অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

દુધાળા પશુઓમાં ૨૧મી સદીનો વૈજ્ઞાનિક અભિગમ

દુધાળા પશુઓમાં ૨૧મી સદીનો વૈજ્ઞાનિક અભિગમ

આધુનિક વૈજ્ઞાનિક પધ્ધતિથી પશુપાલનના પુરક ઉધ્યોગને વિકસાવી રાષ્ટ્રમાં શ્વેતક્રાંતિને આગળ વધારી પશુ-પાલકો કે ખેડુતોની આવક બમણી કરવા કટીબધ્ધ થઇ શકાય. જેનાથી ગ્રામ્ય બેકારીનો પશ્ન પણ હળવો બને તેમ છે. દુધ ઉત્પાદનનો વ્યવસાય એક સ્વતંત્ર વ્યવસાય તરીકે આપણા દેશમાં આગવું સ્થાન પ્રાપ્ત કરેલ છે. દુધ ઉત્પાદન વધારવા માટે આપણા પશુઓની ગુણવતા સભર ઉત્પાદક્તા વધારવી ખુબજ જરુરી છે. દુધ ઉત્પાદકતા વધારવા પશુઓની માવજત માટે કેટલાંક નવા વૈજ્ઞાનિક ટેક્તિનકોની ખાસ જાણકારી જરૂરી છે કે જે આપણા જ દેશી પશુઓની ઉત્પાદન ક્ષમત્તા વધારવા મદદરૂપ થઇ શકે તેમ છે. છેલ્લા ૨-૫ વર્ષમાં ડેરી ફાર્મિંગ ખુબ જ રસ સાથે વ્યવસાય તરીકે વિકસી રહ્યો છે. સેંકડો ડેરી ફાર્મ મોટા ભાગના આધુનિક ડિઝાઇન, સાધનો અને શ્રેષ્ઠ જાતિના પશુઓ સાથે ખોલવામાં આવ્યા હતા. પરંતુ હવે તેમાં થી ૨૦% ડેરી ફાર્મ પણ "નફાકારક ઓપરેશન" હેઠળ નથી.પ્રમાણિકપણે કહીએ તો , વ્યાવસાયિક ચાલતા ડેરી ફાર્મ છેલ્લા 3 વર્ષ માં કટોકટી માંથી પસાર થાઇ રહ્યા છે. તેમા મુખ્યત્વે પશુ સંવર્ધન એ પશુપાલનના વ્યવસાયનો મુખ્ય ભાગ છે. સંવર્ધન માટે જે સાંઢનો ઉપયોગ કરવાનો હોય તે ઉચ્ચ ઓલાદનો જેતે જાતની ગાય-ભેંસનો પ્રમાણીત સાંઢ કે જેમની માતા કે વાછરડીનુ દુધ ઉત્પાદન ક્ષમત્તા પ્રામાણેનુ હોવુ જોઇએ.

કૃત્રિમ વીર્ય દાન

આ પધ્ધતીમાં ઉત્તમ કક્ષાના પ્રોજની ટેસ્ટેટેડ એટલે કે સિધ્ધ કરેલ જ સાંઢના વીર્યના ડોઝનો ઉપયોગ કરી સંવર્ધન કરવાથી આવનાર વાછરડી કે પાડીની ઓલાદ સુધરે છે. એનડીડીબી દ્વારા સંલગન ડેરીઓ તેમજ સાબરમતી આશ્રમ ગૌશાળા દ્વારા પ્રોજની ટેસ્ટેટીંગના કાર્યક્રમો ચાલે છે. ગાય-ભેંસ ગરમીમાં આવે તેના ૮ થી ૧૬ કલાકમાં જ એક પ્રવીણ-કુશળ બીજદાન કાર્યકર્તા કે વેટરનરી ડૉક્ટર પાસે જ બિજદાન કરાવવાનો આગ્રહ રાખવો.

હીટ ડીટેક્શન સીસ્ટમ અને સગર્ભાવસ્થા ટેસ્ટ:

જેનાથી 30 થી 45 દિવસની ગાભણ અવસ્થાની ખરાઇ કરી શકાય છે અને સવીસ પેરીયડ ટુંકાવી પશુને વર્ષ વિયાણ કરી ઉત્પાકતા વધે છે. ધણી વખતે ટેકનીકલએ ક્સપર્ટના અભાવને લીધે ખેડુતો પશુના ગાભણ અવસ્થાને ચેક કરવાનુ ટાળે છે, પરંતુ જો આ સમય-ગાળામાં ગર્ભ અવસ્થાના નકારાત્મક પરીણામ સવીસ પીરીયડ લંબાઇ જાય છે અને પશુ-પાલકને આથીંક નુકશાન ભોગવવુ પડે છે. માટે જ વધુમાં વધુ બેજ ઇસ્ટ્રસ સાઇકલમાં ગાભણ થઇ જાય તેના માટે વેતરમાં હોવાની જાણકારી જરુરી છે.

ચોક્કસ વિસ્તાર આધારીત ખનિજ મિશ્રણ

 

દાણ કે ઘાંસચારામાંથી પશુઓને ઘણા જરુરી ખનીજક્ષાર પર્યાપ્ત માત્રામાં સંતોષાતી નથી એટલે રાશનમાં ઊણપ રહે છે. ખનિજ ક્ષાર માત્ર ખનિજ મિશ્રણ વડે આપવા જોઇએ. જે ખાસ કરીને નિયમીત વેતરમાં આવવા, વેતરમા આવ્યા પછી શરૂઆતમાં જ ગર્ભનુ મૃત્યુ(સવીસ પેરીયડ ઘટાડી શકાય), વિયાણ પછી થોડા જ સમયમાં દુધ ઉત્પાદન ઓછુ થઇ જાય વગેરે જેવી સમસ્યા નીવારી શકાય. એટલે બારે માસ ચોક્કસ વિસ્તાર આધારીત ખનિજ મિશ્રણ આપવુ અનિવાર્ય છે.

સંતુલિત રાશન :

 

 

દૂધ ઉત્પાદકો એ અસંતુલીત ખોરાકની અસરો સમજવી જરૂરી છે અને તેમના પશુઓમાં સંતુલિત રાશન વ્યવસ્થા અપનાવવી જોઇએ. રાશન સંતુલન પ્રક્રિયા એટલે તે ને જરૂરી પોષકતત્વોની પર્યાપ્ત માત્રા પૂરી કરવી. હાલની પરીસ્થિતીમાં પશુના રાશનમાં ઉર્જાની માત્રા ઓછી હોય છે અને પ્રોટીન માત્રા વધુ હોય છે, જેથી ખોરાક ખર્ચ વધે છે અને પશુ ઉથલા મરે છે. પશુ-પાલકને આથીક નુકશાન ભોગવવુ પડે છે.

સુમિશ્રિત સંતુલીત પશુ-આહાર :

દાણને વિકાસ કે વૃદ્ધિ અને દૂધ ઉત્પાદન માટે એક સંતુલિત પોષક સ્ત્રોત માનવામાં આવે છે. જે ખાસ કરીને લાંબા ગાળા એટલે કે વધારે દુધ ઉત્પાદનના દિવસો (લેકટેશન પેરીયડ)જાળવી રાખવા માટે ખુબ જ જરુરી છે. સતત સુમિશ્રિત દાણ આપવાથી સુક્ષ્મ માત્રામાં જરુરી પોષક તત્વો સતત મળતા રહે છે અને શરીરની તંદુરસ્તી જળવાતા પશુ લાંબાં ગાળા માટે દુધ ઉત્પાદન આપી દુધની આવક વધારે છે.

મિલ્ક રિપબ્લેસર (દુધનું અનુગામી ):

 

નાના વાછરડા કે પાડયા માટે મિલક રિપલેસર એ દૂધ નો એક આર્થિક વૈકલ્પિક છે. જન્મ પછી શરુઆતના દિવસોમાં દુધ શરીરના વિકાસ માટે ખુબ જ જરુરી હોય છે. પરંતુ તેની જગ્યાએ મિલક રિપ્લેસર પિવડાવી પશુનુ મહત્તમ દુધ ઉત્પાદન મેળવી શકાય છે અને દુધ કરતા ઓછા ખર્ચ વાછરડાનો ઉછેર કરી શકાય. મિલક રિપલેસર પીવડાવવામાં શરુઆતમાં વાછરડાને સકલીંગ એટલે કે દુધ પીતા શીખવવુ આવશ્યક છે.

કાફ સ્ટાર્ટર :

કાફ સ્ટાર્ટર એ વાછરડા માટે એક સંતુલિત સંકેન્દ્રીત મિશ્રણ (પશુ-આહાર) છે. કાફ સ્ટાર્ટર વાછરડા કે પાડયાને ૧૫માં દિવસ થી ૬ મહીના સુધી ખવડાવાથી તેનો પાયાનો શરુઆતનો શરીરનો વિકાસ સારો થાય છે. તેમજ શરુઆતમાં રુમેનનો (પેટનો ભાગ) ઝડપી વિકાસ કરી ઘાંસ-ચારો પચાવવા જલદી સક્ષમ કરે છે. પહેલા વિયાણ વખતેની ઉમર ઘટાડવા પશુના શારીરીક વિકાસમાં ખુબ જ આગત્યનો ફાળો છે. સંતુલિત હોવાથી શરીરનો એકરૂપ વિકાસ કરે છે. આજની વાછરડી આવતી કાલની ગાય છે.

પરાળમાંથી બનાવેલ બ્લોક:

આપણા દેશમાં પશુ-પાલન ધાસ-ચારા માટે કૃષિ આડપેદાશો ઉપર નિર્ભર છે. કેમ કે હાલના સમયમાં જ ધાસ-ચારાની તંગી/અછત વરતાય છે. કેમ કે વસ્તીને ધ્યાનમા લેતા અનાજ ઉત્પાદનના બોજને પહોચી વળવા પશુઓના ચારા માટે સ્પેશ્યીયલ જમીન ઉપયોગમાં લેવી અશ્યકય છે. પાક લણણી પછીના અવશેષોમાંથી કે પરાળ માથી બનવેલ ચોસલામાં પોષક તત્વો સમૃદ્ધ માત્રામાં હોય સારી પોષણ મૂલ્ય ધરાવે છે.

લીલા-ચારાના ઉત્પાદન માટે સુધારેલ જાતો:

 

લીલા-ચારો પશુધન માટે મેક્રો અને માઇક્રો પોષક તત્વોનો એક મહત્વપૂર્ણ અને આર્થિક સોત છે. ભવીષ્યમાં લીલા-ચારાની તંગીને પહોચી વળવા ઓછા સમયમાં વધુ ઉત્પાદન સાથે બારે માસ ઓછા પાણીએ ઉપલબ્ધી વાળી મકાઇ, જુવાર કે અન્ય ધાંસની જાતો વાપરવી જોઇએ. સાથે સાથે હાઇબ્રીડ નેપીયર કે સુંઢીયા ઘાસને બીન ઉપયોગી જમીન ઉગાડી પારીવારીક જરુરિયાત માટે ઉછેરેલ પશુઓ માટે લીલા ચારનો સર્વ- શ્રેષ્ઠ વિકલ્પ છે.

લીલો-ચારોનું સંગ્રહિત અથાણું એટલે સાઇલેજ:

લીલાચારાની અછત કે તંગીને પહોચી વળવા એક અસરકારક માર્ગ છે. કાર્બોહાઇડ્રેટસ સમૃદ્ધ ઘાસચારાના પાકને ૪૫-૫૦ દિવસ માટે કટીંગ કર્યા પછી એનારોબિક કંડીશનમાં રાખવામાં આવે છે જેથી પશુ માટે ઘાસચારો નિયમિત પુરવઠો મળી શકે છે. આ પધ્ધતીમા લીલો-ચારો સુ-પાચ્ય બની પોષક તત્વોની માત્રા પણ વધારે મળે છે અને તેની મીઠી વાસને લીધે પશુ તેને પસંદ વધુ કરે છે.

બાયપાસ પ્રોટીન સપ્લિમેન્ટ :

 

વધુ ઉત્પાદન માટે પશુઓમાં એમિનો એસિડ ની જરુયાતને ગુણવત્તા સભર પહોચી વળવા બાયપાસ પ્રોટીન યુક્ત દાણ આર્થિક રીતે ફાયદાકારક છે. જેથી સારી ગુણવત્તા વાળા પ્રોટીનનો રુમેન(પેટનો ભાગ) બેકટેરીયા દ્વારા થતુ વિઘટન અટકવી શકાય છે. આથીક નુકશાન અટકાવી શકાય છે અને ઉત્પાદન વધારી શકાય છે.

બાયપાસ ફેટ સપ્લિમેન્ટ:

 

વિયાણ પછીની ઉર્જા (નેગેટીવ એનર્જીં) પરીસ્થીતીમાં દૂધ ઉત્પાદન અને પ્રજનન કાર્યક્ષમતા સુધારવા માટે બાયપાસ ફેટ સપ્લિમેન્ટના રુપમાં ચરબી એક સમૃદ્ધ સ્ત્રોત છે. ચરબીના એક સ્ત્રોત તરીકે અમુક પ્રમાણ કા ચા ખાદ્ય તેલ વડે રેશનની ઊર્જા વધારતા ફાઇબર પાચન અને ખનીજ ક્ષારના શોષણ પર પ્રતિકૂળ અસર પડે છે. વિયાણ પછી લાંબા સમય સુધી વેતર માં નહી આવતા બે વેતર વચ્ચે મોટો અંતરાલ પરિણમે છે.

કેલીફોરનીયા મસ્ટાઇટીસ ટેસ્ટ :

આઉના સોજાના રોગથી લાબા ગાળે દૂધ ઉત્પાદન ઉપર ભારે નુકસાન થાય છે અને ઘણીવાર પશુ કાયમી બિન-ઉત્પાદક થઇ જાય છે અને આર્થિક રીતે ભારે નુકશાન થાય છે. આ ટેસ્ટથી શરુઆતના તબકાનું નિદાન થઇ જાય છે અને સમયસર સારવારથી આ નુકશાનથી બચી શકાય છે. સામાન્ય રીતે શરુઆતના તબકામાં આંચળ અથવા દૂધ માં કોઈ ભૌતિક ન થતા હોવાથી નિદાન થઇ શકતુ નથી.

ટીટ ડિપીંગ:

દુધ દીવાણ થઇ ગયા પછી આંચળની કેનાલને જતુ મુક્ત રાખવા માટે ટીટ ડિપીંગ કરવુ જરુરી છે જેથી આઉના સોજા માટે જવાબદાર જતુનો વિકાસ થતો નથી. સાફ-કીટમાં આયોડિન આધારિત જતુનાશક હોય છે જે મસ્ટાઇટીસ અટકાવવા માટે આંચળની કેનાલને જતુ મુક્ત રાખે છે. આંચળની નહેરમાં બેકટેરિયાના પ્રવેશને અટકાવવામાં મદદ કરે છે.

રસીકરણ :

 

 

 

ખરવા-મોવાસા, ગળ સુંઢો અને ગાંઠીયો તાવ, ચેપી ગર્ભપાત વગેરે વિરોધી રસી વેટરનરી ડૉક્ટર ની સલાહ અનુસાર અને સમયસર સમય પત્રક પ્રમાણે કરાવવી હિતાવહ છે. રસીકરણ રોગો અટકાવવા માટે સૌથી સરળ અને સસ્તી માર્ગ છે . પશુઓમાં રસીકરણના ૨-૩ અઠવાડિયા પહેલા કૃમિનાશક આપવાથી રસીકરણનો રોગપ્રતિકારક સાથે સારો પ્રતિભાવ મા ળ છે. પશુ ઓમાં રસીકરણ સમયે તેનું સ્વાસ્થય સારા હોવું જોઈએ.

કૃમિનાશક :

 

સમયસર વર્ષમાં ઓછમાં ઓછી બે વખત કૃમિનાશક દવા પીવડાવવાથી કરમીયા દ્વારા થતા પોષક તત્વોના બગાડને અટકાવી ઉત્પાદન ટકાવી શકાય છે. તેમા અત્યારે દવાયુક્ત ફીડ પેલેટ કે ગોળીઓનો અનુકૂળ પદ્ધતિ પ્રમાણે ઉપયોગ કરીને અસરકારકતા વધારી શકાય છે

વૈજ્ઞાનિક રીતે કોઢનુ બાંધકામ:

 

 

પાકા ભોંયતળીયા અને યોગ્ય માપની અનુકુળ ગમાણ વાળી કોઢ બનાવી તેમા યોગ્ય પ્રમાણમાં હવાની અવરજવરની વ્યવસ્થા કરવી. પશુને ચોવીસ કલાક પીવાનું પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરી કેમેકે તેની દુધ ઉત્પદન પર બહુ અસર પડે છે. સાથે સ્વચ્છતા પણ જાળવવી હિતાવહ છે. ફાર્મ બાયોસિકયોરીટીના પગલાં લેવાથી જતુઓ અને રોગો નો પ્રવેશ અટકે છે.

બરછટ લીલા-સુકા ઘાંસચારનું કટીગ:

ચાવવા માટે ઊર્જા જરૂરિયાત કુલ ઊર્જા જરૂરિયાત કરતા નોંધપાત્ર વધારે થાય છે. આ ઘાંસચારનુ કોઇ મિકેનિકલ કે વીજળીની સંચાલિત ચફકટરની મદદથી ૨ ઇંચના ટુકડા કરી અને પશુઓને ખવડાવવા થી બગાડ અટકવી પસંદગીયુક્ત ખાવાની આદત ટાળી શકાય છે. આ બચાવેલ ઊર્જા વૃદ્ધિ અને દૂધ ઉત્પાદન માં ઉત્પાદક હેતુઓ માટે ઉપયોગ થાય.

પશુઓના ખોરાક માટે અજોલા ઉત્પાદન:

અજોલા, એક પાણીમાં તરતી લોકપ્રિય ફર્ન (વનસ્પતી) છે . તેમાં પ્રોટીન, આવશ્યક એમિનો એસિડ, વિટામિન એ અને બી - ૧૨ અને ખનિજો સમૃદ્ધ પ્રમાંણમાં હોય છે. દરરોજ ૮૦૦ ગ્રામ જેટલા અજોલા ખવડાવવાથી સરેરાશ દૂધ ઉત્પાદન સુધારે છે.

લેખક :ડો. જિજ્ઞશ મોવલીયા, ડી.પી.ડી.વમાં & ડી.એચ.સી.પરમાર,વૈજ્ઞાનિક- કૃષિ વૈજ્ઞાન કેન્દ્ર , વ્યારા જિ. તાપી મો: ૯૭૨૭૭૦૮૮૭૬

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/7/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate