অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

મત્સ્ય પાલન ની યોજનાઓ

મત્સ્ય પાલન ની યોજનાઓ

નોંધ: જે ઘટકોમાં અરજી લેવાનું ચાલુ હશે તેમાં અરજી કરો બટન આપોઆપ આવી જશે.

અનું નંબર

ઘટકનું નામ

સહાયનું ધોરણ

રિમાર્ક્સ

ઘટક્ના પુનઃ લાભ મેળવવાની ઓછમાં ઓછી સમય મર્યાદા(વર્ષમાં)

અરજી કરો

1

2

3

4

5

6

1

DAT ની ખરીદી પર સાધન સહાય

FSH-20

ખરીદ કિંમત ના ૯૦% મહત્તમ રુ ૧૫,૩૦૦ બે માંથી જે ઓછુ હોય તે

(૧) માછીમારી કરતી બોટનું માછીમારી કરવા માટેનુ લાયસન્સ મેળવેલ હોવું જોઇએ. લાભાર્થી ગુજરાત નો વતની હોવો જોઇએ (૨)લાભાર્થી બયોમેટ્રીક ઓળખ કાર્ડ ધરાવતા હોવા જોઇએ. (૩) દરીયાઇ માછીમારી કરતી ટ્રોલીંગ બોટને લાભ મળવાપાત્ર છે. બોટ મરચન્ટ શીપીંગ એકટ અન્વયે નવા ફોરમેટ મુજબ રજીસ્ટર થયેલ હોવી જોઇએ.અને કલર કોડ થયેલ હોવી જોઇએ. (૪) સેફ્ટી સાધન જી.એફ.સી.સી.એ.લી. પાસેથી ખરીદવાની રહેશે.

આજીવન એક વખત

અરજી કરો

તા 06/04/2016

થી

30/06/2016 સુધી

2

ઇન્સ્યુલેટેડ બોક્ષ

101/2 FSH-2

ખર્ચના ૫૦% અથવા રુ. ૭,૫૦૦/- બે માંથી જે ઓછુ હોય તે

"(૧) જળાશય/ગામતળાવના ઇજારદારલાભાર્થીઓ/મચ્છીના વેપારીને આ યોજનાનો લાભ આપવામાં આવશે. (૨) અરજ્દારે ઇન્સ્યુલેટેડ બોક્ષની ખરીદી સ્ટાન્ડર્ડ કંપની પાસેથી કરવાની રહેશે. (૩) અંદાજીત ૫૦૦ લીટરની ક્ષમતા ધરાવતા ઇન્સ્યુલેટેડ બોક્ષની ખરીદી કરવાની રહેશે. (૪) અરજદાર ઇજારદારનો જળાશય/ગામતળાવનો ઇજારો ચાલુ હોવો જોઇએ. (૫) મચ્છીના વેપારીએ ગુજરાત મત્સ્યોધોગ કાયદો-૨૦૦૩ હેઠળ માછલી વેચાણનું લાયસન્સ ધરાવતો હોવો જોઇએ. "

5

અરજી કરો

તા 06/04/2016

થી

30/06/2016 સુધી

3

ઇલેકટ્રીક સાધનો

FSH-7

(અ) [ બે બેટરી ધરાવતી બોટો માટે ના સાધનો (૧) ઇન્વર્ટર રુ.૮,૫૦૦/- અથવા ખરીદ કિંમત બે માંથી જે ઓછુ હોય તે (૨)ઇલેકટ્રીક સગડીરુ.૩,૦૦૦/- અથવા ખરીદ કિંમત બે માંથી જે ઓછુ હોય તે (૩)ઇલેકટ્રીક વોટર પંપ રુ.૩,૦૦૦/- અથવા ખરીદ કિંમત બે માંથી જે ઓછુ હોય તે (૪)સી.એલ.એફ ટ્યુબરુ.૫૦૦/-ની ખરીદ કિંમત અથવા રુ.૧૫,૦૦૦/- બે માંથી જે ઓછુ હો ય તે (બ) એફઆરપી બોટ માટેના સાધનો (૧) સોલાર ઇલેકટ્રીક લેન્ટર્નની કિંમત અથવા રુ.૩,૫૦૦/- બે માંથી જે ઓછુ હો ય તે

(૧) અરજદારે અરજી સબંધિત જિલ્લા કચેરીને કરી મંજુરી મળ્યા બાદ ખરીદી કરવાની રહેશે (૨) લાભાર્થી ગુજરાતનો વતની હોવો જોઇએ. (૩) અરજદાર માછીમાર બોટ ધારક, બોટ રર્જીસ્ટ્રેશન નંબર અને માછીમારીનું લાયસન્સ હોવુ જોઇએ. (૪) માછીમારે ઓળખ માટે બાયોમેટ્રીક કાર્ડ રજુ કરવાનુ રહેશે. (૫) સ્પેશીફીકેશની મુજબના સાધનો ઓર્થોરાઇઝડ ડીલર પાસેથી ઉત્તમકક્ષાના ઇલેક્ટ્રીક સાધનોની ખુલ્લા બજારમાંથી માછીમારોએ જાતે ખરીદવાની રહેશે.

5

અરજી કરો

તા 06/04/2016

થી

30/06/2016 સુધી

4

ઈન્‍સ્‍યુલેટેડ બોક્ષ

FSH-7

(છુટક વેપારી ) ખર્ચના પ૦ % અથવા રુ.૭,પ૦૦/- બે માંથી જે ઓછું હોય તે

(૧) માછીમારી વેચાણ માટેનું લાયસન્સ મેળવેલ હોવું જોઇએ. (૨) લાભાર્થી ગુજરાત નો વતની હોવો જોઇએ (૩) લાભાર્થીને વધુમાં વધુ ૧ (એક) નંગ ઇન્‍સ્‍યુલેટેડ બોક્ષ મળવાપાત્ર રહેશે. (૪) સબંધિત કચેરી એ અરજી કરી મંજુરી મેળવ્યા બાદ જ ખરીદી કરવાની રહેશે. (૫) લાભાર્થીએ ઇન્‍સયુલેટેડ બોક્ષની ખરીદી ખાતાએ એમ્‍પેનલ કરેલ ઓથોરાઇઝડ વિક્રેતા/સ્‍ટાન્‍ડર્ડ ઉત્‍પાદક કંપની પાસેથી કરવાની રહેશે. અને તેની ઉપર સહાય મેળવવા માટે જે તે જિલ્‍લા કચેરીમાં ખરીદીના બીલો રજૂ કરવાના રહેશે.

5

અરજી કરો

તા 06/04/2016

થી

30/06/2016 સુધી

5

એરેટર

101/2 FSH-2

ખર્ચના ૫૦% અથવા રુ.૨૫,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે

(૧) મત્સ્ય ખેડૂત વિકાસ સંસ્થા હેઠળ મત્સ્ય ઉછેર માટે આવરી લીધેલ ગામ /ખાનગી તળાવના નોંધાયેલ લાભાર્થીઓને લાભ મળવાપાત્ર થશે. (૨) અરજદારે સંલગ્ન કચેરીમાં અરજી કરી મંજૂરી મેળવ્યા બાદ ખરીદી કરી શકશે. (૩) જે તે લાભાર્થી એ એરેટર ની ખરીદી ઉત્પાદક / સરકાર માન્ય સંસ્થા અથવા કંપના અધિકૃત વિક્રેતા પાસેથી કરવાની રહેશે. (૪) જિલ્લા અધિકારી/ સ્થાનિક અધિકારી ધ્વારા ભૌતિક ચકાસણી કરી તે સબબનું પ્રમાણપત્ર આપવાનું રહેશે.

5

અરજી કરો

તા 06/04/2016

થી

30/06/2016 સુધી

6

એરેટર

FSH-5

ખર્ચના ૫૦% અથવા રુ.૨૫,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે

(૧) અરજદારે સરકારશ્રી તરફથી ફાળવેલ જમીનીનો હુકમ અથવા જમીન પોતાની હોય તો જમીનના ૭/૧૨,૮અ રજુ કરવાના રહેશે. (૨) ઝીંગા ઉછેરકનુ ફાર્મ રજીસ્ટ્રેશન થયેલ હોય તેને જ આ લાભ મળવાપાત્ર છે. (૩) એક લાભાર્થીને હેક્ટર દીઠ ૧ અને વધુમાં વધુ ૪ એરેટરની સહાય મળવાપાત્ર છે. (૪) એરેટર સહાય મેળવવા માટે એરેટરના મેન્યુફેકચરર/સપ્લાયરર્સ પાસે ખરીદી કરવાની રહેશે. (૫) સહાય મેળવવા માટે લાભાર્થીએ સ્માર્ટકાર્ડ, ઇલેકશન કાર્ડ, પાન કાર્ડ,બેંક એકાઉન્ટની વિગત રજુ કરવાની રહેશે.

5

અરજી કરો

તા 06/04/2016

થી

30/06/2016 સુધી

7

ગામ તળાવો / જળાશયો માટે ફીશ કલ્ચર કેજ

101/2 FSH-2

આ યોજના તળે ફીશ કલ્ચર કેજનું માપ ૬ મીx ૪ મીx ૪ મી,ની કીમત, ખોરાક અને મત્સ્યબીજ પેટે થયેલ ખર્ચ પૈકી જે ઓછુ હોય તે સહાય પ્રતિ લાભાર્થીને રુ.૩.૦૦ લાખ યુનીટ કોસ્ટ ની મર્યાદામાં ૯૦% લેખે રુ.૨.૭૦ લાખ અથવા ખરેખર કિંમતના ૯૦% બે માંથી જે ઓછુ હોય તેટલી રકમ સહાય તરીકે ચુકવવાની રહેશે. ગામ તળાવ/ જળાશય દીઠ વધુમાં વધુ એક ફીશ કલ્ચર કેજની સહાય આપી શકાશે.

૧) રાજ્યના મીઠાપાણીમાં મત્સ્યોદ્યોગ ક્ષેત્રે આવેલ ગામ તળાવ/ જળાશયના ઇજારદાર લાભાર્થીઓ/ ઇજારદાર મંડળીને આ યોજનાનો લાભ આપવામાં આવશે. (૨) અરજદારે સંલગ્ન કચેરીમાં અરજી કરી મંજૂરી મેળવ્યા બાદ ખરીદી કરી શકશે. (૩) ગામ તળાવ/ જળાશયના ઇજારદાર લાભાર્થી / ઇજારદાર મંડળીને (એક) ફીશ કલ્ચર કેજની ખરીદી ઉપર સહાય મળવાપાત્ર રહેશે. (૪) ખાતાની પૂર્વ મંજુરીથી જે તે જળાશયનાં ઇજારદાર લાભાર્થીઓ / ઇજારદાર મંડળીએ Empannel એજન્સી પાસેથી ફીશ કલ્ચર કેજ ની ખરીદી ક૨વાની ૨હેશે. (૫) જે લાભાર્થીએ જે એજન્‍સી પાસેથી ખરીદ કરેલ હોય તે એજન્‍સીના ખાતામાં અથવા લાભાર્થીએ સ્‍વ ખર્ચ ખરીદ કરેલ હોય તો સહાયની રકમ લાભાર્થીના બેંક એકાઉન્‍ટમાં RTGS પધ્‍ધતિથી બારોબાર જમા કરાવવાની રહેશે. (૬) જિલ્લા અધિકારીશ્રી ધ્વારા સ્થળ ચકાસણી કરી કેજ કલ્ચરની શક્યતા તપાસી સાનુકુળ જગ્યા પસંદ કરીને ખરીદેલ સાધનોની ભૌતિક ચકાસણી કરવાની રહેશે.

આજીવન એક વખત

અરજી કરો

તા 06/04/2016

થી

30/06/2016 સુધી

8

ગીલનેટ સહાય

FSH-7

ખર્ચના ૨૫% અથવા રુ.૨૫,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે

(૧) લાભાર્થી ગુજરાતનો વતની હોવો જોઇએ. (૨) બોટ માછીમારીબોટ તરીકે નોંધાયેલ હોવી જોઇએ. (૩) માછીમારી માટે ઉપયોગમાં લેવાતી બોટનું માછીમારી માટેનુ લાયસન્સ અને બયોમેટ્રીક કાર્ડ ધરાવતો હોવો જોઇએ (૪) ૩૨ ફુટની નીચે નાના કદની બોટ દ્રારા માછીમારી કરતા માછીમારને જ સહાય મળવાપાત્ર છે. (૫) દરીયામાં ગીલનેટ વડે માછીમારી કરાતી તમામ બોટોને મળવાપાત્ર રહેશે. (૬) લાભાર્થી માછીમાર આંતરરાષ્ટ્રીય જળસીમા ઓળગવાના કેસમાં દોષિત ઠરેલ ન હોવો જોઇએ. (૭) ૪ ઇંચ ઉપરની મેશ સાઇઝની ગીલનેટની ખરીદી માછીમારી ખુલ્લાબજારમાંથી અધિકૃત વિક્રેતા પાસેથી કરવાની રહેશે.

5

અરજી કરો

તા 06/04/2016

થી

30/06/2016 સુધી

9

ટુ સ્‍ટ્રોક ઓબીએમ સહાય (બે સ્ટ્રોક બહાર મશીન)

FSH-8

ખર્ચના ૫૦% અથવા રુ .૩૦,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે

(૧) માછીમારી કરતી બોટનું માછીમારી કરવા માટેનુ લાયસન્સ, બોટનું રજીસ્ટ્રેશન મેળવેલ હોવું જોઇએ. લાભાર્થી ગુજરાત નો વતની હોવો જોઇએ. (૨) રાષ્ટ્રીય વિરુધ્ધની પ્રવૃતિઓ માં સીધી કે આડક્તરી માછીમાર સંકળાયેલ નથી તે અંગેનું કસ્ટમ સર્ટી. રજૂ કરવાનુ રહેશે. (૩) ઉત્પાદક કંપની/અધિકૃત વિક્રેતા પાસેથી ૮ થી ૧૦ હો.પા. ના ઓ.બી.એમ. જ ખરીદવાનુ રહેશે. (૪) સબંધિત કચેરી એ અરજી કરી મંજુરી મેળવ્યા બાદ જ ખરીદી કરવાની રહેશે. અરજીમાં એટેસ્ટેડ ફોટની નકલ રજુ કરવાની રહેશે. (૫) ગુજરાત ના દરીયાકાંઠના બંદરો ઉપર માછીમારી કરવાની રહેશે.

આજીવન એક વખત

અરજી કરો

તા 06/04/2016

થી

30/06/2016 સુધી

10

ટોઇલેટ સહાય

FSH-7

ખરીદ કિંમત અથવા રુ.૧૦,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે

(૧) લાભાર્થી મુળ ગુજરાત રાજ્યના અને દરીયાઇ માછીમારી કરતી અને માછીમારી માટેનું લાયસન્સ ધરાવતી અને વી.આર.સી. નંબર ધરાવતી બોટને સહાય મળવાપાત્ર છે. (૨) માછીમારે ઓળખ માટે બાયોમેટ્રીક કાર્ડ રજુ કરવાનુ રહેશે. (૩) લાભ લેવા માંગતા હોય તેવા બોટ માલીકે સ્થાનિક જે તે જિલ્લા કચેરીમાં અરજી કરવાની રહેશે.અને મંજુરી મેળવીને વ્યવસ્થા ઉભી કરવાની રહેશે. (૪) માછીમારી કરતી બોટમાં સરકારશ્રી માન્ય સંસ્થા,જેવીકે, નાસા ફાઉન્ડેશન,સુલભ,કે ખાદી ગામઉધોગ મારફત અને નક્કી થયેલ ડિઝાઇન મુજબ ટોઇલેટની સુવિધા ઉભી કરવાની રહેશે

આજીવન એક વખત

અરજી કરો

તા 06/04/2016

થી

30/06/2016 સુધી

11

તળાવ બાંધકામ

FSH-4

૫ હેકટરની મર્યાદામાં હેક્ટર દીઠ ખર્ચના ૨૦% અથવા વધુમાં વધુ ૬૦,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે. અનુસુચિત જાતિ, જન જાતિના લાભાર્થીઓને ૨૫%

૧) પોતાની જમીનમાં નવુ તળાવ બાંધકામ માટે વ્યક્તિગત લાભાર્થીને લાભ મળવા પાત્ર છે. (૨)આ ઘટકની સહાય વધુમાં વધુ પ હેક્ટર સુધી મળવા પાત્ર છે. (૩) અરજદારે સરકારશ્રી તરફથી ફાળવેલ જમીનીનો હુકમ અથવા જમીન પોતાની હોય તો જમીનના ૭/૧૨,૮અ રજુ કરવાના રહેશે.

આજીવન એક વખત

અરજી કરો

તા 06/04/2016

થી

30/06/2016 સુધી

12

તળાવ સુધારણા

FSH-4

૫ હેકટરની મર્યાદામાં હેક્ટર દીઠ ખર્ચના ૨૦% અથવા વધુમાં વધુ ૧૫,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે. અનુસુચિત જાતિ, જન જાતિના લાભાર્થીઓને ૨૫%

(૧) પોતાની જમીનમાં નવુ તળાવ બાંધકામ માટે વ્યક્તિગત લાભાર્થીને લાભ મળવા પાત્ર છે. (૨)આ ઘટકની સહાય વધુમાં વધુ પ હેક્ટર સુધી મળવા પાત્ર છે. (૩) અરજદારે સરકારશ્રી તરફથી ફાળવેલ જમીનીનો હુકમ અથવા જમીન પોતાની હોય તો જમીનના ૭/૧૨,૮અ રજુ કરવાના રહેશે (૪ ) અરજી સાથે માન્ય ઇજનેર દ્રારા પ્રમાણિત કરાવેલ તળાવ સુધારણા ના નકશા અંદાજ રજુ કરવાના રહેશે. મંજુરી મેળવ્યા બાદ કામગીરી શરૂ કરવાની રહેશે. (૫) સહાય મેળવવા તળાવ સુધારણા અંગેનુ માન્ય ઇજનેરનુ પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.

આજીવન એક વખત

અરજી કરો

તા 06/04/2016

થી

30/06/2016 સુધી

13

દરિયામાં માછીમારી કરતી બોટો માટે ફલેક સ્‍લરી આઇસ મશીન

FSH-7

ખર્ચના પ૦% અથવા રુ. પ,૦૦,૦૦૦/- બેમાંથી જે ઓછું હોય તે

(૧) માછીમારી કરતી બોટનું માછીમારી કરવા માટેનુ લાયસન્સ મેળવેલ હોવું જોઇએ. લાભાર્થી ગુજરાત નો વતની હોવો જોઇએ (૨)બોટ નું રજીસ્ટ્રેશન કરા વેલ હોવુ જોઇએ અને બયોમેટ્રીક કાર્ડ હોવુ જોઇએ. (૩) લાભાર્થીને વધુમાં વધુ ૧ (એક) નંગ ઇન્‍સ્‍યુલેટેડ બોક્ષ મળવાપાત્ર રહેશે. (૪) સબંધિત કચેરી એ અરજી કરી મંજુરી મેળવ્યા બાદ જ ખરીદી કરવાની રહેશે. (૫) લાભાર્થીએ ઇન્‍સયુલેટેડ બોક્ષની ખરીદી ખાતાએ એમ્‍પેનલ કરેલ ઓથોરાઇઝડ વિક્રેતા/સ્‍ટાન્‍ડર્ડ ઉત્‍પાદક કંપની પાસેથી કરવાની રહેશે. અને તેની ઉપર સહાય મેળવવા માટે જે તે જિલ્‍લા કચેરીમાં ખરીદીના બીલો રજૂ કરવાના રહેશે.

5

અરજી કરો

તા 06/04/2016

થી

30/06/2016 સુધી

14

દરિયામાં માછીમારી કરતી બોટોને જનરેટર સેટ અને ફલેશ લાઇટ

FSH-7

ખર્ચના પ૦ % અથવા રુ. ર૦,૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે

(૧) માછીમારી કરતી બોટનું માછીમારી કરવા માટેનુ લાયસન્સ મેળવેલ હોવું જોઇએ. લાભાર્થી ગુજરાત નો વતની હોવો જોઇએ (૨)બોટ નું રજીસ્ટ્રેશન કરાવેલ હોવુ જોઇએ અને બયોમેટ્રીક કાર્ડ હોવુ જોઇએ. (૩) (૧) આ યોજનાનો લાભ ૩ર’ થી ઓછી લંબાઇ ધરાવતી બોટોને મળી શકશે. (ર) આ બોટો Territorial Waters ની અંદર જ માછીમારી કરવાની રહેશે. (૩) આ યોજનો લાભ લીધેલ જખૌ વિસ્‍તારમાં ખાસ કરીને ’’ North of Mithaport ’’માં ફીશીંગ કરી શકાશે નહી. (૪) યોજનાનો લાભ લીધેલ બોટો ફકત માછીમારી વખતે જ ’’લાઇટનો ’’નો ઉપયોગ કરવાનો રહેશે.અને દરિયાઇ માછીમારી દરમ્યાન અન્ય બોટો કે શીપને અવરોધ કરી શકાશે નહિ. (૪) પ્રતિ બોટ લાભાર્થીને જનરેટર સેટ અને ફલેશ લાઇટ ૧ (એક) નંગ મળવાપાત્ર રહેશે. (૫) સબંધિત કચેરી એ અરજી કરી મંજુરી મેળવ્યા બાદ જ ખરીદી કરવાની રહેશે. (૬) આ ઘટકની ખરીદી લાભાર્થીએ ખાતાએ એમ્‍પેનલ કરેલ ઉત્‍પાદક કંપનીના ઓથોરાઇઝડ વિક્રેતા/કંપની પાસેથી જ ખરીદ કરવાના રહેશે અને તેની ઉપર સહાય મેળવવા માટે જે તે જિલ્‍લાની કચેરીમાં ખરીદીના અસલ બીલો રજુ કરવાના રહેશે.

5

અરજી કરો

તા 06/04/2016

થી

30/06/2016 સુધી

15

દરીયાઇ માછીમાર કરતાં એફ.આર.પી. બોટ માટે ઇન્સ્યુલેટેડ બોક્ષ

FSH-7

ખર્ચના ૫૦% અથવા રૂ.૭,૫૦૦/- બે માંથી જે ઓછુ હોય તે

(૧) લાભાર્થી ગુજરાત રાજયનો વતની હોવો જોઇએ. (ર) લાભાર્થી પોતાની માલિકીની એફ.આર.પી. બોટ ધરાવતો હોવો જોઇએ. (૩) લાભાર્થીની બોટનું રજીસ્ર્ટ્રેશન થયેલ હોવું જોઇએ. (૪) પ્રતિ લાભાથીને એફઆરપી બોટ દીઠ પ૦૦ લીટર સુધીની ક્ષમતાવળા ઇસ્યુલેટેડ બોક્ષ વધુમાં વધુ ૧ (એક) ની ખરીદી ઉપર સહાય આપી શકાશે. (૫) સબંધિત કચેરી એ અરજી કરી મંજુરી મેળવ્યા બાદ લાભાર્થીએ ઈન્સ્યુલેટેડ બોક્ષ ખાતાએ એમપેનલ કરેલ પાર્ટી પાસેથી ખરીદવાનું રહેશે. (૬) ટ્રોલ નેટથી ફીશીંગ કરતી બોટોના માલિકોને આ સહાય મળવાપાત્ર નથી.

5

અરજી કરો

તા 06/04/2016

થી

30/06/2016 સુધી

16

દરીયાઇ માછીમારોને બોટ માટે જી.પી.એસ. સહાય

FSH-7

ખર્ચના ૫૦% અથવા રૂ.૨૦,૦૦૦/-મહત્તમ સહાય બે માંથી જે ઓછુ હોય તે

(૧) દરિયામાં માછીમારી કરતા ટ્રોલર, ગીલનેટર, ડોલનેટર બોટ માલિક ગુજરાત રાજયનો વતની હોવો જોઇએ. (ર) લાભાર્થીએ મત્સ્યોઘોગ અધિનિયમ-ર૦૦૩ હેઠળ બોટ રજીસ્ટ્રેશન નોંધણી થયેલ હોવી જોઇએ. અને એકટના નિયમોનું પાલન કરવાનું રહેશે. માછીમારી લાયસન્સ ધરાવતો હોવા જોઇએ. (૩) પ્રતિ લાભાર્થીને માછીમારી કરતા ટ્રોલર, ગીલનેટર અને ડોલનેટર બોટ માલિકોને જીપીએસની ખરીદી ઉપર વધુમાં વધુ ૧ ( એક) જીપીએસની ખરીદી ઉપર સહાય આપી શકાશે. (૪) સબંધિત કચેરી એ અરજી કરી મંજુરી મેળવ્યા બાદ લાભાર્થીએ ખાતાએ એમપેનલ કરેલ પાર્ટી પાસેથી ખરીદવાનું રહેશે

3

અરજી કરો

તા 06/04/2016

થી

30/06/2016 સુધી

17

નાની સોલાર ડ્રાયર

FSH-9

ખર્ચના ૫૦% અથવા રુ.૭૫,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે

(૧) લાભાર્થીએ ઓળખ માટે બાયોમેટ્રીક કાર્ડ ધરાવતો હોવો જોઇએ. માછીમારી કરતી બોટનું માછીમારી કરવા માટેનુ લાયસન્સ મેળવેલ હોવું જોઇએ. લાભાર્થી ગુજરાત નો વતની હોવો જોઇએ. તેમજ પરંપરાગત માછીમારી ના ધંધા સાથે સંકળયેલા હોવા જોઇએ. (૨) લાભાર્થી માછીમાર /સ્વસહાય જુથ/સહકારી મંડળીઓને આ સહાય મળવાપાત્ર થશે. (૩) ગુજરાત મત્સ્યોધોગ કાયદો ૨૦૦૩ હેઠળ લાયસન્સ મેળવેલ હોવું જોઈએ. (૪) સબંધિત કચેરી એ અરજી કરી મંજુરી મેળવ્યા બાદ જ ખરીદી કરવાની રહેશે (૫) લાભાર્થીએ સોલાર ડ્રાયર ખાતા દ્રારા નિયત કરેલ સ્પેશીફીકેશન અને માન્યતા આપેલ હોય તેવા કોઇ પણ ઉત્પાદકો /ઓથોરાઇઝ્ડ ડીલરો પાસેથી માછીમાર સીધી ખરીદી કરી સકશે.

આજીવન એક વખત

અરજી કરો

તા 06/04/2016

થી

30/06/2016 સુધી

18

પગડીયા સહાય (આંતરદેશીય)

101/2 FSH-2

ખર્ચના ૯૦% અથવા મહત્તમ રુ .૭,૨૦૦ બે માંથી જે ઓછુ હોય તે [(૧) જાળ રુ. ૨,૭૦૦/- (૨) સાયકલ રુ. ૨,૭૦૦/- (૩) ઇન્સ્યુલેટેડ બોક્ષ રુ. ૧૩૫૦/- (૪) વજનકાટાં રુ. ૪૫૦/- ]

(૧) રાજ્યના મીઠાપાણીમાં મત્સ્યોદ્યોગ ક્ષેત્રે આવેલ નદીકિનારે માછીમારી કરતાં પગડીયા માછીમારોને આ યોજનાઓનો લાભ આપવામાં આવશે. (૨) આ સહાય પુખ્ત વયના પગડીયા માછીમારોને મળવાપાત્ર થશે. (૩) પગડીયા તરીકે નદી કિનારે માછીમારી કરવા માટે સંબંધિત જિલ્લા કચેરી પાસેથી પગડીયા માછીમાર તરીકેનુ લાઇસન્સ ધરાવનારનો આ યોજનાનો લાભ આપવામાં આવશે. (૪) અરજદારે સાયકલ , ઈંસ્યુલેટેડ બોક્ષ , જાળ અને વજનકાંટાનું યુનિટ ગુજરાત મત્સ્યોદ્યોગ કેંદ્રીય સહકારી સંસ્થા (GFCCA) પાસેથી ખરીદ કરવાના રહેશે

3

અરજી કરો

તા 06/04/2016

થી

30/06/2016 સુધી

19

પગડીયા સહાય (દરીયાઇ)

FSH-7

ખર્ચના ૯૦% અથવા મહત્તમ રુ .૭,૨૦૦ બે માંથી જે ઓછુ હોય તે [(૧) જાળ રુ. ૨,૭૦૦/- (૨) સાયકલ રુ. ૨,૭૦૦/- (૩) ઇન્સ્યુલેટેડ બોક્ષ રુ. ૧૩૫૦/- (૪) વજનકાટાં રુ. ૪૫૦/- ]

(૧) સહાય પુખ્તવયના પગડીયા માછીમારને મળવા પાત્ર થશે. (૨) માછીમારે જાળ અને ઇન્સ્યુલેટેડ બોક્સ ગુજરાત મત્સ્યોધોગા કેન્દ્રીય સહકારી સંસ્થા (જી.એફ.સી.સી.એ) પાસેથી અથવા ઓર્થોરાઇઝડ ડીલર પાસેથી ખરીદવાના રહેશે. (૩) લાભાર્થી ૪ સાધનો પૈકી એક અથવા ચારેય સાધનોની ખરીદી કરી શકશે. (૪) અરજદાર પગડીયા માછીમારીનું લાયસન્સ ધરાવતો હોવો જોઇએ

3

અરજી કરો

તા 06/04/2016

થી

30/06/2016 સુધી

20

પેટ્રોર્લીંગ બોટ

800/1 FSH-2

અનુસુચિત જાતિ ના કિસ્સામાં ખર્ચના ૭૫ % અથવા રુ.૩.૭૫ લાખ જે ઓછુ હોય તે (મત્સ્ય પરિવહન વાહન માટે ) મત્સ્ય પરિવહન માટે (૧) ફોર વ્હીલ વાહનની ખરીદ કિંમત ના ૭૫ % સહાય રુ.૪.૫૦ લાખ બે માંથી જે ઓછુ હોય તે (૨) થ્રી વ્હીલ વાહનની ખરીદ કિંમત ના ૭૫ % સહાય રુ.૧.૫૦ લાખ બે માંથી જે ઓછુ હોય તે

(૧) મત્સ્ય ઉછેર હેઠળના ૨૦૦ હેક્ટરથી વધુ એફ.આર.એલ. ધરાવતા જળાશયના ઈજારદારને લાભ મળવા પાત્ર છે. (૨) લાભાર્થી / મંડળીએ બોટ ખરીદવા માટે સંબંધિત જિલ્લા કચેરીએ અરજી કરી સૈધ્ધાતિંક મંજૂરી મેળવ્યા બાદ જ બોટ ખરીદવાની રહેશે. (૩) બોટની ખરીદી ખાતા ધ્વારા માન્ય બોટ બિલ્ડિંગ યાર્ડ પાસેથી કરવાની રહેશે.

 

101/2 FSH-2

ખર્ચના ૫૦% અથવા રુ.૨.૫૦ લાખ બે માંથી જે ઓછુ હોય તે

(૧) મત્સ્ય ઉછેર હેઠળના ૨૦૦ હેક્ટરથી વધુ એફ.આર.એલ. ધરાવતા જળાશયના ઈજારદારને લાભ મળવા પાત્ર છે. (૨) લાભાર્થી / મંડળીએ બોટ ખરીદવા માટે સંબંધિત જિલ્લા કચેરીએ અરજી કરી સૈધ્ધાતિંક મંજૂરી મેળવ્યા બાદ જ બોટ ખરીદવાની રહેશે. (૩) બોટની ખરીદી ખાતા ધ્વારા માન્ય બોટ બિલ્ડિંગ યાર્ડ પાસેથી કરવાની રહેશે.

આજીવન એક વખત

અરજી કરો

તા 06/04/2016

થી

30/06/2016 સુધી

21

પ્રોસેસીંગ પ્‍લાન્‍ટ અપગ્રેડેશન

FSH-9

ખર્ચના ૫૦% અથવા રુ.૫૦ લાખ બે માંથી જે ઓછુ હોય તે

(૧) જનરેટર સેટ, ફ્લેક આઇસ બનાવવા માટેનું મશીન શીતરૂમ,ઇફલ્યુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ,આઇ.ક્યુ.એફ. વોટરપ્યુરીફિકેશન સીસ્ટમ, ટનલફીઝર,પ્લેટફીઝર જેવી ખરીદી માટે સહાય આપવામાં આવે છે. (૨)ખનગી એકમને સહાય મેળવ્યા બાદ EU નોર્મસ મુજબની સ્થિતિ જાળવી રાખવની બાહેધરી આપવાની રહેશે. સામાન્ય શરતો (૧) માલીકી એકમ/ ભાગીદાર પેઢી/કંપની સ્વરૂપે સ્થપાયેલ એકમ ના માલીક/માલીકો સદર યોજના હેઠળ ના કોઇ એક માલીકી એકમ/ ભાગીદાર પેઢી/કંપની માટે સહાય મળવા પાત્ર થશે. (૨) લાભાર્થી એકમ ના માલીકી એકમ/ ભાગીદારોએ મત્સ્યોધોગ ખાતા સાથે ૧૦ વર્ષના સમયગાળા માટેનુ અગ્રીમેન્ટ કરવાનું રહેશે. (૩) ખાનગી એકમ નિયમોનુસારની મંજુરીઓ મેળવેલ હોવી જોઇએ. (૪) સહાય મેળવવા દરખાસ્ત કરનાર ખાનગી એકમે હાઇજેનીક કન્ડીશન જળવાય તે મુજબની પ્લાન્ટની તમામ સુવિધાઓનું અપગ્રેડેશન/રીનોવેશન કરવાનું રહશે. (૫) સહાય મેળવવા અરજી કરનાર ખાનગી એકમ પાસેથી મત્સ્યોધોગ ખાતાનું કોઇ લેણું હોવું જોઇએ નહી. (૬) ) સહાય મેળવવા માટે અરજી જિલ્લા કચેરીને કરવાની રહેશે. (૭) યોજના હેઠળ કરવાની થતી કામગીરી માટે ના તમામ સાધાનોની નવી હોવી જોઇએ. (૮) અરજદાર એકમ દ્રારા ખરીદ કરાયેલ તમામ મશીનરીનું ઇન્સ્ટોલેશન અને કમીશનીંગનું કામ ચાલુ વર્ષ અથવા છેલ્લા બે નાણાકીય વર્ષમાં પુરું થયેલ હોવુ જોઇએ. (૯) ગુજરાત મત્સ્યોધોગ કાયદો/અધિનિયમ-૨૦૦૩ હેઠળ એકમનું રજીસ્ટ્રીશન થયેલ હોવું જોઈએ. (૧૦) સહાય મેળવવા માટેની અરજી સાથે કરવાના થતા કામો/કરેલ કામો માટે આઇટ્મવાર થનાર/થયેલ ખર્ચની વિગતો એબસ્ટ્રેકટના રૂપમાં રજુ કરવાની રહેશે.

5

અરજી કરો

તા 06/04/2016

થી

30/06/2016 સુધી

22

પ્લાસ્ટીક ક્રેટ

101/2 FSH-2

ખર્ચના ૫૦% અથવા રુ.3૦૦/- બે માંથી જે ઓછુ હોય તે

(૧) જળાશયના ઈજારદાર હોવો જોઈએ. (૨) પ્લાસ્ટીક ક્રેટ સ્ટાન્ડર્ડ કંપનીના ખરીદી કરવાના રહેશે. (૩) જળાશયના ઈજારદારને એકી સાથે અથવા ટુકડે ટુકડે મહત્તમ ૭૫ નંગ પ્લાસ્ટીક ક્રેટની મર્યાદામાં સહાય મળવાપાત્ર છે.

5

અરજી કરો

તા 06/04/2016

થી

30/06/2016 સુધી

23

પોલીથીન લાઇનર

FSH-5

પોલીથીન લાઇનરની ખરીદી - ખર્ચના ૨૫% અથવા રુ.૧,૨૫,૦૦૦/-(પ્રતિ-હેકટર) બે માંથી જે ઓછુ હોય તે

(૧) અરજદારને સરકારશ્રી દ્રારા જમીના ફાળવણી કરવામાં આવેલ હોય તો અરજી સાથે જમીન ફાળવણીના હુકમની નકલ રજુ કરવા ની રહેશે.અથવા અરજદાર પોતાની જમીન પર સહાય મેળવવા માટે જમીન અંગેના જરૂરી દસ્તાવેજ રજુ કરવાના રહેશે. (૨) અરજદાર એકવા ક્લ્ચર ફાર્મ રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જોઇએ.તથા એલ.વેનેમાઇ પ્રજાતી ના ઉછેર માટે એકવા કલ્ચર ઓર્થોરીટીની પરવાનગી મેળવેલી હોવી જોઇએ. (૩) સદરહુ સહાય ૫ હેક્ટર સુધીના વિસ્તાર ધરાવતા ઝીંગા ફાર્મના ઉછેરક ને મળવાપાત્ર છે. (૪) સબંધિત જિલ્લા કચેરી દ્રારા અરજી મંજુર કરાવ્યા પછી મટીરીયલની ખરીદી કરવાની રહેશે. (૫) પોલીથીન લાઇનર ૦.૫ માઇક્રોનની જાડાઇ ધરાવતું હોવુ જોઇએ. (૬) રાજ્ય સરકારે ઉત્પાદકો / વેન્ડર કરેલ હોય તેવા લાભાર્થી એ તેઓ પસંદગી અનુસાર ઘટકના મોડલની એમ્પેનલ મેન્યુફેક્ચરર વેન્ડરની ખરીદી કરવાની રહેશે.

આજીવન એક વખત

અરજી કરો

તા 06/04/2016

થી

30/06/2016 સુધી

24

ફાર્મ બાંધકામ

FSH-5

૫ હેકટરની મર્યાદામાં હેકટર દીઠ ખર્ચના ૨૫% અથવા વધુ માં વધુ રુ.૬૦,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે

(૧) પાંચ હેક્ટર સુધીનો વિસ્તાર ધરાવતા ઝીંગા ફાર્મના ઉછેરકને લાભ મળવા પાત્ર છે. (૨) અરજદારને સરકારશ્રી દ્રારા જમીના ફાળવણી કરવામાં આવેલ હોય તો અરજી સાથે જમીન ફાળવણીના હુકમની નકલ રજુ કરવા ની રહેશે.અથવા અરજદાર પોતાની જમીન પર સહાય મેળવવા માટે જમીન અંગેના જરૂરી દસ્તાવેજ રજુ કરવાના રહેશે. (૩) કોસ્ટલ એકવા કલ્ચર ઓથોરીટી નું પ્રમાણપત્ર હોવુ જોઈએ. (૪) અરજી સાથે માન્ય ઇજનેર દ્રારા પ્રમાણિત કરાવેલા ફાર્મ બાંધકામના નકશા અંદાજ રજુ કરવાના રહેશે.અને ખાતાની મંજુરી મેળવી કામગીરી શરૂ કરવાની રહેશે. (૫) સહાય મેળવવા માટે ફાર્મ બાંધકામના ખર્ચ માટે માન્ય ઇજનેરનુ કામ પૂર્ણ થયા અંગેનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.

આજીવન એક વખત

અરજી કરો

તા 06/04/2016

થી

30/06/2016 સુધી

25

ફાર્મ સુધારણા

FSH-5

૫ હેકટરની મર્યાદામાં હેકટર દીઠ ખર્ચના ૨૫% અથવા વધુ માં વધુ રુ.૨૦,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે

(૧) પાંચ હેક્ટર સુધીનો વિસ્તાર ધરાવતા ઝીંગા ફાર્મના ઉછેરકને લાભ મળવા પાત્ર છે. (૨) જમીન ફાળવણી હુકમની નકલ રજુ કરવાના રહેશે. (૩) કોસ્ટલ એકવા કલ્ચર ઓથોરીટી નું પ્રમાણપત્ર હોવુ જોઈએ. (૪) અરજી સાથે માન્ય ઇજનેર દ્રારા પ્રમાણિત કરાવેલ ફાર્મ સુધારણા ના નકશા અંદાજ રજુ કરવાના રહેશે. મંજુરી મેળવ્યા બાદ કામગીરી શરૂ કરવાની રહેશે. (૫) સહાય મેળવવા માટે ફાર્મ સુધારણા અંગેનુ માન્ય ઇજનેરનુ પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.

5

અરજી કરો

તા 06/04/2016

થી

30/06/2016 સુધી

26

ફીશ સીડ હેચરી

101/2 FSH-2

ખર્ચના ૫૦% અથવા રુ.૬.૦૦ લાખ બે માંથી જે ઓછુ હોય તે

(૧) લાભર્થીને મત્સ્ય બીજ ઉત્પાદન જાણકારી હોવી જોઇએ જાણકારી ન હોયતો ખાતાકીય મત્સ્ય બીજ ઉત્પાદન કેન્દ્રમાં તાલીમ લેવાની રહેશે. (૨) ગુજરાત મત્સ્યોધોગ કાયદો ૨૦૦૩ હેઠળ મત્સ્યબીજ ઉત્પાદનની હેચરીનું લાયસન્સ મેળવેલ હોવું જોઈએ. (૩) અરજદાર જે સ્થળે મેજરકાર્પ માછલીઓનો ઉછેર કરવા માટેની સુવિધા ઉભી કરવા માંગતા હોય તે જમીન તેની માલિકી ની હોવી જોઇએ.જો ભાડા પટ્ટે જમીન મેળવેલ હોય તો તે ઓછામાં ઓછી ૧૦ વર્ષ ના ભાડા પટ્ટે મેળવેલી હોવી જોઈએ. (૪) હેચરી બનાવવાના અને સંલગ્ન સુવિધાઓ બનાવવાની કામગીરીના અંદાજ અને કામગીરી પૂર્ણ થયા પછી ખર્ચનું પ્રમાણપત્ર રજીર્સ્ટડ એંજીનીયર નું રજુ કરવાનું રહેશે. (૫) કામગીરી શરૂ કરતાં પહેલા અરજી કરી મંજૂરી મેળવ્યા બાદ કામગીરી શરૂ કરવાની રહેશે.

આજીવન એક વખત

અરજી કરો

તા 06/04/2016

થી

30/06/2016 સુધી

27

ફોર સ્‍ટ્રોક ઓબીએમસહાય (ચાર સ્ટ્રોક બહાર મશીન)

FSH-8

ખર્ચના ૫૦% અથવા રુ .૬૦,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે

૧) માછીમારી કરતી બોટનું માછીમારી કરવા માટેનુ લાયસન્સ મેળવેલ હોવું જોઇએ. લાભાર્થી ગુજરાત નો વતની હોવો જોઇએ (૨)બોટ નું રજીસ્ટ્રેશન કરાવેલ હોવુ જોઇએ અને બયોમેટ્રીક કાર્ડ હોવુ જોઇએ. (૨) ફોર સ્ટ્રોક ઓ.બી.એમ. ૮ થી ૧૫ હો.પા. યંત્રની ખરીદી જી.એફ.સી.સી.એ લી. અથવા ખુલ્લા બજારમાંથી ખરીદી કરવાની રહેશે. (૩) ગુજરાતના દરીયાકાંઠા ઉપરના બંદરો ઉપર ફીશીંગ કરવાનું રહેશે. (૪) ઉત્પાદક કંપની/અધિકૃત વિક્રેતા પાસેથી ૮ થી ૧૫ હો.પા. ના ઓ.બી.એમ. જ ખરીદવાનુ રહેશે. (૫) કોઇપણ સ્ટાન્ડર્ડ કંપના જેવા કે યમાહા,મરીનર અને મરક્યુરી વિગેરે બ્રાન્ડના ૮ થી ૧૫ હો.પા.સુધીના બહારના યંત્ર ની ખરીદી ઉપર સહાય મળવાપાત્ર થશે. (૫) સબંધિત કચેરી એ અરજી કરી મંજુરી મેળવ્યા બાદ જ ખરીદી કરવાની રહેશે. અરજીમાં એટેસ્ટેડ ફોટની નકલ રજુ કરવાની રહેશે.

આજીવન એક વખત

અરજી કરો

તા 06/04/2016

થી

30/06/2016 સુધી

28

બર્ડ ફેન્સીગ અને ડોગ ફેન્સીગ

FSH-5

બર્ડ ફેન્સીંગ ખર્ચના ૫૦% અથવા રુ.૫,૦૦૦/-(પ્રતિ-હેકટર)બે માંથી જે ઓછુ હોયતે ડોગ ફેન્સીંગ ખર્ચના ૫૦% અથવા રુ.૧૨,૫૦૦/-(પ્રતિ-હેકટર) બે માંથી જે ઓછુ હોય તે

(૧) અરજદારને સરકારશ્રી દ્રારા જમીના ફાળવણી કરવામાં આવેલ હોય તો અરજી સાથે જમીન ફાળવણીના હુકમની નકલ રજુ કરવા ની રહેશે.અથવા અરજદાર પોતાની જમીન પર સહાય મેળવવા માટે જમીન અંગેના જરૂરી દસ્તાવેજ રજુ કરવાના રહેશે. (૨) અરજદાર એકવા ક્લ્ચર ફાર્મ રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જોઇએ.તથા એલ.વેનેમાઇ પ્રજાતી ના ઉછેર માટે એકવા કલ્ચર ઓર્થોરીટીની પરવાનગી મેળવેલી હોવી જોઇએ. (૩) સદરહુ સહાય ૫ હેક્ટર સુધીના વિસ્તાર ધરાવતા ઝીંગા ફાર્મના ઉછેરક ને મળવાપાત્ર છે. (૪) સબંધિત જિલ્લા કચેરી દ્રારા અરજી મંજુર કરાવ્યા પછી મટીરીયલની ખરીદી કરવાની રહેશે. (૫) લાભાર્થીએ વસ્તુ ની ખરીદી જી.એફ.સી.સી.એ. અથવા જે તે વસ્તુ ના ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી કરવાની રહેશે.

આજીવન એક વખત

અરજી કરો

તા 06/04/2016

થી

30/06/2016 સુધી

29

બોટ-જાળ

796/2 FSH-2

ખર્ચના ૫૦% અથવા (૧) ટીન બોટ-જાળ રુ.૭,૫૦૦/- (બોટ રુ.૫,૦૦૦/-અને જાળના રુ.૨૫૦૦/-) બે માંથી જે ઓછુ હોય તે (૨) એફ.આર.પી. બોટ-જાળ રુ.૧૫,૦૦૦/-(બોટ રુ.૧૨,૫૦૦/- અને જાળના રુ.૨,૫૦૦/-) બે માંથી જે ઓછુ હોય તે

(૧) લાભાર્થી ગામ તળાવ /સિંચાઈ તળાવ /જળાશયનો ઈજારદાર હોવો જોઈએ. (૨) બોટ અને જાળની ખરીદી જી.એફ.સી.સી.એ પાસેથી કરવાની રહેશે. (૩) લાભાર્થી પોતાની રીતે સ્થાનિક ધોરણે બોટ તૈયાર કરવા માંગતો હોય તો તે અંગેની અરજી સ્થાનિક કચેરીમાં અરજી કરી મંજૂરી મેળવ્યા પછી બોટ બનાવવાની રહેશે. લાભાર્થીએ માલસામાન ખરીદીના પાકા બીલો રજુ કરવાના રહેશે.

 

101/2 FSH-2

ખર્ચના ૫૦% અથવા (૧) ટીન બોટ-જાળ રુ.૭,૫૦૦/- (બોટ રુ.૫,૦૦૦/-અને જાળના રુ.૨૫૦૦/-) બે માંથી જે ઓછુ હોય તે (૨) એફ.આર.પી. બોટ-જાળ રુ.૧૫,૦૦૦/-(બોટ રુ.૧૨,૫૦૦/- અને જાળના રુ.૨,૫૦૦/-) બે માંથી જે ઓછુ હોય તે

(૧) લાભાર્થી ગામ તળાવ /સિંચાઈ તળાવ /જળાશયનો ઈજારદાર હોવો જોઈએ. (૨) બોટ અને જાળની ખરીદી જી.એફ.સી.સી.એ પાસેથી કરવાની રહેશે. (૩) લાભાર્થી પોતાની રીતે સ્થાનિક ધોરણે બોટ તૈયાર કરવા માંગતો હોય તો તે અંગેની અરજી સ્થાનિક કચેરીમાં અરજી કરી મંજૂરી મેળવ્યા પછી બોટ બનાવવાની રહેશે. લાભાર્થીએ માલસામાન ખરીદીના પાકા બીલો રજુ કરવાના રહેશે.

 

800/1 FSH-2

ખર્ચના ૫૦% અથવા (૧) ટીન બોટ-જાળ રુ.૭,૫૦૦/- (બોટ રુ.૫,૦૦૦/-અને જાળના રુ.૨૫૦૦/-) બે માંથી જે ઓછુ હોય તે (૨) એફ.આર.પી. બોટ-જાળ રુ.૧૫,૦૦૦/-(બોટ રુ.૧૨,૫૦૦/- અને જાળના રુ.૨,૫૦૦/-) બે માંથી જે ઓછુ હોય તે

(૧) લાભાર્થી ગામ તળાવ /સિંચાઈ તળાવ /જળાશયનો ઈજારદાર હોવો જોઈએ. (૨) બોટ અને જાળની ખરીદી જી.એફ.સી.સી.એ પાસેથી કરવાની રહેશે. (૩) લાભાર્થી પોતાની રીતે સ્થાનિક ધોરણે બોટ તૈયાર કરવા માંગતો હોય તો તે અંગેની અરજી સ્થાનિક કચેરીમાં અરજી કરી મંજૂરી મેળવ્યા પછી બોટ બનાવવાની રહેશે. લાભાર્થીએ માલસામાન ખરીદીના પાકા બીલો રજુ કરવાના રહેશે.

6

અરજી કરો

તા 06/04/2016

થી

30/06/2016 સુધી

30

મત્યોઘોગ ક્ષત્રે માછીમાર મહિલાને હાથ લારીની ખરીદી ઉપર નાણાકીય સહાય

FSH-7

લારીની યુનિટ કોસ્ટ રુ.૯૩૦૦/-ની મહત્તમ મર્યાદા સામે ૭પ ટકા અથવા ખરીદ કિંમતના ૭પ ટકા એ બેમાંથી જે ઓછું હોય તે વ્યકિતગત મહિલા લાભાર્થીને સહાય ચુકવવાની રહેશે.

આ યોજનાનો લાભ મુળ ગુજરાત રાજયની વતની અને પરંપરાગત માછીમારી કરતી મહિલા લાભાર્થીને (૧) એક નંગ લારીની ખરીદી ઉપર સહાય મળવાપાત્ર થાય છે. માછલી વેચાણ માટેનું લાયસન્સ મેળવેલ હોય અને ખાતાએ માન્ય કરેલ એમ્પેનલ એજન્સીક પાસેથી ખરીદ કરેલ હોય અને લાભાર્થીએ સ્વલ ખર્ચ ખરીદ કરેલ હોય તો સહાયની રકમ લાભાર્થીના બેંક એકાઉન્ટદમાં RTGS પધ્ધએતિથી બારોબાર જમા કરાવવાની રહેશે.

આજીવન એક વખત

અરજી કરો

તા 06/04/2016

થી

30/06/2016 સુધી

31

મત્સ્ય ઉછેર (ઇનપુટ)

FSH-4

૫ હેકટરની મર્યાદામાં હેક્ટર દીઠ ખર્ચના ૨૦% અથવા વધુમાં વધુ ૧૦,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે. અનુસુચિત જાતિ, જન જાતિના લાભાર્થીઓને ૨૫%

(૧) પોતાની જમીનમાં નવુ તળાવ બાંધકામ માટે વ્યક્તિગત લાભાર્થીને લાભ મળવા પાત્ર છે. (૨)આ ઘટકની સહાય વધુમાં વધુ પ હેક્ટર સુધી મળવા પાત્ર છે. (૩) અરજદારે સરકારશ્રી તરફથી ફાળવેલ જમીનીનો હુકમ અથવા જમીન પોતાની હોય તો જમીનના ૭/૧૨,૮અ રજુ કરવાના રહેશે

આજીવન એક વખત

અરજી કરો

તા 06/04/2016

થી

30/06/2016 સુધી

32

મત્સ્ય બીજ/ઝીંગા બીજ સંગ્રહ

101/2 FSH-2

સામાન્ય જાતિના લાભાર્થી માટે મત્સ્ય બીજની કિંમતના અને પરિવહન ખર્ચના ૫૦%

(૧) જળાશય/ ગામ તળાવ /ખાનગી તળાવના ઈજારદાર લાભાર્થીને જ મત્સ્ય બીજ સંગ્રહની થતી કિંમત અને પરિવહનનો થતો ખર્ચ પર સહાય નો લાભ મળવા પાત્ર છે. (૨) જળાશયોમાં ખાતા ધ્વારા સંગ્રહ કરાયેલ મત્સ્ય ઉપર સહાય મળવા પાત્ર છે. પરંતુ ઈજારદાર ખાનગી ધોરણે મત્સ્ય સંગ્રહ કરવા માંગતા હોય તો ખાતાની પૂર્વ મંજૂરી મેળવી ખાતાના અધિકૃત કર્મચારીની હાજરીમાં સંગ્રહ કરવાનો રહેશે. (૩) એફ.એફ.ડી.એ. યોજના હેઠળના ગામ તળાવો અને ખાનગી તળાવોના ઈજારદાર લાભાર્થીને સંગ્રહ કરાયેલ મત્સ્ય બીજ સંગ્રહની થતી કિંમત સાથે પરિવહન ખર્ચમાં થતી કિંમત ઉપર એફ.એફ.ડી.એ. યોજના તળે પ્રથમ વર્ષ માટે એફ.એફ.ડી.એ. પેટર્ન મુજબ સહાય મળવાપાત્ર થશે. જ્યારે બાકીના વર્ષ માટે ૫૦% ના ધોરણે આ યોજના હેઠળ સહાય મળવાપાત્ર થશે.

 

800/1 FSH-2

અનુસુચિત જાતિ માટે મત્સ્ય બીજ/ઝીંગા બીજની કિંમતના અને પરિવહન ખર્ચના ૧૦૦% સહાય

(૧) જળાશય/ ગામ તળાવ /ખાનગી તળાવના ઈજારદાર લાભાર્થીને જ મત્સ્ય બીજ / ઝીંગા બીજ સંગ્રહની થતી કિંમત અને પરિવહનનો થતો ખર્ચ પર સહાય નો લાભ મળવા પાત્ર છે. (૨) જળાશયોમાં ખાતા ધ્વારા સંગ્રહ કરાયેલ મત્સ્ય /ઝીંગા બીજ ઉપર સહાય મળવા પાત્ર છે. પરંતુ ઈજારદાર ખાનગી ધોરણે મત્સ્ય /ઝીંગા બીજ સંગ્રહ કરવા માંગતા હોય તો ખાતાની પૂર્વ મંજૂરી મેળવી ખાતાના અધિકૃત કર્મચારીની હાજરીમાં સંગ્રહ કરવાનો રહેશે. (૩) એફ.એફ.ડી.એ. યોજના હેઠળના ગામ તળાવો અને ખાનગી તળાવોના ઈજારદાર લાભાર્થીને સંગ્રહ કરાયેલ મત્સ્ય બીજ સંગ્રહની થતી કિંમત સાથે પરિવહન ખર્ચમાં થતી કિંમત ઉપર એફ.એફ.ડી.એ. યોજના તળે પ્રથમ વર્ષ માટે એફ.એફ.ડી.એ. પેટર્ન મુજબ સહાય મળવાપાત્ર થશે.

 

796/2 FSH-2

અનુસુચિત જનજાતિ માટે મત્સ્ય બીજ/ઝીંગા બીજની કિંમતના અને પરિવહન ખર્ચના ૧૦૦% સહાય

(૧) જળાશય/ ગામ તળાવ /ખાનગી તળાવના ઈજારદાર લાભાર્થીને જ મત્સ્ય બીજ / ઝીંગા બીજ સંગ્રહની થતી કિંમત અને પરિવહનનો થતો ખર્ચ પર સહાય નો લાભ મળવા પાત્ર છે. (૨) જળાશયોમાં ખાતા ધ્વારા સંગ્રહ કરાયેલ મત્સ્ય /ઝીંગા બીજ ઉપર સહાય મળવા પાત્ર છે. પરંતુ ઈજારદાર ખાનગી ધોરણે મત્સ્ય /ઝીંગા બીજ સંગ્રહ કરવા માંગતા હોય તો ખાતાની પૂર્વ મંજૂરી મેળવી ખાતાના અધિકૃત કર્મચારીની હાજરીમાં સંગ્રહ કરવાનો રહેશે. (૩) એફ.એફ.ડી.એ. યોજના હેઠળના ગામ તળાવો અને ખાનગી તળાવોના ઈજારદાર લાભાર્થીને સંગ્રહ કરાયેલ મત્સ્ય બીજ સંગ્રહની થતી કિંમત સાથે પરિવહન ખર્ચમાં થતી કિંમત ઉપર એફ.એફ.ડી.એ. યોજના તળે પ્રથમ વર્ષ માટે એફ.એફ.ડી.એ. પેટર્ન મુજબ સહાય મળવાપાત્ર થશે.

1

અરજી કરો

તા 06/04/2016

થી

30/06/2016 સુધી

33

મહિલાઓને માછલી વેચાણ સાધન સહાય

101/2 FSH-2

ખર્ચના ૫૦% અથવા રુ. ૫,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે [(૧)ઇન્સ્યુલેટડ બોક્ષ રુ.૧,૦૦૦/- (૨)સાદુ બોક્ષ રુ.૫૦૦/- (૩)રેંકડી રુ.૨,૫૦૦/- (૪)વજનકાંટો યુનિટ રુ.૧,૦૦૦/-]

(૧) ગુજરાત મત્સ્યોધોગ કાયદો-૨૦૦૩ હેઠળ માછલી વેચાણ માટે લાયસન્સ મેળવેલ હોવું જોઈએ. (૨) લાભાર્થી ધ્વારા ખરીદ કરવામાં આવેલ સાધનોની ભૌતિક ચકાસણી કચેરી તરફથી કર્યા બાદ સહાયની રકમ ચૂકવવામાં આવશે. (૩) સાધનોની ખરીદી ખુલ્લા બજારમાં કરવાની રહેશે.

 

800/1 FSH-2

ખર્ચના ૫૦% અથવા રુ. ૫,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે [(૧)ઇન્સ્યુલેટડ બોક્ષ રુ.૧,૦૦૦/- (૨)સાદુ બોક્ષ રુ.૫૦૦/- (૩)રેંકડી રુ.૨,૫૦૦/- (૪)વજનકાંટો યુનિટ રુ.૧,૦૦૦/-] (અનુસુચિત જાતિના પુરુષ લાભાર્થી મળવાપાત્ર)

૧) ગુજરાત મત્સ્યોધોગ કાયદો-૨૦૦૩ હેઠળ માછલી વેચાણ માટે લાયસન્સ મેળવેલ હોવું જોઈએ. (૨) લાભાર્થી ધ્વારા ખરીદ કરવામાં આવેલ સાધનોની ભૌતિક ચકાસણી કચેરી તરફથી કર્યા બાદ સહાયની રકમ ચૂકવવામાં આવશે. (૩) સાધનોની ખરીદી ખુલ્લા બજારમાં કરવાની રહેશે.

આજીવન એક વખત

અરજી કરો

તા 06/04/2016

થી

30/06/2016 સુધી

34

માછીમાર આવાસ

796/2 FSH-2

અનુસુચિત જનજાતિ માટે આવાસ દીઠ રુ.૫૦,૦૦૦/- ઓછાઓછામાં ૩૫ ચોરસ મીટરના બાંધકામ માટે

(૧) અરજદાર ઘર વિહોણો /કાચું મકાન ધરાવતો સક્રીય માછીમાર‌હોવો જોઇએ. (૨) મકાન બનાવવા માટે અરજદાર પાસે તેના નામે/ વારસાગત/સંયુક્ત નામે જમીન ઉપલબ્ધ હોવી જોઇએ. (૩) મકાન બાંધકામના પ્લીંથ એરીયા નું ક્ષેત્રફળ ઓછા માં ઓછું ૩૫ ચો.મી.હોવું જોઇએ. (૪) મકાનના નકશા અંદાજ તૈયાર કર્યા હોય તે મુજબ બાંધકામ કરવાનુ રહેશે. (૫) મકાનનું બાંધકામ વ્યક્તિ / લાભાર્થી મંડળીએ કરવાનું રહેશે. (૬) મંજૂરી મળેથી એક વર્ષમાં મકાનનું બાંધકામ પૂર્ણ કરવાનું રહેશે. સહાયની રકમ બાંધકામના તબક્કાવાર ચૂકવવામાં આવશે.

 

800/1 FSH-2

અનુસુચિત જાતિ માટે આવાસ દીઠ રુ.૫૦,૦૦૦/- ઓછાઓછામાં ૩૫ ચોરસ મીટરના બાંધકામ માટે

(૧) અરજદાર ઘર વિહોણો /કાચું મકાન ધરાવતો સક્રીય માછીમાર‌હોવો જોઇએ. (૨) મકાન બનાવવા માટે અરજદાર પાસે તેના નામે/ વારસાગત/સંયુક્ત નામે જમીન ઉપલબ્ધ હોવી જોઇએ. (૩) મકાન બાંધકામના પ્લીંથ એરીયા નું ક્ષેત્રફળ ઓછા માં ઓછું ૩૫ ચો.મી.હોવું જોઇએ. (૪) મકાનના નકશા અંદાજ તૈયાર કર્યા હોય તે મુજબ બાંધકામ કરવાનુ રહેશે. (૫) મકાનનું બાંધકામ વ્યક્તિ / લાભાર્થી મંડળીએ કરવાનું રહેશે. (૬) મંજૂરી મળેથી એક વર્ષમાં મકાનનું બાંધકામ પૂર્ણ કરવાનું રહેશે. સહાયની રકમ બાંધકામના તબક્કાવાર ચૂકવવામાં આવશે.

આજીવન એક વખત

અરજી કરો

તા 06/04/2016

થી

30/06/2016 સુધી

35

માછીમાર આવાસ

FSH-13

આવાસ દીઠ રુ. રુ.૭૫,૦૦૦/- ઓછાઓછામાં ૩૫ ચોરસ મીટરના બાંધકામ માટે

(૧) અરજદાર ઘર વિહોણો /કાચું મકાન ધરાવતો સક્રીય માછીમાર‌હોવો જોઇએ. (૨) મકાન બનાવવા માટે અરજદાર પાસે તેના નામે/ વારસાગત/સંયુક્ત નામે જમીન ઉપલબ્ધ હોવી જોઇએ. (૩) મકાન બાંધકામના પ્લીંથ એરીયા નું ક્ષેત્રફળ ઓછા માં ઓછું ૩૫ ચો.મી.હોવું જોઇએ. (૪) મકાનના નકશા અંદાજ તૈયાર કર્યા હોય તે મુજબ બાંધકામ કરવાનુ રહેશે. (૫) મકાનનું બાંધકામ વ્યક્તિ / લાભાર્થી મંડળીએ કરવાનું રહેશે. (૬) મંજૂરી મળેથી એક વર્ષમાં મકાનનું બાંધકામ પૂર્ણ કરવાનું રહેશે. સહાયની રકમ બાંધકામના તબક્કાવાર ચૂકવવામાં આવશે.. પ્રથમ હપ્‍તો ૩૦ ટકા લેખે પ્‍લીન્‍થ સુધીનું બાંધકામ થયેથી જિલ્‍લા/ તાલુકાનાં વર્ગ-ર કે તેનાથી નિમ્‍ન ન હોય તેવા ઈજનેરશ્રી (સુધારેલ નોર્મ્‍સ) નું ૫માણ૫ત્ર રજુ થયેથી. ર.બીજો હપ્‍તો ૪૦ ટકા લેખે છતનું (રુફ સુધીનું) બાંધકામ થયેથી જિલ્‍લા/ તાલુકાનાં વર્ગ-ર કે તેનાથી નિમ્‍ન ન હોય તેવા ઈજનેર (સુધારેલ નોર્મ્‍સ) નું પ્રમાણપત્ર રજુ થયેથી. ૩.ત્રીજો હપ્‍તો ૩૦ ટકા લેખે મકાનનું બાંધકામ પુર્ણ થયા પછી જિલ્‍લા/ તાલુકાનાં વર્ગ-ર કે તેનાથી નિમ્‍ન ન હોય તેવા ઈજનેર (સુધારેલ નોર્મ્‍સ) નું મકાનના વેલ્‍યુએશનતથા મકાન બાંધકામ પુર્ણતા પ્રમાણપત્ર રજુ થયેથી

આજીવન એક વખત

અરજી કરો

તા 06/04/2016

થી

30/06/2016 સુધી

36

મોટી સોલાર ડ્રાયર

FSH-9

ખર્ચના ૫૦% અથવા રુ.૧૦.૦૦ લાખ સુધી જે ઓછુ હોય તે

૧) લાભાર્થીએ ઓળખ માટે બાયોમેટ્રીક કાર્ડ ધરાવતો હોવો જોઇએ. માછીમારી કરતી બોટનું માછીમારી કરવા માટેનુ લાયસન્સ મેળવેલ હોવું જોઇએ. લાભાર્થી ગુજરાત નો વતની હોવો જોઇએ. તેમજ પરંપરાગત માછીમારી ના ધંધા સાથે સંકળયેલા હોવા જોઇએ. (૨) લાભાર્થી માછીમાર /સ્વસહાય જુથ/સહકારી મંડળીઓને આ સહાય મળવાપાત્ર થશે. (૩) ગુજરાત મત્સ્યોધોગ કાયદો ૨૦૦૩ હેઠળ લાયસન્સ મેળવેલ હોવું જોઈએ. (૪) સબંધિત કચેરી એ અરજી કરી મંજુરી મેળવ્યા બાદ જ ખરીદી કરવાની રહેશે (૫) લાભાર્થીએ સોલાર ડ્રાયર ખાતા દ્રારા નિયત કરેલ સ્પેશીફીકેશન અને માન્યતા આપેલ હોય તેવા કોઇ પણ ઉત્પાદકો /ઓથોરાઇઝ્ડ ડીલરો પાસેથી માછીમાર સીધી ખરીદી કરી સકશે.

આજીવન એક વખત

અરજી કરો

તા 06/04/2016

થી

30/06/2016 સુધી

37

રંગીન માછલી ની ગૃહ હેચરી

101/2 FSH-2

ખાતા તરફ થી ખર્ચના ૩૦% અથવા રુ. ૪૫,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે અને એન.એફ.ડી.બી. માંથી ખર્ચના ૫૦% અથવા રુ.૭૫,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે

(૧) જમીન પોતાની માલિકીની હોવી જોઈએ અને તે અંગેના આધાર રજૂ કરવાના રહેશે. (૨) પોતાની જમીનમાં ૧૦૦ ચો.મી. કે તેથી વધુ વિસ્તાર માં રંગીન માછીલીઓના ઉછેર માટે સુવિધા ઉભી કરવાની રહેશે. (૩) રેરીંગ પોન્ડ તૈયાર કરવાની કામગીરી શરૂ કરતા અગાઉ સ્થાનિક જિલ્લા કચેરીની લેખિત મંજૂરી મેળવવાની રહેશે.સંમતિ બાદ કામગીરી/માટી કામને માન્ય રાખવામાં આવશે. (૪) હેચરી અને તેને સંબંધિત સુવિધાઓ બનાવવાની કામગીરી માટેનો અંદાજ રજીર્સ્ટડ સીવીલ એન્જિનિયર પાસે કરાવવાનું રહેશે. અને કામગીરી પૂર્ણ થયા પછી ખર્ચનું પ્રમાણપત્ર રજીર્સ્ટડ સીવીલ ઇજનેરનું રજૂ કરવાનું રહેશે. (૫) તૈયાર કરેલ રેરીંગ પોન્ડમાં લાભાર્થીએ ઓછામાં ઓછા ૫ વર્ષ માટે રંગીન માછલીઓનો ઉછેર કરવાનો રહેશે.

5

અરજી કરો

તા 06/04/2016

થી

30/06/2016 સુધી

38

લાઇફ સેવીંગ ઇકવીપમેન્ટ

FSH-7

ખર્ચના ૫૦% અથવા રુ.૨૦,૦૦૦ બે માંથી જે ઓછુ હોય તે [(૧)(લાઇફ જેકેટ રુ.૧૦ ,૦૦૦/- (૬ નંગ) (૨) લાઇફ બોય રીંગ રુ.૫,૦૦૦/- (૨ નંગ) (૩) ઇમર્જન્સી લાઇટ રુ.૫,૦૦૦/-(૨ નંગ) ]

(૧) લાભાર્થી ગુજરાતનો વતની હોવો જોઇએ. (૨) અરજદારે અરજી સબંધિત જિલ્લા કચેરીને કરી મંજુરી મળ્યા બાદ ખરીદી કરવાની રહેશે. (૩) અરજદાર માછીમાર બોટ ધારક, બોટ રર્જીસ્ટ્રેશન નંબર અને માછીમારીનું લાયસન્સ હોવુ જોઇએ. (૪) માછીમારે ઓળખ માટે બાયોમેટ્રીક કાર્ડ રજુ કરવાનુ રહેશે. (૫) બોટ ધરાવતા વ્યક્તિગત માછીમારને બોટ્દીઠ વધુમાં વધુ ૧ યુનિટ લેખે મળવાપાત્ર રહેશે. (૬) “SOLAS” સ્ટાર્ન્ડડ ધરાવતા એમએમડી એપ્રુવડ લાઇફસેવીંગ એપલાયંસીસ મેસર્સ ગુજરાત મત્સ્યોધોગ કેન્દ્રીય સહકારી સંસ્થા લી. પાસેથી અથવા ખુલ્લા બજારમાંથી ખરીદવાના રહેશે.

આજીવન એક વખત

અરજી કરો

તા 06/04/2016

થી

30/06/2016 સુધી

39

વેલ્‍યુ એડેડ મશીનરીની ખરીદી ઉપર સહાય

FSH-9

ખર્ચના ૫૦% અથવા રુ.૧૦૦.૦૦ લાખ બે માંથી જે ઓછુ હોય તે

(૧) વેલ્યુએડેડ પ્રોડેક્ટના પ્રોસેસીંગ ,પેકીંગ અને નિકાસ માટે સાધનોની ખરીદી પર સહાય મળવાપાત્ર થશે. સામાન્ય શરતો (૧) માલીકી એકમ/ ભાગીદાર પેઢી/કંપની સ્વરૂપે સ્થપાયેલ એકમ ના માલીક/માલીકો સદર યોજના હેઠળ ના કોઇ એક માલીકી એકમ/ ભાગીદાર પેઢી/કંપની માટે સહાય મળવા પાત્ર થશે. (૨) લાભાર્થી એકમ ના માલીકી એકમ/ ભાગીદારોએ મત્સ્યોધોગ ખાતા સાથે ૧૦ વર્ષના સમયગાળા માટેનુ અગ્રીમેન્ટ કરવાનું રહેશે. (૩) ખાનગી એકમ નિયમોનુસારની મંજુરીઓ મેળવેલ હોવી જોઇએ. (૪) સહાય મેળવવા દરખાસ્ત કરનાર ખાનગી એકમે હાઇજેનીક કન્ડીશન જળવાય તે મુજબની પ્લાન્ટની તમામ સુવિધાઓનું અપગ્રેડેશન/રીનોવેશન કરવાનું રહશે. (૫) સહાય મેળવવા અરજી કરનાર ખાનગી એકમ પાસેથી મત્સ્યોધોગ ખાતાનું કોઇ લેણું હોવું જોઇએ નહી. (૬) ) સહાય મેળવવા માટે અરજી જિલ્લા કચેરીને કરવાની રહેશે. (૭) યોજના હેઠળ કરવાની થતી કામગીરી માટે ના તમામ સાધાનોની નવી હોવી જોઇએ. (૮) અરજદાર એકમ દ્રારા ખરીદ કરાયેલ તમામ મશીનરીનું ઇન્સ્ટોલેશન અને કમીશનીંગનું કામ ચાલુ વર્ષ અથવા છેલ્લા બે નાણાકીય વર્ષમાં પુરું થયેલ હોવુ જોઇએ. (૯) ગુજરાત મત્સ્યોધોગ કાયદો/અધિનિયમ-૨૦૦૩ હેઠળ એકમનું રજીસ્ટ્રીશન થયેલ હોવું જોઈએ. (૧૦) સહાય મેળવવા માટેની અરજી સાથે કરવાના થતા કામો/કરેલ કામો માટે આઇટ્મવાર થનાર/થયેલ ખર્ચની વિગતો એબસ્ટ્રેકટના રૂપમાં રજુ કરવાની રહેશે.

5

અરજી કરો

તા 06/04/2016

થી

30/06/2016 સુધી

40

સોલાર લાઇટ સુવિધા

FSH-7

ખરીદ કિંમત અથવા રુ.૧૦,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે

૧) લાભાર્થી ગુજરાતનો વતની હોવો જોઇએ (૨) બોટ માછીમાર બોટનું રજીસ્ટ્રેશન કરાવેલ હોવુ જોઇએ. (૩) લાભાર્થીએ ઓળખ માટે બાયોમેટ્રીક કાર્ડ ધરાવતો હોવો જોઇએ. (૪) રાજયના દરિયાઇ કાંઠામાં માછીમારી કરતા માછીમારોએ માછીમારી માટેનું લાયસન્સ મેળવેલું હોવુ જોઇએ.તેમજ પરંપરાગત માછીમારી ના ધંધા સાથે સંકળયેલા હોવા જોઇએ. (૫) નાના અને પરંપરાગત માછીમારી કે જેઓ નાની એફ.આર.પી.બોટ ઓ.બીએમ.અને આઇ,બી.એમ. મશીન દ્રારા બોટોને ચલાવી દરીયાકિનારાથી નજીકના બે કે ત્રણ દિવસની માછીમારી ટ્રીપ કરતા પરંપરાગત માછીમારોને સહાય મળવાપાત્ર છે. (૬‌) લાભાર્થીએ સોલાર લાઇટ ખાતા દ્રારા નિયત કરેલ અને સ્પેશીફિકેશન મુજબ અને જેને માન્યતા આપેલ હોય તેની પાસેથી ખરીદી કરવાની રહેશે. (૭) જિલ્લા કચેરીમાં અરજી કરવાની રહેશે અને મંજુરી મેળવ્યા બાદ વ્યવસ્થા ઉભી કરવાની રહેશે.

આજીવન એક વખત

અરજી કરો

તા 06/04/2016

થી

30/06/2016 સુધી

 

સ્ત્રોત : કૃષિ અને સહકાર વિભાગ, ગુજરાત સરકાર

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate