના પશુઓ માટે ચાર વર્ષ થી વધુ ઉંમરના માટે જાળવણી આહાર પુરતો છે.
- ગર્ભાવસ્થા માટેનું રાશન : ગર્ભાવસ્થા ના છેલ્લા ૨ મહિનામાં પશુને વિશેષ ખોરાકની જરૂરિયાત પડે છે કે તેના જાત ,વર્ગ અને શરીરના વજન પર આધારિત છે.
સુકો ચારો
જુદા જુદા પ્રકારની કૃષિ આડપેદાશો જેવી કે ડાંગર નું પરાળ ,જુવાર ની કડબ વગેરેમાં પોષક તત્વો ઓછા હોય છે.પરંતુપશુના વિશાલ જઠરને ભરવા અને તેની ભૂખ સંતોષવા માટે સૂકા ચારો જરૂરી છે. પરાળ કરતા કડબ માં પ્રોટીનનું પ્રમાણ વધુ હોય છે.અને તેની પાચ્યતા પણ વધારે હોય છેતે ખારાશવાળુ હોવાથી પશુઓને વધારે ભાવે છે.અને તે ખવડાવવાથી વધારે ફાયદો થાય છે જો સુકા ચાર સાથે થોડો લીલો ચારો ખાઈ શકે છે અને ચાચ્યતા પણ વધે છે તેમજ ચારાનો બગાડ અટકાવી શકાય છે. સૂકા ચારાની પોષકવધતા માટે યુરિયા પ્રકિયા અપનાવવી જોઈએ.
લીલો ચારો
સુકો ચારો કરતા લીલા ચારમાં સામાન્ય પોષક તત્વોનું પ્રમાણ વધારે હોય છે એટલું જ નહી પરંતુ વિટામીન ‘એ ’ જેવા પોષક તત્વો ફક્ત લીલા ચારામાંથી જ મળે છે .તે રસાળ તેમજ પચવામાં હલકો હોય છે.અને પશુને વધારે ભાવે છે. લીલા ચાર તરીકે જુવાર ,બાજરી,મકાઈ,રજકો વગેરે ઉગાડી શકાય છે. પશુઓને કુલ ઘાસચારાના ત્રીજા ભાગનો ચારો લીલા ચાર તરીકે આપવો જોઈએ.પુખ્ત પશુને ૧૫-૨૦કિલો લીલો ચારો મળે તે ઉતમ છે.પરંતુ જો ના હોય તો ઓછામાં ઓછો દરરોજનો ૫ કી.ગ્રા. જેટલો લોલો ચારો તેની વિટામીન ‘એ ’ ની જરૂરિયાત પૂરી કરવા આપવો જરૂરી છે.
ખાણદાણ
ઘાસચારા માંથી પુરતા પ્રમાણમાં ન મળી શકતા પોષક તત્વો પુરા પાડવા માટે ખાણદાણ ખુબ જ અગત્યનું છે. પશુઓનું વૃદ્ધિ ,વિકાસ ,પ્રજજન અને ઉત્પાદન માટે દાણ આપવું જરૂરી છે.સામાન્ય રીતે પશુપાલકો એકલા કપાસિયા ખોળ ,ગવાર ભરડો કે ભૂસા ખવડાવે છે.તેના કરતા ૪-૫ જુદા જુદા પ્રકાર ના દાણ નું મિશ્રણ બનાવી અથવા સુમીશ્રીત દાણ આપવામાં આવે તો તે પોષ્ટિક અને સસ્તુ બનાવી તેમાં ૧ ટકા જેટલું મીઠું અને ૧ ટકા ખનીજ મિશ્રણ નાખવું જોઈએ.
ખનીજ મિશ્રણ
બધા જ પોષક તત્વો ની જેમ જ ખનીજ તત્વો પણ જીવનમાટે એટલા જ જરૂરી છે .વૈજ્ઞાનિકો ના મત મુજબ હાલના તબક્કે ખનીજ તત્વો જમીનમાંથી ઘાસચારા માં ન આવતા તે જ ઘાસચારો પશુ નેઆપતાં ખનીજ તત્વોની સતત ઉણપ રહેતા શરીરના વિકાસ ,ઉત્પાદન અને તંદુરસ્તી પર માઠી અસર થાય છે.ખનીજ તત્વોની જરૂરિયાત ણે ઓઉરી કરવા સારી ગુણવત્તાયુક્ત વિસ્તાર આધારિત ખનીજ મિશ્રણ આપવું જોઈએ.
આહાર ઉપર પશુની ઉત્પાદકતા નો મોટો આહાર હોય છે .જો પશુઓને તેના ઉત્પાદનના પ્રમાણે યોગ્ય આહાર આપવામાં આવે તો પશુની ક્ષમતા પ્રમાણે નું ઉત્પાદન મેળવી શકાય છે. કુલ ઉત્પાદનનો ૭૦ ટકા ખર્ચ આહાર પાચળ જ થતો હોવાથી દુધાળા પશુઓના આહાર પર દયાન આપવું જોઈએ.સામાન્ય રીતે પુખ્ત ગાય-ભેંસ નું વજન ૪૦૦ કી.ગ્રા . પ્રમાણે રોજનું ૭ લીટર દૂધ ઉત્પાદન માટે ગણતરી નીચે મુજબ કરી શકાય.
નિભાવ (વસુકેલ પશુ)માટે
૪૦૦ કી.ગ્રા. વજનના ૨.૫ થી ૩ ટકા પ્રમાણે ૧૦ થી ૧૨ કિ .ગ્રા. સુકા આહાર ની માત્રા જોઈએ.
ક્રમ
|
પશુ આહારની વિગત
|
પશુ દીઠ આપવાનો જથ્થો(કિ.ગ્રા.)
|
૧
|
સુમીશ્રીત દાણ
|
૧.૦-૧.૫ કિ.ગ્રા.
|
૨
ક
ખ
|
લીલો ચારો
(ઓછામાં ઓછો )
કઠોળ વર્ગનો ચારો
ધાન્ય વર્ગ નો ચારો
|
૪.૫ કિ.ગ્રા.
૬-૮ કિ.ગ્રા.
|
૩
|
સુકો ચારો
|
ખાઈ શકે તેટલો
(૬-૮ કિ.ગ્રા.)
|
દૂધ ઉત્પાદન માટે
સુમીશ્રીત દાણ દુધાળુ પશુઓને ભેંસ માટે દૂધ ઉત્પાદનના ૫૦ ટકા અને ગાય માટે ૪૦ ટકા સાથે શરીરના નિભાવ માટે એક કિ.ગ્રા. જેટલું આપવું જોઈએ.ગાય કરતા ભેંસ ના દુધમાં ફેટ નું પ્રમાણ વધારે હોવાથી તેને પોષક તત્વો ની વધારે જરૂર પડે છે.દા.ત.દૈનિક 6 લીટર આપતી ગાય હોય તો ૨.૫ કી.ગ્રા. દૂધ ઉત્પાદન અને ૧ કિ.ગ્રા. નિભાવ મળી ણે કુલ ૩.૫ કિ.ગ્રા. ના બે ભાગ ૧.૭૫ કિ.ગ્રા.સવારે અને તેટલું જ સાંજે આપવું જોઈએ.પરંતુ જો તેટલા જ ઉત્પાદન વાળી ભેંસ હોય તો નિભાવ માટે ૧.૫ કિ.ગ્રા. અને ૩ કિ.ગ્રા. દૂધ ઉત્પાદન માટે એટલે કે બંને ટાઇમ ૨.૨૫ કિ.ગ્રા. આપવું.
ગાભણ પશુ માટે
દુધાળુ પશુ જો સમયસર ગાભણ થાય અને દૂધ આપતું હોય ત્યાં સુધી તેને દૂધ ઉત્પાદન પ્રમાણે ખોરાક આપવો.પરંતુ જો વસૂકી ગયેલ ગાભણ છેલ્લા ત્રણ મહિના દરમિયાન બચ્ચા ના વિકાસ માટે તેમજ આવનાર વેતર માં દૂધ ઉત્પાદન વધુ મળે તે માટે પશુ નેવધારાનું દાણ આપવું જોઈએ. આ માટે સાતમા મહીને નિભાવ માટેના દાણ ઉપરાંત એક કિ.ગ્રા. દાણ વધુ આપવું જોઈએ જેથી બચ્ચુંતંદુરસ્ત જન્મે અને દૂધ ઉત્પાદન પણ વધે.
શારીરિક વિકાસ માટે
વૈજ્ઞાનિકો ના મંતવ્ય મુજબ વાછરડી કે પાડીના શારીરિક વિકાસ સાથે જનન અંગોની કાર્યક્ષમતા માટે શરીરનું વજન વધવું જરૂરી છે.નહિ તો મોટી ઉંમર સુધી વેતરમાં આવતા નથી અને ગાભણ થવા સક્ષમ બનતાં નથી .વાછરડી કે પાડીને ૧૫ દિવસ થી જ પાડિયા/વાછરડા નું વિશિષ્ટ દાણ આપવાનું ચાલુ કરી દેવું જોઈએ.પંદર માસથી ઉપરની ઉમર ની વાછરડી કે પાડી ણે ૧ કિ.ગ્રા. સુમીશ્રીત દાણ,૬ કિ.ગ્રા. લીલો ચારો અને ખાઈ શકે તેટલો સુકો ચારો પ્રતિદિન આપવાથી સામાન્ય ઉછેર કરતા પ્રથમ વિયાણ ઉમર જલ્દી થાય છે તેમજ ઉછેર ખર્ચ પણ ઘટે છે. આમ પશુપાલકો ઉપર જણાવેલા મુદ્દાને ધ્યાને રાખી પશુપોષણ અપનાવશે તો પશુપાલનમાં આવતી તકલીફો ણે નિવારી ઉત્પાદકતા વધારી શકાશે જે આજના સમય ની તાતી જરૂરિયાત છે.
સ્ત્રોત : એપ્રિલ-૨૦૧૮ ,વર્ષ :૭૦, સળંગ અંક : ૮૪૦, કૃષિ ગોવિદ્યા
કોલેજે ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી