આ યોજના હેઠળ ખેડૂતો દ્વારા ખરીફ પાક માટે ૨ ટકા, રવીપાક માટે ૧.૫ ટકા તેમજ વાર્ષિક વાણિજિયક
અને વાર્ષિક બાગાયતી પાકો માટે પ ટકા સુધીનું પ્રિમિયમ ભરવાનું થાય છે.આ યોજના હેઠળ પાકના નીચે જણાવેલ તબક્કાઓ અને પાકને નુકસાન થાય તેવા જોખમ આવરી લેવામાં આવેલ છે.
રાજય કક્ષાએ સચિવશ્રી, કૃષિના અધ્યક્ષપણા હેઠળ વીમા યોજનાની સંકલન સમિતિની રચના કરવામાં આવેલ છે. સદર સમિતિ કેન્દ્ર સરકારશ્રીની માર્ગદર્શક સૂચના મુજબ જે તે ઋતુની શરૂઆતમાં ટેન્ડર બીડ કરી અમલકર્તા સંસ્થાઓ નક્કી કરવાનું રહેશે તેમજ યોજના હેઠળ આવરી લેવાનાર પાક, ડીફાઈન્ડ વિસ્તાર, પ્રિમિયમના દર, પ્રિમિયમમાં સબસિડી, વીમાપાત્ર રકમ વગેરે બાબતો નક્કી કરે છે અને તે મુજબ જે તે ઋતુનો ઠરાવ બહાર પાડશે. જેના આધારે જે તે નોટિફાઈડ વિસ્તારના નોટિફાઈડ પાકો માટે ખેડૂતો દ્વારા દરખાસ્ત પત્રક ઓનલાઈન રજૂ કરવાનું રહેશે અને તેના આધારે યોજનાની અમલકર્તા સંસ્થા બેંકો મારફતે પ્રિમિયમ સ્વીકારશે, દાવાઓની ગણતરી કરી નિયમોનુસાર મળવાપાત્ર દાવાઓ મંજૂર કરશે અને નોડલ બેંકો મારફતે ખેડૂતોના ખાતામાં પાક વીમાની દાવાની રકમ જમા કરાવશે.
ભારતીય કૃષિ વીમા કંપની (AIC) અને ભારત સરકારશ્રી દ્વારા એપેનલ્ડ થયેલ અન્ય વિમા કંપનીઓ પાસેથી ટેન્ડર) બીડ મંગાવી પ્રિમિયમના દર તથા વીમા કંપનીઓ નક્કી કરવાની રહેશે અને તે સંસ્થા યોજનાની અમલીકરણ તરીકે કાર્યવાહી કરશે.
રાજય દ્વારા તમામ જીલ્લાઓના ડિસ્ટ્રીક ઈરિગેશન પ્લાન તૈયાર કરવાના રહે છે અને તે મુજબ રાજયનો ઈરિગેશન પ્લાન તૈયાર કર્યોથી આ યોજના માટે યોગ્યતા લાયકાત સિદ્ધ થાય છે.
આ યોજના હેઠળ ‘પર ડ્રોપ મોર ક્રોપ ઘટક માટે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અંતર્ગતનો લાભ મેળવવા
ક્રમ |
ઘટક નું નામ |
અમલીકરણ કરનાર વિભાગ |
૧ |
એસીલેટેડ ઈરિગેશન બેનીફિટ પ્રોગ્રામ Accelerated Irrigation Benefit Programme (AIBP) |
નર્મદા, વોટર રીસોર્સીસ અને કલ્પસર વિભાગ |
૨ |
હર ખેત કો પાની Har Khet Ko Pani |
|
૩ |
પર ડ્રોપ મોર ડ્રોપ Per Drop More Crop |
કૃષિ અને સહકાર વિભાગ, સચિવાલય, ગાંધીનગર |
૪ |
વોટરશેડ ડેવલપમેન્ટ Water shed Development |
રૂરલ ડેવલપમેન્ટ (સીઈઓ, જીએસડબલ્યુએમએ |
૫ |
મનરેગા - વોટર કન્ઝરવેશન MNREGA (Water |
રૂરલ ડેવલપમેન્ટ એડિશનલ કમિશ્નર, મનરેગા |
માટે ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની વડોદરા ને ખેતી ને લગતા સાધનિક કાગળોસહીત અરજી કરવાની રહે છે.
આ યોજના અંતર્ગત “પર ડ્રોપ મોર ક્રોપ માટે કૃષિ અને સહકાર વિભાગ, સચિવાલય, ગાંધીનગર હસ્તક કામગીરી છે અને ‘પર ડ્રોપ મોર ક્રોપ’ ઘટક માટેની અમલીકરણ એજન્સી ગુજરાત ગ્રીન રીવોલ્યુશન કંપની લિ., વડોદરા છે.
ખેડૂતમિત્રોને ખાસ જણાવવાનું કે, ઉપરોક્ત યોજનાનો લાભ લઈને આપ ખેતીમાં નિશ્ચિત થઈ શકશો. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાની વધુ માહિતી તેમજ યોજનાકીય લાભ માટે આપની નજીકની રાષ્ટ્રીયકૃત બેંક તેમજ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના માટે ગુજરાત ગ્રીન રીવોલ્યુશન કંપની લિ., વડોદરાનો ટેલિફોનિક ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૩૩ ૨૬૫ર કે રૂબરૂ સંપર્ક કરવા વિનંતી છે.
સ્ત્રોત:જાન્યુઆરી-૨૦૧૭,વર્ષ :૬૯,સળંગ અંક :૮૨૫, કૃષિગોવિદ્યા,
કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી,
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020