પશુપાલનનો મુખ્ય ઉદેશ બાહ્ય વાતાવરણની વિપરીત પરીસ્થિતિ માં ઘટાડો કરીને પશુને આરામદાયકતા વધારવી તથા પશુપાલકની કામદીરી સરળ બનાવવી તે છે.હાલના મોંઘવારીના સમયમાં સારા દુધાળા અને ઉચ્ચ ગુણવત્તા વાળા પશુ રાખવા ખુબ જ જરૂરી છે.દૂધ ઉત્પાદન માટે પશું આનુવંશિકતા/જનીનિક બંધારણ ઉપરાંત બીજા બાહ્ય પરિબળો જેમ કે આબોહવા અને માબ્જત/ખોરાક પણ મહત્વનો ભાગ ભજવે છે. પશુ રહેઠાણ ની વિશેષતા તેમાં રહેતા પશુઓને થતા અબોહાવાકીય તણાવને ઓછો કરી વાતાવાનને બદલી કે ફેરફાર કરવાની છે.
પશુ રહેઠાણ ના મુખ્ય પાસા:
વિવિધ વર્ગો ના પશુઓનું આરોગ્ય ટકાવી અને આરામદાયક વાતાવરણની જોગવાઈ દ્રારા પશુઓને આદર્શ ઉત્પાદકતા અને આરોગ્ય પૂરું પડવું.
મજુર અને સુપરવાઈઝરની સ્ટાફ માટે સારી રીતે કામ કરવાની પરીસ્થિતિ ઓની જોગવાઈ કરવી.
ખોરાક,પાણી,દોહન અને સાફસફાઈની વ્યવસ્થા સાથેના રહેઠાણનું એકીકીરણ કરવું જેથી સારી સંચાલન વ્યવસ્થા ઊભી થાય.
મુખ્ય આબોહવાકીય પરિબળો કે જેની સામે પશુઓનું રક્ષણ કરવું જોઈએ.એમાં મહતમ અને લઘુતમ તાપમાન,વાતાવરણમાં રહેલ ભેજ અને પવનનો સમાવેશ થાય છે.ભારત જેવા ઉષ્ણકટીબંધીય દેશમાં ધ્યાનમાં રાખવા જેવી બાબત હોય તો એ વાતાવરણનું ઉચ્ચ તાપમાન અને સૂર્ય વિકિરણો છે. જેની આડ અસર ને નાબુદ કરવા અત્રે દર્શાવેલ પગલા લેવા જોઈએ.
કોઢ /શેડ દીઠ જાનવરોની સંખ્યાનિયતધોરણો મુજબ જ રાખવી.
વિકીરનોની ઓછી કરવા શેડની આજુબાજુ વૃક્ષારોપણ,ખુલ્લી જગ્યામાં ઘાસ,છોડ વગેરે ઉગાડવું,શેડના છતના ભાગને રંગવવો .(બહારના ભાગને સફેદ અને અંદર ના ભાગને કાળા રંગથી).
શેડમાં પવનની પુરતી અવર-જવર રહે એનું ધ્યાન રાખવું.શેડના છત ની ઉંચાઈ આકૃતિમાં દર્શાવ્યા મુજબ રાખવી .આમ ભેજનું પ્રમાણ ઓછુ થશે તેમજ તાપમાન પણ જળવાઈ રહેશે.
પશુ રહેઠાણ બાહ્ય અને આંતરિક પરોપજીવી કે રોગણુંઓનો ઉપદ્રવ ન થાય એવા હોવા જોઈએ જેના માટે પાણી ,છાશ અને પેશાબનો ભરાવો ન થાય એનું ખાસ ધ્યાનમાં રાખવું.
પશુ રહેઠાણ કેવી રીતે બનાવવું જોઈએ?
પશુ રહેઠાણ માટે શેડ બનાવવો એ મોટું મૂડી રોકાણ છે જેમાંથી કોઈપણ જાતની આવક થવાની નથી.એટલેપશુ રહેઠાણ એવુંબનાવવું કે જેથી ઓછા ખર્ચે પશુની મુખ્ય જરૂરિયાત (બાહ્ય વાતાવરણ ની વિપરીત પરીસ્થિતિ માં ઘટાડો કરી પશુને આરામદાયકતા વધે તથા પશુપાલકની કામગીરી સરળ બને )પુરી થાય.ત્યારબાદ દૂધ વેચાણ થકી આવતા પૈસામાંથી ક્રમશ: શેડનું બાંધકામ થઇ શકે છે.બને ત્યાં સુધી સ્થાનિક કક્ષાએ મળતી સામગ્રી જેવી કે નીલગીરી કે વાંસ જેવા ઘરના લાકડાનો ઉપયોગ કરી શેડ બનાવવામાં આવે તો ઓછા ખર્ચે બાંધકામ થઇ શકે.જ્યાં આ બધું સહેલાઈથી ઉપલબ્ધ ન હોય ત્યાં આરસીસીના થાંભલાનો પણ ઉપયોગ થઇ શકે .છત તરીકે સુકુ ઘાસ ,એસ્બેસ્ટોસ કે આરસીસીની સહિતનો ઉપયોગ થઇ શકે.છતની ઉંચાઈ જેટલી વધારે એટલી વધારે હવાઉજાસ રહેતા અંદરનું તાપમાન બહાર કરતા ઓછુ જળવાઈ રહે છે.આકૃતિ માં દર્શાવ્યા પ્રમાણે આપને શેડનું બાંધકામ કરી શકીએ છીએ.
ગમાણ બનાવવાનું પણ ખુબ જ મહત્વનું છે કેમ કે જો ખોરાક બહાર નાખવા ને બદલે ગમાણમાં નાખવામાં આવે તો બગાડ/વ્યય અટકે છે અને શેડ માં ચોકસાઈ પણ જળવાઈ રહે છે .ગામાનું માપ આકૃતિ માં દર્શાવ્યા મુજબ રાખી શકાય.
જો શેડ સાથે ખુલ્લી જગ્યાની વ્યવસ્થા હોય તો પશુ દીઠ શેડમાં ૩.૫મીટર અને ખુલ્લામાં ૧૦ મીટર જેટલી જગ્યા પૂરી પડવી જોઈએ.
ભારતીય માનાંક મુજબ શીંગડા વગરના બે પશુઓ વચ્ચેનું અંતર ૧ થી ૧.૨ મીટર હોય છે પરંતુ જો પશુઓ શીંગડાવાળા હોય તો આ અંતર ૧.૫ થી ૨ મીટર હોવું જોઈએ.
પશુને બાંધવા માટે છેલ્લા ખીલાની જગ્યા શેડના એકદમ કિનારી/દીવાલ પાસે ન રહેતા અડધા અંતરે (૦.૫ મીટર )રાખવી જોઈએ જેથી પશુ બંને બાજુ હલન-ચલન કરી શકે.
જો છત ની ઉંચાઈ વધુ રાખવામાં આવે તો વધારાની જગ્યાનો ઉપયોગ સુકુ ઘાસ ભરવા કરી ગોડાઉન બનાવવાની મૂડી પણ બચાવી શકાય.પરંતુ તે માટે માળીયું ભોયતળીયે થી ૧૦ થી ૧૨ ફૂટ જેટલું ઊંચું હોવું જોઈએ અને તેના ઉપર સુકા ઘાસ માટે જરૂરિયાત મુજબ છતની ઉંચાઈ રાખવી.
ફાર્મ ચાલુ કરો ત્યારે તળિયું માટી નું રાખવું .ત્યારબાદ જેમ જેમ પૈસાની સગવડ થાય તેમ તેમ ફેરફાર કરી બ્રિક પેવિંગ (ઇંટો ગોઠવવી)અને છેલ્લે આરસીસીની ફ્લોર કરી શકાય .જો આરસીસી બનાવવા માં આવે તો એમાં ઊંડી ઘીસીઓ પડવી જોઈએ જેથી જાનવર લપસી ન પડે. ભારતીય માનાંક મુજબ આ ઘીસીઓ આકાર ૪ સે.મી.* ૬ સે.મી. સાઇઝનો અને ૧ થી ૧.૫ સે.મી. ઊંડાઈ ની ઘીસીઓવાળું હોવું જોઈએ.
સામાન્ય રીતે શરીરના નિભાવ માટે એક પશુને ૩૦ થી ૫૦ લીટર પાણીની જરૂરિયાત હોય છે.
એક લીટર દૂધ દીઠ ૩ લીટર પાણીની જરૂરિયાત હોય છે જેથી ૧૦ લીટર દૂધ આપતી ગાયને દૈનિક ૬૦ થી ૮૦ લીટર પાણીની જરૂરિયાત રહે છે.તો આ આંકડા ઓને ધ્યાન માં લઇ પાણીનો હવાડો પશુઓની સંખ્યા મુજબ બનાવવો જોઈએ.પાણીનો હવડો જો પાકો બનાવવામાં આવે તો અંદર અને બહાર બંને બાજુએ ચૂનો મારવો ખુબ લાભદાયક નીવડે છે.આ ચૂનો કેલ્શિયમના સ્રોતોનું કામ કરે છે.ઉપરાંત પાણીને જીવજંતુ રહિત ,લીલનો ઉપદ્રવ થવા ન થવા દઈ પાણી સ્વચ્છ રાખે છે.