ટેકાના ભાવની યોજના ભારત સરકાર દ્વારા રાજ્યમાં લાગુ કરવામાં આવેલ છે. રાજ્યના મુખ્ય પાકો જેવા કે બાજરી, જુવાર, મકાઇ, ડાંગર અને કપાસ, તુવેર, મગ, મગફળી, તલ, ઘઉં, ચણા, રાઇ અને શેરડી પાકોમાં અમલકરવામાંઆવી રહેલ છે.
ગુજરાત સરકાર જુદાજુદા ખરીફ અને રવી પાકોની ટેકાના ભાવની ભલામણ કેન્દ્ર સરકારને કરવામાં આવે છે. જે રાજ્ય કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો /રાજયના અધિકારીઓ દ્વારા જે તે સીઝનમાં પાક ઉત્પાદન ખર્ચની ગણતરી કરીને ગુજરાત કૃષિ ભાવ પંચની બેઠકમાં નક્કી કરવામાં આવે છે. જેના આધારે ભારત સરકારશ્રી દર વર્ષે મહત્વના પાકોના ટેકાના ભાવો નિયત કરી તેની સામાન્ય રીતે જે તે પાકોના માર્કેટીંગ સીઝન અગાઉ જાહેરાત કરી તેની પ્રસાર માધ્યમો દ્વારા બહોળી પ્રસિદ્ધિ કરે છે.ટેકાના ભાવોથી યોજનામાં સમાવિષ્ટ ખેત પેદાશોના પ્રવર્તમાન ભાવો નીચા જાય તો નિયુક્ત નોડલ એજન્સી દ્વારા આવી નિયત ગુણવત્તા ધરાવતી ખેત પેદાશોની ટેકાના ભાવે ખેડૂતો પાસેથી એ.પી.એમ.સી. સેન્ટર દ્વારા સીધી ખરીદી કરવામાં આવે છે. ખેતી નિયામકશ્રી દ્વારા દરેક પાકની ખરીદ વ્યવસ્થા તથા ભાવોનું સતત મોનીટરીંગ કરવામાં આવે છે.
રાજ્યના તમામ ખેડૂતો
ખેડૂતો આ યોજનાનો લાભ તેમના ખેત પેદાશોનું નોડલ એજન્સી દ્વારા ખોલવામાં આવેલ એ.પી.એમ.સી. સેન્ટર ખાતે ટેકાના ભાવે વેચાણ કરીને.
સ્ત્રોત : ખેતી નિયામકશ્રીની કચેરી, ગુજરાત રાજ્ય
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/5/2020