વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

કુત્રિમ બીજદાન

કુત્રિમ બીજદાન વિશેની માહિતી આપવામાં આવેલ છે

ભારત તથા સમગ્ર વિશ્વમાં પશુપાલન વ્યવસાયને વધુમાં વધુ નફાકારક બનાવવા માટે કૃત્રીમ બીજદાનથી પશુ સંવર્ધન એ પશુપાલન ક્ષેત્રમાં અવિભાજીત અંગ બની ગયુ છે. આજે વિશ્વના પ્રગતિશીલ દેશોમાં ૮૦ થી ૯૦ ટકા પશુ સંર્વધન કૃત્રિમ બીજદાનથી થાય છે. થીજવેલ ર્વીર્યને કુત્રિમ બીજદાન અને ગર્ભપ્રત્પારોપરાની પધ્ધતિમો પશુ સંર્વધન ક્ષેત્રે અગ્રીમ સ્થાન મેળવ્યો છે.

કુત્રિમ બીજદાન એટલે શું

કુત્રિમ બીજદાન એટલે ઊંચી ઓલાદના વંશાવળી વાળા (ઉચ્ચ આનુવંશિક ગુણો) ધરાવતા નર પાસેથી વૈજ્ઞાનિક પદ્ધતિના ઉપયોગથી વીર્ય ગ્રહણ કરી પ્રયોગશાળામાં મૂલ્યાંકન કરી, તનુકરણ કરી, યોગ્ય જાળવણી કરી, માદા જ્યારે હોય ત્યારે ઋતુકાળમાં (વેતર) હોય ત્યારે વેતરના મધ્ય તબક્કામાં વૈજ્ઞાનિક સાધનોની મદદથી મનુષ્ય દ્વારા માતાના જનનાંગ કમળ/ગર્ભાશયમાં વીર્યમૂકી ફેળવવાની ક્રિયા ને કુત્રીમ બીજદાન કહેવામાં આવે છે

કૃત્રિમ બીજદાનની અગત્યતા

 • કુત્રિમ બીજદાનથી ઉત્તમ આનુવંશીક ગુણો ધરાવતાં સાંઢ-પાડાનો બહોળો ઉપયોગ કરી કુદરતી સમાગમની  સરખામણીએ ૧૨૫ થી ૧૫૦ ગણી વધુ સંખ્યામાં માદાઓ કેળવી શકાય છે.
 • ઓછા જાનવર રાખતાં મધ્યમ કે સિમાંત પશુપાલકોને નબળા સાંઢ-પાડાના નિભાવની કે મોંઘા સાંઢ-પાડા ખરીદવાની જરૂર રહેતી નથી.
 • આ પધ્ધતિમાં ઘણી સંખ્યામાં પસંદગી પામેલ સારા સાંઢ-પાડાનોં નાની વયે બહોળો ઉપયોગ કરવામાં આવે તો હોઈ તેનું સતતિ પરીક્ષણ ખુબ જ સરળ અને ઝડપથી કરી શકાય છે.
 • પ્રાણીના મૈથુનજન્ય સાંસર્ગિક કે ચેપી રોગો જેવાકે, ચેપી ગર્ભપાત (બ્રુસેલોસીસ), કેમ્પાઈલોબેકટેરીઓસીસ, ટાઈર્કોમોંનીઆસીંસ વગેરે પર અંકુશ લાવી શકાય છે.
 • આ પધ્ધતિમાં નર પાસેથી મેળવવાનું ફરજીયાત હોય, હલકી કોટિનું વીર્ય આપતાં તથા નબળા કામ લિપ્સા કે પ્રજનન તંત્રની વ્પાવિઓઘી પીડાતાં સાંઢ-પાડાઓંનીં ઓળખ છટણી કે નિકાર્લ નુ કામ વધુ સરળ બન્યું છે.
 • બીજદાન માટે આવેલ માદા પ્રાણીને મળાશય દ્વારા તપાસવામાં આવતી હોઈ તે સગર્ભા છે કે ખાલી, વેતર આવે છે કે નહી વગેરે જાણી શકાય છે. તથા તેના જનનાંગોની કુરચના, રોગો, વ્યંઘાત્વ વગેરે બાબતોનું યોગ્ય નિદાન, સારવાર અને માર્ગદર્શન મેળવી તેની પ્રજનન ક્ષમતા વધારી શકાય છે.

કૃત્રિમ બીજદાનના ફાયદા

 • એક જ સારા ખુંટ દ્વારા મોટા પ્રમાણમાં ગાયો-ભેંસોને ફેળવી શકાય છે.
 • ગાયો-ભેંસને જનન અવયવોનાં રોગોથી મુકત રાખી શકાય છે.
 • ગાયો-ભેસને જે તે સ્થળે ઘરે બેઠાં ફેળવી શકાય છે.
 • ઘણખુંટ રાખવાની જરૂરીયાત ન રહેતાં ઘણખુંટનો ઘાસચારા ખાણ-દાણનો ખર્ચ નિવારી શકાય છે.
 • ખાંડખાંપણ વાળી ગાય ભેંસ પણ ફેળવી શકાય છે.
 • કુત્રિમ બીજદાનમાં વપરાતો સાંઢ સારા ગુણવાળો, ચેપીરોગથી મુકત, તંદુરસ્ત, શુધ્ધ ઓલાઘ્ના ગુણ ધરાવતો અને દુધ ઉત્પાદન વધારી શકે તેવો હોવાથી ઓલાદ સુધારી શકાય છે.
 • કૃત્રિમ બીજદાનથી સંતતિ પરીક્ષણ વઘુ ચોકસાઈથી થઈ શકે છે.
 • માદા જાનવરની પ્રજનન ક્ષમતા સુધારી શકાય છે.
 • ગર્ભધારણ સફળતા સારી રહે છે.
 • સારા સાંઢના થીજવેલ વીર્ય દ્વારા તેનાં મૃત્યુ બાદ સંતતિ સુધારા કરી શકાય છે.
 • ઓછા સમયમાં વધુ જાનવરો કેળવી શકાય છે.
 • સાંઢને ઠેકવા ના દે તેવી તોફાની પાડી કે વોડકીઓ માટે આ પદ્ધતિ અધીર્વાદ રૂપ સાબિત થાય છે.
 • બે તદન જુદી જુદી જાતિ વચ્ચે સંકરણ કરી શકાય છે. જેમકે ધોડા+ગધેડી=ખચ્ચર

કૃત્રિમ બીજદાનની મર્યાદાઓ:

 • કુશળ અને તાલીમ પામેલ માણસની જરૂર પડે છે. આ માણસ સમજુ, ઠરેલ અને સહકારની ભાવનાવાળો હોવો જોઈએ તથા ગ્રામજનોમાં કૃત્રિમ બીજદાન અંગેની જાગૃતિ લાવવા માટે પ્રયત્નશીલ હોવો જોઈએ.
 • વૈજ્ઞાનિક સાધનો માટેનો પ્રારભિક ખર્ચ વધુ આવે છે.
 • અભણ અને વહેમી ગ્રામજનોમાં કાર્ય પધ્ધતિ મુશ્કેલ હોય છે.
 • કૃત્રિમ બીજદાનમાં દરેક તબકકાએ કુશળતા રાખવી જોઈએ.
 • સાંઢ કે પાડો મૈથુનજન્ય રોગ જેવા કે અન્ય જાતના અવયવોનાં રોગથી પીડાતો હોય તો રોગનું પ્રસરણ ઝડપી અને અનેક ગણુ નુકશાન કરે છે.
 • આ પધ્ધતિ માટૅ ઉપયોગમાં લેવા યોગ્ય સંતતિ પરીક્ષણ થયેલ ઉચા આનુવંશીક ગુણો ધરાવતા સાંઢ-પાડાની અછત છે.
 • આ પધ્ધતિ બધી જ જાતનાં પ્રાણીઓમાં સંપુર્ણ ઉપયોગી કે સફળ પુરવાર થઈ નથી. બીજદાનની સફળતા ભારતની ગાયોમાં સૌથી વધુ છે. જયારે ભેસોમાં તેટલી નથી. તથા ઘેટા-બક્રામાં પણ ગર્ભધારણ દર ઘણો જ નીચો રહે છે.
 • મુંગી ગરમી કે છાની ગરમીવાળી ગાય-ર્ભેસમાં ઋતુકાળના ચિન્હો ઓળખવા મુશ્કેલ છે તેથી તેવા કિસ્સામાં કૃત્રિમ ખીજદાનને સફળતા મળતી નથી.
 • થીજવવાની પ્રક્રિયા દરમ્યાન ૨૫ થી ૫૦ ટકા શુક્રાણુઓં મૃત થાય છે અને વળી કેટલાંક ઉચ્ચ આનુવંશીક ગુણ ધરાવતાં સાંઢ-પાડાનું વીર્ય થીજવવા માટે અનુકુળ હોતુ નથી.
 • થીજવેલ વીર્ય તેમાં સંગ્રહ, પરીવહન અને હેરફેર દરમ્યાન -૧૯૬સે. તાપમાને જળવાઈ રહે તે જરૂરી છે. આમ ન થાય તો પુરૅપુરો વીર્યનો જથ્થો શુક્રાણુઓં મરી જવાથી બિનઉપયોગી બની શકે છે.

આ બધી મર્યાદાઓ નિવારવા માટૅ કૃત્રિમ બીજદાન પધ્ધતિનાં પ્રત્યેક તબક્કે પુરતી તકેદારી લેવામાં આવે અને આ પધ્ધતિ સાથે સંકળાયેલ દરેક કાર્યકરને પૂરતી તાલીમ અને વિષયનં જ્ઞાન આપવામાં આવે તો કુત્રિમ બીજદાનને સફળતા મળી રહે છે.

3.18181818182
સ્ટાર પર રોલ-ઓવર કરો અને પછી ક્લિક કરી રેટ કરો
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top