অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ડેરી ફાર્મના ખર્ચમાં ઘટાડો કરવા માટેની ટિપ્સ

ડેરી ફાર્મના ખર્ચમાં ઘટાડો કરવા માટેની ટિપ્સ

દૂધના નીચા ભાવ ડેરી ખેડૂતો પર વાસ્તવિક અસર થાય છે જેથી જ મોટા ભાગના ખેડુતો દૂધનું ઉત્પાદન જાળવી ખર્ચ ઘટાડવાના માર્ગો શોધી રહ્યા છે . દૂધના ઉત્પાદન કરવાના ખર્ચની હાલની ઇશ્ય એ વિશ્વભરમાં પશુપાલકોનુ ધ્યાન દોર્યું છે. પશુપાલકો જાણેજ છે કે હાલના તબકે નફાકારકતા જાળવવા માટે એક પડકારજનક સમય છે. ગયા વર્ષની સરખામણીમાં દૂધની કિંમતમાં અંશત વધારો અને ખાદ્ય વસ્તુઓના ભાવમાં અત્યંત વધારો જવાબદાર છે કારણ કે ખાદ્ય ખર્ચાઓ દૂધના ઉત્પાદન માટે ટોટલ ખર્ચના પ0 ટકા પ્રતિનિધિત્વ કરે છે, તેથી જ પશુ-પાલકો ખોરાકના ખર્ચને ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યાં છે. જો કે, ખોટી ખાદ્ય પસંદગીઓ સાથે, ખેડૂતો એક દિવસમાં ૧0 ટકાની બચત કરી પ0 ટકા સુધી આવક ગુમાવે છે. પશુની આનુવંશિક ક્ષમત્તા સુધી દૂધ ઉત્પાદન માટે તેમની પોષક તત્વોની જરૂરિયાતોને પૂરી કરવી અને ખર્ચ ઘટાડવાનાં પગલા દૂધ ઉત્પાદનને નફાકારક બનાવે છે.

 • નિયમ નં. ૧: "દૂધનું ઉત્પાદન ઘટે તેવુ કશું ઓછું ના કરો." તમારું ધ્યાન ખાદ્ય ખર્ચ અને આવક પર હોવું જોઈએ
 • નિયમ નં. ર: "જે કંઇ પણ સગર્ભાવસ્થા દરને નુકસાન પહોંચાડે તેવુ ટાળો" ખોરાક અને દોહનની સાથે સાથે, ગાયો ગાભણ થાય તે તમારા ડેરીને નફાકારક રહેવા માટે સૌથી મહત્વની બાબત છે.
 • નિયમ નં. 3: "દર મહિને દૂધના ગાય દીઠ તમારી ફીડની ગણતરી કરો."
 • નિયમ નં. ૪. "ગાય દીઠ ખાદ્ય ખાદ્ય ઘટાડવાની શ્રેષ્ઠ રીત એ છે કે ખર્ચમાં ફેલાવવા માટે દૂધનું ઉચ્ચ ઉત્પાદન કરવું." દૂધાળુના પ્રારંભમાં વહેલી તકે દૂધ અને દૂધનું વધુ કાર્યક્ષમ ઉત્પાદન શકય છે.
 • નિયમ નં. ૫: "ખરીદવામાં આવેલી ખાદ્ય ની ઊચી ગુણવત્તા ખર્ચ ઘટાડવાની શ્રેષ્ઠ રીત છે." શ્રેષ્ઠ ભાવોની આસપાસ ખરીદી કરી , પરંતુ તમે ઘટકોની સમકક્ષ ઘટકો અને ગુણવત્તા માટે ભાવની સરખામણી કરી ખાતરી કરો.
 • નિયમ નં. ૬: કયારેય ચારા કે ખાણ-દાણમાં કાપ મુક શો નહી. કારણ કે વધારાના સૂકા પદાર્થના એક કિગ્રાથી દૂધ ઉત્પાદનમાં ર લિટરનો વધારો થઈ શકે છે. શુષ્ક દ્રવ્યનો એક કિગ્રામાં ૧૨ ટકાનો ખર્ચ કરી, 30 થી ૪૦ ટકા વધુ આવક મેળવી શકાય છે એટલેકે એક દિવસમાં પશુ દીઠ ૧.૮ ટકા અથવા વધુ નફો પશુ દીઠ માર્જિન વધે છે. પશુઓમાં ખોરાકમાંથી મિનરલ મિક્ષર બંધ કરવાથી ઘાવરૂની શકયતા વધે છે. ગાભણ થવાની શકયતા ઘટે છે અને રોગપ્રતીકારક શક્તી ઘટવાથી બીમારી વધે છે. ગાયના ઉછેરમાં વિલંબથી પ્રથમ વિયાણ મોડુ થતા પશુની ઉત્પાદકતા ઘટે છે.
 • નિયમ નં. ૭. ખાણદાણના ફેરફારો કરતી વખતે ગાયના પ્રતિભાવને મોનિટર કરી ગાય હંમેશા તમારા માટે "વાત" કરે છે ; એટલેકે ઉત્પાદન પર અસર બતાવે છે.
 • નિયમ નં. ૮ સમાન ફીડથી વધુ દૂધ, એટલે કે વધુ ફીડ કાર્યક્ષમતા મળે છે ત્યારે જ દૂધ ઉત્પાદન નફા તરફ દોરી જાય છે.
 • નિયમ નં. ૯: ચારા-દાણની માત્રાનુ સમતોલ જાળવવુ , દૂધનું ઉચ્ચ ઉત્પાદન સ્તરનું ઉત્પાદન જાળવવાનો એક માત્ર માર્ગ ખાણદાણ જ છે.
 • નિયમ નં. ૧0: આરોગ્ય અને પ્રજનન ખર્ચમાં ઘટાડો -ગરમીનું તાણ દૂધ ઉત્પાદન અને ફળદ્રુપતા ઘટવા માટેનુ અગ્રણી કારણોમાંનું  એક છે
 • નિયમ નં. ૧૧: દૂધના પોષણક્ષમ ભાવ માટે દૂધના ઘટકોની જાળવણી જેવા કે ફેટ, પ્રોટીન, કેલ્શિયમ
 • નિયમ નં. ૧૨: દૂધના દિવસો

લેખક : ડો. જિજ્ઞશ મોવલીયા, ડી.પી.ડી.વમાં & ડી.એચ.સી.પરમાર) (વૈજ્ઞાનિક- કૃષિ વૈજ્ઞાન કેન્દ્ર , વ્યારા જિ. તાપી મો. ૯૭૨૭૭૦૮૮૭૬© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate