ગુજરાત સરકારે રાજ્યના ખેડુતોના લાભાર્થે ખાતેદાર ખેડુત આકસ્મિક મૃત્યુ /કાયમી અપંગતતા સહાય યોજના ૨૬મી જાન્યુઆરી ૧૯૯૬ ના શુભ દિવસથી આરંભ કરેલ છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખાતેદાર ખેડુતનું અકસ્માતે મૃત્યુ થાય કે કાયમી અપંગતતા આવે તો તેના વારસદારને આર્થિક સહાય આપવાનો છે. આ યોજના ૧૦૦ % રાજ્ય સરકારના સહાયની યોજના છે. આ યોજના હેઠળ રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતો વતી રાજ્ય સરકાર દ્વારા વીમા પ્રીમીયમ ચુકવવામાં આવે છે.
ખેડુત ખાતેદારને વીમાનો લાભ આપી તેના પરીવારને આર્થિક રક્ષણ પુરું પાડવાની યોજના હાલમાં ગુજરાત સામુહિક જૂથ (જનતા અકસ્માત વીમા યોજના) હેઠળ તા. ૦૧/૦૪/૨૦૦૮ થી વિમા નિયામકશ્રી મારફત અમલમાં છે.
રાજય સરકારશ્રી દ્વારા તા.૦૧/૪/૨૦૧૨થી ખાતેદાર ખેડૂત અક્સ્માત વીમા યોજનામાં ખાતેદાર ખેડૂત ઉપરાંત ખાતેદાર ખેડૂતના પ્રથમ હયાત વારસદાર (પુત્ર/પુત્રી)નો સમાવેશ કરવામાં આવેલ છે.આ યોજનામાં જો ખાતેદાર ખેડૂતનુ મૃત્યુ થાય તો તેનો લાભ મૃતક ખાતેદાર ખેડૂતના વારસદારને અને જો ખાતેદાર ખેડૂત અપંગ થાય તો તેનો લાભ ખાતેદાર ખેડૂત ને નીચેની વિગતે લાભ મળે .
આ વીમા યોજના હેઠળ લાભાર્થીઓના વારસદાર તરીકે નીચે મુજબ વ્યક્તિઓ ક્રમાનુસાર રહેશે.
ખાતેદાર ખેડૂતનુ મૃત્યુ થાય તો ખાતેદાર ખેડૂતના વારસદારએ અને અપંગતાના કિસ્સામાં ખાતેદાર ખેડૂતે નિયત નમુનામાં નીચે મુજબના સાધનિક કાગળો સહિતની અરજી મૃત્યુ તારીખથી ૯૦ દિવસની અંદર સંબંધિત જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, જિલ્લા પંચાયતે રૂબરૂ કરવાની રહેશે ૯૦ દિવસબાદ મળેલ અરજી માન્ય રાખવામાં આવશે નહીં
આ યોજના હેઠળ ૨૬મી જાન્યુઆરી, ૧૯૯૬ થી વર્ષ ૨૦૧૨-૧૩ સુધીમાં કુલ ૧૫,૨૩૭ દાવાઓ મંજૂર કર્યા અને રૂ. ૧૩૧૩૫.૦૦ લાખ વીમા સહાય ખાતેદાર ખેડૂતના વારસદારોને ચુકવવામાં આવી છે.
ખાતેદાર ખેડૂત અસ્ક્માત વીમા યોજના ઠરાવો ૨૦૧૫-૨૦૧૬
ક્રમ |
ઠરાવ તારીખ |
ઠરાવ ક્રમાંક |
ઠરાવનો વિષય |
ડાઉનલોડ્સ |
1 |
13-04-2016 |
કૃષમ-૧૧-૨૦૧૫-૧૫૧૮-ક.૯ |
આંતર માળખાકીય સુવિધા ઉભી કર્વા માટે ૬% વ્યાજ સહાયની યોજના વર્ષ ૨૦૧૬-૧૭ માટેની નવી બાબતની વહીવટી મંજુરી બાબત |
|
2 |
13-04-2016 |
બજટ-૧૦-૨૦૧૫-૧૨૩૩-ક.૫ |
સને ૨૦૧૬-૧૭માં સબ મિશન ઓન એગ્રીકલ્ચર મીકેનાઇઝેશન યોજનાની ચાલુ બાબતને વહીવટી મંજુરી આપવા બાબત |
|
3 |
19-03-2016 |
જવય-૧૦૨૦૧૧-ઓ-૩૦૮ (IWDMS No. 186826)-ન |
ગુજરાત સામુહિક જૂથ (જનતા) અકસ્માત વીમા યોજનામાં સુધારો કરવા બાબત |
|
4 |
04-01-2016 |
BJT/302014/1120/k6 |
નેશનલ મિશન ઓન ઓઈલ સીડ એન્ડઓઈલ પામ યોજના પ્લાન અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિ અને સામાન્ય ખેડૂત માટે –ફ્લેક્ષી ફંડ અને સ્પ્રીંકલર સેટ |
|
5 |
09-12-2015 |
બજટ-૧૦૨૦૧૪-૨૧૬૨-ક-૭ |
કૃષિ યાંત્રીકરણનો ઉપયોગ કરી ખેતી વધુ નફાકારક બની શકે તે હેતુ માટે એગ્રો સર્વિસ પ્રોવાઇડરની નવી યોજનાને વહિવટી મંજૂરી આપવા બાબત. વર્ષ ૨૦૧૫-૧૬ |
|
6 |
30-10-2015 |
બજટ-૧૦૨૦૧૪-૧૦૦૯-ક-૫ |
સને ૨૦૧૫-૧૬ ચાલુ બાબત, નેશનલ મિશન ફોર સસ્ટેનેબલ એગ્રીકલ્ચર યોજના (નોર્મલ ખેડૂતો માટે, અનુસૂચિત જાતિના ખેટૂતો માટે, અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે) અંતર્ગત કરેલ ઓન ફાર્મ વોટર મેનેજમેન્ટ ઘટકની જોગવાઇ પ્રધાનમંત્રી ક્રુષિ સિંચાઇ યોજના હેઠળ કરવા બાબત |
|
7 |
29-09-2015 |
કૃષમ - ૧૧-૨૦૧૫-૧૧૪-ક.૯ |
આંતર માળખાકીય સુવિધા ઉભી કરવા માટે ૬ ટકા વ્યાજ સહાયની યોજના વર્ષ ૨૦૧૫-૧૬ માટેની નવી બાબતની વહીવટી મંજુરી બાબત. |
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020