હોમ પેજ / ખેતીવાડી / જિલ્લાવાર માહિતી / વ્યારા / પશુઓમાં દૂધનું ઉત્પાદન વધારવા માટે- ટોટલ મિશ્રિત રાશન
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

પશુઓમાં દૂધનું ઉત્પાદન વધારવા માટે- ટોટલ મિશ્રિત રાશન

એક વિશેષ ખોરાકથી પશુઓમાં દૂધનું ઉત્પાદન વધારવા માટે- ટોટલ મિશ્રિત રાશન વિશેની માહિતી

સમયની વિપરીત આસરોથી કૃષિ અને ડેરી ફાર્મિંગમાં નફાકારકતા ઓછી થતી જાય છે. તેનુ મુખ્ય કારણ ખાદ્ય ખર્ચા છે જે ખેડુતોના ખિસ્સામાંટે ભારરૂપ છે. દુધાળુ પશુઓ માટે વર્ષ દરમિયાન સૂકો-ચારો અને લીલો-ચારાની ઉપલબ્ધતા જવાબદાર છે. ખાસ કરીને ઉનાળા દરમિયાન અથવા જ્યારે ચોમાસું નિષ્ફળ જાય છે ત્યારે પશુ પાલકો નજીકના વિસ્તારમાંથી ઊચી કિંમતે ડાંગરના પુળીયા/સ્ટ્રોને ખરીદવાનો કરવાનો પ્રયાસ કરે છે પરંતુ સમગ્ર વર્ષ દરમીયાન વ્યાપારી ફીડ્રસ પૂરા પાડ તા નથી અને તે સામાન્ય ખેડૂત માટે નાણાંકીય રીતે શકય પણ નથી. તેનુ વિકલ્પ ટોટલ મિકશ રાશન છે કે જેમા એક જ કોળિયામાં બધા જ પોષક તત્વો હોય તેના માટે પશુના શરીરમાં જરૂરી તત્વો ચોક્કસ સમયે મળી રહે છે.

ટોટલ મિશ્રિત રાશન (TMR) શું છે?

ટીએમઆર અથવા ટોટલ મિશ્રિત રાશન (TMR)એ પશુઓના ખોરાકની એક પદ્ધતિ છે જેમા તમામ લીલા-સુકા ચારા, દાણ, ખોળ, મિનરલ્સ/ ખનિજો, વિટામિન્સ અને ફીડ એડિવેટિવસને એક જ ફીડ ફૉડ ર મિશ્રણમાં ચોક્કસ પોષક -તત્વોની ખાતરી સાથે આપવા તેવા રાશનને સંપૂર્ણ રાશન મિશ્રણ તરીકે ઓળખવામાં આવે છે. આ પધ્ધતી આધારીત વિચારશરણી પર અંશત પ્રમાણમાં કેટલાક રાજ્યોના અમુક વિસ્તારમા પશુપાલકો અનુશરે છે. જેમકે રાજસ્થાનના ઉદેપુર વિસ્તારમા પશુ-પાલકો બધાજ અના જ કે ખાણ-દાણ ને એ ક મોટા વાસણમાં રાંધી પછી જ ખવડાવે છે.

ટોટલ મિશ્રિત રાશન (TMR)આપવાના ફાયદા:

  • પાચન અને ચયાપચયની સમસ્યાઓ ઘટે છે અને જ્યારે ટીએમઆર (TMR) ખવડાવવામાં આવે છે, ત્યારે પરંપરાગત રાશનોની સરખામણીએ દૂધ ઉત્પાદન પ% જેટલું વધે છે
  • ખોરાક બગાડ અટકતા, મેકેનાઇઝેશન થતા મજુરી ખર્ચમાં ઘટાડો થાય છે અને અંતે ખર્ચ ઘટી સરવાળે નફો વધે છે. h TMR એ છે કે તે ઓછી રુચી વાળા એટલે કે અણગમ્ય ફીડસના સ્વાદને માસ્ક/ ઢાંકે છે.
  • પશુ સેલેસ્ટીવ ફીડીંગ કરી શકતા નથી એટલે ઓગઠ ઓછી નિકળે છે.
  • જઠર/ રૂમેનમાં કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીનની(પોષક તત્વોની) ઉપલબ્ધતાનનો સુમેળ વધે છે.

ટોટલ મિશ્રિત રાશન (TMR)આપવાના ગેરફાયદા:

  • રાશન માટે જરૂરી સાધનો ભેગા અથવા સંમિશ્રણ ના સાધનો અને તેની જાળવણી માટે નાના થી મધ્યમ ખર્ચ થાય છે.

ટોટલ મિશ્રિત રાશન (TMR) આપવાની પ્રક્રિયા માટે જૂથ:

ગાભણ અને વિયાણ પહેલાનુ ગ્રુપઃ ૨ થી 3 અઠવાડીય વિયાણ પહેલાં દૂધાળુ પશુઓમાં વાછરડાના સંભવિત જન્મ માટે તૈયાર કરવા માટે જરૂરી તમામ પોષકતત્વોમાં , દૂધ ઉત્પાદનની પ્રારંભિક પ્રક્રિયા અને મેટાબોલિક સમસ્યાઓ અટકાવવામાં મદદ કરવાની જરૂર હોય છે. આ રાશનમાં અનાજનો આશરે 3 કિલો દાણ, ૨ થી 3 કિલો સારી ગુણવત્તાવાળા સુકા ઘાસ-ચારા, તેમજ લીલાચારા કે સાયલેજ અને ખનિજો અને ફીડ એડિટેવસનો સમાવેશ કરવામાં આવે છે, જે રેશનને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે અને મેટાબોલિક ડિસઓર્ડસને રોકવામાં મદદ કરે છે.

તાજુ વિયાણ થયેલ ગ્રુપ;

ફ્રેશ ગાય કે ભેંસને તેમના વિયાણ થી ૨૧ દિવસ સુધી દૂધ ઉત્પાદન ચાલુ થતા ખુબજ ઉચ્ચ પોષક તત્વોની જરૂરીયાત ઉભી થાય છે પરંતુ તે પ્રમાણમાં ઓછો શુષ્ક ખોરક ખાય છે. ૨ થી 3 કિલો જેટલો સારી ગુણવત્તા વાળો સુકો ધાંસ-ચારો જઠર/રુમેનના કાર્યને વધારે છે અને પશુને ઉચ્ચ દૂધ ઉત્પાદન તરફ સારી શરૂઆત કરવા અને ઉચ્ચ ઉત્પાદન વધારવા તરફ દોરી જાય છે.

વિયાણ પછીના ૨૧ થી ૧૮૦ દિવસ સુધીનું ગ્રુપ:

દુધ ઉત્પાદન વધતાની સાથે જ શુષ્ક ભાગ ખાવાની માત્રાનુ પ્રમાણ વધે છે. આ ગ્રુપને ખવડાવવાનો ધ્યેય આગામી દૂધ ઉત્પાદન સાથે સાથે વધુ સમયગાળા માટે ઉત્પાદન જાળવવાનો છે. આ ગ્રુપ પ્રજનન ગ્રુપ તરીકે પણ ગણવામાં આવે છે જ્યાં ગરમી /વેતરનું નિદાન અને સંવર્ધન થાય છે.

પ્રથમ વિયાણ અથવા પ્રથમ વાછરડાનું વાછરડાનુ ગ્રુપ:

પ્રથમ વિયાણ પછી પશુને સામાન્ય રીતે વધુ સારી રીતે માવજત કરવામાં આવે તો તે વધુ ઉત્પાદન આપે છે. તેમની પાછળનુ પરીબળ પણ પોષણ જ છે. જેમ કે વેતરાવ પશુ કરતાં તે પીક(ઉચ્ચ) દૂધ ઉત્પાદન સુધી પહોંચવા માં તેઓ ધીમી હોય છે , પરંતુ વેતરાવ પશુ કરતાં દૂધ ઉત્પાદન સતત જાળવી રાખે છે. અંતમાં આ જૂથ દૂધના ૨૫૦ દિવસ પછી લેસ્ટેશન ગ્રૂપમાં મુકવામાં આવે છે.

મધ્ય વેતર ગ્રુપ:

જેમા વિયાણ પછીના ૧૮૦ થી ૨૫૦ દિવસન ગ્રુપમાં પશુ ગાભણ થયેલ હોવુ જોઇએ અને દૂધનું ઉત્પાદન ઉચ્ચ જૂથના ૭૫ થી ૮૫% જેટલું હોવું જોઇએ. આ ગ્રપને મળેલ રાશિનમાં ઉંચા ગ્રૂપના રાશન કરતાં વધુ શુષ્ક ભાગ હોવા જોઈએ અને થોડું ઓછા પોષક હોવા જોઈએ.

પારેઢ પશુઃ

જેના દૂધના દિવસો ૨૫૦ દિવસ કરતા વધુ થયા હોય તેને દૂધનું ઉત્પાદન જાળવી રાખવા અને શરીરમાં ચરબીનુ પ્રમાણ જળવાવુ જરૂરી છે એટલે કે કન્ડીશનીંગ પર ભાર મૂકવા માટે રાશનમા ઘાંસચારો વધારવો જોઇએ.

સૂકા પશુ:

વિયાણ પછીના રર૦ થી ૨૬૦ દિવસ ગાભણ પશુને આગામી દૂધ ઉત્પાદન માટે જેવું તૈયાર કરવું જોઈએ. મહત્તમ જઠર/રુમેને ભરવા અને રુમેનેશનને વધારે કર્યક્ષમ બનાવવા માટે TMR માં મોટાભાગે સારા માધ્યમ ગુણવત્તાવાળા ઘાંસચારાની જરૂર હોય છે, માટે રાશનમાં યોગ્ય પ્રોટીન અને યોગ્ય ખનિજ તત્વો જરૂરી છે.

ચેલેન્જ રાશન:

દરેક ગ્રુપમાં સરેરાશ દૂધનું ઉત્પાદન શું છે તેના કરતાં થોડું વધારે પોષક તત્વો નુ પ્રમાણ રાશનમાં સંતુલિત કરવું જોઈએ. ઇચ્છિત પોષક સંયોજનો માટે રાશન તૈયાર કરવા માટે વપરાયેલા શુષ્ક પદાર્થ (ડીએમ)નો ઉપયોગ ગ્રુપના વાસ્તવિક ડીએમ ઇન્ટેક જેટલો જ હોવો જોઈએ. અહી ગ્રુપને સરેરાશ ઉત્પાદન કરતા ૨૦% જેટલા વધારે દૂધ ઉત્પાદન માટે તેમને તૈયાર કરવા નો હેતુ છે. દાખલા તરીકે, જો દરરોજ સરેરાશ ૬ કિલો દૂધનું ઉત્પાદન થાય છે , તો દરરોજ ૮ કિલો દૂધનું રાશન બનાવવું જોઈએ. જો સરેરાશ દૂધ ઉત્પાદન ન વધે તો સામાન્ય રીતે વધારાનું પોષણ સામાન્ય રીતે વૃદ્ધિ માટે અથવા શરીરની સ્થિતિને વધારવા માટે વાપરાય છે.

લેખક ડો. જિજ્ઞશ મોવલીયા, ડી.પી.ડી.વમાં & ડી.એચ.સી.પરમાર, વૈજ્ઞાનિક- કૃષિ વૈજ્ઞાન કેન્દ્ર , વ્યારા જિ. તાપી મો. ૯૭૨૭૭૦૮૮૭૬

3.0243902439
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top